________________
માર્ગની શોધ કરાવ્યા વિના રહે નહિ અને મોક્ષની રૂચિવાળામાં મોક્ષના માર્ગની શોધ કરતે કરતે એવી રૂચિપૂર્વકની સમજ પણ પ્રગટ્યા વિના રહે નહિ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માર્ગ પ્રરૂપ્યો છે, તે જ એક સાચો મોક્ષમાર્ગ છે અને આ સિવાયના જેટલા ધર્મમાર્ગો આ દુનિયામાં કહેવાય છે, તે સર્વ યથાર્થ રૂપમાં તારક ધર્મમાર્ગો છે જ નહિ. રૂચિપૂર્વકની આવી સમજ આવ્યા પછીથી, મોક્ષનો અર્થી જીવ દાનમાં અને શ્રી જિનપૂજનાદિમાં તત્પર બન્યો થકા. ચારિત્રમોહના ક્ષયોપશમને સાધનારો પણ બની શકે છે. એથી તેનામાં વિરતિના પરિણામો પ્રગટે છે. તે પરિણામો દેશવિરતિના પણ હોઇ શકે છે અને સર્વવિરતિના પણ હોઇ શકે છે. આથી તે પુણ્યાત્મા ચોથા ગુણસ્થાનકેથી પાંચમા દેશવિરતિના ગુણસ્થાનકને અથવા તો છઠ્ઠા સર્વવિરતિના ગુણસ્થાનકને પામે છે. આથી જ આ શાસ્ત્રકાર પરમર્ષિએ છઠ્ઠી સદ્ધર્મ-વિંશિકામાં સમ્યગ્દર્શનનું વર્ણન કર્યા પછી, સાતમી વિંશિકામાં દાનનું અને આ આઠમી વિંશિકામાં શ્રી જિનપૂજનનું વર્ણન કર્યું, અને હવે પછીની નવમી વિંશિકામાં દેશવિરતિધર્મનું વર્ણન કર્યું છે. વિરતિની પૂર્વભૂમિકા
સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ ધર્મોપગ્રહદાનાદિને આચરનારા, સુન્દર ભાવથી પોતાના ચિત્તને શુદ્ધ બનાવનારા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોનું શ્રવણ કરવામાં રતિવાળા બને છે. સામગ્રીનો સુયોગ હોય તો સમ્યક્ત્વ, એ ધર્મોપગ્રહદાનાદિનું, ભાવદ્વારા થતી ચિત્તશુદ્ધિનું અને શ્રી જિનવચનના શ્રવણની રતિનું અવઘ્ય કારણ છે. ગુણના અર્થી આત્માઓએ આ વસ્તુ પણ ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. દેશવિરતિ-ધર્મને અગર તો સર્વવિરતિ-ધર્મને પામવાને માટેની આ પૂર્વભૂમિકા છે. સમ્યગ્દર્શન ગુણને પામવાના યોગે ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત બનેલો, શુદ્ધ ચિત્તવાળો બનેલો અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિવાળો બનેલો પુણ્યાત્મા, પરમ
શ્રાવકપણાને એટલે દ્રવ્યથી અને ભાવથી ઉત્તમ એવા દેશવિરતિપણાને પામે છે. ધર્મોપગ્રહદાન આદિનું આચરણ, ભાવથી ચિત્તની શુદ્ધિ અને શ્રી જિનવચનના શ્રવણની રતિ, એ ગુણો એવા છે કે-એ ગુણો આત્માને વિરતિવાળો બનાવ્યા વિના રહે જ નહિ, સિવાય ક-આત્મા ગુણને હારી જાય અથવા તો એ આત્માને ગાઢ કર્મનું નડતર હોય !
ત્રણ પ્રકારના ભાવ શ્રાવક
ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં ભાવ શ્રાવકોના ગુણોને આશ્રયીને ત્રણ વિભાગો દર્શાવેલા છે. એક દર્શન-શ્રાવક, બીજા વ્રત-શ્રાવક અને ત્રીજા ઉત્તરગુણશ્રાવક. જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણને પામેલા હોય પણ શ્રાવકોનાં બાર વ્રતો પૈકીના કોઇ એક વ્રતને પણ પામ્યા ન હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ ‘દર્શન-શ્રાવકો’ તરીકે ઓળખાવે છે. જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણથી યુક્તપણે શ્રાવકોનાં બાર વ્રતો પૈકીનાં પાંચ અણુવ્રતોને ધરનારા હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ ‘વ્રત-શ્રાવકો' તરીકે ઓળખાવે છે. અને જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણથી સહિતપણે શ્રાવકોનાં પાંચ અણુવ્રતોની સાથે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો-એ બારેય વ્રતોને ધરનારા હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ ‘ઉત્તર ગુણ શ્રાવક' તરીકે ઓળખાવે છે.
Page 50 of 211