________________
૯- આગ્નિન્ય (અપરિગ્રહ)
નવમો યતિધર્મ છે આકિંચન્ય. આકિંચને એટલે અપરિગ્રહ. પરિમિત ધર્મ-ઉપકરણ સિવાય પાસે કાંઇપણ ન રાખે તે અકિંચન, અને ન રાખવાપણું ને આકિંચન-પરિગ્રહિતપણું કહેવાય. આ ગુણ કેળવવા વિચારો કે, (૧) પરિગ્રહ એ આત્માને માટે ભારરૂપ છે. તે ભાર જેટલો વધારે તેટલો જીવ વધુ નીચે દુર્ગતિમાં જાય છે. માટે કહ્યું છે કે મહાપરિગ્રહી નરકે જાય છે. સંસારનું મૂળ આરંભ સમારંભ છે અને એનું મૂળ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ હોય તો આરંભના પાપ થાય છે. સામગ્રી જ ન હોય તો શું કરે ? માટે જગતનું મોટું પાપ પરિગ્રહ છે. જેને મુદલ પાપ જોઇતું નથી, એણે પરિગ્રહનો ગ્રહ છોડ્યું જ છૂટકો.
(૨) જેમ શનિ-રાહુ વગેરે ગ્રહોની દશા માણસને ભારે પીડે છે. તેમ આ પરિગ્રહની દશા પણ જીવને ભારે પીડે છે. ઘરમાં રહીને સંપૂર્ણ ધર્મ શક્ય નથી કેમકે ઘરવાસ એટલે પરિગ્રહ રહે જ છે.
(૩) પરિગ્રહ ભયંકરચીજ છે, એ હૃદયનો એવો કબજો કરે છે કે પછી એ હૃદયમાં બીજું સારું સુઝતું નથી, વૈરાગ્ય ટકતો કે ખીલતો નથી.
(૪) પરિગ્રહ સાચવવાની રામાયણ તો વળી એવી છે કે એમાં કેટલીકવાર તો રૌદ્ર ધ્યાન પણ આવી જાય છે. અને રૌદ્ર ધ્યાન નરકનો દરવાજો છે; પછી ભલે આ પરિગ્રહ નાનો હોય કે મોટો. મમ્મણ શેઠ પરિગ્રહના પાપે સાતમી નરકે ગયો.
(૫) પરિગ્રહ એ બલા છે. “આવ બલા, પકડ ગળા” એમ એકવાર સંઘર્યા પછી એ છૂટવી કે છોડવી મુશ્કેલ પડે છે.
(૬) પરિગ્રહ એ જીવને દુર્ગતિ સાથે લગ્ન કરાવી આપનાર ગોર છે. માટે મુનિને એ પરિગ્રહથી બચાવી લેવા ભોજનની વસ્તુમાં પણ કુક્ષિશંબળ કહ્યા અર્થાત મુનિ પાસે ખાવાનું ભાતુ કેટલું ? કુક્ષિમાં હોય એટલ. બાકી સંગ્રહખાનામાં કાંઇ ન મળે.
(૭) પરિગ્રહ એ પિશાચ છે. ધીમે ધીમે પોતાનું સ્વરૂપ વધારી મૂકે છે. તેથી કલ્યાણકામી આત્માએ પહેલેથીજ ચેતી જઇ અભ આરંભ-પરિગ્રહનું જીવનસૂત્ર રાખવું જોઇએ. મુનિ તો પરિગ્રહ માત્રથી દૂર જ રહે.
૧૦ - બ્રહ્મચર્ય
દશમો યતિધર્મ બ્રહ્મચર્ય છે. બહ્મચર્ય એ તો વ્રતોમાં દીવો છે. એ હોય તો બીજા વ્રતો. ઉજળા-પ્રકાશિત રહે છે. બ્રહ્મચર્ય વ્રત બીજા વ્રતોમાં મુગ સમાન છે. ઇન્દ્રો સભામાં બેસતાં પહેલાં વિરતિધરને પ્રણામ કરે છે. વિરતિધરમાંથી બ્રહ્મચર્ય ચાલ્યું ગયું તો કાંઇ ઇન્દ્રો નમે કરે નહિ.
બ્રહ્મચર્યના લાભ - બ્રહ્મચર્યના લાભ અગણિત છે. એનાથી શરીરના રાજા સમાન વીર્યનું સંરક્ષણ થાય છે. જે પછી ઇન્દ્રિયોને વધુ તેજસ્વી અને દીર્ધકાળ સુધી સશક્ત રાખે છે. મોંની કાન્તિ વધે છે. ખોટી વાસનાઓ થતી નથી, તેથી મન પવિત્ર તેમજ સ્વસ્થ રહી શકે છે. એવા પવિત્ર અને સ્વસ્થ મનમાં સારી સારી તત્વ વિચારણાઓ ક્રે છે. પવિત્ર મહાવ્રતોની ભાવનાઓ જાગ્રત રહે છે. બ્રહ્મચારીનું ધાર્યું સફ્ટ થાય છે. કીર્તિ વધે છે. ગુણ વધે છે. કામરાગના પાત્ર પરથી રાગ ઉઠી જાય
Page 142 of 211