________________
દુઃખિના દુ:ખને દૂર કરવાની ભાવના માત્રથી જ અનુકંપાદાન વિહિત હોઇને, એમાં પાત્રાપાત્રની વિચારણાને અવકાશ જ નથી હોતો. એમાં પાત્રતા જોવાની દુ:ખની હયાતિની.કાઇ પણ જીવ હોય, પણ તે દુઃખી છે એટલે અનુકંપાપાત્ર છે જ. અનુકંપાદાનમાં દુઃખિના દુઃખને દૂર કરવાની વિચારણા જ પ્રધાનતા ભોગવે છે. ભક્તિપાત્ર આત્માઓની તો ભક્તિ જ કરવાની છે, એટલે ભક્તિપાત્ર આત્માઓ જે દુઃખી હોય તો પણ તેમના દુ:ખને દૂર કરવામાં ભક્તિભાવની જ પ્રધાનતા હોય છે, એટલે અનુકંપાદાનમાં ભક્તિપાત્ર આત્માઓનો સમાવેશ થતો નથી. દુ:ખી જીવ ગમે તેટલો ખરાબ હોય તો પણ, જે આત્મા તેના ખરાબપણા તરફ નહિ જોતાં, તેના દુ:ખ તરફ જોઇને તેના દુઃખને દૂર કરવાના હેતુથી અનુકંપાદાન કરવાને તત્પર બને છે, તે આત્મા ભક્તિપાત્ર અથવા ધર્મશીલ આત્માઓના :ખને દૂર કરવાને માટે શું શું ન કરે ? જેનામાં ધર્મ હોય, તેના તરફ ધર્મિને સદ્ભાવ જ હોય, એટલે ધર્મી આત્મા ધર્મી આત્માઓના દુ:ખનું નિવારણ તો સદ્ભાવપૂર્વક કરે. ધર્મી દુઃખી ન હોય તો પણ ધર્મિને ધર્મી આત્માનું વાત્સલ્યાદિ કરવાનું મન થયા વિના પણ રહે નહિ આથી તમે સમજી શકશો કે-અનુકંપાદાનનો વિષય જૂદો છે અને ધર્મોપગ્રહદાનનો વિષય જૂદો છે.
પાત્રના ત્રણ પ્રકારો
ધર્મોપગ્રહદાન તો ધર્મ જોઇને જ કરવાનું હોય છે, એટલે જેઓમાં ધર્મ હોય તેઓને ધર્મોપગ્રહદાન દેવાનું હોય છે. એમાં તો જેટલો ધર્મ, તેટલી પાત્રતા ગણાય છે. ધર્મના આધારે પાત્રતાનો નિર્ણય કરવાનો હોઇને, પાત્રોના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે. ઉપકારિઓએ, પાપ માત્રથી વિરાગ પામેલા સાધુજનોને ઉત્તમ પાત્રમાં ગણાવ્યા છે અને અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓને જઘન્ય પાત્રમાં ગણાવ્યા છે. આ સિવાયના એટલે પ્રાયઃ સઘળા જ મિથ્યામતિ આત્માઓ ધર્મોપગ્રહદાનને અંગે તો સર્વથા અપાત્ર છે. ધર્મને પ્રધાનતા આપીને જે દાન કરવાનું છે, તેમાં પાબાપાત્રનો અને પાત્રમાં પણ ઉત્તમ-મધ્યમ-જઘન્યનો ભેદ પાડ્યા વિના ચાલી શકે જ નહિ. ખોળ અને ઘાસ જેવી ચીજ પણ જો ગાય આદિને ખવડાવવામાં આવે તો તે દૂધપણાના પામે છે, જ્યારે દૂધ પણ જો સર્પ આદિને પીવડાવ્યું હોય તો તે વિષપણાને પામે છે, એટલે પરિણામની દ્રષ્ટિએ જ્યારે વિચાર કરવાનો અવસર હોય, ત્યારે તો પાબાપાત્રની વિચારણા અવશ્ય કરવી જોઇએ.
નિર્દયતા નહિ આવવા દેવી
દુઃખિના દુ:ખનો નાશ કરવાની વખતે એ વિચાર કરવાનો નથી, એનું કારણ એટલું જ છે કે-એ વખતે દયાભાવની પ્રધાનતા છે. દુ:ખી જીવ ગમે તેટલો ખરાબ હોય તો પણ, દયાળુ જીવ દુઃખી જીવના દુ:ખને સહી શકતો નથી. એને એમ થાય છે કે- “મારાથી શક્ય છે, તો મારે આને આ દુઃખમાંથી ઉગારી લેવો.' ત્યાં એને પરિણામ માત્ર એટલું જ જોઇએ છે કે-દુ:ખી જીવનું તે દુઃખ ટળે. વળી છતી શક્તિએ દુ:ખી જીવોના દુઃખની ઉપેક્ષા કરવામાં આવે, તો પોતાના પરિણામો જે કુણા હોય તે કઠોર બની જવા પામે. ધર્મના અર્થી આત્માએ પોતાના પરિણામોને કદી પણ કઠોર બનવા દેવા નહિ. પરિણામો કઠોર બનતાં નિર્દયતા આવે અને નિર્દયતા આવે એટલે ધર્મ ટકી શકે નહિ.
Page 61 of 211