________________
સમિતિનું પણ સુંદરમાં સુંદર પાલન કરે છે. ચોથી અદાનનિક્ષેપ-સમિતિ:
ચોથી સમિતિનું નામ- ‘આદાનનિક્ષેપ સમિતિ” છે. મુનિઓને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ગ્રહણ કરેલાં ધર્મોપકરણોને લેવાં પણ પડે અને મૂકવાં પણ પડે. “આદાન’ એટલે લેવું અને નિક્ષેપ' એટલે મૂકવું : એમાં સખ્ય પ્રવૃત્તિ, એનું નામ “આદાનનિક્ષેપ સમિતિ” છે. આસન, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણોને લેતાં અને મૂકતાં, જોવાની અને પ્રમાર્જિવાની આજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરનારા આ ચોથી સમિતિના પાલક બને છે. કોઇ પણ વસ્તુને લેતાં અને તે વસ્તુને મૂકતાં જમીન આદિને બરાબર ચક્ષુથી જોવી જોઇએ અને ચક્ષુથી જોયા પછી રજોહરણ આદિથી એટલે કે પૂજવાને લાયક વસ્તુથી ઉપયોગપૂર્વક પૂજીને લેવી અને મૂકવી જોઇએ. ઉપયોગપૂર્વક નહિ જોનારા અને નહિ પૂજનારા મુનિઓ, આ સમિતિનો ભંગ જ કરે છે, જીવદયાનો પાલક કોઇ પણ મુનિ આ સમિતિનો ઉપેક્ષા કરી શકે નહિ. ભૂમિને જોયા કે પ્રમજ્યા વિના જેઓ ભૂમિ ઉપર ધર્મનાં ઉપકરણોને મૂકે છે અને ઉપકરણોને જોયાં કે પ્રમાર્યા વિના જેઓ લે છે, તેઓ ખરે જ આ સમિતિ પ્રત્યે કારમી બેદરકારી કરનારા છે. આ બેદરકારી વધે, તો તે પરિણામે મુનિપણાને હતપ્રહત કરી નાખનારી છે. જોવું એ ચક્ષુથી પ્રતિલેખના છે અને પૂજવું એ રજોહરણાદિ પૂજવાની વસ્તુથી પ્રતિલેખના છે. આ પ્રતિલેખના પણ મુનિઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, પણ અનેક નિમિત્તોથી કેટલાકો આની ઉપેક્ષા કરનારા બન્યા છે અને તેઓએ પ્રતિલેખનાને એક નિરૂપયોગી જેવી ચીજ બનાવી દીધી છે. ચક્ષ કામ આપી શકે એવા સમયે કરવાની પ્રતિલેખના ન કરે અને ચક્ષ કામ ના આપી શકે એવાં સમયે પ્રતિલેખના કરવાનો ચાળો કરે, એવાઓ પ્રતિલેખના કરે છે કે પ્રતિલેખનાની મશ્કરી કરે છે, એ એક કારમો પ્રશ્ન છે. પ્રતિલેખના, એ એક ઉથલ-પાથલ કરવાની યા તો વસ્ત્ર આદિ ઉપર પડેલી ધૂળ ખંખેરવાની ક્રિયા નથી. પ્રતિલેખના, એ પણ એક ઉત્તમમાં ઉત્તમ જીવદયાની કરણી છે. જીવદયાની આવી ઉત્તમમાં ઉત્તમ કરણી તરફ બેદરકાર બની જેઓ વિદ્વાન બનવા ઇચ્છતા હોય, તેઓ સાચા વિદ્વાન બને એ શક્ય નથી. અનંતજ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિયાઓની બેદરકારી, એ કારમી કમનશિબીને જ સૂચવે છે અને એવી કારમો કમનશિબીથી તેને જાણ્યા છતાંયા નહિ કમ્પનારા, એ ભારેમાં ભારે અજ્ઞાનિઓ છે. વળી એક સુંદરમાં સુંદર જીવરક્ષા કરવાની પ્રતિલેખના રૂપ ક્રિયાને જ્યારે જીવઘાતનું જ કારણ બનાવતા કેટલાકો જોવાય છે, ત્યારે તો કોઇ પણ વિવેકિને કારમી ગ્લાની થાય એ સહજ છે. એ ગ્લાનિ એમ બોલાવે કે- “આ ઉથલપાથલ કરનારાઓનું શું થશે?” -તો તે અસ્વાભાવિક નથી. કેવલ દ્રવ્યક્રિયામાં રાચનારાઓની સઘળી જ ક્રિયાઓ આવી હોય છે. પરના દોષો જોવામાં કુશળ બનેલાઓ, પોતાના દોષો કદી જ જોઇ શકતા નથી. એવાઓએ અનેક ક્રિયાઓની માફ્ટ આ પ્રતિલેખનાની પણ કારમી. દુર્દશા કરી છે. એવામાં જો થોડી પણ માર્ગરૂચિ હોય, તો ઉપકારિઓએ એવાઓ જાગૃત થાય એવું માવ્યું છે. ઉપકારિઓના એ માનને પ્રત્યેક મુનિ પ્રેમપૂર્વક વાંચે, વિચારે અને ખૂબ જ જાગૃત બને તથા જો પોતામાં એવી જાતિની બેદરકારી આદિ દેખાય તો તેને ખંખેરી નાખવા માટે સજ્જ થાય, એ કલ્યાણકારી છે. પ્રતિલેખનામાં પ્રમત્ત બનેલા મુનિને અનંત ઉપકારિઓએ જીએ કાયોનો વિરાધક ગણ્યો છે. ષટકાયની પોતાનાથી વિરાધના થાય છે, એ જાણતાં જ ભવભીરૂઓને
Page 116 of 211