________________
આપણા ગુણો એમાં સ્થિર રહેવું. પરંતુ ચંચળ બની આઘાપાછા ન થવું. એક કાર્ય હાથમાં લીધું તો. મનનો ઉપયોગ એમાં જ. એમ આપણા માથે જે જવાબદારી હોય આપણું જે સ્થાન હોય એને યોગ્ય. વર્તાવ, મર્યાદા, કર્તવ્યનું કંઇક વિપરીત બનતાં માથેથી ઉલાળીયું ન કરવું-ઉતારી ન નાખવું. વારંવાર વિસ્મરણ ન કરવું. પરંતુ એમાં સ્થિર, સ્થિતપ્રજ્ઞ રહેવું. એમ પ્રવૃત્તિમાં સ્થિરતા, કોઇની સાથે વાત કરીએ ત્યારે ચિત્ત બીજે ભટકતું રહે તો કંઇને બદલે કંઇ બોલાઇ જાય, એમ બીજી કાર્યવાહીમાં અસ્થિરતાથી ભલીવાર ન આવે. માટે સ્થિરતાથી બોલવું, ચાલવું, વર્તવું. સ્થિરતા નહિ હોય અને પરનું કાર્ય લઇને બેઠા. પણ વચમાં આપણો સ્વાર્થ યાદ આવ્યો કે ઝટ ચંચળ બનાશે અને પરકાર્ય રખડશે.
આત્માની ઉન્નતિ માટે આ ગાંભીર્ય, ધૈર્ય, અને ધૈર્ય બહુ જરૂરી છે. એ દ્વારા દાક્ષિણ્ય ગુણનું ઘડતર પણ અતિ જરૂરી.
(૩) પાપ જગુપ્તા - એ ત્રીજો લોકોત્તર ભાવ, એ પણ પાયામાં જોઇએ. સમ્યકત્વની પરિણતિમાં તો મન મોક્ષ અને તન સંસારમાં ની સ્થિતિ છે. ત્યાં જવલંત ધર્મરૂચિ હોય, અને એ જુગજુની પાપ પ્રવૃત્તિ હટે તોજ બને. માટે પાપજુગુપ્સા કરી કરીને તેને હટાવવી પડે. એમાં શું કરવાનું ? આ જ કે પૂર્વભવોમાં અને આ ભવમાં જે કોઇ પાપ આપણાથી આચરાઇ ગયાં, તેનો વિશુદ્ધ દિલથી અત્યંત ખેદ-પશ્ચાતાપ-પ્રાયશ્ચિત પૂર્વક પાપ અને પાપી સ્વાત્મા પર જુગુપ્સા, ધૃણા, સૂગ, તિરસ્કાર. (વિશુદ્ધ દિલે = બીજાની શાબાશી લેવા વગેરે આશયથી નહિ, કિંતુ પાપ ખરેખર
દ લાગે છે, સ્વાત્માના વિકાસ બગાડનાર લાગે છે માટે.) આતો અતિત પાપ અંગેનું થયું. વર્તમાન પાપ પ્રસંગને પહેલેથી જ ઓળખી જઇ પાપથી દૂર રહેવાનું. અને ભાવિ માટે “ભવિષ્યમાં હું પાપ કરીશ એવી ચિંતા નહિ કરવાની. કેમકે ભવિષ્ય માટે પણ પાપની કોઇ યોજના વિચારે તો ત્યાં પાપ જુગુપ્સા શાની કહેવાય ? ધૃણા એટલે ધૃણા. ભવિષ્યમાંય ધૃણાની વસ્તુ ન જોઇએ. એવી. પાપઘણા હોય તોજ હૃદય સ્વચ્છ, પવિત્ર અને ધર્મયોગ્ય રહી શકે.'
(૪) નિર્મળ બોધ નામના - ચોથા લોકોત્તર ભાવને સિદ્ધ કરવા માટે પહેલાં તો પોતાની મોહમૂઢ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનભરી દશા બદલ ભારે શરમ આવે, એનો ઉદ્વેગ થાય, કંટાળો આવે અને તેથી જ વિશુદ્ધ દિલે અર્થાત કેવળ સ્વાત્મહિતાર્થે તત્ત્વ અને યથાર્થ મોક્ષમાર્ગ જાણવાની અને તે માટે ગુરુ પાસે જઇ સાંભળવાની અતીવ ઝંખના થાય. પછી યોગ્ય ગુરુમહારાજની પાસે એજ પવિત્ર આશયથી ઉપશમપ્રધાન શાસ્ત્રો સાંભળે. ઉપશમપ્રધાન શાસ્ત્ર એટલે એવા શાસ્ત્રો કે જેમાં તત્ત્વ અને માર્ગનો બધો જ ઉપદેશ મિથ્યામતિ, વિષયાસક્તિ તથા કષાય-રાગદ્વેષાદિ દોષ દુર્ગુણો-દુર્ભાવોને શમાવવાના એક માત્ર લક્ષ્ય તરફ લઇ જવાનો હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો અને ઉડામાં ઉંડા રહસ્યમય સિદ્ધાંતો ઉપદેશીને પણ સરવાળે એ અશુભ આત્મભાવોને ઉપશમ તરફ મરે એવા શાસ્ત્રનું શ્રદ્ધા, સંભ્રમ (અપૂર્વ પ્રાપ્તિનો હર્ષ) અને એકાગ્રતા સાથે શ્રવણ કરે, અક્ષરશઃ ગ્રહણ કરે, ધારણા અને ચિંતન મનનથી હૃદયસ્થ કરે, ત્યારે નિર્મળ બોધ થાય.
(૫) જનપ્રિયતા નામનો પાંચમો લોકોત્તર ભાવ પ્રાપ્ત કરવા માટે એવી સાવધાની રાખવાની કે કોઇને પણ શુદ્ધધર્મ, ધર્માત્મા અને ધર્મસ્થાન પ્રત્યે અરુચિ ન થાય, બલ્ક આકર્ષણ થાય, શુદ્ધ ધર્મની પ્રશંસા કરે. આથી એનામાં ધર્મબીજનું વાવેતર થયું ગણાય છે. એ પછી પણ પોતાના વર્તન વ્યવહારની એવી સાવધાની રાખવાની કે પોતાને અને બીજાને ધર્મની પ્રેરણા, પૂર્તિ અને વૃદ્ધિ જ
Page 130 of 211