SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખવાને અગર તો પોતાને શ્રાવક તરીકે ઓળખાવવાને પણ લાયક નથી. ધર્માચાર્યોનો આન્તર ભાવ સુધરવું હોય, કલ્યાણ સાધવું હોય, તો ધર્માચાર્યોના આન્તર ભાવને પિછાનતા શીખો. ધર્માચાર્યો તમને જરીય ખરાબ રહેવા દેવાને ઇચ્છતા નથી. ધર્માચાર્યોને એમ થાય છે કે-આવી સુન્દર સામગ્રીને પામેલા પુણ્યવાનો, અમારા યાગને પામીને, પોતાની બધી જ ખરાબીઓને તજનારા અને પોતાના આત્માની બદ્વિને પ્રગટાવવાનો પ્રયત્નશીલ બને તો સારું. આવા ઉદ્દેશથી જ, સ્વ-પરના કલ્યાણને લક્ષ્યમાં રાખીને, ધર્માચાર્યો તમને અવસરે અવસરે હેયના ત્યાગની અને ઉપાદેયના સ્વીકારની પ્રેરણા કર્યા વિના રહી શકતા નથી. જ્યાં સુધી તમને હિતકર સાચી વાત સાંભળવાને માટે લાયક માને અગર હિતકર સાચી વાત સાંભળવાને માટે તમે નાલાયક બન્યા. નથી-એમ માને, ત્યાં સુધી તમને પામીને ધર્માચાર્યો સ્વ-પરના હિતની સાચી વાત કહ્યા વિના કેમ રહી શકે ? ધર્માચાર્યોને તો એમ પણ થાય કે-ધર્મોપદેશ સાંભળવાને માટે અમારી પાસે આવેલા પુણ્યાત્માઓને, ધર્મોપદેશ કરતે કરતે તેમના દોષોની અને તેમણે પ્રાપ્ત કરવા યોગ્ય ગુણોની વાતો એવી રીતિએ પણ કહેવી, કે જેથી એમને એવું હાડોહાડ લાગી જાય કે- “હવે તો આ દોષોને ગમે તેમ કરીને પણ તજવા અને અમારે અમારા આત્માને ગુણોનું ભાજન બનાવવો. હું શ્રાવક ઓળખાઉં છું, તો મારે સાચા શ્રાવક બનવું અને સાચા શ્રાવક બનીને મારે મારા આત્માને ઉત્તરોત્તર ગુણસમૃદ્ધ બનાવવાનો પણ પ્રયત્ન કરવો. તમારા દોષકારક કર્મને ધક્કો વાગે, એવો આઘાત તમને થાય, તો ધર્માચાર્યોનો હેતુ સરસ રીતિએ બર આવે અને એથી ધર્માચાર્યો તમારા દોષકારક કર્મને ધક્કો વાગે-એવો આઘાત તમને થાય એવી વાણીનો પણ ઉપયોગ કરે. એવી વાણીમાં દેખીતી રીતિએ કઠોરતા હોય, તોય તેમાં સાચી મધુરતા છે અને જેઓને એ વાણીથી પોતાના દોશકારક કર્મને ધક્કો વાગે એવો આઘાત થાય છે, તેઓ તો એ સાચી મધુરતાનો સુન્દર પ્રકારનો અનુભવી કરે છે. સમ્યગ્દર્શન યોગે ચિત્તશુદ્ધિ સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માઓ શ્રી જિનવચનની સાચી આસ્તિક્તાને પામેલા હોય છે, તેઓ મોક્ષના રસિક હોવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શન ગુણને ધરનારા પુણ્યાત્માઓની ચિત્તશુદ્ધિ વિષય-કષાયના ઝંઝાવાત વખતે પણ ઘણું જ સુન્દર કામ આપે છે. અવિરતિથી અને અનન્તાનુબન્ધી સિવાયના કષાયોથી એ પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ બને એ શક્ય છે, પણ એ રીતિએ પોતાનું ચિત્ત જે સમયે સંધ બન્યું હોય તે સમયે પણ જો તેઓ ઉપયોગશૂન્ય નથી હોતા, તો તેઆ પોતાના ચિત્તની એ સંક્ષુબ્ધતા ઉપર સુન્દર કાબૂ રાખી શકે છે. આપણે જોઇ આવ્યા છીએ કે-સમ્યકત્વ એ શુભ આત્મપરિણામ રૂપ છે અને આત્માના એ શુભ પરિણામને જો જાળવતાં આવડે, તો આત્માનો એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમોહ કર્મ જોરદાર હોય અને એથી અનન્તાનુબંધી સિવાયના કષાયો પણ જોરદાર હોય, તે છતાં પણ જો સમ્યકત્વ રૂપ શુભ Page 52 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy