________________
સોલ વરસની અંદરનો બાલ માતા-પિતા આદિની માલિકીમાં ગણાય છે, એટલે તેઓ તેને આપવા તૈયાર હોય, એ સ્થિતિમાં જો કે સ્વામી-અદત્તનો પ્રશ્ન નથી રહેતો, પરન્તુ માતા-પિતા આદિ આપવાને તૈયાર હોવા છતાં પણ જો બાલ પોતે તૈયાર ન હોય, તો તેવા બાલને લેવાની મના છે : કારણ કે-એ જીવ અદત્ત ગણાય છે. અનંતજ્ઞાનિઓએ ક્રમાવેલા કારણ વિના આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિક લેવાની મના એટલા માટે છે કે-એ શ્રી તીર્થંકર-અદત્ત છે અને શુદ્ધ આહારાદિનો પણ ગુરૂની આજ્ઞા વિના ઉપયોગ કરવો એ ગુરૂ-અદત્ત છે. આ ચારે અદત્તનો પરિત્યાગ આ ત્રીજા મહાવ્રતમાં સમાય છે. અવગ્રહની યાચના વિચારીને જ રવી -
અદત્તના આદાનથી ત્રિવિધે ત્રિવિધે વિરામ” -એ પ્રકારના સ્વરૂપવાળા ત્રીજા મહાવ્રતને સુરક્ષિત રાખવા માટે પણ ઉપકારિઓએ પાંચ ભાવનાઓ ક્રમાવી છે. એ પાંચ ભાવનાઓમાં
૧- પહેલી ભાવના ‘આલોચના પૂર્વક અવગ્રહની યાચના' –આવા સ્વરૂપની છે. સાધુઓએ પરના સ્થાનમાં રહેવાનું છે, એ વાત તો ખૂબ જ સુપ્રસિદ્ધ છે. અનગાર એટલે ઘરનો પણ ત્યાગી. જેને પોતાનું સ્થાન કોઇ પણ સ્થાને નથી, એવી દશામાં રમતા મુનિને માટે આ ભાવના પણ ખૂબ જ આવશ્યક છે. સંયમના સુવિશુદ્ધ પાલન માટે અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ વિહરતા મુનિને, કોઇની માલિકીના મકાનમાં જ રહેવાનું હોય છે અને એ મકાન માલિકની આજ્ઞા મુજબ જ ઉપયોગમાં લેવાનું છે : એટલે એ માલિક પાસે મનથી વિચારીને જ જેટલા સ્થાનની જરૂર હોય એટલું યાચીને લેવાનું છે. યાચ્યા પછી પણ આપે તો જ લેવાનું છે, પણ હુકમથી નહિ. એ વસતિ જ અવગ્રહ કહેવાય છે. એ યાચતાં પહેલાં મનથી વિચારી લેવાનું રહે છે; કારણ કે-અવગ્રહ પાંચ પ્રકારનો છે. એક દેવેંદ્રનો અવગ્રહ અને તે દક્ષિણ લોકાદિ : બીજે રાજા એટલે ચક્રવર્તિનો અવગ્રહ અને તે ભારતવર્ષાિિદ : ત્રીજો ગૃહપતિ એટલે મંડલના અધિપતિનો અવગ્રહ અને તેનું મંડલ આદિ : ચોથો શય્યાતર એટલે વસતિના સ્વામિનો અવગ્રહ અને તે તેનું ઘર આદિ : તથા પાંચમો સાધર્મિક એટલે સાધુઓનો અવગ્રહ અને તે શય્યાતરે-વસતિના સ્વામિએ તેઓન આપેલ ઘર આદિ. આ પાંચમા પૂર્વ-પૂર્વનો બાધ્ય છે અને ઉત્તર-ઉત્તરનો બાધક છે. જો આમ ન હોત, તો સાધુઓને પ્રાય: કોઇનીય પાસે વસતિ માગવાની જરૂર જ ન રહેત : કારણ કે-દક્ષિણ લોકાર્ધ શ્રી. સૌધર્માધિપતિનો છે અને ઉત્તર લોકાર્ધ શ્રી ઇશાનાધિપતિનો છે. આ બન્નેય સમ્યગ્દષ્ટિઓ છે અને તેઓ તો પોતાના અવગ્રહમાં એટલે માલિકીના સ્થાનમાં મુનિઓ નિરાબાધપણે વિહરો, એવી જ ઇચ્છાના સ્વામિઓ છે. પણ દેવેંદ્રનો અવગ્રહ પણ ચક્રવર્તિની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : ચક્રવર્તિનો અવગ્રહ પણ મંડલાધિપતિની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : મંડલાધિપતિનો અવગ્રહ પણ શય્યાતર એટલે મકાનના માલિકની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : અને શય્યાતરનો અવગ્રહ પણ જો એ પ્રથમ આવેલ સાધુઓને આપી ચૂકેલ હોય, તો તે સાધુઓની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય. આ માટે અવગ્રહની યાચના ખૂબ વિચાર પૂર્વક જ કરવાની હોય. છે. રાજગુરૂ પણ મકાનના માલિક પાસે રાજાના નામે વસતિની યાચના ન કરે અને જેમનો શય્યાતર ભક્ત હોય તેવા સાધુઓ શય્યાતરના બળે વસતિમાં રહેલા સાધુઓ પાસે અવગ્રહની યાચના ના કરે. આ જાતિના વિચારપૂર્વક, નિર્દભભાવે અને નિરભિમાનપણે, વસતિના માલિકને અપ્રીતિ ના
Page 87 of 211