________________
પહેલું લક્ષણ-માર્ગાનુસારપણું
દેશચારિત્રી આત્માનાં છ લક્ષણોમાં પહેલું લક્ષણ માગનુસારિતા છે. અહીં માર્ગ શબ્દથી તાત્ત્વિક માર્ગ સમજવાનો છે. તાત્ત્વિક માર્ગ ક્યો ? જે માર્ગને અનુસરવાના યોગે આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપને એટલે પરમાત્મસ્વરૂપને પામી શકે, તેવો જે માર્ગ, તેને જ તાત્ત્વિક માર્ગ કહી શકાય; જે માર્ગને અનુસરવાથી જીવ ક્રમે કરીને પણ પોતાના સ્વાભાવિક સ્વરૂપને પામી શકે નહિ અને કેવળ વિભાવદશામાં જ આથડ્યા કરે, એ માર્ગને તાત્ત્વિક માર્ગ કહી શકાય નહિ. આથી એ નક્કી થાય છે કે-તાત્વિક માર્ગ એટલે મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો માર્ગ. આ માર્ગને અનુસરવાના સ્વભાવવાળો બનેલો જે આત્મા, તેને માર્થાનુસારી કહેવાય છે. માર્ગાનસારી બનેલો આત્મા માત્ર સદગરૂઓના ઉપદેશ આદિથી જ માર્ગને અનસરનારો હોય છે-એમ નહિ. પણ માર્ગાનુસારિપણાને પામેલો આત્મા સ્વભાવથી પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ
માવેલા માક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરનારો હોય છે. આવા માર્ગાનુસારિપણાને ઉપકારિઓ મોક્ષમાર્ગની સાધનામાં ઘણું જ ઉપકારક માને છે. ઉપકારિઓ માને છે કે-આવું માનુસારિપણું, એ મોક્ષની પ્રાપ્તિને માટેનું અવધ્ય કારણ છે. જેમ આંધળો માણસ અટવીમાં હોય અને નગરમાં પહોંચવાની અભિલાષાવાળો હોય, તો તે અટવીને લંઘીને પોતાને જે નગરે પહોંચવાની ઇચ્છા હોય તે નગરે પહોંચી શકે કે નહિ ? ત્યાં કહેવું પડે કે-માણસ ભલે આંધળો હોય અને અટવીમાં પડેલો હોય, પણ તેને જે પુણ્યયારી આપે તો તે જરૂર પોતાને જે નગરે પહોંચવાની ઇચ્છા હોય, તે નગરે પહોંચી શકે. પોતાના તેવા પ્રકારના પુણ્યના ઉદયથી એ આંધળા માણસને પણ એ જ રસ્તે ચાલવાનું મન થાય, કે જે રસ્તો તેને જે નગરે જેવું છે, તે નગરે પહોંચાડતો હોય; અને એથી તે એ માર્ગે ચાલતો ચાલતો પણ પોતાને ઇષ્ટ એવા નગરે પહોંચી જાય. તેવા પ્રકારના પુણ્યોદયથી યુક્ત હોવાના કારણે જેમ અટવીમાં અટવાઇ પડેલો આંધળો માણસ પોતાને ઇષ્ટ એવા નગરે પહોંચી જાય છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ સ્વભાવથી થાય-એવી સદ્યોગ્યતાને પામેલો આત્મા ક્રમે કરીને મોક્ષને પામે એ પણ બનવાજોગે જ
છે.
માર્ગાનુસારિપણાનું કારણ
સ્વભાવથી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ થાય-તેવી સદ્યોગ્યતા તે જ જીવોને પ્રાપ્ત થાય છે, કે જે જીવોને પોતાના ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ સિદ્ધ થયેલો છે. પોતાના ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમ વિના જીવ આવા માગનુસારિપણાને પામી શકતો જ નથી. ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમનું પ્રમાણ જેટલું વધારે હોય, તેટલું જ જીવનું માર્ગાનુસારિપણું વધારે હોય અને ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમનું પ્રમાણ જેટલું ઓછું હોય, તેટલું જ જીવનું માર્ગાનુસારિપણું ઓછું હોય. ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ, એ જ આવા માર્ગાનુસારિપણાની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. આથી ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ એ શું છે, તે સમજી લેવું જોઇએ. મોહનીય-કર્મની કુલ અઢાવીશ પ્રકૃતિઓ છે. તેમાં ત્રણ પ્રકૃતિઓ દર્શનમોહનીયની ગણાય
Page 64 of 211