SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તેષાં પ્રસૂકલેશ ફ્લઃ પશૂના મિવોદ્ભવઃ સ્યાદૂદર ભરીણામ્ । ભાવાર્થ :- ધર્મચિંતા-દેવ ગુરૂની ભક્તિ અને વૈરાગ્યથી વાસિત ચિત્ત આ ત્રણ જેનામાં હોય તે મનુષ્ય છે. ધર્મચિંતા દેવગુરૂનો ભક્તિ અને વૈરાગ્યથી વાસિત ચિત્ત આ ત્રણ વિનાનો પશુ સમાન છે. અને તે ઉદરભરી (ઉદર = પેટ ભરનારો) છે. પ્રથમ અણુવ્રત પ્રાણીવધના ત્યાગ રૂપ-કામદેવ કરતાં ચડિયાતું રૂપ, કુબેર ભંડારીનો પણ અહંકાર તોડી નાંખે એટલું બધું ધન, અખંડ સૌભાગ્ય અને આશ્ચર્યકારક આજ્ઞા પ્રધાન ઐશ્વર્ય, ઉદ્વેગ વગરનાં ભોગો, શોક વગરનો સ્નેહીઓનો સંબંધ, એ બધાં ફ્ળો સુખો પ્રાણી વધનો ત્યાગ કરવાથી મળી શકે છે. -સાધી શકાય છે. જે પોતાના વચનમાં વા મોઢા ઉપર અને પોતાની આંખમાં કશો પણ વિકાર કળાવા દેતો નથી તે પુરૂષ કઠણમાં કઠણ કાર્યને જલ્દી સાધી શકે છે. જીવઘાતનો ત્યાગ કરવો એ જ બધા ધર્મ કર્મોને ટકાવી રાખનારૂં મૂળ સાધન છે. મનમાં દ્વેષ-ક્રોધ-મદ-માન-માયા કે મોહભાવને પ્રથમ રાખીને અતિચારોને ન આચરવા. બીજું અણુવ્રત અસત્ય વચનનો ત્યાગ - એક તો સાચી વાતને વા સાચી વસ્તુના સ્વરૂપને ઓળખવા જે કાંઇ બોલવું તે જુદું છે. અને બોજું તદ્દન ખોટું જ બોલવું વા સાચામાં ખોટાનો ગમે તેમ આરોપ કરીને બોલવું તે પણ જુદું જ છે. આ બન્ને પ્રકારનું જુઠું ભારે દુષ્ટ છે. અપેક્ષાએ વચન સાચું હોય પરંતુ એવું સત્ય વચન બોલવાથી જીવની હિંસા થતી હોય તો તેવા સત્યવચનને પણ અસત્ય જાણવું. તેમજ હકીકતની અપેક્ષાઅ વચન ખોટું હોય છતાં એ પ્રમાણે બોલવાથી જીવની રક્ષા થતી હોય તો તેવું ખોટું વચન પણ સાચું જ સમજવું. વચન બોલવું પડે તો એવું જ વચન બોલવું કે જે બોલવાથી પોતાને કે પરને કોઇપણ પ્રકારે અંશ માત્ર પણ સંતાપ ન થાય. ત્રીજું અણુવ્રત પારકાનું ધન હરણ કરવું તે ચોરી તેનો ત્યાગ તે. દ્રવ્ય ત્રણ પ્રકારનું છે (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-જે મનુષ્ય બુધ્ધિમાન છે તે નીચેની હકીકતોની જાહેરાત ન કરે - ધનનો નાશ થઇ ગયો હોય, ચિત્તમાં ભારે સંતાપ વ્યાપ્યો હોય, ઘરમાં પોતાના સ્વજનોનું દુરાચરણ હોય, કોઇપણ સ્થળે પોતે ઠગાયો હોય, તેમજ અપમાન થયું હોય તો જાહેર ન થાય. ચોથું અણુવ્રત મિથુન એટલે જોડેલું તેની જે પ્રવૃત્તિ તેનું નામ મૈથુન Page 23 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy