________________
૯. નિરવલ સુકૃતની પ્રશંસા કરે, જેમકે બ્રહ્મચર્ય સુંદર છે, વૈરાગ્ય સારો છે, વૈયાવચ્ચ અપ્રતિપાતી છે, ઉપસર્ગસહનથી નિર્જરા છે, પંડિતમરણ સદ્ગતિનું કારણ છે, સાધુ સદ્ગતિનું કારણ છે, સાધુક્રિયા નિરવધ છે, ઇત્યાદિ પ્રશંસાનાં વાક્યોથી ધર્મની વૃદ્ધિ થાય છે.
એ રીતે ભાષાના ગુણ-દોષોને જાણી જેમ ગુણ વધે અને દોષ ઘટે તેમજ બોલવું જોઇએ. ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિને કરે છે, અને ચારિત્રની વિશુદ્ધિ વિપુલ નિર્જરાને કરાવે છે. ચારિત્રની વિશુદ્ધિથી (૨૮) પ્રકારનો મોહ ક્ષય પામે છે. મોહક્ષયથી કૈવલ્ય, કૈવલ્યથી શેલેશીકરણ, શેલેશીકરણથી સર્વસંવર અને સર્વસંવરથી અનુત્તર મુક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. મુક્તિનું સુખ સકલા સાંસારિક સુખસમૂહથી અનંતગણું છે, દુઃખ લેશથી પણ અસંગૃક્ત અને અવિનાશી છે. વિશુદ્ધ ચારિત્રના પાલન વિના એ સુખ શક્ય નથી, વિશુદ્ધ ચારિત્રપાલનનો ઉપાય ભાષાવિશુદ્ધિ છે. ભાષાવિશુદ્ધિનો ઉપાય હિત, મિત, સ્તોક અને અવસરોચિત ભાષાવડે ગુણકર વાક્યોને બોલવાં, તે છે. ટૂંકમાં જે બોલવાથી રાગદ્વેષાદિ દોષો ઘટે, અને સમ્યગ્રજ્ઞાનાદિ ગુણો વધે તે જ બોલવું મુનિને અગર વિવેકીને યોગ્ય છે, એવો સર્વજ્ઞોનો ઉપદેશ છે.
સાય સાળોએ સમજી લેવાની
ચાર જાતની ભાષા
શ્રમણ જીવનમાં ભાષાશુદ્ધિ એક મહત્વનું અંગ છે. જીવમાં ભાષાની શક્તિ બહુ થોડાને મળે છે. જગતમાં જેટલાને એ મળી છે એના કરતાં અનંતગુણા જીવોને એ નથી મળી. એવી ભાષાશક્તિનો જો ગેરઉપયોગ થાય તો અનર્થ પણ એટલો જ કરે છે ! ત્યારે સદુપયોગ કરવાથી લાભ પણ મહાન થાય છે !
પહેલાં ભાષા શી વસ્તુ છે એ જોઇએ.
ભાષા એ પાંચમી ભાષાવર્ગણાના પુદગલમાંથી બને છે. જીવ પોતાના કાયયોગથી એ પુદગલો. ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનયોગથી છોડે છે તેનું નામ ભાષા છે. એ જીવ જ કરી શકે છે. ફોનોગ્રાફ વગરેમાં સંભળાય છે તે તો શબ્દમાત્ર છે, ભાષા નથી. એ શબ્દ પણ મૂળમાં જીવના પ્રયોગ વિના બની શકતા નથી.
ભાષાવર્ગણાના પુદ્ગલ લેવા દૂર જવું પડતું નથી, જીવ જ્યાં રહ્યો છે તે જ આકાશ ભાગમાંથી તે મળે છે. જઘન્ય એક સમયથી માંડી ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા તે હોય છે. એને લઇને ભાષારૂપે છોડ્યા પછી એ બહાર જતાં બીજાં પુગલોને વાસિત કરે છે. એમ કરતાં તિર્જી ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી જઇ શકે છે.
આ ભાષા ૪ પ્રકારની હોય છે, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર (સત્યાસત્ય) ભાષા. વ્યવહાર ભાષા. સત્યભાષાનો મુખ્ય આધાર જીવદયા અને પોતાના વ્રતરક્ષાના શુદ્ધ પરિણામ ઉપર છે. માટે કેટલીક વાર દેખીતું અસત્ય ખરેખર સત્યભાષારૂપ હોય છે, અને દેખીતું સત્યવચન પણ અસત્યરૂપ નીવડે છે. એટલે જ મેતારક મહામુનિએ પક્ષી જવલા ચણી ગયાનું કદાચ દેખ્યું હશે છતાં એનું નામ ન આપ્યું, કેમકે એથી પેલો સોની કદાચ પંખીને હણે તો ? યાવત્ પોતાની પાસે નથી એમ પણ ન બોલ્યા, કેમકે એથી પણ કદાચ પેલાનું ધ્યાન ત્યારે બીજી બાજુ જતાં પંખી પર જાય તો ? તાત્પર્ય, બોલવામાં જીવદયા, વ્રતરક્ષા અને વિશુદ્ધ પરિણામ પર લક્ષ રાખવું જોઇએ.
Page 153 of 211