SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાની સત્યાસત્યતા, સાવધનિરવધતા, સદોષનિર્દોષતા, અને વ્યવહારમિશ્રતા ઇત્યાદિને જે જાણતો નથી તેવા અગીતાર્થને જૈન શાસ્ત્રો બોલવાનો પણ નિષધ કરે છે, તો પછી ઉપદેશાદિ કરવાની તો વાત જ ક્યાં ? શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્તની અંદર મુનિઓના વાક્યની શુદ્ધિ માટે વિસ્તૃત વિવેચન કરેલું છે. વાતચીતના વિષયમાં આવનારા મનુષ્યની તિર્યંચ પર્યત અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત, પદાર્થો સંબંધી બોલવામાં સંભાળભરી કાળજી રાખવામાં ન આવે તો કેવો મોટો અનર્થ ઉત્પન્ન થાય છે અને બોલનારને તેના કેવા કર્ક વિપાકો અનુભવવા પડે છે, એ સૂક્ષ્મ અભ્યાસથી સમજવા યોગ્ય છે. અહીં તો માત્ર તેનું સ્થૂલ દિગદર્શન કરાવવામાં આવે છે. જે પંચેન્દ્રિય પશુઓના સ્ત્રીત્વ પુરુષત્વનો નિર્ણય ન હોય તેને માટે સામાન્ય વાચક શબ્દ પ્રયોગ કરવો જોઇએ, પણ સ્ત્રી-પુરુષ વાચક નહિ. જેમકે દૂર રહેલ ગાય કે બળદનો નિર્ણય ન હોય તો તેને ગાય કે બળદ નહિ કહેતાં ઢોર શબ્દથી ઓળખવા જોઇએ, અન્યથા અસત્યનો સંભવ છે. ૨. મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ આદિને “આ મનુષ્ય સ્થૂલ છે. આ ગાય વધ્ય છે. આ બોકડો પાચ્ય છે, ‘આ સર્પ અમેદૂર છે' ઇત્યાદિ વચનો કહેવા નહિ. એથી મનુષ્યને અપ્રીતિ, તથા પશુ પક્ષી ઇત્યાદિને આપત્તિ અને વિનાશના દોષનો પ્રસંગ છે. ૩. આ ગાયો દો'વા લાયક છે, આ બળદો જોડવાલાયક છે, આ આખલાઓ દમવા લાયક છે, ઇત્યાદિ બોલવાથી અધિકરણ અને લઘુતાદિ દોષનો સંભવ છે. ૪. આ વૃક્ષ પ્રાસાદ એટલે મહેલને યોગ્ય છે, આ સ્થંભને યોગ્ય છે, આ ઘરને યોગ્ય છે, અને આ તોરણને યોગ્ય છે, ઇત્યાદિ ન કહે. જરૂર પડે ત્યારે “આ દર્શનીય છે, આ દીધું છે, આ વૃત્ત છે, આ ઉત્તમ જાતિવાળું છે,' ઇત્યાદિ શબ્દથી બોલે. ૫. ફ્લ ઔષધિ આદિ પકવ છે, વેલોચિત છે લવન અને ભર્જન યોગ્ય છે, ઇત્યાદિ ન કહે, માર્ગદર્શનાદિ પ્રયોજને આ આમ ભાર ઉઠાવવાને અસમર્થ છે, આ વૃક્ષ બહુ ફળવાળું છે ઇત્યાદિ કહે. જે વાક્ય બોલવાથી સાક્ષાત્ અધિકરણત્વાદિ પ્રવૃત્તિનું જનક બની જાય, તે વાક્યો બોલવાનો નિષેધ છે. ૬. જમણવારને જમણ ન કહે પણ સખડી કહે, નદીને સારા કિનારાવાળી ન કહે પણ જરૂર પડે તો બહુ કિનારાવાળી કહે, નદી ભરેલી છે, તરી શકાય એવી છે ઇત્યાદિ ન કહે, પણ પ્રયોજન પડે તો પ્રાયઃ ભરેલી, પ્રાય: ઊંડી ઇત્યાદિ કહે. ૭. આ કન્યા સુંદર છે, આ સભા સારી છે, આ રસોઇ સારી છે, ઇત્યાદિ ન કહે, એથી. અનુમતિનો દોષ લાગે. આ અભિમાનીને ઠીક ફ્લ મલ્યું, આ પ્રત્યેનીક મરી ગયો તે ઠીક થયું ઇત્યાદિ પણ ન કહે, એથી પણ અનુમતિનો દોષ લાગે. અસંયમીને આવ ! જા ! બસ ! ઊઠ ! કર ! જાણ ! ઇત્યાદિ ન કહે. એથી પણ અનુમતિનો દોષ લાગે. ૮. બોટિક (દિગમ્બર), નિમવ (પ્રતિમાલ્પક) ઇત્યાદિ સદોષનો પ્રશંસા ન કરે, દેવ, અસુર, મનુષ્ય, તિર્યંચ આદિના યુદ્ધમાંથી અમુકનો જય થાઓ અને અમુકનો પરાજય થાઓ ઇત્યાદિ ન કહે, એથી અધિકરણ અને દ્વેષાદિનો પ્રસંગ થાય. વાત, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, સુભિક્ષ, ભિક્ષ ઇત્યાદિને જાણે તો પણ ન કહે. મેઘને દેવ, મનુષ્યને રાજા, કે આકાશને બ્રહ્મ ઇત્યાદિ ન કહે, એથી અધિકરણ અસત્ય આદિ દોષોનો પ્રસંગ થાય. Page 152 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy