SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચિત વાત છે; કારણ કે એ પુણ્યાત્મા જે શુભ આત્મપરિણામને પામ્યો છે, તે શુભ આત્મપરિણામ નિર્મળ બનતે બનતે તથા તે શુભ પરિણામના યોગે પ્રાપ્ત થયેલ શુશ્રુષાદિ ગુણો દ્વારા તે કર્મોના એવા ક્ષયોપશમાદિને સાધનારો બને છે, કે જેના યોગે તે શુદ્ધ ક્રિયાવાળો પણ બન્યા વિના રહે જ નહિ. વિરતિ અંગે અશુદ્ધ ક્રિયાના ત્યાગ તથા શુદ્ધ ક્રિયાનાં જ સ્વીકારને માટે જુદા પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે અને સમ્યગ્દર્શન ગુણને માટે જૂદા જ પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે. જો કે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિએ એટલે માત્ર દ્રવ્યથી દેશચારિત્ર અને સર્વ ચારિત્રવાળા પણ હોઇ શકે છે, પણ અહીં તો જેવું બહારનું વર્તન, તેવો અન્તરનો પરિણામ-એવા શુદ્ધ આચારવાળા આત્માઓની અપેક્ષાએ વાત છે. માત્ર સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને સાંભવવાની ઇચ્છા હોય છે, ચારિત્રધર્મનો રાગ હોય છે અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ હોય છે. એની પાસેથી જો કોઇ વિરતિની એવો આશા રાખે કે- “આ આત્મા આટલી પણ વિરતિને નથી કરતો, તો એ સમ્યગ્દષ્ટિ શાનો ?' -તો. એવી આશા રાખનારની એ આશા અસ્થાને છે. આ વિષયમાં સમજવું એ જોઇએ કે-જે કર્મના ક્ષયોપશમથી સમ્યકત્વ ગુણ પ્રગટે છે, તે જ કર્મના ક્ષયોપશમથી વિરતિગુણ પ્રગટી શકતો નથી. અને એથી જેઓ “વિરતિ નહિ હોવાના કારણે જ સમ્યકત્વનો પણ અભાવ છે.' –એવું કહે, તે ઉસૂત્રભાષી જ છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યા પછી જીંદગી પર્યત પણ વિરતિને નહિ પામી શકનારા જીવો ય હોઇ શકે છે, કારણ કે-તેઓ પોતાના ચારિત્રમોહ કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમાદિને સાધનારા બની શકતા નથી. સમ્યગ્દર્શન અને શુશ્રુષા આદિ ગુણોના સંબંધમાં શંકઓ અને તેનાં સમાધાનો આવા વિવેચન વખતે, કયા કર્મના ક્ષયોપશમાદિથી કર્યું કાર્ય બની શકે છે, -એ વસ્તુને જાણનારને એવો પ્રશ્ન કરવાનું મન થાય એ સંભવિત છે કે- “જો સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રમોહનો ક્ષયોપશમ ન હોય, તો વિરતિ પણ ન હોય-એમ આપ કહો છો; તો આપ સમ્યદ્રષ્ટિ આત્મામાં શુશ્રુષાદિ ગુણો હોય છે. એવું પણ કહી શકો નહિ : કારણ કે શુશ્રુષાદિ ગુણો, એ જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી જ્ઞાનાવરણીય-કર્મના, ચારિત્રમોહનીય-કર્મના તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમ વિના શુશ્રુષાદિ ગુણો સંભવી શકે જ નહિ.' વાત સાચી છે કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી એ ગુણોને પામવાને માટે જ્ઞાનાવરણીય-કર્મ, ચારિત્રમોહનીય-કર્મ તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમની આવશ્યક્તા છે; પણ ઉપકારિઓ માને છે કે- “જે વખતે જીવ સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તે વખતે તે જીવ એકલા મિથ્યાત્વમોહનીય કર્મનો જ ક્ષયોપશમ કરતો નથી, પણ તેની સાથે સાથે જ તે જીવ જ્ઞાનાવરણીય-કર્મનો પણ ક્ષયોપશમ કરે છે અને અનન્તાનુબન્ધિ કષાય છે લક્ષણ જેનું એવા ચારિત્રમોહનીય-કર્મ આદિનો પણ ક્ષયોપશમ કરે હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય-કર્મના ક્ષયોપશમના અવસરે, જ્ઞાનાવરણીય-કર્મ તથા અનન્તાનુબંધિ કષાયલક્ષણ ચારિત્રમોહનીય-કર્મ આદિ કર્મોનો ક્ષયોપશમ પણ અવશ્યમેવ થાય Page 54 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy