SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન છે. પોતાને પણ ઉપરોક્ત કારણ ઉપસ્થિત થયું હોય અને બીજા પાસે પોતાનું કાર્ય કરાવવું પડે, તો ત્યાં પણ બીજાને આમ કહેવાનું કે તમારી ઇચ્છા હોય તો આટલું મારું કાર્ય કરી આપો.” આમાં બીજા પાસે એની ઇચ્છા પૂર્વક જ કાર્ય કરાવાય પણ આજ્ઞા કે બલાત્કારથી નહિ. એવો આપ્ત પુરૂષોનો આદેશ છે. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને તે કાર્ય કરવા માટે પ્રાર્થના નહિ કરવાની કેમકે સાધુએ વીર્યને ગોપવવું ન જોઇએ. અલબત કોઇ વિશિષ્ટ નિર્જરાના કાર્યમાં રોકાવું પડ્યું હોય તો જુદી વાત. જો કોઇ સાધુ ડાંડ જેવો હોય તો ગુરુ એને ઇચ્છા ન પુછતાં આજ્ઞા કરીને પણ એની પાસે કાર્ય કરાવી શકે, અલબત ત્યાં પણ એ સહેજ પણ “પ્રજ્ઞાપનીય' અર્થાત કહ્યું ઝીલે તેવો હોય તોજ આજ્ઞા થાય, પણ જો ગાઢ અયોગ્ય હોય તો તેવાને આજ્ઞા પણ ન કરે. (૨) મધ્યાકાર- સમિતિ ગુપ્તિ વગેરે સંયમના યોગમાં પ્રવર્તતા મુનિને સહેજ પણ સ્કૂલના થાય, અર્થાત સંયમને બાધક લેશ પણ કાંઇ આચરાઇ જાય તો ત્યાં તરત “મિચ્છા મિ દુક્ક” કહેવાનું. અર્થાત્ “આ મારૂં મિથ્યા ચારણ એ દુષ્કૃત્ય છે.” અથવા “આ મારૂં દુષ્કૃત્ મિથ્યા થાઓ. હું એનાથી પડિક્કામું છું.” આમ કરવું એને મિચ્છાકાર-મિથ્યાકાર સામાચારીનું પાલન કહેવાય. એમાં શુદ્ધ અધ્યવસાય જોઇએ. અર્થાત્ સંવેગ એટલે કે શુદ્ધ સંયમનો રાગ જોઇએ, વળી એવી ભૂલ ીથી ન કરવાનો ભાવ પણ સાથે જોઇએ. એવા શુદ્ધ ‘મિથ્યા દુષ્કતાથી મિથ્યાચરણનું પાપ ધોવાઇ જાય છે. આમાં ભાવની શુદ્ધતા-તીવ્રતા લાવવા “મિચ્છા મિ દુક્કડં' પદના દરેક અક્ષરમાં આગમમાં બતાવલ ભાવ હદયમાં ઉભા કરવા જોઇએ. જેમ કે, “મિ' થી મુદતા; “ચ્છા'થી દોષનું આચ્છાદન અથતિ ફ્રી ઉભો ન થાય તેમ કરવું તે; બીજા “મિ' થી ચારિત્રરૂપી મર્યાદામાં પોતાની વ્યવસ્થિતતા; “દુ' થી દુષ્કૃતકારી પોતાના આત્માની દુર્ગછા, “ક્ક’ થી કરેલી ખલનાનું ‘' થી ઉપશાન્ત બની કરાતું ડેવન અર્થાત ઉલ્લંઘન; તે પાપ-દોષના ભાવને લંઘી આરાધનાના ભાવમાં આવવું. કોઇ અકૃત્ય થઇ જાય ત્યારે, તેનો ખ્યાલ આવતાંની સાથે જ- “આ મેં ખોટું કર્યું -એમ થવું અને એ રીતિએ અસક્રિયાથી નિવૃત્ત થવું, મિચ્છા મિ દુક્કડં દેવું, એનું નામ છે- “મિચ્છાકાર.” (3) તથાકાર- તથાકાર એટલે વચનને શંકા રહિત પણે કે કોઇપણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના તિહરિ' કરવું તે. સૂત્રની વાચના સાંભળતાં કે બીજો સામાચારી ર અથવા સ્વાર્થ લેતાં “આપ જેમ કહો છો તેમ જ છે, “તહત્તિ' “તર્થવ” “મારે તે નિ:સંદેહ માન્ય છે'; આવું વચન બોલવું તે તથાકાર. અહીં કહ્યું છે કે જો ગુરુ કલવ્ય શું? અકલવ્ય શું, એને બરાબર સમજતા ન હોય તો ત્યાં તથાકાર સામાચારી નથી. સૂકવ્યાખ્યાનાદિ ચાલુ હોય તેવા સમયે ગુરૂ કોઇ પણ વચન કહે, ત્યારે- “આપ જે માવો છો તે તેમજ છે' -એમ કહેવું, એટલે કે-ગુરૂની આજ્ઞાને કોઇ પણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના જ સ્વીકારી લેવી, એનું નામ છે- ‘તથાકાર.” (૪) આવકી -(૧) જ્ઞાનાદી કાર્ય અંગે, (૨) ગુરુની આજ્ઞાથી, (૩) ઇર્ષા સમિતિ આદિ આગમ રીતિનું પાલન કરવાપૂર્વક બહાર જવાના પ્રસંગે “આવસ્યહી' કહીને મકાન બહાર નીકળવાનું, તે “આવશ્યકી” અહીં ત્રણ વિશેષણથી સૂચવ્યું કે Page 104 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy