SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નીપજે યાવત્ ધર્મ સિદ્ધ થાય. જો આ લાકાપેક્ષા નહિ હોય અને લોકને ગમે તે લાગે એની પરવા કર્યા વિના નિષ્કર સ્વચ્છેદ અને સ્વાર્થોધ વર્તાવ કરશે તો બીજાને શુદ્ધ ધર્મ પ્રત્યે અરુચિ જન્માવવાનું થશે; એમ પોતાની એ કઠોરતા-નિષ્ફરતાથી સ્વધર્મ પણ ઘવાશે. પાંચેય લોકોત્તર ભાવોની ટૂંકી સમજ આ પ્રમાણે : - (૧) ઔદાર્ય એટલે તુચ્છ હલકટ વૃત્તિનો ત્યાગ કરી વિશાલ દિલ, ઉદાર ભાવ રાખવા અને ગુરુજન તથા દીન-નિરાધાર જન પ્રત્યે ઉચિત વર્તન રાખવું તે. (૨) દાક્ષિણ્ય એટલે પણ એવો શુભ અધ્યવસાય કે જેમાં બીજાના કાર્ય કરવા તરફ ઉત્સાહ રહે અને જે ગંભીરતા તથા ધીરતા-સ્થિરતાથી યુક્ત હોય તથા ઈષ્ય-અસૂયા (પરપ્રશંસાની અસહિષ્ણુતા)થી રહિત હોય. (૩) પાપજુગુપ્સા એટલે થઇ ગએલ પાપો બદલ સમ્યગ્ર વિશુદ્ધ ચિત્તથી ખેદ. ઉદ્વિગ્નતા, તથા નવાં પાપ ન કરવા અને ભાવી કાળે કરવાનું ચિંતન ન કરવું તે. (૪) નિર્મળ બોધ એટલે શુશ્રષાના ઉલ્લાસિત ભાવથી ઉપશમપ્રધાન શાસ્ત્રદ્વારા ઉત્પન્ન થતું શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપ જ્ઞાન, અર્થાત વાક્યાર્થ-મહાવાક્યાર્થ-જમ્પર્ધાર્થનું જ્ઞાન. (૫) જનપ્રિયત્વ એટલે એવી નિર્દોષ લોકપ્રિયતા કે જે બીજાઓમાં ધર્મપ્રશંસા રુચિપ્રવૃત્તિ આદિ રૂપ ધર્મબીજાધાન વગેરે પ્રેરવા દ્વારા સ્વ-પરમાં ધર્મપ્રેરક-ધર્મપૂરક-ધર્મવર્ધક બને, અને ધર્મસિદ્ધિ સુધી પહોંચાડે. પાંચનો સંક્ષેપ આ રીતે - ઔદાર્ય દાક્ષિણ્ય પાપજુગુપ્સા નિર્મળબોધ જનપ્રિયત્ન તુચ્છ- પરકાર્યનો અતીત પાપ- શુશ્રુષાપૂર્વક પરમાં બીજા વૃત્તિનો ઉત્સાહ નો ખેદ ધાનાદિની ત્યાગ પ્રેરક અને ઉદારવૃત્તિ ગંભીર- વર્તમાનમાં શમપ્રધાન સ્વપનમાં ધીર- પાપાકરણ શાસ્ત્રોનું ધર્મ સિદ્ધિ સ્થિરતા શ્રવણ ને પહોંચાડે એવી ઔચિત્ય ઇષ્ય- ભાવી પાપનું મૃત-ચિંતન લોકપ્રિયતા અસૂયાનો અચિંતન ભાવના ત્યાગ પાપવિમરો - સુધી અહીં યોગ્યતાને લોકોત્તર ભાવો ઔદાર્યાદિના આસ્વાદરૂપ કહીને વિષયાભિલાષથી વિમુખતા કરાવનારી કહીં; એથી ધર્મ-આરોગ્ય અને પાપવિકાર શમનનો નિર્દેશ કર્યો. Page 131 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy