SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ કરવા પૂર્વક અતિ તીવ્ર કર્મના નાશથી સાંભળે છે, તે આત્મા ઉત્કૃષ્ટ વા શુક્લપાક્ષિક શ્રાવક કહેવાય છે. ઉપર લખેલ મૂળ શ્લોકની ટીકા કરતાં ટીકાકાર મહર્ષિ જણાવે છે કે જે કોઇ આત્મા. જિનવચનને સાંભળે છે તે શ્રાવક બની શકે છે. આથી ચોખ્ખું જ છે કે-કોઇ આત્મા શ્રાવક કુળમાં ઉત્પન્ન થયો હોય છતાં જો જિનેશ્વરદેવનાં વચનોને ભાવપૂર્વક ન સાંભળતો હોય યા સાંભળવા છતાં સમયધર્મને નામે વિરોધ ઉઠાવતો હોય, તો કહેવું જ પડશે કે તે નામનાજ શ્રાવકો કહેવાય. જેમ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિયના કુળમાં ઉત્પન્ન થયેલ ક્ષત્રિય કહેવાય તેમ શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલ પ્રાણીને શ્રાવક જ કહી શકાતો નથી, કારણ કે-શ્રાવકપણા વિશેષનું કારણ ક્રિયા છે. આથી એમ ન સમજવું કે-શ્રાવક કુળ નકામું છે. કારણ એ છે કે-ઉત્તમ કુળના મહિમાને લઇ ઘણે ભાગે ધર્મપ્રાપ્તિ સુલભ છે એથી કામનું છે છતાં શ્રાવક તો ત્યારેજ કહેવાય કે નિરંતર જિનવચનનું શ્રવણ કરે. આથી બીજી વાત પણ સ્પષ્ટ થાય છે કે શ્રોતિ રતિ શ્રાવO: યુત્પત્તિ કરી જો કોઇ એમ માને કે- ગમે તે એટલે અર્થકામની પુષ્ટિ કરવાવાળાં જે વચનો અથવા અર્થકામની પુષ્ટિવાળાં કાવ્યાદિકને અસર્વજ્ઞનાં વચનોનું શ્રવણ કરવાથી પણ શ્રાવક બની શકાય, અને તે ધર્મસ્થાનકે તેવાં વચનો બોલવામાં, બોલાવવામાં ને સાંભળવામાં સાધુ અથવા શ્રાવકોને કંઇ બાધ કરતા નથી, આવું બોલનાર સાધુઓ અથવા શ્રાવકો પ્રભુની આજ્ઞાથી વિપરિત બોલનાર છે, એમ કેમ ન કહી શકાય? અર્થકામની પુષ્ટિવાળાં જે વચનો તથા અસર્વજ્ઞોનાં જે વચનો તે મોક્ષ અર્થ સાધનાર નહિ હોવાના કારણે, તેનું જે શ્રવણ તે અનુચિત છે, માટે મોક્ષાર્થી ભવ્ય પ્રાણીએ તેવાં વચનો ન સાંભળવાં જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે નિરંતર જિનવચનનું શ્રવણ કરે ત્યારે શ્રાવક કહી શકાય. જિનવચનનું કથન પણ એવાં પ્રકારનું હોવું જોઇએ કે જે પરલોકમાં હિતકારી થાય. જિનાગમોમાં તમામ વસ્તુઓનું નિરૂપણ છે. સાંભળવાનું પણ તે કહ્યું કે જે પરલોકમાં હિતકારી હોય. જિનવચનોને આરાધવાથી જ પરલોક અનુકુલ થાય છે. વળી પરલોકમાં હિતકારી અવં જિનવચનનું શ્રવણ જણાવ્યું. આ ઉપરથી એમ પણ થયું કે-ઇહલોકહિતકારી જે નિમિત્ત શાસ્ત્રો, જ્યોતિષ પ્રભૂત, અષ્ટાંગનિમિત્ત વિગેરે જિનવચનો છે તે સાંભળવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો કે નિમિત્ત શાસ્ત્રાદિ અભિપ્રાય વિશેષથી પરલોકમાં હિતકારી છે, પરંતુ મુખ્યત્વે કરીને તા આ લોકમાંજ હિતકારી છે. અહિં કોઇ શંકા કરે કે-અભિપ્રાય વિશેષથી જે પરલોક હિતકારી બને છે તે વચનો પરલોક હિતકારી જ છે, માટે તેનું પણ શ્રવણ કરવું. જો એમ છે તો તમામ કુશાસ્ત્રો પણ સાંભળવાં. શા માટે એકજ જિનવચન પરલોક હિતકારી કહેવાય ? કારણ એ છે કે-અભિપ્રાય વિશેષથી તમામ કુશાસ્ત્રોનું પણ પરલોક હિતપણું ઇષ્ટ છે, માટે જ ટીકાકાર મહર્ષિ જણાવે છે કે-શ્રાવક ક્યારે કહી શકાય કે-જ્યારે શ્રી જિનવચનનું શ્રવણ કરે ત્યારે. વળી જિનવચન કેવા પ્રકારનું ? તો ઘરભોદિયું એટલે પરલોક હિતકારી હોય તેનું. આ વિશેષણથી જે સાક્ષાત પરલોક હિતકારી સાધુ અને શ્રાવકની ક્રિયાયુક્ત જે જિનવચન હોય તે સાંભળવું અને તે સાંભળતાં શ્રાવક થઇ શકે. આથી સ્પષ્ટ છે કે-સાધુ અને શ્રાવક ધર્મયુક્ત જિનવચન જે પરલોક હિતકારી હોય તે સાંભળવાનો અધિકારી છે. જ્યોતિષ શાસ્ત્રાદિ જે ઇહલોક હિતકારી છે તે સાંભળવાનો નિષેધ છે. જે કોઇ એમ કહે કે- “પૂર્વાચાર્યોએ સંસાર વ્યવહાર પોષવા માટે જ્યોતિષ નિમિત્ત શ્રાદ્ધવિધિ વિગેરે Page 33 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy