________________
(૨૦) ક્રોધની પરંપરા - એટલે કે ક્યાંક ગુસ્સો થઇ ગયો, પણ પછી એને ન ખમાવતાં ગાંઠ વાળે ક્રોધ પર વ્યાજબી હોવાનો સિક્કો મારે, તો ક્રોધની પરંપરા ચાલે. એ અસમાધિ સ્થાન છે.
આ ૨૦ અસમાધિસ્થાનો સૂચવે છે કે તે તે બાબત ચિત્તમાં અસમાધિને પોષનારી છે. માટે એ વીસેય બાબત જ અટકાવી દેવી; કેમકે આખીય જીવનભરની ધર્મસાધનાઓનો, સાર ચિત્તની સમાધિમાં લાવવાનો છે, તે અસમાધિનાં સ્થળ સેવીએ તો સમાધિ ક્યાંથી આવે, રહે કે ટકે ? તપ વગેરે ઘણી આરાધનાઓ કરનારાની પણ અસમાધિથી ગતિ બગડી ગઇ છે. અસમાધિથી આત્મામાં સંસ્કરણ બગડે છે, અને ચાલુ અસમાધિ રહેવાથી શલ્યના પણ ભોગ બનવું પડે છે, કેટલાક સ્થાનોમાં વૈરાદિના અનુબંધ પડે છે. વગેરે મહા અનર્થ સમજી અસમાધિ સ્થાનોનો ત્યાગ કરી દેવો.
મન ક્ષમાશ્રમણ ડેમ ૧ -૧૦ ચરિધમ
મુનિનું નામ ક્ષમાશ્રમણ કેમ ? તપ:શ્રમણ વગેરે કેમ નહિ ? એનો ઉત્તર એ છે કે ૧૦ પ્રકારના મુનિધર્મમાં ક્ષમાગુણને પહેલો મૂક્યો છે, માટે જ મુનિને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાયુક્તા શ્રમણ, ક્ષમાપ્રધાન શ્રમણ, અથવા ક્ષમાથી શ્રમે-આત્માને કસે તે ક્ષમાશ્રમણ. અહીં પ્રશ્ન થાય છે કે શું ક્ષમા સિવાય બીજા ગુણો શ્રમણમાં નથી ? છે જ, તો તે હિસાબે મૃદુશ્રમણ તપશ્રમણ, બ્રહ્મચર્યશ્રમણ એવું કોઇ નામ ન કહેતાં ક્ષમાશ્રમણ કેમ કહ્યું?
૧ - ક્ષમા
આનો ઉત્તર જ એ છે કે બધા ગુણોમાં ક્ષમાનો પ્રથમ નંબર છે. કારણ એ છે કે ક્ષમાથી ઉપશમ આવે છે, અને “ઉપસમસારં ખ સામણં' ઉપશમ એ શ્રમણપણાનો સાર છે. ઉપશમ હોય તો જ બીજા ગુણ ટકી શકે છે. માટે ઉપશમ લાવનાર ક્ષમા અતિ આવશ્યક છે; તમ ક્ષમા બહાર જણાયા આવે છે; વગેરે કારણોએ એ ગુણ લઇને ક્ષમાશ્રમણ કહ્યું.
ચારિત્ર માટે ક્ષમા બહુ જરૂરી છે, એ વાત “ક્રોધે ક્રોડ પૂરવતણું સંજમળ જાય' એ વચનથી બરાબર સમજાય છે. ક્ષમાના નાશથી બીજા ગુણોને નાશ પામતા વાર નથી લાગતી. એનું એક કારણ છે કે ક્ષમાના નાશથી અર્થાત ક્રોધના ઉદયથી પછીના ભાવજ એવા મળે છે કે જેમાં બીજા ય. ગુણો રહેવા ન પામે. દા.ત. સાધુના ભવે ક્રોધ કર્યાથી પછી એ ચંડકૌશિક તાપસ થયો કે નાગ થયો. ત્યાં મૃદુતા, તપ, સંયમ વગેરે ગુણો રહેવા પામ્યા હતા ? ક્ષમા તો ગુણોની માતા છે, ગુણોની સરદાર છે. કર્મના વિપાકને સમજનારને ક્ષમા રાખવી કઠિન નથી. આપણું વાંકુ જો આપણા જ કર્મ કરે છે તો પછી બીજા પર શા સારું ગુસ્સો કરવો ? ક્ષમા જ રાખવી. વળી ગુસ્સો કરવાથી નવીન કર્મબંધ થાય છે; આત્મસત્ત્વ હણાય છે, વૈર વધે છે, નુક્સાની પાછી વળતી નથી, લોહી તપી ઉઠે છે...એમ ઘણા અનર્થ હોવાથી ક્રોધને ત્યજી ક્ષમા ધરવી. ખમી ખાધેલું લાભ માટે છે, સામનો કરેલો નુક્સાન વાટે નીવડે છે.
૨ - મૃદુતા
બીજો ગુણ ગર્વ ત્યાગ. એ માટેની છ વિચારણા - બીજા યતિ ધર્મ “મૃદુતા' માં માનનો ત્યાગ
Page 135 of 211