________________
ગૃહસ્થ ષકર્મ અને બાર વ્રત ધારણ કરી પોતાના વ્યવહારમાં પ્રવર્તે તો દેશ વિરતિમાં ચડીઆતો થઇ ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ ભાવે સર્વ વિરતિનો અધિકારી બને છે.
મુમુક્ષ પ્રસન્ન થઇને બોલ્યો “ભગવદ્ ગૃહસ્થ શ્રાવકના ષકર્મ અને બારવ્રત આપના મુખથી સાંભળી મને અતિશય આનંદ થયો છે. જો કે તે વિષે હું યથાશક્તિ જાણતો હતો તો પણ આપની વાણીદ્વારા તે વાત જાણી મને અતિ આનંદ થયો છે. હવે આ પાંચમાં ગુણસ્થાન વિષેના દેખાવની સૂચના કૃપા કરી સંભળાવો.”
સૂરિવર ઉત્સાહથી બોલ્યા- “ભદ્ર જે આ સોપાનની આસપાસ મોટી આકૃતિવાલા દશ ચાંદલા, રહેલા છે, તે દશ કર્યપ્રકૃતિની સૂચના કરે છે. અપ્રત્યાખ્યાન ચાર કષાય, મનુષ્યગતિ, મનુષ્યનું આયુષ્ય, મનુષ્ય આનુપૂર્વી, પ્રથમ સંહનન, ઔદારિક શરીર, અને ઔદારિક અંગોપાંગ, આ સર્વ મળી દશ કર્યપ્રકૃતિનો આ ગુણસ્થાનમાં રહેલો જીવ બંધવ્યવચ્છેદ કરે છે, અને તે દશ મોટા ચાંદલાની પાસે બીજા સડસઠ ચાંદલાઓ છે. તે ત્યાં રહેલા જીવને કર્મનો સડસઠ પ્રકૃતિઓનો બંધ
સૂચવે છે.”
| મુમુક્ષુએ સૂક્ષ્મ દ્રષ્ટિથી પુનઃ અવલોકન કરી પુછ્યું “મહાનુભાવ, આ પગથીઆની આસપાસ ઝીણા ઝીણા કિરણો પડતા દેખાય છે એ શું હશે ?”
સૂરિવર બોલ્યા- “ભદ્ર, તારી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઇ હું પ્રસન્ન થયો છું. એ કિરણોમાં પણ એક ખાસ સૂચના રહેલી છે. એ કિરણો ઉપરથી ત્યાં રહેલા જીવને કર્મના ફ્લ ભોગવવાની અને કર્મપ્રકૃતિની સત્તાની સૂચના છે. તે ઉપરથી જાણવાનું છે કે, ચાર અપ્રત્યાખ્યાન, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનપૂર્વી, નરકનિક, દેવત્રિક બે વૈક્રિય, દર્ભગ, અનાદેય, અયશઃ કીર્તિ, એ સત્તર કર્મપ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી જીવ ત્યાં સત્યાશી કર્મપ્રકૃતિનું ફ્લ ભોગવે છે અને એકસો આડત્રીશ પ્રકૃતિની સત્તા છે. આ સૂચના પણ સારી રીતે મનન કરવા જેવી છે.”
મુમુક્ષ એ આનંદના આવેશથી જણાવ્યું, “ભગવન, આ પાંચમાં સોપાનને માટે જે ખ્યાન આપ્યું, તે સાંભળી મારા હૃદયની ભાવનામાં ઊંડી છાપ પડી છે. દેશવિરતિ ધર્મ પણ જો શુદ્ધ રીતે સાચવવામાં આવે તો તે આત્મિક ઉન્નતિનો ઉત્તમ માર્ગ દર્શાવે છે, અને અધમ દશામાંથી મુક્ત કરાવી અધ્યાત્મિક દશાનો મહા માર્ગ દર્શાવે છે, અને સર્વવિરતિપણાનો દિવ્ય સ્વાદ ચખાડી મોક્ષ માર્ગની સમીપ લઇ જાય છે, તેથી આ નીસરણીનું પાંચમું પગથીયું પણ ઇચ્છવા લાયક છે. સર્વ ગૃહસ્થ શ્રાવકો જો શુદ્ધ આચરણથી આ ગુણસ્થાન પર વિશ્રાંતિ કરે તો તેઓ તેમના જીવનની ખરેખરી વિશ્રાંતિ મેળવે છે.”
આનંદમુનિએ આનંદ ધરીને કહ્યું, “ભદ્ર, તારી ભાવના જાણી સંતોષ થાય છે. આવી ભાવનાઓને ભાવનારા આત્માઓ ભવ્ય જીવોમાં અગ્રેસર ગણાય છે, અને પોતાના મનુષ્ય જીવનને સાર્થક કરનારા થાય છે.”
વળી હે ભદ્ર, આ પાંચમા ગુણસ્થાન ઉપરનાં જે જે ગુણસ્થાન છે તેમાંથી તેરમું બાદ કરીને બાકીના સર્વ ગુણસ્થાનકોની પૃથક્ પૃથક્ અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિ છે, અને છઠું તથા સાતમું ગુણસ્થાન હિંડોળા સમાન હોવાથી તેનું ઉત્કૃષ્ટ કાલમાન દેશ ઉણું પૂર્વ કોટી વર્ષ છે. આ રીતે આ પંચમ મોક્ષપદ સોપાનનું સ્વરૂપ છે. હવે ઉપર છઠ્ઠા સોપાનને વિષે જે સૂચનાઓ છે, તે તને કહેવામાં આવશે, તે સાવધાન થઇ સાંભળજે. તારા હૃદયની ભાવના જાણી મને ઉપદેશ આપવાની વિશેષ
Page 5 of 211