________________
ગુણસ્થાનકમાં કયા ક્રમથી ઉપશમ કરવી એની ગોઠવણ આ ગુણસ્થાનકમાં રહીને જીવકરે છે. એવી જ રીતે ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને જે જીવો ક્ષાયિક સમકીત પામ્યા હોય અને પૂર્વ એટલે પરભવનું આયુષ્ય બાંધેલું ન હોય તથા તીર્થકર નામકર્મ નિકાચીત કરેલ ન હોય તો એ ક્ષાયિક સમીકીતી જીવો આ આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને આ ગુણસ્થાનકમાં, આગળના ગુણસ્થાનકોમાં મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓનો જે ક્ષય કરવાનો હોય છે તે કયા ક્રમે ક્ષય કરવો એની ગોઠવણ રૂપ પૂર્વ તૈયારી કરે છે માટે આ ગુણસ્થાનકને અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ પૂર્વ તૈયારી કરતાં અપૂર્વ સ્થિતિઘાત આદિ પાંચ વાના કરતો અંતઃ કોટાકોટી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ બાંધે છે.
આ ક્ષપકશ્રેણીની શરૂઆત કહેવાય છે.
જે જીવો ધર્મધ્યાનથી ક્ષપકશ્રેણી શરૂ કરે એ જીવોને આ ગુણસ્થાનકે ચૌદ પૂર્વનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી પણ જ્યારે બારમા ગુણસ્થાનકે શુક્લ ધ્યાનને પામે ત્યારે ચૌદપૂર્વનો ક્ષયોપશમ થાય છે. જ્યારે જે જીવો શુક્લધ્યાનથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે એટલે શરૂ કરે એ જીવોને આ ગુણસ્થાનકથી ચૌદ પૂર્વનો ક્ષયોપશમ ભાવ પેદા થઇ જાય છે. આ ગુણસ્થાનકનો કાળ નિયમાં એક અંતર્મુહૂર્તનો હોય છે.
અષ્ટમ સોપાન અપૂર્વકરણ ગુણસ્થાન
આત્મિક કાર્ય કરવામાં તત્પર બનેલા, સર્વ વિશ્વનું સમદ્રષ્ટિથી નિરીક્ષણ કરનારા, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંયોગ, વિયોગ જન્ય અનંત દુઃખાનલમાં પચાતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની ઉત્તમ ઇચ્છા રાખનારા અને પરહિતમાં આત્મહિત સમજનારા મહાનુભાવ આનંદસૂરિ મુમુક્ષુને ઉદેશીને બોલ્યા- “ભદ્ર, આ નીસરણી તરફ દ્રષ્ટિ કરી આઠમા પગથીઆનું અવલોકન કર. એ સુંદર સોપાનની આસપાસ જે દેખાવો આપેલા છે, તેમની સૂચનાઓ ઘણી જ ગંભીર અને વિચારણીય છે.
- ભદ્ર, આ આઠમું સોપાન અપૂર્વકરણ ગુણસ્થાનના નામથી ઓળખાય છે. આ ગુણસ્થાન પર આવેલા જીવને અપૂર્વ એવા આત્મગુણની પ્રાપ્તિ થાય છે, તેથી આ સ્થાનનું નામ અપૂર્વકરણ પડેલું છે. આ પગથીઆની આસપાસ પાંચ હીરાઓ ચળકી રહ્યા છે, અને તેની બંને બાજુ બે પ્રકાશમય પંક્તિઓ દેખાય છે. આ દેખાવો આ ગુણસ્થાનના શુદ્ધસ્વરૂપને બતાવી આપે છે. અને તેની અંતરંગ ખુબી દર્શાવે છે. જે આ પગથીઆની આસપાસ પાંચ હીરાઓ ચલકે છે, તે એવી સૂચના આપે છે કે અહીં આવેલાં જીવને રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ. વિષયનો લાભ થાય છે. જ્યારે ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિ ઉપશમાવવા તેમજ ક્ષય કરવા વાતે અત્યંત શુદ્વ અધ્યવસાયથી વીર્ય વિશેષ ઉલ્લસિત થવાથી એ પાંચ પ્રકારના મહાત્ લાભો સંપાદન થાય છે,” અને આ ગુણસ્થાનમાં અપૂર્વ આત્મગુણની પ્રાપ્તિ થવાથી તેનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન આપવામાં આવ્યું છે. મુમુક્ષુઅ પ્રશ્ન કર્યો. “ભગવદ્, આપે જે આ પાંચ હીરાની સૂચના બતાવી તેમાં ગુણશ્રેણી અને ગુણસંક્રમ વિષે વધારે સમજુતી આપવાની કૃપા કરો.” આનંદ મુનિએ આનંદ પૂર્વક જણાવ્યું વત્સ, અપૂર્વ કરણાદિ અંશથીજ બે પ્રકારની શ્રેણી પર આરોહણ થઇ શકે છે.
Page 174 of 211