________________
પ્રકાશે છે ? એ મહાન્ સૂર્યના પ્રકાશથી કેવળજ્ઞાનીને આ ચરાચર જગત્ હસ્તામલકવત્ પ્રત્યક્ષ ભાષિત થાય છે, અહીં આરૂઢ થયેલો આત્મા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે, અને તે કર્મના ઉદયથી તે પોતાના આત્માને કેવળી જિનેંદ્ર તરીકે ઓળખાવે છે.”
મુમુક્ષુ હર્ષાશ્રુને ધારણ કરતો બોલ્યો- “ભગવન્, આ સુંદર સોપાનને હૃદયથી પ્રણામ કરું છું. આ પુણ્યરૂપ સ્થાનના દર્શનથી હું મારા આત્માને કૃતાર્થ જાણું છું અને મારા અહો ભાગ્ય સમજું છું. સ્વામિન્, કૃપા કરી આ પુણ્ય સ્વરૂપ સોપાનના સહચારી જિનપતિના પ્રભાવનું શ્રવણ કરાવો. અને મારા શ્રવણને પવિત્ર કરાવો.”
આનંદસૂરિ સાનંદ થઇને બોલ્યા- “ભદ્ર, અહંત ભક્તિ પ્રમુખ વીશ પુણ્ય સ્થાનકોનું જે આત્માઓ વિશેષ આરાધન કરે છે તેઓ તીર્થંકર નામ કર્મઉપાર્જન કરે છે. વળી આ ગુણસ્થાનમાં તીર્થંકર નામ કર્મના ઉદયથી તે કેવળી ત્રિભુવન પતિ જિતેંદ્ર થાય છે. વળી આ સ્થાને ચોવીશ અતિશય યુક્ત, સર્વ દેવ તથા મનુષ્યોને પૂજ્ય, સર્વોત્તમ, અને સર્વ શાસનોમાં પ્રધાન એવા તીર્થને પ્રવર્તાવનારા ભગવાન તીર્થંકર પ્રગટે છે, તે ઉત્કૃષ્ટથી દેશે ઉણાપૂર્વ કોટી સુધી વિધમાન રહે છે.”
| મમક્ષએ પ્રસન્નતાથી પ્રશ્ન કર્યો. “ભગવન, તીર્થકર નામ કર્મ કેવી રીતે વેદવામાં આવતું હશે ? તે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિએ ઉત્સાહથી ઉત્તર આપ્યો. “ભદ્ર, પૃથ્વી મંડલમાં વિહાર કરતાં ભવ્યજીવોને પ્રતિબોધી તેઓને સર્વવિરતિ તેમજ દેશ વિરતિ કરવાથી તીર્થંકર નામકર્મ વેદવામાં આવે છે. તે તીર્થંકર નામ કર્મને વેદવા માટે ભગવાન ઉપદેશ આપે છે. અને જે વખતે તેઓ ઉપદેશ આપે છે, તે વખતે તેઓ દેહધારી હોય છે. તે કેવલી મહાત્મા આ પૃથ્વી મડલમાં ઉત્કૃષ્ટ આઠ વર્ષે ન્યૂન એવા. એક કોટિ પૂર્વ પ્રમાણ વિચરે છે. તેઓ દેવતાઓએ રચેલા સુવર્ણ કમળ ઉપર પગ રાખી ચાલે છે. આઠ પ્રાતિહાર્ય યુક્ત અને અનેક સુરાસુર કોટિથી સેવિત થઇ વિહાર કરે છે. સામાન્ય પ્રકારે કેવલજ્ઞાનીની આવી સ્થિતિ કહેલી છે. ભગવાન જિનેંદ્ર તો મધ્ય સ્થિતિવાળા હોય છે.
ભદ્ર- “જો, આ તેરમા પગથી ઉપર આઠ કંડાલા જોવામાં આવે છે, અને તે કંડાલાની. નીચે એક રત્નમય જ્યોતિનો પંજ ઝલકે છે, જેમાંથી મહાન તેજસ્વી સાત કિરણો બહાર નીકળે
મુમુક્ષુએ ઇંતેજારીથી પ્રશ્ન કર્યો. “ભગવદ્, આ દેખાવની સૂચનાઓ મને સમજાવો. આની અંદર મહાન્ તત્ત્વો રહેલા હોય, એમ લાગે છે.”
આનંદસૂરિ બોલ્યા- “વત્સ, જે આઠ કુંડાલા જોવામાં આવે છે, તે આઠ સમય છે અને તેની નીચે જે જ્યોતિનો પુંજ છે, તે કેવલિ સમુદ્દાત કહેવાય છે. જે ઉપર આ ગુણસ્થાનનો સર્વ મહિમા રહેલો છે.”
મુમુક્ષુ બોલ્યો- “મહાનુભાવ, એ ચાર સમય અને કેવલિ સમુદ્યાત વિષે કૃપા કરી સમજાવો.”
આનંદર્ષિ આનંદિત થઇને બોલ્યા- “વત્સ કેવલિ સમુદ્યાત શું કહેવાય? તે સાવધાન થઇને સાંભળ. કેવલી ભગવાન જ્યારે વેદનીય કર્મની સ્થિતિથી આયુ:કર્મની સ્થિતિ અલ્પ જાણે છે, ત્યારે તે બંને સ્થિતિઓને સમાન કરવા માટે તે કેવલિ સમુઘાત કરે છે. યથા સ્વભાવસ્થિત આત્માના પ્રદેશોને વેદનાદિ સાત કારણોથી સમુદ્યતન કરવું, એટલે સ્વભાવથી અન્ય ભાવપણે પરિણમના
Page 192 of 211