SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાક્ષેપનો ભંડાર, મદનો સચિવ-પ્રધાન, શોકનો મુખ્ય હેતુ તેમજ કલિનો એક કલિષ્ટાવાસ રૂપા પરિગ્રહનો વિવેકી પુરૂષોએ પરિહાર કરવો. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (શ્રી લક્ષ્મણ ગણિ) જેનામાં જૈનનાં સામાન્ય ગુણો હોય અને બીજા વિશેષ ગુણો પણ હોય તે સુશ્રાવકપણાનો લાભ પામી શકે છે. નીચે જણાવેલાં સમ્યક્ત્વ વગેરે દ્વારા જૈન સામાન્ય ગુણોવાળાની કસોટી કરી શકાય એમ છે. (૧) સમ્યક્ત્વ હોય. (સમ્યક્ત્વથી યુક્ત હોય.) સમ્યક્ત્વના દોષો.. (૨) શંકા (3) કાંક્ષા (૪) વિચિકિત્સા વગરનો હોય (૫) અવિમૂઢ દ્રષ્ટિવાળો હોય (૬) ઉપબૃહક એટલે સમ્યકત્વ વાળાનો ઉત્તેજક હોય (૭) સ્થિર કરનાર એટલે જેઓ સમ્યક્ત્વથી ખસી જતા જણાતા હોય તેમને સમ્યકત્વમાં સ્થિર કરનારો હોય (૮) વાત્સલ્ય-સમ્યકત્વવંતો તરફ વાત્સલ્ય ધરાવતો હોય (૯) સમ્યકત્વની પ્રભાવના વધે તેમ પ્રવત્તિ કરનાર હોય (૧૦) પંચ નમસ્કારનો પરમ ભક્ત હોય (૧૧) ચેત્યો કરાવતો હોય (૧૨) ચેત્યોમાં બિંબોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવતો હોય (૧૩) પૂજા કરવામાં ઉધમવંત હોય (૧૪) જિન દ્રવ્યનો રક્ષક હોય (૧૫) શાસ્ત્રોને સાંભળવા તરફ લક્ષ્યવાળો હોય (૧૬) જ્ઞાનદાતા (૧૭) અભયદાતા (૧૮) સાધુઓનો સંહાયક હોય (૧૯) કુગ્રહો-ખોટા કદાગ્રહોને દૂર કરનારો હોય (૨૦) મધ્યસ્થ (૨૧) સમર્થ-શક્તિશાળી (૨૨) ધર્મનો અર્થી-ધર્મનો ખપી (૨૩) આલોચક (૨૪) ઉપાયજ્ઞ-ઉપાયોને જાણનાર (૨૫) ઉપશાંત-શાંતિવાળો (૨૬) દક્ષ-ડહાપણવાળો (૨૭) દક્ષિણ-દાક્ષિણ્યવાળો (૨૮) ધીર (૨૯) ગંભીર (૩૦) ઇન્દ્રિયો ઉપર જય મેળવનાર (૩૧) અપિશન (૩૨) પરોપકારી અને (૩૩) વિનયવાનું જેનામાં આ સામાન્ય ગુણો હોય તે માનવ વિશેષ ગુણોને ધારણ કરવાની ધીરતા મેળવી શકે છે. તે વિશેષ ગુણો આ પ્રમાણે. (૧) જીવ વધ વિરમ- જીવ હિંસાથી અટકવું, જીવ વધની પ્રવૃત્તિથી અટકવું. (૨) અલિક વિરમણ- અસત્ય વચનથી અટકવું.(૩) પરદ્રવ્ય હરણ વિરમણ- પારકી વસ્તુઓની ચોરી કરવાની પ્રવૃત્તિથી અટકવું. (૪) યુવતિ વર્જન-બ્રહ્મચર્ય પાલન (૫) પરિગ્રહ પરિમાણ-પોતાના પરિગ્રહનું ધન-ધાન્ય-નોકર-ચાકરોનું પ્રમાણ બાંધવું. (૬) દિશામાન-ગમનાગમનનાં વ્યવહારવાળી દિશાઓનું પ્રમાણ બાંધવું. (૭) ભોગ-ઉપભોગનું પરિમાણ- પોતાના નિત્ય ઉપભોગમાં આવતી ખાનપાન-વસ્ત્ર-પાત્ર-આભૂષણ વગેરે વસ્તુઓનું પ્રમાણ કરવું તથા પોતાના ધંધાનું પ્રમાણ કરવું અને જે ધંધા વર્ય કહેલા છે તેનો ત્યાગ કરવો. (૮) અનર્થ દંડ વિરમણ- વિના કારણે કરાતી અનર્થ ઉપજાવનારી પ્રવૃત્તિઓથી અટકી જવું. (૯) સામાયિક-સમભાવનો અભ્યાસ પાડનારી ક્રિયા નિયમિત રીતે કરવાનું વ્રત- સામાયિક કરવું. (૧૦) દેશાવકાશિક- રોજની બધી વ્યવહારિક પ્રવૃત્તિઓનું માપ રાખવું. (૧૧) પૌષધવ્રત કરવું. (૧૨) અતિથિ દાનનો નિયમ રાખવો. (૧૩) વંદના (૧૪) પ્રતિક્રમણ-આચરેલા દોષોની આલોચના કરવી અને ક્રીવાર એ દોષો ન થાય એ રીતે પ્રવૃત્તિ માટે સાવધાનતા રાખવી. (૧૫) કાયોત્સર્ગ- આત્મચિંતન – ધ્યાન કરવું. (૧૬) સંવરની પ્રવૃત્તિ કરવી- સંવર એટલે મનમાં દોષો ન પેસે એ રીતે સાવધાનતા રાખીને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી અને Page 26 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy