________________
શ્રેણીવાળા) મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી જાય છે. આ સ્થળે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે કે, જો તે જીવ ચરમ શરીરી હોય તો તે સાતમા ગુણસ્થાન સુધી આવીને ફરીવાર તે સાતમા ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી કરવા માંડે છે પરંતુ જેણે એકવાર ઊપશમ શ્રેણી કરી હોય તેજ ક્ષપક શ્રેણી કરી શકે છે અને જેણે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી કરી હોય તે તેજ ભવમાં ક્ષપકશ્રેણી કરી શકતા નથી. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે.”
મુમુક્ષુ સાનંદ થઇને બોલ્યો. “ભગવન્, હું નિઃશંક થયો છું તથાપિ એક પ્રશ્ન કરવાની ઇચ્છા થાય છે. આપે જે ક્ષપક અને ઉપશમ શ્રેણી કરવાના સંબંધમાં કહ્યું, તે મારા લક્ષમાં આવ્યું છે; પરંતુ ઉપશમ શ્રેણીવાળા જીવોને કેટલા ભવ થતા હશે ? તે જાણવાની ઇચ્છા છે, તો કૃપા કરી તે સમજાવો.” આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા- “વત્સ, આ સંસારમાં એક જીવને આશ્રી અનેક ભવમાં થઇ ચારવાર ઉપશમ શ્રેણી થાય છે અને એક ભવમાં બેવાર ઉપશમ શ્રેણી થાય છે.” મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો, ભગવન્, મારી શંકા પરાસ્ત થઇ ગઇ છે, તથાપિ એક બીજી જિજ્ઞાસા પ્રગટ થઇ આવી છે. ઉપશમશ્રેણીમાં જીવ કેવી રીતે ઉપશમ કરે છે ? તે જાણવાને હૃદય આતુર બન્યું છે. આનંદર્ષિ બોલ્યા, “ભદ્ર, તારી આ જિજ્ઞાસા યથાર્થ છે. સાંભળ, પ્રથમ જીવ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ઉપશમ કરે છે, પછી મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વ મોહને ઉપશમભાવે છે, પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, છ નોકષાયને ઉપશમાવે છે. પછી અનુક્રમે પુરૂષવેદ, અપ્રત્યાખ્યાનીક્રોધ, પ્રત્યાખ્યાનીક્રોધ, સંજ્વલન ક્રોધ, અપ્રત્યાખ્યાનીમાન, પ્રત્યાખ્યાનીમાન, સંજ્વલનમાન, અપ્રત્યાખ્યાનીમાયા, પ્રત્યાખ્યાનીમાયા, સંજ્વલનમાયા અને તે પછી અપ્રત્યાખ્યાનીલોભ પ્રત્યાખ્યાનીલોભ અને સંજ્વલનલોભ -એમ અનુક્રમે ઉપશાંત કરે છે.”
મુમુક્ષુ પ્રસન્નવદને બોલ્યો, મહાનુભાવ, ઉપશમશ્રેણીમાં જીવ કેવી રીતે ઉપશમ કરે છે તે વાત સમજ્યો, પરંતુ હવે એક પ્રશ્ન માત્ર કરવાની ઇચ્છા થાય છે, તે એકે ઉપશમશ્રેણીવાળા મોક્ષ યોગ્ય કેવી રીતે થઇ શકે છે ? અને ઉપશમજ અપૂર્વાદિ ગુણસ્થાનોમાં શું કરે છે તે જાણવાની જીજ્ઞાસા છે, તો તે જણાવી કૃપામાં વધારો કરશો ? આનંદસૂરિ ઘણાજ આનંદ સાથે બોલ્યા, હે ભદ્ર, સાત લવ, એક મુહુર્તનો અગીયારમો ભાગ છે, તેવા સાત લવ આયુષ્ય જેને બાકી રહ્યું છે, એવા ઉપશમશ્રેણી ખંડિત કરનારા પરાંઙમુખ થયેલા, સાતમા ગુણસ્થાનમાં આવીને ફ્રી ક્ષપકશ્રેણી માંડીને સાત લવની વચમાં ક્ષીણમોહ ગુણસ્થાન પ્રાપ્ત કરી અંતઃકૃત કેવળી થઇ મોક્ષગમન કરે છે, તેકારણથી દુષણ નથી. તથા જે પુષ્ટાયુવાલા ઉપશમશ્રેણી કરે છે, તે અખંડિતશ્રેણીથી ચારિત્ર મોહનીયનો ઉપશમ કરીને અગીયારમા ગુણસ્થાને પહોંચી ઉપશમશ્રેણી સમાપ્ત કરી નીચે પડે છે. હવે ઉપશમકજ અપૂર્વાદિ ગુણસ્થાનોમાં સંજ્વલન લોભ વર્જિને બાકીની મોહનીય કર્મની વીશ પ્રકૃતિ, અપૂર્વ કરણ તથા અનિવૃત્તિ બાદર, આ બે ગુણસ્થાનમાં ઉપશમાવે છે; ત્યાર પછી અનુક્રમે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં સંજ્વલન લોભને સૂક્ષ્મ કરે છે, ત્યાર પછી અનુક્રમે ઉપશાંત મોહ ગુણસ્થાનમાં તે સુક્ષ્મલોભને સર્વથા ઉપશમાવે છે.
મુમુક્ષુ, અંતરંગ આનંદને દર્શાવતો બોલ્યો- “ભગવન્, હું સર્વ પ્રકારે નિઃશંક થયો છું. આ ઉપશાંત મોહનો પ્રભાવ સાંભળી મારો આત્મા ઉપશાંતમોહ થવાની ભાવના ભાવે છે. હવે આ મનોહર દેખાવની સૂચનાનું સ્પષ્ટીકરણ કરી મારા બોધમાં વૃદ્ધિ કરવાની કૃપા કરો.”
Page 183 of 211