SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યના નામે હિંસા અને અસત્યનો જે વાયુ ફેંકાઇ રહ્યો છે તેને અંગે ઘણી ઘણી વાતો વિચારવા જેવી છે. વળી ભદ્રિક આત્માઓને ઠગવાનો ધંધો લઇ બેઠેલાઓ પણ આજે પ્રિય વચનના નામે અનેક ભમો ઉપજાવી રહ્યા છે, પણ વિચક્ષણો પ્રિય અને તથ્ય સાથે પચ્ચનો જો યોગ્ય વિચાર કરે, તો એવાઓથી બચવું એ બહુ મુશ્કેલ કામ નથી. બીજા મહાવતની પાંચ ભાવનાઓ : પહેલા મહાવ્રતની જેમ પાંચ ભાવનાઓ છે, તેમ સર્વ પ્રકારે મૃષાવાદથી વિરામ પામવાના સ્વરૂપવાળા બીજા મહાવ્રતની પણ પાંચ ભાવનાઓ છે. એ ભાવનાઓનાં નામો છે- “૧હાસ્યપ્રત્યાખ્યાન, ૨- લોભપ્રત્યાખ્યાન, ૩- ભયપ્રત્યાખ્યાન, ૪- ક્રોધપ્રત્યાખ્યાન અને પ-આલોચના [ ભાષણ.' રાગથી, દ્વેષથી અને મોહથી અસત્ય બોલાય છે, માટે આ પાંચ ભાવનાઓ દ્વારા એ ત્રણેનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. બીજા મહાવ્રતના પાલનમાં “હાસ્ય, લોભ, ભય અને ક્રોધ' -આ ચાર મહા વિપ્નો છે. એ કારણે હસ્યાદિ ચારને બીજા મહાવ્રતના પાલનમાં વિઘ્ન રૂપ માની હાસ્યાદિ ચારનો પરિત્યાગ કરવો, એ હાસ્યાદિ-પ્રત્યાખ્યાન કહેવાય છે અને એ બીજા મહાવ્રતના પાલન માટે ખૂબ આવશ્યક છે. જેમ હાસ્યાદિ ચારનું પ્રત્યાખ્યાન આવશ્યક છે, તેમ બોલતાં પહેલાં સમ્યગજ્ઞાન પૂર્વકની વિચારણા પણ આવશ્યક છે. સમ્યગ્રજ્ઞાન પૂર્વકના વિચાર વિના બોલવું, એ પણ બીજા મહાવ્રતના પાલનમાં વિઘ્ન રૂપ જ છે, એ વાત પણ વિચક્ષણને કબૂલ્યા વિના ચાલે એમ નથી. આથી, એના પણ પરિત્યાગ કરીને જ બોલવું અને જે બોલવું તે પણ સમ્યગજ્ઞાન પૂર્વક વિચારીને જ બોલવું, એ પણ અતિશય જરૂરી છે. આ પાંચ ભાવનાઓ અસત્યવાદથી બચવા માટે ખૂબ આવશ્યક હોઇને, એ ભાવનાઓને અંગે પણ, પ્રસંગ પ્રાપ્ત થયો છે તો આપણે થોડો વિચાર કરી લઇએ. હસવામાં આનંદ માનનારા મોહના સેવકો છે : ૧- બીજા મહાવ્રતની પ્રથમ ભાવના “હાસ્યપ્રત્યાખ્યાન' નામની છે. હાસ્યશીલ બનેલો આત્મા, ઇચ્છા ન હોવા છતાં પણ, હસતાં હસતાં અસત્ય બોલી નાખે છે, આ વાત સમજુથી ના સમજાય એવી નથી. હસનશીલ આદમી હસવામાં જ્યારે લીન થાય છે, ત્યારે તો એ ભાનભૂલા જેવો બની જાય છે. હાસ્યનો આવિર્ભાવિ, એ પણ “હાસ્ય” નામના મોહનીયના ઉદયનો જ પ્રતાપ છે, એ વાત શ્રી જૈનશાસનના જ્ઞાતાથી અજ્ઞાત કેમ જ હોઇ શકે ? મોહનીયનો સ્વભાવ આત્માને મૂંઝવનારો છે. હસવામાં આનંદ માનનારાઓ તો મોહના જ સેવકો છે. હાસ્યને પણ તેઓ જ જરૂરી માને, કે જેઓ તત્ત્વદ્રષ્ટિએ અજ્ઞાન હોય. “દસ દિમિથ્યાહૂયાત્' એમ ઉપકારિઓ ક્રમાવે છે. હસવામાંથી ખસવું થાય છે.' એવી લોકોક્તિ પણ છે. બીજા મહાવ્રતની રક્ષાને ઇચ્છતા મુનિ હાસ્યનો ત્યાગ કરવા માટે પણ સજ્જ હોવા જોઇએ. ઉપહાસ કરવાનો સ્વભાવ સાધુમાં હોવો જોઇએ. હાંસી, મશ્કરી અને ઠઠ્ઠાઓ-એ મૂર્ખ લોકોની મોજ છે, પણ જ્ઞાનિઓની નહિ. જ્ઞાનિઓ તો હાંસી, મશ્કરી અને ઠઠ્ઠાથી પર રહેનારા હોય છે. હાંસી, મશ્કરી અને ઠઠ્ઠા જેવા મોહવિલાસમાં મહાલનારાઓ, પોતાના “સત્ય” નામના મહાવ્રતને ભૂલી જાય અને અસત્ય આલાપ-સંલાપ કરવા મચી પડે, એમાં કશું જ નવાઇભર્યું નથી. આ જાતિના અસત્યથી બચી સત્યના પાલનમાં સજ્જ રહેવું Page 82 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy