________________
કરે, તો તેથી તેમના સમ્યકત્વનો પણ વખતે વિનાશ થઇ જાય. જેમ ગાયના માલિક ઘણા હોય તો ગાયને દોહવાને સૌ તૈયાર રહે. પણ ગાયને ઘાસ-પાણી નીરવાનો કોઇ વિચાર ન કરે, તો તેઓ અત્તે ગાયને જ ગુમાવી બેસે; તેમ દેવ-ગુરૂનો ઉપેક્ષા કરવાથી અને દેવ-ગુરૂનાં કાર્યો ઢીલમાં નાખવાથી, સમ્યગ્દષ્ટિ આત્માઓ કદાચ સમ્યકત્વને ગુમાવનારા પણ બની જાય. જેને દેવ-ગુરૂની આશાતના વિગેરે થતાં ઘણું દુઃખ થાય નહિ. તેનામાં દેવ-ગુરૂની ભક્તિ છે એમ કેમ મનાય ? લોકમાં કહેવાય છે કે-મહાદેવની આંખને ઉખડી ગયેલી જોવાથી મહાદેવનો ભક્ત ભિલ્લ ઘણો જ દુ:ખી થયો અને તેને બીજો કોઇ ઉપાય નહિ સુઝવાથી તેણે પોતાની આંખ કાઢીને મહાદેવને અર્પણ કરી. આ કૃત્ય અજ્ઞાનતાવાળું હોવા છતાં પણ આ કૃત્યની પાછળ જે ભક્તિભાવ રહેલો છે, તે અનુકરણીય છે અને એથી જ શાસ્ત્રકાર મહાત્માઓ અવસરે આવાં લૌકિક દ્રષ્ટાન્તોને પણ આગળ ધરે છે. દેવ-ગુરૂ પ્રત્યે જેઓના હૈયામાં ભક્તિભાવ હોય છે, તેઓ દેવ-ગુરૂનાં કામ પોતાનાં સાંસારિક સઘળાંય કાર્યોથી પણ અધિક આદરથી કરે છે. એનું કારણ એ છે કે-સઘળાય સંસારી જીવોને પોતાના દેહ, પોતાના દ્રવ્ય અને પોતાના કુટુમ્બ ઉપર જેવો પ્રતિભાવ હોય છે, તેવો જ પ્રીતિભાવ, મોક્ષના અભિલાષી. શ્રાવકને શ્રી જિનપ્રતિમા, શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપર હોય છે. શ્રી જિનપ્રતિમા ઉપર તેને પોતાના દેહથી પણ અધિક પ્રીતિ હોય છે, શ્રી જિનમત ઉપર તેને પોતાના દ્રવ્યથી પણ અધિક પ્રીતિ હોય છે અને શ્રીસંઘ ઉપર તેને પોતાના કુટુંબથી પણ અધિક પ્રોતિ હોય છે. પોતાના દેહ, દ્રવ્ય અને કુટુમ્બ ઉપરની પોતાની પ્રીતિને તે તજવા યોગ્ય માને છે. જ્યારે શ્રી જિનમન્દિર, શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપરની પ્રીતિને તે તારક માને છે.
વિરતિને પામવાનો ક્રમ
શ્રી જિનપૂજા જે સારી રીતિએ કરવી હોય અને તેના શાસ્ત્રકાર પરમર્ષિઓએ વર્ણવેલા. સર્વોત્તમ ફ્લને જો પ્રાપ્ત કરવું હોય, તો મોક્ષના અભિલાષી આત્માઓએ શ્રી જિનપ્રતિમા, શ્રી જિનમત અને શ્રીસંઘને વિષે આવી પ્રીતિવાળા બનવું જોઇએ. શ્રી જિનપ્રતિમાં આદિને વિષે આવો પ્રીતિભાવ, મિથ્યાત્વમોહના તેવા ક્ષયોપશમાદિ વિના શક્ય નથી, પણ સવંદરથી અને વિધિ મુજબ જો શ્રી જિનપૂજા આદિને કરવાનો પ્રયત્ન થાય, તો તેથી તેવા પ્રીતિભાવને પમાડનાર મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ દૂર રહી શકતો નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજાની વાતને રૂચિપૂર્વક સાંભળીને, જે પુણ્યવાન જીવો, તેને ઉચિત રીતિ નિયમપૂર્વક આચરે છે, તે જીવો પોતાના સંસારનો નાશ કરવાને સમર્થ એવાં શોભન અનુષ્ઠાનોને જદિથી પામે છે. અર્થાત્ શ્રી જિનપૂજાને કરનારા જીવો ચારિત્ર મોહના ક્ષયોપશમાદિને પણ સાધી શકે છે અને એ દ્વારા સદનુષ્ઠાનોને સેવનારા બનીને મોક્ષને સાધનારા પણ બની શકે છે. તમારે એ વાત ધ્યાનમાં રાખવી કે શ્રી જિનશાસનમાં એક પણ વાત મોક્ષને અળગો રાખીને કરવામાં નથી આવી. જેઓને મોક્ષનું ધ્યેય રૂચતું નથી, તેઓને શ્રી જિનશાસનનું કાંઇ પણ સારૂં રૂચતું પણ હોય, તોય કહેવું જોઇએ કે-તેને વસ્તુતઃ તો શ્રી જિનશાસનનું કોઇ પણ સારૂં રચતું જ નથી. આથી હિતના અભિલાષી જીવોએ જો પોતાનામાં મોક્ષની રૂચિ ન હોય, તો તેને પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઇએ અને મોક્ષની રૂચિ હોય, તો તેને જેમ બને તેમ બલવત્તર બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. મોક્ષની રૂચિ મોક્ષના
Page 49 of 211