________________
થતાં, “મારંભક અંધકાર પ્રલય થતાં, જ્ઞાનનો પ્રકાશ થતાં અને આનંદ પ્રગટ થઇ વૃદ્ધિ પામતા. આત્મ અવસ્થામાં રહેલા મારા જીવની વનના ક્રૂર સિંહો ક્યારે રક્ષા કરશે ? વળી એક સૂરપ્રભ નામના આચાર્ય કહે છે કે, હે ભગવન, તમારા આગમરૂપો ભેષજથી, રાગરૂપ રોગ નિવર્તવાથી નિર્મળ ચિત્ત યુક્ત થયે, ક્યારે એવો દિવસ આવશે કે જે દિવસે હું સમાધિરૂપ લક્ષ્મીનું દર્શન કરીશ ? ઇત્યાદિ. વળી મહાત્મા શ્રી હેમચંદ્રસૂરિ કહે છે કે, વનમાં પદ્માસનથી બેઠા થકાં મારા ખોળામાં મૃગનું બચ્ચું આવી બેસે, અને હરણનો સ્વામી કાળીયાર મારા મુખને સુંઘે તે વખતે હું મારી સમાધિમાં નિશ્ચલ રહું ? તેમજ શત્રુમાં, મિત્રમાં, તૃણમાં, સ્ત્રીયોમાં, સુવર્ણમાં તેમજ પાષાણમાં, મણિમાં તેમજ માટીમાં અને મોક્ષમાં તેમજ સંસારમાં એક સરખી બુદ્ધિવાળો હં ક્યારે થઇશ ?
તેવીજ રીતે મંત્રી વસ્તુપાળ, તથા પરમતમાં ભર્તૃહરિએ પણ મનોરથો કરેલા છે. અને જે મનોરથ જે કરે છે, તે દુધ્રાય વસ્તુનો જ કરે છે, પરંતુ જે વસ્તુ કષ્ટવિના સુખે મળતી હોય તેનો મનોરથ કોઇ કરતું પણ નથી. જેથી હે મુમુક્ષુ? પ્રમત્ત ગુણસ્થ વિવેકી પુરૂષોએ પરમ સંવેગ ભાવથી અપ્રમત્ત ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હોય તો પણ સર્વ પ્રકારે પરમ શુદ્ધ પરમાત્મતત્ત્વ સંવિત્તિનો મનોરથ કરવો. પરંતુ ષટ્કર્મ, ષડાવશ્યકાદિ વ્યવહાર ક્રિયાનો પરિહાર કરવો નહીં.
ભદ્ર, આવા આવા ધ્યાનના મનોરથો કરી આપણા પંચમ કાળના પૂર્વાચાર્યો ભવ્ય ભાવનાઓ કરતા હતા, પણ પોતાના નિત્યાનુષ્ઠાનથી તદ્દન વિમુખ થતા નહતા. આ ઉપરથી સાધુઓએ સમજવાનું છે કે, રાત્રિદિવસ લાગેલા દૂષણોનો ઉચ્છેદ કરવાને અવશ્ય ષડાવશ્યાદિક ક્રિયાઓ જ્યાંસુધી ઉપરના ગુણસ્થાનોથી સાધ્યને નિરાલંબન ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કરવી જોઇએ.”
મુમુક્ષએ પ્રસન્નતાથી કહ્યું, “ભગવન, આપની આ વાણીએ મારા અંતરાત્માને પ્રસન્ન કર્યો છે, હવે આ પગથીઆ ઉપર જે ત્રેસઠ ચાંદલાઓ છે, અને તેમાંથી જે એકાશી કિરણો નીકળે છે, તે દેખાવની સૂચના સમજાવો.”
આનંદ મુનિએ કહ્યું, “ભદ્ર, આ પ્રમત્ત ગુણસ્થાન રૂપ છઠ્ઠા પગથીઆપર વર્તનારા જીવને ચાર પ્રત્યાખ્યાનનો બંધ-વ્યવચ્છેદ હોવાથી તે બેશઠ પ્રકૃતિનો બંધ કરે છે, એ સૂચવવાને માટે આ બેશઠ ચાંદલાનો દેખાવ છે અને અહિં તિર્યગ્ગતિ, તિર્યગાનુપૂર્વી નીચ ગોત્ર, ઉદ્યોત તથા ચાર પ્રત્યાખ્યાન, એ આઠ પ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી તેમજ આહારક શરીર અને આહારક અંગોપાંગનો ઉદય હોવાથી તે એકાશી પ્રકૃતિ વેદે છે, એ વાત સૂચવવાને આ એકાશી કિરણોનો દેખાવ આપેલો છે. સર્વ મળીને એકસો આડત્રીશ પ્રકૃતિની સત્તા આ સ્થળે દર્શાવી છે.
ભદ્ર, આ સૂચનાનું મનન કરી તું તારા આત્માની સ્થિતિનો વિચાર કરજે. તે વિચાર કરવાથી તું તારા શુદ્ધ સ્વરૂપને ઓળખી શકીશ. અને છેવટે તારા ચિદાનંદ સ્વરૂપનો આનંદ મેળવી. શકીશ. આ માનવ જીવનની મહત્તાનો પરમલાભ મેળવવાને માટે એજ પરમ અને શ્રેય સાધક કર્તવ્ય
છે.
ચોથા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓને ત્રણ સમકીત હોય છે. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ અને (૩) ક્ષાયિક સમકીત.
(૧) ઉપશમ સમકીત - અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમ સમકીતને પામે છે તેમાં અનંતાનુબંધિ ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિનો ઉપશમ હોય છે એવા ઉપશમ
Page 164 of 211