SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને પચીસ પ્રકૃતિઓ ચારિત્રમોહનીયની ગણાય છે. ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ કષાયો અને નોકષાયો સંબંધી છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોના દરેકના અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એવા ચાર ચાર ભેદો હોઇને તે સોલ અને નવા નોકષાયોની નવ એમ પચીસ પ્રકૃતિઓ ચારિત્રમોહનીય કર્મની છે. ક્ષયોપશમ સમ્યકત્વને પામતો. જીવ જે અવસરે દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓમાં ગણાતી મિથ્યાત્વમોહનીય પ્રકૃતિનો ક્ષયોપશમ સાધે છે, તે અવસરેતે અનન્તાનુબન્ધી રૂપ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો ક્ષયોપશમ પણ સાધે જ છે. જ્યાં સુધી અનન્તાનુબન્ધી રૂપ ક્રોધ આદિનો ઉદય વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન ગુણને પામી શકતો જ નથી, પણ સમ્યગ્દર્શન ગુણનો સીધો સંબંધ મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમાદિની સાથે હોઇને, મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમાદિથી આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે, એમ કહેવાય છે. સ. સ્વભાવથી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ થવા માંડે, એવી યોગ્યતા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય કે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય ? મિથ્યાત્વમોહનીય ક્ષયોપશમાદિનું કાર્ય તત્ત્વમાર્ગ પ્રતિ આત્માને રૂચિવાળો બનાવવાનું છે. તત્ત્વમાર્ગ પ્રતિ એવો રૂચિવાળો બનેલો આત્મા, તત્ત્વમાર્ગ પ્રતિ પ્રવૃત્તિ તો ચારિત્ર મોહનીય આદિના ક્ષયોપશમાદિના યોગે જ કરી શકે છે. આત્મિક વિક્ષસ ક્યાયોના ક્ષયોપશમ વિના નહિ ચારિત્રમોહનીયની અનન્તાનુબન્ધી કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાંસુધી ઉદયમાં વર્તતી. હોય, ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શનને પામો શકતો નથી; ચારિત્રમોહનીયની અપ્રત્યાખ્યાની કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવ દેશવિરતિના પરિણામોને પામી શકતો નથી; અને ચારિત્રમોહનીયની પ્રત્યાખ્યાની કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવસર્વવિરતિના પરિણામોને પામી શકતો નથી ચારિત્રમોહનીયની સંજ્વલન કષાય લક્ષણ ચાર પ્રકૃતિઓ અને હાસ્યાદિ નવ નકષાયોની નવ પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં વર્તતી હોય ત્યાં સુધી અતિચાર લાગવાની ખૂબ ખૂબ સંભાવના રહે છે અને જ્યાં સુધી ચારિત્રમોહનીયની એ તેર પ્રકૃતિઓ ઉદયમાં વર્તતી હોય છે, ત્યાં સુધી જીવ યથાખ્યાત ચારિત્રને પામી શકતો નથી. કેવલજ્ઞાનને પામવાને માટે કેવલજ્ઞાનાવરણ કર્મના ક્ષયની આવશ્યક્તા છે, કેવલજ્ઞાનાવરણ કર્મનો ક્ષય યથાખ્યાત ચારિત્રને પામ્યા વિના સાધી શકાતો નથી અને યથાખ્યાત ચારિત્રને પામવાને માટે ચારિત્રમોહનીયની સઘળીય પ્રકૃતિઓનો ક્ષય સાધવો પડે છે અથવા તો ચારિત્રમોહનીયની એક પણ પ્રકૃતિ ઉદયમાં વર્તતી ન હોય એવી અવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે. ઉપશમશ્રેણિ માંડનાર આત્મા, ચારિમોહનીયની એક પણ પ્રકૃતિ ઉદયમાં વર્તતી ન હોય-એવી. અવસ્થાને પામવા દ્વારા, યથાખ્યાત્ ચારિત્રને પામે છે ખરો; પરન્તુ તે આત્મા એથી આગળ વધીને કેવલજ્ઞાનને પામી શકતો નથી, કેમ કે-તે આત્માને સત્તામાં રહેલી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો અવશ્યમેવ ઉદય થઇ જાય છે. એથી એ આત્માનું એટલી બધી ઉચ્ચ દશાએથી પણ ઘણું કારમું પતન પણ થઇ જાય છે. ક્ષપકશ્રેણિ માંડીને મોહનીયકર્મની સઘળીય પ્રકૃતિઓનો ક્ષય સાધવા દ્વારા યથાખ્યાત ચારિત્રને પામનારા આત્મા માટે તો પતન સંભવિત જ નથી આ બધી વાતો ઉપરથી Page 65 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy