SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ "तथा धर्मे धनबुद्धिरिति" 'धर्मे' श्रुतचारित्रात्मके सकलाभिलषिताविकल सिद्धिमूले धनबुद्धि: मतिमतां 'धर्म एव धनम' इति परिणामरुपा निरन्तरं निवेशनीयेति । આ કથન દ્વારા તે મહાપુરૂષો એમ પણ માને છે કે- “બુદ્ધિશાળી આત્માઓને, સકલા ઇચ્છિત વસ્તુઓની સંપૂર્ણ સિદ્ધિ માટે મૂલ સમા શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મમાં જ ધનબુદ્ધિ હોય છે : માટે- “ધર્મ એ જ ધન છે' –એવી મતિ નિરંતર હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે.” આ બધા ઉપરથી સ્પષ્ટ જ છે કે-સમ્યગદ્રષ્ટિ આત્મા પાપની વાસનાઓથી અલગ જ ભાગતો અને પુણ્યયોગે આવી પડતી સંપત્તિનો યોગ્ય સદુપયોગ નિરંતર કર્યા કરવાની તેનામાં વૃરિ હોય; પણ હૃદયથી અધિક અધિક પીગલિક ભાવાની ઇચ્છા તે ન જ કર્યા કરે. જો પીગલિક ભાવોની ઇરછામાં તે પણ વધારો કરવા માંડે, તો પરિણામે તેની પણ ધર્મભાવના જોઇએ તેવા પ્રમાણમાં ટકી શકે નહિ : અને એ લાલસાના યોગે તે આત્મામાં પણ લોભ, મમતા, અનીતિ, પ્રપંચ વિગેરે વધે અને છેવટે આત્મા દુર્ગતિગામી પણ થાય. માટે માક્ષના અર્થી આત્માઓએ તો પાપજનક પૌગલિક વાસનાઓથી સદા દૂર જ રહેવાનો શક્ય પ્રયત્ન કર્યા કરવો જોઇએ અને તેમ થાય તો આત્મા અપૂર્વ શાંતિનો ભોગવટો કરી શકે. આ રીતિએ ઇચ્છાનો રોલ કરવા છતાં પણ, કદાચ પૂણ્યના યોગે વિપુલ પણ ધનસંપત્તિ પ્રાપ્ત થવા જોગો અવસર આવશ, તો પણ તેનો સદુપયોગ જ કરાશે અને તેવો અવસર નહિ આવે તોયે આનંદ જ રહેશે, પણ ગાંડો હર્ષ કે ગાંડો શોક નહિ જ થાય. જો આ દશા આવે, તો શાસન પ્રત્યેનો ભક્તિભાવ કાયમ ટકી રહે. આવો સંતોષ આવે તો પ્રભુભક્તિ, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણ વિગેરે વિગેરે સઘળું જ આનન્દપૂર્વક થાય ! એ ક્રિયાઓના યોગે પાપનો નાશ થાય, પુણ્ય જાગે અને તેના પરિણામે મુક્તિ ન મળે ત્યાં સુધી નહિ ધારેલી બદ્વિઓ અને સિદ્વિઓ તથા નિધાનો આદિ પણ મળે : કારણ કે-દુનિયાની સાહ્યબી પણ સાચા ત્યાગની જ પૂછે છે. તમે આગળ અને સાહ્યબી પાછળ થાય ! પણ જો તમે પદ્ગલિક લાલસાઓને આધીન થાવ, તો તો અનીતિ, મમતા, લોભ અને પ્રપંચ આદિ વધે અને જેમ જેમ અનીતિ આદિ વધવાનાં, તેમ તેમ સાહ્યબી તમારાથી દૂર ને દૂર જ ભાગતી જવાની અને તમારે તેની પંઠે ને પૂંઠે જ દોડવું પડશે, કે જેના પરિણામે તમારા હૈયામાં અસંતોષ અને અશાંતિની સઘડો કાયમ સળગ્યા જ કરશે. શ્રાવો સાક્ટની માખી જેવા હોય : આજે તમે ઉઘાડી આંખે જોઇ રહ્યા છો કે- એક ક્ષણની રાજા-મંત્રી તથા મિત્ર આદિથી, તેમજ વંશાદિથી આવેલા અપર ધર્મના દાતાઓ અને કળા ઉપાધ્યાય આદિ તથા તેના આશ્રિતોથી, જો તેઓ અધિકૃત ધર્મમાં અકુશળ હોય, તો તેમનાથી ભય પામે નહિ અને ભય પામીને સ્વીકારેલા ધર્મનો ત્યાગ કરે નહિ. ધર્મત્યાગનું વિધાન ન હોયઃ અહીં ટીકાકાર પરમર્ષિએ સ્પષ્ટ ક્રમાવ્યું છે કે"अधिकृतधर्मकुशलास्तु तदनुकुला एव भवेयुरित्यभिप्राय:।" Page 47 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy