________________
સામાન્ય રીતે ચાર પ્રકારની ભાષામાંથી ભાષા સત્ય બોલવી જોઇએ, તેમજ વ્યવહારભાષા પણ નિરવધ જ બોલાય. અસત્ય અને મિશ્રભાષા તથા સાવધ વ્યવહાર ભાષા ન બોલવી.
સત્ય ભાષા ૧૦ પ્રારે હોય છે
(૧) જે શબ્દ કે વાક્યપ્રયોગ જે દેશમાં જે અર્થમાં માન્ય હોય તે દેશમાં તે અર્થમાં તે શબ્દ બોલવો એ જનપદ સત્ય કહેવાય. દા.ત. દક્ષિણમાં ઘણીને નવરો કહે છે, તો ત્યાં તે અર્થમાં તે બોલાય.
(૨) સ્થાપના સત્ય - દા.ત. મૂર્તિને ઉદેશીને કહેવાય આ મહાવીરસ્વામી છે. નકશામાં કહેવાય છે, આ અમેરિકા છે. કરન્સી નોટને લઇ કહેવાય આ લો ૧૦ રૂ.
(૩) નામસત્ય :- નામ પૂરતું સત્ય, દા.ત. કુળને ન વધારનાર છતાં તે નામવાળા ભાઇને માટે કહેવાય છે કે આ “કુલવર્ધન' છે. એમ આ કેશરીસિંહ છે; પછી ભલે તે મનુષ્ય છે, ને ડરપોકે ય હોય.
(૪) રૂપસત્ય - કોઇનું રૂપ બનાવ્યું હોય. દા.ત. નાટકમાં રાજા ભર્તૃહરિનું રૂપ કર્યું, ત્યાં જે કહેવાય “હવે આ ભર્તુહરિ આવે છે.” અથવા વેષધારીને આ સાધુ છે એમ કહેવાય.
(૫) અપેક્ષાસત્ય :- તે તે સાચી અપેક્ષાએ તેવો તેવો વ્યપદેશ થાય. દા.ત. રામ દશરથની અપેક્ષાએ પુત્ર કહેવાય, પરંતુ લવણઅંકુશની અપેક્ષાએ પિતા કહેવાય. ૫૦ કરતાં ૧૦૦ “મોટી' સંખ્યા પણ ૨૦૦ કરતાં નાની' સંખ્યા કહેવાય.
(૬) સંમત સત્ય - કાદવમાં ઉત્પન્ન થનાર તો કીડા પણ છે, ઘાસ પણ છે, કિન્તુ કમળને જ પંક્સ' કહેવાય કે તે જનસંમત છે.
(૭) વ્યવહાર સત્ય - લોકવ્યવહાર તેવો પડી ગયો હોયતેથી તેવો ભાષાપ્રયોગ થાય; દા.ત. આ માર્ગ દિલ્હી જાય છે, ખરી રીતે તો માર્ગ તો ત્યાંનો ત્યાં સ્થિર છે છતાં આ વ્યવહાર થાય તે અસત્ય ન કહેવાય. એમ કૂંડી મળે છે, પર્વત બળે છે.
(૮) ભાવસત્ય – શરીર પુદ્ગલમાં ચારે વર્ણ છે, છતાં કહેવાય કે “બગલાં સફેદ હોય છે. ભાવ, તાત્પર્ય, મુખ્યતાની દ્રષ્ટિએ સત્ય.'
(૯) યોગસત્ય - વસ્તુના યોગથી તેવો વ્યવહાર થાય. દા.ત. ધન હોવાથી ધની કહેવાય.
(૧૦) ઉપમા સત્ય – અમુક અપેક્ષાએ ઉપમા પૂરતું સત્ય; દા.ત. આ પુરુષવાઘ છે, નરસિંહ છે, પાંદડે પાણીનાં બિંદુ મોતી જેવા લાગે છે, સરોવર સમુદ્ર જેવું છે.
આ પ્રકારો ધ્યાનમાં રાખી એને અનુસરીને સત્ય ભાષાપ્રયોગ કરવો જોઇએ. અસત્ય ભાષા ૧૦ પ્રકારની છે:
(૧) ક્રોધથી બોલાય છે, દા.ત. બાપ ગુસ્સામાં પુત્રને કહે “તું મારો દિકરો નથી.' અથવા ક્રોધના આવેશમાં બોલાય તે આશયના બિગાડાને કારણે અસત્ય છે.
(૨) માનથી બોલાય તે; દા.ત. પાસે થોડું ધન છે પણ અભિમાનથી કહે “હું ધનવાન છું.” (૩) માયાથી બોલાય તે, દા.. દાન ન દેવું હોય એટલે કહે “મારી પાસે પૈસા નથી.”
Page 154 of 211