________________
કરવું-સ્વભાવનું અન્ય ભાવમાં રૂપાંતર કરવું, તે સમુદ્દાત કહેવાય છે. જે આ જ્યોતિનો પુંજ છે, તે સમુદ્ઘાતનો દેખાવ છે અને તેમાંથી જે આ સાત કિરણો નીકળે છે, તે સમુદ્ઘાતના સાત પ્રકારને દર્શાવે છે. તે સાત પ્રકારના (૧) વેદના સમુદ્ઘાત, (૨) કષાય સમુદ્ઘાત, (૩) મરણ સમુદ્ઘાત, (૪) વૈક્રિય સમુદ્ઘાત, (૫) તેજઃ સમુદ્ઘાત, (૬) આહારક સમુદ્ઘાત અને (૭) કેવલિ સમુદ્ઘાત. એવા નામ છે. એ સાત પ્રકારના સમુદ્દાત માંહની અહિં કેવલી સમુદ્દાત ગ્રહણ કરાય છે.”
વત્સ, જે આ આઠ સમયને સૂચવનારા આઠ કુંડાળા છે, તે સમયનો બોધ જાણવા જેવો છે. આ સોપાન ઉપર આરૂઢ થયેલા કેવલી ભગવાન જ્યારે કેવલિસમુદ્ઘાત કરે છે, ત્યારે તે કરતાં પ્રથમ સમયમાં વેદનીય આયુ:કર્મને સમાન કરવા માટે આત્મ પ્રદેશોથી ઉર્ધ્વલોકાંતસુધી દંડાકાર આત્મપ્રદેશને લંબાવે છે, બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં આત્મ પ્રદેશોથી તેનો કપાટના જેવો આકાર કરે છે, ત્રીજા સમયમાં ઉત્તર-દક્ષિણ આત્મપ્રદેશોનો મંથનાકાર કરે છે અને ચોથા સમયમાં
આંતરો પૂર્ણ કરવાથી તે સર્વલોક વ્યાપી થઇ જાય છે. આ ચોથે સમયે એ કેવલી ભગવાન્ વિશ્વવ્યાપી થઇ જાય છે.
વત્સ, અહીંથી પાછા તે નિવૃત્તિ કરે છે. એટલે એ પ્રમાણે કેવલી ભગવાન આત્મપ્રદેશોનો વિસ્તાર કરવાના પ્રયોગથી કર્મલેશને સરખા કરે છે, અને સરખા કર્યા પછી સમુદ્ઘાતથી પાછા નિવૃત્ત કરે છે, એટલે પાંચમા સમયમાં જગત્ પૂર્ણતાના અંતરોથી નિવર્તે છે, છઠે સમયે મંથાનાકાર દૂર કરે છે, સાતમે સમયે કપાટાકાર દૂર કરે છે અને આઠમે સમયે દંડાકાર સંકેલી પોતાના સ્વસ્વભાવમાં આવે છે-સ્વભાવસ્થ થાય છે.
મુમુક્ષુ સાનંદાશ્ચર્ય થઇ બોલ્યા- “ભગવન્, અહિં કેવલી કેવા યોગવાલા અને અનાહારક શી રીતે થાય છે ? તે દયા લાવી દર્શાવો.”
આનંદ મુનિ બોલ્યા- “વત્સ, અહિં સમુદ્ઘાત કરતાં કેવલી ભગવાન્ પ્રથમ અને અંત સમયે ઔદારિક કાયયોગવાલા થાય છે, બીજા અને છઠા સમયમાં મિશ્ર ઔદારિક કાયયોગી થાય છે. (અહિં કાર્મણ સાથે ઔદારિકનું મિશ્રપણું છે.) ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કેવલ કાર્યણ કાયયોગવાલા થાય છે. તે કેવલી જે સમયોમાં માત્ર કાર્મણ કાય યોગવાલા હોય છે, તે સમયોમાં તેઓ અનાહારક હોય છે.”
મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી કહ્યું, “ભગવાન્, આપના વચનો એ મારી શંકાને પરાસ્ત કરી છે, તથાપિ એક જિજ્ઞાસા ઉત્પન્ન થઇ છે, તે પા કરી તૃપ્ત કરો.”
આનંદમુનિએ કહ્યું, “ભદ્ર, તારી શી જિજ્ઞાસા છે ? જે હોય તે પ્રગટ કર.”
મુમુક્ષુ બોલ્યો- “ભગવન્, , કેવલી સમુદ્ઘાત કરનારા દરેક કેવળી હશે કે કોઇ ન પણ હોય
?”
આનંદમુનિએ ઊલટથી કહ્યું, ભદ્ર, તારી જિજ્ઞાસા યોગ્ય છે. સાંભળ ? જેમને છ માસથી અધિક આયુષ્ય વિધમાન છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેઓ અવશ્ય સમુદ્ઘાત કરે છે. અને જેમનું આયુષ્ય છ માસની અંદરનું હોય તે વખતે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેઓની સમુદ્દાતની બાબતમાં ભજના છે-વિકલ્પ છે. અર્થાત્ તેઓ સમુદ્ઘાત કરે અથવા ન પણ કરે.
મુમુક્ષુએ બીજી જિજ્ઞાસા પ્રગટ કરી. “ભગવન્, સમુદ્ઘાતને કરનારા એ કેવલી મહાત્માઓ અહિં કેવું ધ્યાન કરતા હશે ? તે કૃપા કરી કહો.”
Page 193 of 211