SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કમ્પારી છૂટવી જોઇએ. મુનિઓને તો ષડજીવનિકાયના રક્ષક ગણવામાં આવ્યા છે. તેઓ જ જો પ્રતિલેખનાના વિધિ પ્રતિ બેદરકાર બને, તો એ રક્ષકપણું રહ્યું ક્યાં ? પ્રતિલેખનામાં પ્રમત્ત નહિ બનવાનો ઉપદેશ આપતાં પરમ ઉપકારી મહાપુરૂષો સ્પષ્ટ રીતિએ માવે છે કે “पडिलेहणं कुणंता मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। १ ।।" _ “पुढवीआउक्काए तेऊवाऊवणस्सइतसाणं । પડદાપમરો, કદંપિ વિરાણો મામો || ૨ ||” ઉપકારી મહાપુરૂષોના આ કથનનો એ ભાવ છે કે-પડિલેહણને કરતો જે પરસ્પર કથા કરે છે, દેશની કથાને કરે છે અથવા પચ્ચખ્ખાણ આપે છે, સ્વયં વાચના આપે છે અથવા તો અન્ય પાસે સ્વયં વાચના અંગીકાર કરે છે, તે પડિલેહણમાં પ્રમાદી ગણાય છે : પડિલેહણમાં એવા પ્રમત્ત બનેલાને પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ છએ પણ કાયોનો વિરાધક અનંત ઉપકારિઓએ કહેલો છે. અનન્ત ઉપકારિઓના આ માનથી સમજી શકાશે કે-પચ્ચખાણ લેવા-દેવાની ક્રિયા અને શાસ્ત્રની વાચના લેવા-દેવાની ક્રિયા, કે જે કલ્યાણકારિણી છે, તેનો પણ પડિલેહણમાં નિષેધ કર્યો છે : કારણ કે-એથી પડિલેહણનો હેતુ જે જીવરક્ષા છે, તે માર્યો જાય છે. જે કાલમાં જે ક્રિયા કરવાની હોય, તે ક્રિયા જ કરવાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા છે. આ આજ્ઞાને નહિ સમજનારાઓ ગડબડ કરે એ જૂદી વાત છે, પણ સમજનારાઓએ તો આ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરવું જ જોઇએ. પડિલેહણ જેવી જીવરક્ષાની સર્વોત્તમ ક્રિયામાં પ્રમાદી બનવું અને એ કરતાં કરતાં પડિલેહણમાં ઉપયોગશૂન્ય થવાય એવું કરવું, એ પણ પ્રમાદ છે. એવા પ્રમાદમાં પડવું, એ પડિલેહણ કરવા છતાં પણ વિરાધક બનવાનો ધંધો છે. આ પડિલેહણને શુદ્ધ રીતિએ કરનારો અને ધર્મોપકરણને લેવામૂકવામાં ઉપયોગપૂર્વક જોઇને અને પૂંજીને લેનારો અને મૂકનારો જ, આ ચોથી સમિતિનો પાલક બને છે. પાંચમી ઉત્સર્ગ સમિતિ : હવે પાંચમી સમિતિ છે- “ઉત્સર્ગ સમિતિ” આને “પારિષ્ઠાપનિકા સમિતિ” પણ કહેવાય છે. પરિષ્ઠાપના યોગ્ય એટલે તજવા યોગ્ય જે વસ્તુઓ, તેનો ત્યાગ એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગ અથવા તો “પરિષ્ઠાપના.” એમાં સમ્યક્ પ્રકારે વિધિપૂર્વકની પ્રવૃત્તિ કરવી-એનું નામ કહેવાય છેઉત્સર્ગ-સમિતિ” અથવા તો “પારિષ્ઠાપનિકા-સમિતિ' કફ, મૂત્ર અને મલ તો તજવા લાયક તરીકે પ્રસિદ્ધ છે. કફ એટલે શ્લેખ, કે જે મુખ અને નાકમાં સંચરણ કરનારો હોય છે અને મૂત્ર તથા મલ એ તો સૌ કોઇને જ્ઞાત છે, તેનો ત્યાગ તથા નિરૂપયોગી બનેલ વસ્ત્ર અને પાત્ર તથા દોષ આદિના. કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભક્ત-પાન વિગેરે વસ્તુઓનો ત્યાગ આવશ્યક છે : પણ એનો ત્યાગ બસ-સ્થાવર જીવોથી રહિત એવી જે પૃથ્વી, તેના તલ ઉપર, અર્થા–શુદ્ધ સ્થંડિલ એટલે જતુરહિત જગ્યાએ ઉપયોગપૂર્વક કરવો, એનું નામ “ઉત્સર્ગ-સમિતિ' કહેવાય છે. કફ આદિનો અને ત્યાજ્ય બનેલ વસ્ત્ર તથા પાત્રાદિનો જેઓ ઉપયોગપૂર્વક શુદ્ધ બસ-સ્થાવર જીવોથી રહિત એવી. ભૂમિ ઉપર ત્યાગ કરે છે, તેઓ જ આ સમિતિના પાલક બને છે. સાધુઓને માટે ગમે ત્યાં થુંકવું અગર ગમે તેમ ગળફો નાંખવો, એ પણ અનુચિત જ છે. જીવરક્ષા કરવાના અભિલાષી મુનિવરો Page 117 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy