SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અહો! મુક્તિની સન્મુખ કરનાર બ્રાવ્રત વિપદાઓનો વિનાશ કરનાર ગણાય છે. જેઓ પરસ્ત્રીનો ત્યાગ કરવામાં સમર્થ છે તેમનામાં મોદાદિ દોષો સ્થાન પામતા નથી. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત - હે ધીર જનો ! એ ચાર વ્રતોના રૂપને જોવાને એક દર્પણ સમાન અને અત્યંત નિર્મળ એવા પંચમ વ્રતને ધારણ કરો. અસંતોષાદિ દોષો રૂપ સર્પ સરખા મોહન ઝેર ઉતારવામાં અમૃત સમાન પરિગ્રહનું જે પરિમાણ તે પાંચમું અણુવ્રત છે. ક્રૂર સંસાર રૂપ વધૂથી ડરેલા સુજ્ઞ જનને એ વ્રત મુક્તિ વધૂનો મેળાપ કરાવવાના સંકેત સ્થાન સરખું એવું પરિગ્રહ પ્રમાણ વ્રતરૂપ અદ્ભુત કલ્પવૃક્ષ છે. (૬) પ્રથમ ગુણવત - હવે દશે દિશાઓમાં કરાતા ગમનના સંબંધમાં બાંધેલ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું તે દિશિવ્રત નામે પ્રથમ ગુણવ્રત છે. પાપરૂપ હાથીને પાડવાના વિકટ ખાડા સમાન એ વ્રત ધર્મરાજાના કનક સિંહાસન સમાન છે. તે દિ વિરતિ વ્રત ધર્મ રૂપી પુષ્પના ઉંચા વૃક્ષ સમાન છે કે જે ઉપર આરૂઢ થયેલ લોકોને પાપરૂપ શ્વાપદો (વિકરાળ જંગલી પશુઓ) દ્વારા ભય થતો નથી. (0) ભોગો ભોગ પરિમાણ વ્રત - હવે ભોગ્ય - અને ઉપભોગ્ય વસ્તુનો જે પ્રમાણથી સ્વીકાર કરવો તે ભોગોપભોગ પરિમાણ નામે બીજું અણુવ્રત છે એ સાતમું વ્રત સુકૃત લક્ષ્મીના નિવાસ માટે એક કમળ સમાન છે પણ આશ્ચર્ય એ જ કે આલોક અને પરલોકમાં પણ તે સજ્જનોને સુવાસિત બનાવે છે. (૮) અનર્થ દંડ વિરમણ વ્રત - હવે આર્તધ્યાન-રૌદ્ર ધ્યાન-શો આપવા-પાપ કાર્યોનો ઉપદેશ તથા પ્રમાદ તે અનર્થ દંડ છે અને તેનો ત્યાગ તે ત્રીજે ગુણવ્રત છે. અનર્થ દંડ વિરમણ વ્રતને ધારણ કરનારા ધીર પુરૂષો પુણ્ય સમુહથી ઉજળા થઇને મહા ઉદયને પામે છે. (૯) સામાયિક વ્રત - હવે ઉત્તમ ધ્યાનવાળા તથા પાપકાર્ય નહિ કરનારા એવા મનુષ્યોનાં હૃદયમાં એક મુહૂર્ત પર્યત જે સમભાવ રહે છે તેને સામાયિક નામે પ્રથમ શિક્ષાવ્રત કહ્યું છે. સામાયિક વ્રત પાપ ઉર્મિને દૂર કરનાર છે તથા યતિધર્મની લક્ષ્મીને ક્રીડા કરવાની ભૂમિકા સમાના શાભે છે પ્રથમ શિક્ષાવ્રત તે મોક્ષ લક્ષ્મીની મમતાના આરંભરૂપ સમતાને ક્રીડા કરવાની રંગભૂમિ સમાન અને કરૂણા સાગરની ઉર્મિ સદશ ગણવામાં આવેલ છે. (૧૦) દેશાવકાશિક વ્રત - છઠ્ઠા દિગવતમાં રાત્રે અને દિવસે પ્રમાણનો સંક્ષેપ કરવો તે દેશાવકાશિક વ્રત છે. સુજ્ઞશ્રાવક શ્રધ્ધાથી જેટલામાં દેશાવકાશિત કરે છે તે વખતે તે સ્થાન ઉપરાંત અન્ય સ્થળના આત્માઓને તે અભયદાન આપે છે. (૧૧) પsધ વ્રત - હવે કુ વ્યાપાર-સ્નાનાદિનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને તપ એ પૌષધવ્રત નામનું વ્રત છે. વળી તે પૌષધ વ્રતને શુધ્ધ દીક્ષિત મુનિના ચારિત્રની પેઠે અહોરાત્ર કે સમસ્ત રાત્રિ પર્યત જિતેન્દ્રિય ભવ્યો આચરે છે. સંસાર રૂપી સર્પના મદનો નાશ કરવામાં પોષમાસ સરખું પૌષધ વ્રત આપત્તિના તાપનો નાશ કરે છે. (૧ર) અતિથિ સંવિભાગ - હવે મુનિને ચતુર્વિધ આહાર- વપાત્ર અને વસતિ (ઉપાશ્રયનું) દાન તે અતિથિ સંવિભાગ વ્રત છે. શ્રધ્ધા પૂર્વક એક ભાગે સેવતાં પણ એ બારમું વ્રત ભવ્યોને અધિક ઉન્નતિ આપે છે. ન ધર્મ ચિંતા ગુરૂદેવ ભક્તિ યેષાં ન વૈરાગ્ય લવોડપિ ચિત્તે | Page 22 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy