Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005190/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છબી. અનુવાદકા નેપાળીદાસ ૫ટેલ રર ગ્રંથરત્ન કાર્યાલય માં થી રસ્તી અમૃદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ છબી અનુવાદક: ગોપાલદાસ જીવાભાઈ પટેલ [ શ્રી. રામનારાયણ વિ. પાઠકની પ્રસ્તાવના સહિત ] પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રા'ભુલાલ જગશી શાહુ ગાંધીસ્તા :: અમદાવાદ ૧૯૯૬ : : સવા રૂપિયા : [ શ્રીજી આવૃત્તિ ] સુક્સ : મણિલાલ પુ. મિસ્ત્રી, બી. એ. આદિત્ય મુકે ણાલ ચ રાયખડ રોડ અમદાવાદ :૧૯૪૭ . Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ સંગ્રહમાં ‘ છબી ’ અને ‘ હરિલક્ષ્મી ’ એ બન્ને પુસ્તકામાંની વાર્તાને સમાવેશ કર્યાં છે. તેમાં ‘ હિરલક્ષ્મી ’ નામની વાર્તાને અનુવાદ શ્રી. ભાગીલાલ ગાંધીએ કરેલે છે. આ વાર્તાસંગ્રહ પહેલી આવૃત્તિ વખતે શ્રી. નગીનદાસ પારેખ સંપાદિત શરગ્રંથાવલિમાં ત્રીજા મકારૂપે ઇ. સ. ૧૯૩૩ માં પ્રસિદ્ધ થયા હતા. તે વખતે શ્રી નગીનદાસ આખા અનુવાદને કાળજીથી મૂળ અંગાળી સાથે સરખાવી ગયા હતા. આ બીજી આવૃત્તિ વખતે પણ તેમણે આખે। અનુવાદ આંખ તળેથી કાઢળ્યા છે. આ અનુવાદના ઉપેદ્ઘાત લખી આપવા બદલ પહેલી આવૃત્તિ વખતે શરગ્રંથાવલિના સંપાદક તરીકે શ્રી. નગીનદાસે શ્રી. પાઠકસાહેબનેા આભાર માન્યા હતા. તેથી વૈયક્તિક રીતે તેમના આભાર માનવાની મને તે વખતે તક મળી ન હતી. આ વખતે તે તકના લાભ લેતાં મને હાર્દિક આનંદ થાય છે. અનુવાદક Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉ પ દ્ ઘા તો શરદબાબુ જેવા લાંબી વાર્તાના સિદ્ધહસ્ત લેખક છે તેવા જ ટૂંકી વાર્તાના પણ છે. શ્રીયુત મહાદેવભાઈએ શરદબાબુની ત્રણ વાર્તાઓનું ભાષાન્તર કરીને ગુજરાતી વાર્તાવાચકવર્ગને તેમનો પ્રથમ પરિચય કરાવ્યું. આ સંગ્રહમાં તેમની બીજી છ ટૂંકી વાર્તા આવે છે. “પહેલીસમાજ' જે આ પહેલાં શરદગ્રંથાવલિના બીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ થઈ છે, તે ઉપરથી ગામડાના સમાજ તરફની શરદબાબુની ટીકાદષ્ટિ પૂરેપૂરી સ્પષ્ટ થાય છે. આ સંગ્રહમાં “છબી” અને “મુકદ્દમાનું ફળ' એ સિવાયની ચાર વાર્તાઓ બંગાળના પલ્લીસમાજનાં જ વાર્તાચિત્રો છે. આપણે પ્રથમ પલી સમાજ સાથે સંબંધ ન ધરાવતી વાર્તા લઈએ. “છબી” એમાં પ્રથમ આવે છે. આ વાર્તા એક જુવાન પ્રેમીઓની વાર્તા છે. કવિ ભવભૂતિએ કહ્યું છે? કચતિવગતિ પાનાંતરઃ કોડપિ દેતુઃ કેઈ આંતર હેતુ પદાર્થોને ભેગા કરે છે. પ્રેમ મનુષ્યને ભેગાં કરનાર કોઈ આંતર હેતુ છે એ ખરું, પણ એ આંતર હેતુ કામ કરતા હોય છે ત્યાં પણ એ વ્યક્તિઓને એકબીજાને અનુકુલ થતાં ઘણી વાર લાગે છે, ઘણું યાતનાઓ સહન કરવી પડે છે, અને તેમાંથી ઘણું કરુણ પરિણામો પણ કઈ વાર આવે છે. - આ વાર્તામાં એવું કરુણ પરિણામ આવતું આવતું રહી જાય છે, પણ વ્યક્તિઓની યાતના ઓછી નથી. વાર્તાની Page #6 -------------------------------------------------------------------------- ________________ શરૂઆતથી જ કઈ પણ કહી શકે કે અઢળક દ્રવ્યની વારસ અને અદભુત રૂપસંપન્ન મા-શો અને અદ્દભુત રૂપસંપન્ન તે સાથે ચિત્રકલાકાવિદ બા-થિન પરણીને સુખી થવાને માટે ઈશ્વરને ત્યાંથી સરજાયાં છે. પણ એક નહિ જેવી વાતમાંથી બને વચ્ચે ભેદ થાય છે અને જાણે બને સમજતાં છતાં, કંઈક બન્નેની મરજી ન છતાં, તે વધતો જાય છે. રસશાસ્ત્રીઓએ કામને વામ કહ્યો છે તે અનેક દૃષ્ટિએ સાચું છે. બા-થિનના પિતાને મા-શેના પિતાનું દેવું હતું, તે દેવું ચિત્રો વેચીને ભરી દેવાની બા-થિનની પ્રતિજ્ઞા હતી. પિતાના પ્રેમસંબંધમાં આવો લેણદેણને સબંધ બા–થિન મનમાં રાખે તે વિચાર પણ મા–શયેને અસહ્ય હતો. અલબત એવા પ્રેમમાં લેણદેણનો સંબંધ મનમાં બાંધી રાખવો એ કંઈક અનુદારતા ગણાય અને મા-શેમેને એ અસહ્ય લાગે એ સ્વાભાવિક છે, પણ ઘણીવાર કઈ ભૂલ નિમિત્ત નીચે વધારે ગંભીર રહસ્યલે વહેતાં હોય છે તેવું આ છે. વિશેષ તે એ છે કે બા-થિન તેની ચિત્ર કરવાની લતમાં મા-શેયેના સ્વાભાવિક મુગ્ધ વિલાસ–વિશ્વમ તરફ પણ ઉદાસીન—જાણે તેનાથી અપૃષ્ટ–રહે છે, અને તેને મા-શો યેને ખરો દેશ લાગે છે. અને પ્રેમ હોવા છતાં ભેદ થવાનું ખરું રહસ્ય એ છે કે બા-થિન લગ્નની ખાતર પિતાની કલાને ભોગ–પિતાના જીવનકર્તવ્યને ભોગ આપવા ઈચ્છતો નથી. જીવનની રહસ્યદષ્ટિના આવા ભેદે, જીવનની શ્રદ્ધાના ભેદ, માત્ર તપથી અને બીજાનું જીવન સમજવા જેટલા અભિમાનના સાચા ત્યારથી જ લુપ્ત થઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ શકે છે. પ્રેમ પરલક્ષી હોવા છતાં તેના કાચા સ્વરૂપમાં તે સ્વાથી અને અભિમાની હોય છે. અને દરેક પ્રેમીને પરસ્પરના સંલિષ્ટ જીવનમાં દાખલ થતાં પહેલાં એ સ્વાર્થવૃત્તિ ગમે તે પ્રકારે જોવી પડે છે. વાર્તાકારની ખૂબી એ છે કે બન્ને વચ્ચે મતભેદ વધત જતો બતાવતાં છતાં, દરેક ક્ષણે વાંચનાર સમજતા હોય છે કે બન્ને વચ્ચે અદમ્ય સ્નેહ છે. જે ચિત્રની લતમાં બા-થિન મા-શેએને બોલાવતા નથી, તે ચિત્રમાં અજાણપણે તે મા-શએને મૂકે છે. મા-શોનું તો જીવન આખું બા-થિન વિના નીરસ, અર્થ વગરનું થઈ જાય છે. માન્યે શરદ બાબુનાં કેટલાંક સ્ત્રી-નિર્માણોની માફક બહુ પ્રબલ સ્વભાવની સ્ત્રી છે. તેના સ્વભાવના આઘાત-પ્રત્યાઘાતો ઘણે વેગવાળા છે. તે જેટલી પ્રેમમાં આવેશવાળી છે તેટલી જ ઠેષમાં અવિચારી બને છે. છતાં પોતે ઉપસ્થિત કરેલી સ્થિતિ જ પરાકાષ્ટાએ પહોંચતાં તેને સાચે પ્રેમ ઊછળી આવે છે, અને ખર પત્ની પ્રેમથી તે સ્વયં જિતાઈ ને બા-થિનને જીતે છે. કથાકાર કઈ જગાએ આપણને સ્પષ્ટ કહેતો નથી. કયાંઈ સૂચવતા પણ નથી, પણ વાંચનાર જાણે છે કે બન્નેની વચ્ચેનો ભેદ નીકળી ગયા છે અને વાંચનારે નિર્માણના પ્રારમ્ભમાં ધકેલું જે છેવટે પરણીને સુખી થશે. છબી'ની વાર્તા કેવળ કલ્પિત ગણાય. એટલું કે તેમાં વાર્તાકારે કઈ પણ વાસ્તવિક વસ્તુસ્થિતિનો ચિતાર આપવાને તે નથી લખી, માત્ર માનવહૃદયમાં રહેલા ભાવેને નૈસર્ગિક વ્યાપાર બતાવવા પાત્રો અને વસ્તુસ્થિતિ કલ્પેલાં છે. “મુકદ્દમાનું ફળ” Page #8 -------------------------------------------------------------------------- ________________ એ અર્થમાં કેવળ કપિત વાર્તા નથી. શરદબાબુ જાણે આ વાર્તામાં કહેવા માગે છે કે પલ્લીસમાજ ભલે પતિત છે, પણ તેમાં ક્યાંક એવું સ્ત્રીરત્ન રહેલું છે, જેની અદ્દભુત નૈસર્ગિક માતૃવત્સલતા હજી ચૈતન્યમય રહી છે. શ્રીયુત મહાદેવભાઈએ પ્રસિદ્ધ કરેલ ત્રણેય વાર્તામાં આ માતૃવત્સલતા વિલસી રહી છે. પણ તે ત્રણમાં ખાસ કરીને વચલી વાર્તા ‘રામની સુમતિ” માં આવતી નારાયણ અહીં વિશેષ યાદ આવે છે. બન્નેમાં નાયિકા કઈ પરાયા છોકરા તરફ માતૃતા ધરાવે છે. બન્નેમાં ઘરનાં બધાં માણસે એક છોકરા તરફ દ્વેષભાવ રાખવા છતાં, સ્ત્રીની માતૃતા વિજયવંત નીવડે છે, અને ઘરના કંકાસ તેની પાસે પરાજિત થાય છે. વાર્તામાંથી કર્તાની શ્રદ્ધા વિશે કંઈ કહેવું એ જે કેવળ અયથાર્થ ન હોય તે કહી શકીએ કે શરદબાબુને સ્ત્રીની માતૃતા ઉપર નિઃસીમ શ્રદ્ધા છે. બાકીની વાર્તાઓ પલ્લીસમાજની વસ્તુસ્થિતિ ચીતરે છે તેમ કહી શકાય. વિલાસી” ની વાર્તા ઉપર કહી તે દૃષ્ટિએ, અર્ધકલ્પિત કહી શકાય. પલ્લીસમાજમાં કઈ બ્રાહ્મણને કરે ગારુડીની છેકરી સાથે પરણે એ સંભવિત છે એમ કથાકાર માનતા કે મનાવવા માગતા નથી, પણ જો આમ બને તે સમાજ તેની કેવી દશા કરે તેને તેમાં આબેહૂબ ચિતાર છે. આખી વાત શરદબાબુના લાક્ષણિક કટાક્ષથી કહેવાઈ છે, અને સમાજ ઉપર તેમાં સત્તમાં સખ્ત ટીકા છે. વાર્તામાં કરણ અને હાસ્ય કેવા મિશ્રિત થઈ વહે છે તે જોવા જેવું છે. વાર્તા કહેનાર પિતાનું નામ તેમાં નથી આપતે એ Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉચિત છે. આખા એક જણનું નામ સમાજ જ જ્યાં એમ કરતા હાય, ત્યાં આપવાને શે। અર્થ છે ? ' ‘ મહેશ ’ની વાર્તામાં શરખાણુની પલ્લીસમાજમાં જોયેલી માન્યતા ફરી દેખાય છે. પલ્લીસમાજમાં તેમને નાયક સ્પષ્ટ કહે છે કે, ‘ આ મુસલમાનામાં ધર્મ છે, પણ હિંદુએમાં નથી.’ અહીં પણ એક મુસલમાન પેાતાના પ્યારા બળદ ‘મહેશ’ ( બળદ માટે મુસલમાને પાડેલું કેવું અદ્ભુત નામ ! ) માટે વીરપ્રયત્ન કરે છે, અને તેના જ જાગીરદાર હિંદુ બ્રાહ્મણ શેઠને નથી પડી એ બળદની કે નથી પડી માણસની ! તે તે પેાતાના ‘ધરમ’ (!) પાળ્યા કરે છે ! ‘અભાગીનું સ્વર્ગ ' પણ પરેાક્ષ રીતે બંગાળના જમીનદારવની હૃદયહીનતાનાં ચિતાર છે. પણ તેમાં સાથે સાથે ગરીબ-તવંગરના ભેદ, અને અંધશ્રદ્ધાની કરુણ કહાણી છે. છેલ્લી ‘હિરલક્ષ્મી ’ પણ બંગાળના જમીનદારની ઈર્ષ્યા, ક્ષુદ્રતા, જુઠ્ઠાઈ, કલાપ્રિયતા, ઘમંડ, કુલાભિમાનના સચેટ દાખલા છે. તેમાં હરિલક્ષ્મીનું પાત્ર ધણા કૌશલથી દેારાયું છે. તેનું અભિમાન જરા પણ કારણુ વિના ઘવાય છે; તે પોતાનો વધારે બુદ્ધિશાળી અને ચકાર પણ ગરીબ મઝલી-વહુની ઈર્ષ્યા કરે છે; કાઈ કમનસીબ ક્ષણે પતિને વાત કરે છે, અને પછી ઘણી વાર પસ્તાય છે; મઝલો-વહુની દુર્દશા થઈ જશે એમ ખીએ છે, છતાં મઝલી– વહુની પૂરેપૂરી દુર્દશા થયા પહેલાં તેને સાન આવતી નથી. પતિને ઉશ્કરી શકી, તે પતિને વારી શકતી નથી. મઝલીવહુ રાંડીને ગરીબ રસાઇયણ તરીકે પોતાના ધરમાં આવે છે ત્યારે જ ઠેઠ તેને સારે। સ્વભાવ છેવટે બહાર આવે છે. એ મનુષ્યસ્વભાવના ચિતાર સાચા તેટલા જ ઉપદેશક પણ છે. : Page #10 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધીને વાર્તાસંગ્રહ જોયા પછી શરદબાબુની માન્યતાઓ, પલ્લીસમાજ વિષેને તેમને અભિપ્રાય, સ્ત્રી ઉપરની તેમની શ્રદ્ધા, મનુષ્યસ્વભાવની નિર્બળતાને તેમને ખ્યાલ વગેરે જણાઈ જાય છે. છતાં કલાની દષ્ટિએ કહેવું જોઈએ કે તેમની સર્જનશક્તિની સીમા તેમાં ક્યાંય દેખાતી નથી. તેમનું દૃષ્ટિબિન્દુ સમજાઈ જાય છે, પણ તેમનાં પાત્રો નવાં નવાં જ આવતાં જાય છે, માનવસ્વભાવના નવા નવા ભાવ જ રમમાણ થતા જાય છે. કયાંય એ ને એ જ પાત્ર નવા પ્રસંગોએ નામફેરથી ચેષ્ટા કરતું હોય એમ જણાતું નથી. તેમનાં બધાં પાત્રો સ્વતંત્ર રીતે વૈરલીલા કરે છે. કથાકાર તેમને ઉત્પન્ન કરીને જાણે પિતાની મેળે રમવા–લીલા કરવા છૂટાં મૂકી દે છે. પ્રસંગે એની મેળે બળે જાય છે અને વાર્તા ગૂંથાતી જાય છે. અને જે કે પલ્લા સમાજ સામે તેમની ટીકા બહુ વેધક અને તીખી છે, પણ તેમનું હૃદય ખરી રીતે કઈ તરક્કા દેષથી નહિ, પણ અન્યાય અને અયોગ્ય દુ:ખેના ભંગ થતા લેક તરફના સમભાવથી જ પ્રવૃત્ત થતું જણાય છે. કોઈ જગાએ વાર્તામાં કોઈ અંગત અભિપ્રાય કે મંતવ્ય વાર્તાની વૈરલીલામાં અંતરાયભૂત થતાં કે આડાં આવતાં નથી. એક ખરા વાર્તાકારની તટસ્થતા અને સમભાવ તેમનામાં છે. હિંદને સમાજ પ્રાંતભેદ, ભાષાભેદ, રૂઢિભેદ છતાં એટલે બધે એક છે કે આ વાર્તાઓ આપણને આપણી જ લાગે. ખરેખર આ વાર્તાઓ સર્વથા ભાષાન્તરને યોગ્ય છે, અને તે કામ કરીને અનુવાદગુજરાતી સાહિત્યની એક સેવા બજાવી છે. તા. ૯-૪-૩૩ રામનારાયણ વિશ્વનાથ પાઠક Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા • . • . • . • . ૧ ૪૧ ૧. છબી • • ૨. વિલાસી . . ૩. મુકદ્દમાનું ફળ • ૪. મહેશ • • ૫. અભાગીનું સ્વર્ગ • ૬. હરિલક્ષ્મી . . • . . . . Page #12 -------------------------------------------------------------------------- ________________ SIJક અશુદ્ધ શુદ્ધ ૧૫ પિતાની પિતાની આ જ આજ ૧૭ કરીએ ક કરીએ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ છબી Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ છી - આ વાત જે સમયની છે, તે સમયે બ્રહ્મદેશ અંગ્રેજોના તાબામાં ગયે ન હતું. તે વખતે તેને પિતાનાં રાજા-રાણી, મંત્રી-મિત્ર તથા સૈન્ય-સામત હતાં, ત્યાં સુધી તેઓ પિતાના દેશ ઉપર પોતે જ રાજ્ય ચલાવતા હતા. રાજધાની માંડલે હતી, પરંતુ રાજવંશમાંનાં અનેક જણ દેશના જુદાં જુદાં શહેરમાં જઈને વસવાટ કરતાં હતાં. | ધારવા મુજબ એ જ પ્રમાણે કઈ એક રાજવંશોએ બહુ કાલ પૂર્વે પેગુથી પાંચેક કોશ દક્ષિણ અમેદિન ગામમાં આવીને વાસ કર્યો હતો. છે. તેમને વિશાળ મહેલ વિશાળ બાગ, પુષ્કળ ધનસંપત્તિ અને મેટી જાગીર હતી. એ બધાના માલિકને જ્યારે પરલેકનું તેડું આવ્યું, ત્યારે તેમણે મિત્રને બેલાવીને કહ્યું, “બા-કે ! sy Page #17 -------------------------------------------------------------------------- ________________ છબી તમારા પુત્ર સાથે મારી પુત્રીનો વિવાહ કરી જવાની ઈચ્છા હતી. પરંતુ તે અવસર આવ્યો નહિ. મા–શયે હવે એકલી પડી, તેના તરફ જતા રહેજે.” આથી વધારે કહેવાની તેમને જરૂર લાગી નહિ, બા-કે તેમને બાળપણને મિત્ર હતો. એક દિવસ તેને પણ પુષ્કળ ધનસંપત્તિ હતી. માત્ર ફયાનું મંદિર બનાવરાવીને, તથા ભિક્ષુઓને ખવરાવીને આજે તે બિલકુલ ખાલી તે શું પણ દેવાદાર થઈ ગયો હતો. તોપણ એ માણસને જ પોતાની સર્વ વિષયસંપત્તિ સાથે એકની એક કન્યાને બેધડક સોંપી જતાં, આ મરણપથારીએ પડેલાને જરા પણ સંકોચ થયો નહિ. પિતાના બાલ્ય-બંધુને સારી પેઠે પિછાની લેવા જેટલે સુયોગ પણ તેમને આ જીવનમાં મળ્યો હતો. પરંતુ આ જવાબદારી બા-કેને લાંબે વખત ઉપાડવી પડી નહિ. તેને પણ પેલે પારથી તેડું આવી પહોંચ્યું. અને એ મહામાન્ય સમન્સ માથે ચડાવીને ડેસ, એક વર્ષ પણ ન વીત્યું એટલામાં તો અહીંને ભાર અહીં જ પડતું મૂકી, અજાણું દિશાએ ચાલ્યો ગયો. આ ધર્મપ્રાણ દરિદ્ર માણસ ઉપર ગામના લેકને એટલે પ્રેમ હતું, જેટલાં શ્રદ્ધા-ભક્તિ હતાં, તેટલા જ પ્રબળ ઉત્સાહથી તેઓએ તેને મરત્સવ શરૂ કરી દીધો. બા-કેને મૃતદેહ માલ્ય-ચંદનથી સજિજત થઈ, પલંગ ઉપર સૂતેલો રહ્યો, અને નીચે રમત-ગમત, નૃત્ય-ગીત તથા આહાર-વિહારની રેલમછેલ રાતદહાડે સતત ઊડવા લાગી. એનો જાણે અંત નહિ આવે એમ લાગવા માંડયું. Page #18 -------------------------------------------------------------------------- ________________ : છબી પિતૃશાકના આ ઉત્કટ આનંદમાંથી ક્ષણવાર માટે ગમે તેમ કરીને ભાગી છૂટી, બા-થિન એક નિર્જન ઝાડ નીચે બેસીને રડતો હતો. એકદમ ચમકીને પાછા ફરીને જોયું, તે મા-શેયે તેની પાછળ આવીને ઊભી છે. તેણે ઓઢણુના છેડા વડે બોલ્યાચાલ્યા વિના તેની આંખો લૂછી નાખી. તેમજ પાસે બેસી તેને ડાબે હાથ પિતાના હાથમાં ખેંચી લઈ ધીમેથી કહ્યું – બાપુ મરી ગયા છે, પરંતુ તમારી મા–શયે હજીયે જીવતી છે.” Page #19 -------------------------------------------------------------------------- ________________ બા-થિન ચિત્રકાર હતો. તેની છેલ્લી છબી તેણે એક સોદાગર મારફતે રાજાના દરબારમાં મોકલાવી હતી. રાજાએ છબીને સ્વીકાર કર્યો હતો, તેમજ ખુશ થઈને પિતાના હાથે ઉપરની મોંઘામૂલી વીંટી ઇનામ તરીકે આપી હતી. આનંદથી મા-શેયેની આંખે આંસુ આવ્યાં. તે તેની પાસે ઊભી રહીને મૃદુકંઠે બોલી, “બા-થિન, જગતમાં તમે સૌથી મેટા ચિત્રકાર થશે.” બા-થિન હસીને બે, “બાપુનું દેવું ચૂકતે કરી શકીશ એમ લાગે છે.” વારસાહકથી મા–શેયે જ અત્યારે તેની એકની એક લેણદાર હતી. તેથી આ વાતથી તે બધા કરતાં વધારે લજા પામતી. તે બોલી, “તમે જે વારંવાર મને આ પ્રમાણે ટાણે મારશે, તે હવે હું તમારી પાસે આવીશ જ નહિ.” બા–ચિન ચૂપ રહ્યો. પરંતુ દેવાને કારણે પોતાની મુક્તિ થશે નહિ, એ મહા દુઃખદાયક વાત યાદ આવતાં તેનું સમસ્ત અંતર જાણે કંપી ઊઠયું. બા–ચિનને પરિશ્રમ આજકાલ અત્યંત વધી ગયો છે. જાતક-કથામાંથી તે એક નવી છબી તૈયાર કરતે Page #20 -------------------------------------------------------------------------- ________________ બેસવાને એક પણ આવી તેની હતી. ચાકર, બધું તે હતો. આજ આખે દિવસ તેણે માથું ઊંચું કરીને જોયું સુધ્ધાં નહતું. મા–શે જેમ રોજ આવતી હતી, તેમ આજે પણ આવી હતી. બા-થિનને સૂવાને એરડ, બેસવાને એરડે, છબી ચીતરવાને ઓરડે, બધું તે પિતાને હાથે સજાવી-ગોઠવી જતી હતી. ચાકર-દાસીને માથે એ કામને ભાર નાખવાની તેની કેમે કરી હિંમત જ ચાલતી નહિ. સામે એક દર્પણ હતું તેમાં બા-થિનનું પ્રતિબિંબ પડ્યું હતું. મા-શોયે ઘણીવાર સુધી એકીટશે જોઈ રહ્યા બાદ અચાનક એક નિઃશ્વાસ નાખી બેલી, “બા-થિન, તમે જે મારી પેઠે સ્ત્રી હોત, તો આજ સુધીમાં દેશની રાણી થઈ ગયા હત.” બા-થિન ઊંચું જોઈ હસતે મેએ બેલ્યો, “કેમ વાર ?” “રાજા તમને પરણી સિંહાસન પર બેસાડત. તેને ઘણી રાણીઓ છે, પરંતુ આ રંગ, આવા કેશ, આવું મુખ તેમાંની કોઈનેય છે ખરું?” આટલું બોલી તેણે કામમાં ચિત્ત પરેગ્યું; પરંતુ બા-ચિનને યાદ આવ્યું કે, માંડલેમાં તે જ્યારે છબી ચીતરવાનું સીખતો હતો, ત્યારે પણ આવી વાત કઈ કઈ વાર તેને કાને અથડાતી. તે હસીને બોલ્યો, “પરંતુ રૂપ એરી લેવાનું છે, તે Page #21 -------------------------------------------------------------------------- ________________ વી તા: મને લાગે છે કે તું મને ધેાખે। દઈને આજ ક્યારની ય રાજાની સેડમાં જઈને બેઠી હાત.” "6 મા–શાયેએ આ આરેાપને કશે! જવાબ આપ્યા નહિ. કેવળ મનમાં તે મનમાં ખેલી, તમે સ્ત્રીના જેવા જ દુ`ળ, સ્ત્રીના જેવા જ કામળ, અને સ્ત્રીના જેવા જ સુંદર છે. તમારા રૂપને કંઈ પાર નથી. એ રૂપ આગળ તે પેાતાને ઘણી નીચી માનતી હતી. ?? Page #22 -------------------------------------------------------------------------- ________________ વસંતની શરૂઆતમાં આ ઇમેદિન ગામમાં દર વર્ષે ભારે ધામધૂમપૂર્વક ઘોડ-દોડ થતી. આજ એ જ કારણે ગામબહારને મેદાનમાં લેકેને માટે સમુદાય એકઠા થયા હતા. મા-શોયે ધીરે ધીરે બા-થિનની પાછળ આવીને ઊભી રહી. તે એકાગ્રતાથી છબી ચીતરતો હતો, તેથી તેને પગરવ સાંભળી શકી નહિ. મા-શે બેલી, “હું આવી છું, પાછળ ફરીને જુઓ.” બા–ચિને ચકિત થઈ પાછા ફરીને જોયું, તથા નવાઈ પામી પૂછયું. “કેમ કંઈ આજે આટલો બધો શણગાર સજે છે ?” “વાહ, આજે આપણે ઘેડ-દેડ છે એને તમને ખ્યાલ જ નથી કે શું? આજે જે જીતશે તે મને જ માળા પહેરાવશે!” અરે મને તો ખબર જ નથી,” એમ બેલી બાચિન તેની પીંછી ફરી ઉપાડવા જતો હતો. મા-શોયે તેને ગળે વીંટળાઈને બેલી, “ના સાંભળ્યું હોય તો કાંઈ નહિ પણ તમે ઉઠે;–હજુ કેટલું મોડું કરવું છે?” એ બંને જણ લગભગ સરખી ઉમરનાં હતાં–કદાચ - બા-થિન બેચાર મહિને મોટે હશે, પરંતુ નાનપણથી આ Page #23 -------------------------------------------------------------------------- ________________ છબી. રીતે જ તેઓએ ઓગણીસ વર્ષ ગાળ્યાં છે ! રમ્યાં છે, ઝઘવ્યાં છે, લડ્યાં છે, અને પ્રેમગાંઠ બાંધી છે. સામેના વિશાળ અરીસામાં બે મુખ તેટલી વારમાં બે ખીલેલાં ગુલાબની પેઠે ખીલી ઊઠયાં હતાં, બા-થિન તે બતાવીને બોલ્યો, “આ જે–” મા-શેયે ડીવાર ચૂપકીથી એ બે મુખાકૃતિઓ સામે અતૃપ્ત નયને જોઈ રહી. અકસ્માત આ જ પહેલી જ વાર તેને લાગ્યું કે, પોતે પણ ઘણું સુંદર છે. આવેશથી તેની બંને આંખ મીંચાઈ ગઈ. કાનની અંદર બોલી, “હું જાણે ચંદ્રનું કલક.” બા-થિન વળી વધારે નજીક તેનું મુખ ખેંચી લાવીને બેલ્યો, “ના, તું ચંદ્રનું કલંક નથી,-તું કેઈનું ય કલંક નથી –તું ચંદ્રની કૌમુદી છે. એકવાર બરાબર ધારીને જે.” પરંતુ આંખ ઉઘાડવાની માન્યે ની હિંમત ચાલી નહિ. તે પહેલાંની પેઠે જ બે આંખ મીંચી રહી. કદાચ એમ ને એમ જ પુષ્કળ વખત ચાલ્યો જાત પરંતુ સ્ત્રી-પુરુષોનું એક મોટું ટોળું નાચતું અને ગાતું સામેને રસ્તે થઈને ઉત્સવમાં ભાગ લેવા જતું હતું. મા-શોયે અધીરી બની, જઈ ઊભી થઈને બોલી, “ચાલે, વખત થયે.” પણ મારાથી બિલકુલ અવાય તેમ જ નથી, મા-શે.” કેમ?” Page #24 -------------------------------------------------------------------------- ________________ મી r આ છબી પાંચ દિવસમાં પૂરી કરીને આપવાનું મેં વચન આપ્યું છે. 6( ઃઃ અને ન કરી આપે તે ? ” “ તે માંડલે ચાલ્યે! જાય, એટલે પછી અલબત્ત છખી પણ ન લે, પૈસા પણ ન આપે. "" ,, પૈસાના ઉલ્લેખથી મા–શાયે દુઃખી થતી, લજ્જા પામતી, ચિડાઈ ને ખેાલી, “ પણ તેથી કંઈ તમને આમ જીવ ઉપર આવીને મહેનત કરવા નહૂિ દઉં. "" મા-થિને એ વાતને કશો ઉત્તર આપ્યા નહિ. પિતૃઋણ યાદ આવતાં તેના મુખ ઉપર જે મ્યાન છાયા છવાઈ ગઈ, તે બીજા એક જણની નજર બહાર રહી નહિ. તે ખાલી, “ મને આપજો, હું બમણી કિંમત આપીશ.” બા–થિનને એ વાતમાં સંદેહ ન હતા. હસીને પૂછ્યું, પણ તું તેનું શું કરીશ ? ’ મા–શેાયે ગળામાંનેા કીમતી હાર દેખાડીને ખેાલી, “ આમાં જેટલાં મેાતી છે, જેટલી ચૂતી છે, એ બધાં વડે એ છી મઢાવીશ. ત્યાર પછી સૂવાના ઓરડામાં મારી આંખે સામે લટકાવી રાખીશ. '' "" ત્યાર પછી ? ” "( ત્યાર પછી જે રાત્રે ખુબ માટે ચંદ્ર ઊગ્યું। . હશે, તથા ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ છબી ખુલ્લી બારીમાં થઈને તેની ચાંદનીને પ્રકાશ તમારા ઊંધતા મુખ ઉપર ખેલતા હશે---” r kr વાકય પૂરું ન થઈ શકયું. નીચે મા–શાયેના રથ રાહ જોતા હતા, તેના સારથિએ ઊંચે સાદે પાડેલી ખૂમ સંભળાઈ. ખા—થિન અધીરા થઈ જઈ ખેલ્યા, “ ત્યાર પછીની વાત પછી સાંભળીશ. અત્યારે નહિ. તારે જવાના વખત થઈ ગયા છે, જલદી જા. ’’ ૧૨ ત્યાર પછી ? ” ત્યાર પછી તમારી ઊંધ ઉડાડીને-' પરંતુ વખત થઈ ગયાનાં કાઈ ચિહ્ન માશાયેના આચરણમાં દેખાયાં નહિ. કારણ, તે વળી વધારે નિરાંતે બેસીને ખાલી, મારી તબિયત ખરાબર નથી લાગતી, મારે નથી જવું. ” << “ નથી જવું ? જવાની હા પાડી છે, ખધાં ઊંચી ડેકે તારી રાહ જુએ છે, તે ખબર છે ? ” મા-શેાયે જોરથી માર્યુ હલાવી એલી, “ ભલે રાહ જુએ. વચનભંગ થાય એની મને એટલી બધી શરમ નથી,મારે નથી જવું.” છિ:~: “ત્યારે તમે પશુ ચાલે. શક્ય હોત તે જરૂર આવત પણ તેથી કરીને મારે (C "6 "" Page #26 -------------------------------------------------------------------------- ________________ છબી લીધે તને હું વચનને ભંગ કરવા નહિ દઉં, હવે મોડું ન. કર, જા.” તેને ગંભીર મુખ અને શાંત, દઢ અવાજ સાંભળી માશેયે ઊઠી ઊભી થઈ. રીસથી મુખ પ્લાન કરી બેલી, “તમે પોતાની સગવડ ખાતર મને દૂર કાઢવા માગો છો. હું દૂર થાઉં છું, પણ હવે કદી તમારી પાસે નહિ આવું.” એક ક્ષણમાં બા–થિનની કર્તવ્ય-પરાયણતા સ્નેહના જળમાં પીગળી ગઈ. તે તેને પાસે ખેંચી લઈ હસતા હસતા બોલ્યો, “આવડી મોટી પ્રતિજ્ઞા ન કરી બેસતી, મા-શેકે,હું જાણું છું, એને અંત શો આવશે તે. પણ હવે તું મોડું કરે એ નહિ ચાલે.” મા–શયેએ તેવા જ ખિન્ન મુખે જવાબ આપે, “હું નહિ આવું તે ખાવાપહેરવાથી માંડીને બધી જ બાબતમાં તમારી જે દશા થશે, તે મારાથી સહેવાવાની નથી, એ તમે જાણે છે, એટલે તમે મને હાંકી કાઢવાની હિંમત કરે છે.” એટલું બેલી તે જવાબની રાહ જોયા વિના ઉતાવળે પગલે ઓરડામાંથી બહાર ચાલી ગઈ. Page #27 -------------------------------------------------------------------------- ________________ - લગભગ પાછલે પહેરે મા–શેયેને ચાંદીથી મઢેલે મયૂરપંખી” રથ જ્યારે મેદાનમાં આવી પહોંચ્યા, ત્યારે એકઠા થયેલા લોકોએ પ્રચંડ કલરવથી કોલાહલ કરી મૂક્યો. તે યુવતી છે, તે સુંદરી છે, અવિવાહિતા છે, તેમજ વિપુલ ધનસંપત્તિની માલિક છે. મનુષ્યના યૌવન–રાજ્યમાં તેનું સ્થાન અતિ ઉચ્ચ છે. તેથી આ જગાએ પણ અતિ આદરનું સ્થાન તેને માટે જ નક્કી થયેલું હતું. તે આજે પુષ્પમાળાઓ વહેચવાની છે. ત્યાર પછી જે ભાગ્યવાન આ રમણને સૌથી પહેલાં વિજયમાળ પહેરાવશે, તેનું ભાગ્યે જ આજે જાણે જગતને ઈર્ષ્યા કરવાની એકમાત્ર વસ્તુ બની રહેશે. સજેલા ઘડાઓની પીઠ ઉપર લાલ પિશાક પહેરીને બેઠેલા સવારો ઉત્સાહ અને ચંચળતાને આવેગ મહાકષ્ટ કાબૂમાં રાખી રહ્યા હતા. તેમને જોતાં એમ લાગે કે, આજે સંસારમાં તેમને અસાધ્ય એવું કશું નથી. ધીમે ધીમે વખત નજીક આવી પહોંચ્યો, તથા જે લેકે ભાગ્યની પરીક્ષા કરવા આજે તૈયાર થયા હતા, તેઓ એક હારમાં આવી ઊભા રહ્યા, અને એક ક્ષણ પછી જ ઘંટને Page #28 -------------------------------------------------------------------------- ________________ અવાજ થતાંની સાથે મૂઆ-જીવ્યાનું ભાન ભૂલી જઈને, તેમણે પિતાના ઘડા દેડાવી મૂક્યા. એ તે વીરત્વ! યુદ્ધને જ અંશ. મા-શેને બધા જ વડવાઓ લડવૈયા હતા. યુદ્ધને ઉન્મત્ત વેગ, નારી હોવા છતાં, તેની નસોમાં વહી રહ્યો હતો. જે વિજયી નીવડે તેનું હાર્દિક અભિનંદન કર્યા વિના તેનાથી રહેવાય એમ જ નહોતું. ' ' તેથી જ્યારે પરગામના એક અપરિચિત યુવકે લાલ લાલ શરીરે, કંપિત મુખે, પરસેવાથી રેબઝેબ થયેલા હાથે તેના માથા ઉપર વિજયમાળ પહેરાવી દીધી, ત્યારે માયેના આવેગની અતિશયતા ઘણું ય મેટા ઘરની સ્ત્રીઓની આંખને પણ કડવી લાગી. પાછા ફરતાં તેણે તે યુવકને પિતાને પડખે પોતાના રથમાં બેસાડ્યો, તથા સજલકોઠે તેને કહ્યું, “તમારી મને બહુ ફિકર થતી હતી. એક વાર મનમાં એમ પણ થઈ આવ્યું કે, આટલી બધી ઊંચી દીવાલ છે, ક્યાંક ઠોકર લાગી ગઈ છે !” યુવકે વિનયથી પિતાનું માથું નીચું નમાવ્યું; પરતુ એ અસાધારણ સાહસી બલિષ્ઠ વીરની સાથે મા–શયેથી મનમાં ને મનમાં તેના પેલા દુર્બળ, કમળ તથા સર્વ બાબતમાં અકુશળ ચિત્રકારની તુલના કર્યા વિના રહેવાયું નહિ. એ યુવકનું નામ પિ–ચિન હતું. વાતમાં ને વાતમાં પરિચય Page #29 -------------------------------------------------------------------------- ________________ છી થતાં માલમ પડયું કે, તે ઉચ્ચ કુળને હતો, પૈસાવાળો હતો, તેમ જ તેમને જ દૂરને સો હતા. મા-શેયેએ આજે ઘણાં માણસોને પિતાના મહેલમાં રાત્રી-ભેજન માટે નિમંત્રણ આપ્યું હતું. તેઓ તેમજ બીજા પણું ઘણું લેકે ટોળે વળી ગાડીની સાથે આવતા હતા. આનંદના આવેગથી, તેમના તાંડવ-નૃત્યથી ઊડેલી ધૂળના વાદળથી, તેમજ સંગીતના અસહ્ય નિનાદથી સંધ્યાનું આકાશ આખું ભરાઈ ગયું હતું. એ ભીષણ જનસમુદાય જ્યારે તેના ઘરની સામે થઈ આગળ ચાલ્યો ગયો, ત્યારે ક્ષણવાર માટે બા-થિન તેનું કામ પડતું મૂકી બારીએ આવી ચૂપકીથી જોઈ રહ્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે રાત્રિ–ભજન સંબંધી વાત કરતાં મા-શેયેએ બા-થિનને કહ્યું, “કાલે રાત્રે ખૂબ આનંદ આવ્યું. કેટલાય મહેમાને કૃપા કરીને આવ્યા હતા. ફક્ત તમને વખત નહોતે, એટલે નહોતા બોલાવ્યા.” પેલી છબી પૂરી કરવા તે પ્રાણાંત પરિશ્રમ કરી રહ્યો હતે. ઊંચું જોયા વિના જ બેલ્યો, “બહુ સારું કર્યું.” એટલું બોલી તે કામ કરવા લાગ્યો. - વિસ્મયથી મા-શેયે જડ બની બેસી રહી. વાતોના ભારથી તેનું પેટ ફાટી જતું હતું. કાલે બા-થિનથી કામના દબાણને લીધે ઉત્સવમાં હાજર રહેવાયું નહોતું, એટલે આજે લાંબા વખત સુધી પુષ્કળ વાતો કરશે, એમ માની તે આવી હતી. પરંતુ અહીં તો બધું જ ઊંધુંચતું થઈ ગયું. એકલાં એકલાં તો લવારે થઈ શકે, પણ વાતચીત ન થાય. એટલે તે માત્ર સ્તબ્ધ બની બેસી રહી, સામા પક્ષની પ્રબળ ઉદાસીનતા તથા ગંભીર નીરવાનું બંધ બારણું ઠેલીને અંદર પ્રવેશ કરવાની આજ કેમે કરી તેની હિંમત ચાલી નહિ. દરરોજ જે બધાં નાનાંમોટાં કામે તે કરી જતી હતી, તે પણ આજે પડી રહ્યાં –કેમે કર્યું હાથ હલાવવાનું તેને Page #31 -------------------------------------------------------------------------- ________________ છબી મન જ થયું નહિ. આમ ને આમ ઘણે સમય વહી ગયો,– એકવાર પણ બા–થિને ઊંચું જોયું નહિ. એકવાર પણ એક પ્રશ્ન સરખો પૂછો નહિ. કાલના એવડા મોટા બનાવ વિષે પણ જેમ તેને લેશ માત્ર કૌતુહલ ન હતું, તેમ કામમાંથી ઊંચું જોઈ શ્વાસ લેવાને પણ તેને વખત ન હતા. બહુ વાર સુધી બોલાચાલ્યા વિના સંકોચ અને શરમમાં બેસી રહીને અંતે તે ઊઠીને ઊભી થઈ, મૃદુ કંઠે બોલી, “ઠીક ત્યારે, જાઉં છું.” બા-થિન છબી ઉપર જ આંખ રાખી બોલ્યો, “ભલે.” જતી વખતે મા-ચેના મનમાં થયું કે જાણે તે એ માણસના અંતરની વાત પામી ગઈ છે. પૂછી ખાતરી કરવાની તેને એક વાર ઈચ્છા થઈ પરંતુ મુખ ખેલી શકી નહિ, બાલ્યા ચાલ્યા વિના બહાર નીકળી ગઈ. ઘરમાં પગ મૂકતાં જ જોયું તે પિ-થિન બેઠેલ હતો. ગઈ રાતના આનંદ-ઉત્સવ માટે તે ધન્યવાદ દેવા આવ્યો હતા. અતિથિને મા-શેયેએ જતનપૂર્વક બેસાડવો. પેલાએ પ્રથમ મા-શેના એશ્વર્યની વાત ઉપાડી, પછી તેના વંશની વાત, તેના પિતાની ખ્યાતિની વાત, રાજદરબારમાં તેમના સન્માનની વાત, એ પ્રમાણે કેટલું ય તે અચક્યા વિના બકી જવા લાગ્યો. Page #32 -------------------------------------------------------------------------- ________________ છબી આ બધાંમાંથી કેટલુંક તેણે સાંભળ્યું, કેટલુંક તેના બેધ્યાન કાને પહોંચ્યું પણ નહિ. પરંતુ પેલે માત્ર બલિષ્ઠ અને અતિસાહસી ઘોડેસ્વાર જ નહોતો. તે અત્યન્ત ધૂર્ત પણ હતા. મા-શોનું ઔદાસીન્ય તેની નજરબહાર રહ્યું નહિ. તેણે માંડલના રાજપરિવારની વાત ઉપાડી ને અંતે જ્યારે સન્દર્યની આલોચના શરૂ કરી તથા કૃત્રિમ સરળતાથી મા-શેને ઉદ્દેશીને કે આડકતરી રીતે વારંવાર તેના રૂપ અને વૈવનનું તે સૂચન કરવા લાગ્યો ત્યારે તે મનમાં ને મનમાં અતિશય શરમાવા લાગી એ ખરું, પરંતુ એક પ્રકારના હલકા આનંદ અને ગૌરવને અનુભવ પણ કર્યા વિના તેનાથી રહેવાયું નહિ. વાતચીત પૂરી થતાં પિ-થિને વિદાય લીધી ત્યારે એ દિવસની રાતે પણ ભોજનનું નિમંત્રણ તે લેતો ગયો. પરન્તુ તે ગયા પછી તેની વાતો મનમાં ને મનમાં ઘૂંટતાં મા-શોયેનું આખું મન હલકાઈ તેમજ ગ્લાનિની લાગણીથી ભરાઈ ઊઠયું, તેમજ નિમંત્રણ આપી બેસવા માટે તેને પોતાના ઉપર બેહદ ચીડ અને કંટાળો આવ્યો. તેણે ઉતાવળે ઉતાવળે બીજાં પણ કેટલાંક સગાંવહાલાંને નિમંત્રણ આપી, ચાકર મારફતે ચિઠ્ઠી મોકલાવી દીધી. અતિથિઓ યથાસમયે હાજર થયા, તેમજ આજ પણ પુષ્કળ હાસ્ય-વિનોદ, પુષ્કળ વાતચીત, પુષ્કળ મૃત્યગીતની સાથે ખાવાપીવાનું પૂરું થયું, ત્યારે રાત બહુ બાકી રહી નહતી. Page #33 -------------------------------------------------------------------------- ________________ છબી થાકીને લોથપોથ બની તે સૂવા ગઈ, પરંતુ આંખમાં ઊંઘ આવી નહિ. પણ નવાઈની વાત એ છે કે જેના વડે તેને આટલે સમય આ રીતે પસાર થઈ ગયે, તેની એક પણ વાત તેને યાદ આવી નહિ; તે બધી જાણે કેટલાય યુગની પુરાણ, અર્થહીન વાતે—તદન શુષ્ક અને વિરસ. તેને વારેવારે બીજે જ એક માણસ યાદ આવવા લાગ્યો, જે તેના જ બાગને છેડે એક નિર્જન ઓરડાની અંદર અત્યારે નિર્વિદને બેઠે છે, –આજની આટલી મોટી ધમાલને એક અંશ પણ કદાચ તેને કાને પહોંચ્યો નહિ હોય. Page #34 -------------------------------------------------------------------------- ________________ લાંબા વખતની ટેવ પ્રભાત થતાં જ મા-ગાયેને ખેંચવા લાગી. ફી તે જઈને ખા–ચિનના એરડામાં આવીને ખેડી. રાજની માફ્ક આજ પણ તે માત્ર એક ‘આવે!’ મેલીને જ તેને સ્વાભાવિક સત્કાર પૂરા કરી, કામમાં પરાવાઈ ગયા. પરંતુ પાસે બેસવા છતાં ખીજા એક જણને લાગવા માંડયું કે, કામમાં મશગૂલ થયેલા આ મૂંગા માણસ જાણે ગુપચુપ બહુ દૂર સરી ગયા છે. ઘણીવાર સુધી મા-શાયેને ત્યાર બાદ સંકાચ દૂર કરી તેણે પૂછ્યું, આી છે? ” ** કાંઈ ખેલવાનું સૂઝથું નહિ. (6 તમારે હજી કેટલું ,, ઘણું ય. << ત્યારે આ એ દિવસ શું કર્યું ? ,, બા-થિન તેને જવાબ ન આપતાં ચિસ્ટની ડખી તેના તરફ ખસેડી ખેાણ્યેા, આ દારૂની ગંધ મારાથી નથી ઃઃ સહન થતી. ’’ મા-શાચે આ કટાક્ષ સમજી ગઈ. ક્રોધથી સળગી ઊઠીને હાથ વડે તેને જોરથી પાછી ઠેલી મૂકીને ખેાલી, “હું સવારના પહેારમાં ચિરુટ પીતી નથી,~~~ચિટ વડે ગંધ ઢાંકવી પડે એવું કામ પણ મેં કર્યું નથી,—હું હલકી વર્ણની છોકરી નથી.”, Page #35 -------------------------------------------------------------------------- ________________ છબી. બા-થિન ઊંચું જોઈ શાંત કઠે બેલ્યો, “કદાચ તારાં સાડી–કબજા ઉપર કંઈ કરતાં લાગ્યો હશે, દારૂની ગંધની વાત હું બનાવટી કહેતા નથી.” મા–શોયે વીજળીવેગે ઊઠી ઊભી થઈ બેલી, “તમે જેવા નીચ તેવા જ ઈર્ષાળુ છે, તેથી મારું વિના કારણ અપમાન કરે છે ! ઠીક, ભલે, મારાં સાડીકબજે તમારા ઘરમાંથી હું હમેશને માટે લઈ જાઉં છું.” એટલું બોલીને જવાબની રાહ જોયા વિના જ ઝડપથી ઓરડો છોડી ચાલી જતી હતી તેટલામાં બા–ચિન તેને પાછી બોલાવી પહેલાંની માફક જ ખામોશીથી બે, “મને નીચ કે ઈર્ષાળુ કેઈએ કદાપિ કહ્યું નથી. તું અચાનક બોટે રસ્તે જવા બેઠો એટલે જ તને મેં ચેતવી.” મા-શેયે પાછી ફરી ઊભી રહીને બોલી, “ખેટે રસ્તે શી રીતે ગઈ?” મારા મનને એમ લાગે છે.” “બહુ સારું. તમારું મન તમારી પાસે રાખી મૂકજે. પણ જેના પિતા આશીર્વાદ મૂકીને ગયા છે, પોતાના સંતાન માટે અભિશાપ રાખીને ગયા નથી, તેની સાથે તમારા મનને મેળ નહિ ખાય.” એટલું બોલીને તે ચાલી ગઈ. પરંતુ બા-થિન સ્થિર થઈ બેસી રહ્યો. ગમે તે કારણે કઈ પણ બીજાને આમ મર્માઘાત કરી શકે, આટલે બધે પ્રેમ એક દિવસમાં જ આમ આવું કાતિલ વિષ બની જાય, એવું તે કપી પણ ન શક્યો. २२ Page #36 -------------------------------------------------------------------------- ________________ છબી મા-શાએ ઘેર આવતાં વેંત જ જોયું તે પિ–ચિન બેઠેલે હતે. તે વિનયપૂર્વક ઊઠી ઊભે થઈ અત્યંત મધુરતાથી હસ્ય. હાસ્ય જોઈ ને મા-શેની બંને બ્રમર જાણે અજાણતાં સંકુચિત થઈ ગઈ! તે બોલી, “આપને શું કંઈ ખાસ કામ છે ?” “ના, કામ તે એવું– “તે મને હમણાં કુરસદ નથી,” બોલી પાસેના દાદરે થઈ ને તે ઉપર ચાલી ગઈ. ગઈ રાતની વાત યાદ કરીને પેલે બિલકુલ દિમૂઢ થઈ ગયા. પરંતુ નોકર સામે આવતાં જ લખું હસી તેના હાથમાં એક રૂપિયે સરકાવી દઈ, તે સિસોટી વગાડતા વગાડતે બહાર ચાલ્યો ગયો. Page #37 -------------------------------------------------------------------------- ________________ બચપણથી માંડીને જે બે જણને કદી ય એક ક્ષણ માટે પણ વિચ્છેદ થયો નહત, તે બે, ભાગ્યની વિડંબનાને લીધે એક માસ કરતાં વધુ સમય ચાલ્યા જવા છતાં, એકબીજાને એક વાર પણ મળ્યાં નથી. મા–શેયે પિતાની જાતને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરતી કે જે મોહજાળે તેને આટલા લાંબા સમય સુધી કઠિન બંધનમાં જકડી રાખી હતી, તે તૂટી ગઈ એ એક રીતે ઠીક જ થયું. હવે તેની સાથે લેશ પણ સંબંધ રહ્યા નથી. આ ધનિકપુત્રીની જુવાન ઉદ્દામ પ્રકૃતિ, પિતા જીવતે હતો ત્યારે પણ ઘણી વખત એવાં અનેક કાર્યો કરવા તૈયાર થતી હતી, કે જે ગંભીર અને સંયતચિત્ત બા-થિનના ગુસ્સાના ડરથી જ તે કરી શકતી નહિ. પરંતુ આજે તે સ્વાધીન છે, પિતાની જાતની પોતે મુખત્યાર છે, ક્યાં ય કોઈની આગળ હવે જરા પણ જવાબ આપવાને તેને રહ્યા નથી. આ એક જ વાત ઉપર તેણે મનમાં ને મનમાં પુષ્કળ વિચારે, પુષ્કળ ભાંજગડ કરી છે, પરન્તુ, એક દિવસ પણ તેણે કદી પિતાની ઊંડી અંતરગુહાનાં દ્વાર ખોલીને નજર કરી જોયું નથી કે ત્યાં શું છે? જોયું હોત તે તેને માલૂમ પડત કે આટલા દિવસ તે ર૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ છબી માત્ર પોતે પેાતાને જ હગતી આવી છે. તે ગુસ ઊંડા સ્થળમાં આઠે પહેાર તે બંને જણાં સામસામાં એસી રહે છે, પ્રેમાલાપે કરતાં નથી, ઝડેાય કરતાં નથી;—કેવળ ચૂપકીથી બંનેની આંખમાંથી આંસુ વળ્યાં જાય છે. પોતાના જીવનનું આ અત્યંત કરુણ ચિત્ર તેનાં મનશ્ચક્ષુને અગેાચર હતું, તેથી જ આ દરમ્યાન તેના ધરમાં અનેક ઉત્સવરાત્રીએના નિષ્ફળ અભિનય થઈ ગયા,——પરાજયની લજ્જાએ તેને ધૂળભેગી કરી નાખી નથી. પરંતુ આજ દિવસ એ જ નહેાતા. શાથી, એ જ વાત પ્રથમ રીતે પસાર થવા માગતા કહીશું. જન્મતિથિ નિમિત્તે દર વર્ષે તેના ઘરમાં એક પ્રકારના આનંદઉત્સવ તથા ભાજન વગેરે થતાં. આજ એની જ તૈયારી કંઈક વિશેષ આડંબર સાથે થતી હતી. ઘરનાં દાસદાસીએથી માંડીને પાડેશીએ સુધ્ધાં આવીને મદે લાગ્યાં હતાં. કેવળ તેનું પેાતાનું જ જાણે કશામાં ચિત્ત ચોંટતું નહતું. સવારથી માંડીને આજ તેના મનમાં થયાં કરતું હતું કે, બધું જ વૃથા છે. બધું જ નકામું વૈતરું છે. કાણુ જાણે શાથી પણ આજ સુધી તેને એમ લાગતું હતું કે, એ માણસ પણ દુનિયાના બીજા બધા જેવા જ છે, તે પણ મનુષ્ય છે—તે પણ ઈર્ષ્યાથી પર નથી. તેના ધરના સર્વ આનંદ-ઉત્સવની મબલક તેમજ નવી નવી તૈયારીઓની વાત શું તેની બંધ બારી ભેદીને પેલા એકાંત એરડાની અંદર પેસતી નહિ હૈાય ? તેના કામકાજમાં વિઘ્ન નાખતી નહિ હાય ? ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ છબી કદાચ તે તેની પીંછી મૂકી દઈને કોઈવાર સ્થિર થઈને બેસી રહેતા હશે, કેઈવાર અસ્થિર ઝડપી પગલાંએ ઓરડાની અંદર આંટા માર્યા કરતે હશે, કેઈવાર વળી નિદ્રાવિહીન તત શયા ઉપર પડીને આખી રાત બળ્યા કરતા હશે, કેઈવાર કદાચ–પરંતુ જવા દો એ બધું. આ કલ્પના વડે આટલા દિવસ મા–શેયે એક પ્રકારનો તીર્ણ આનંદ અનુભવતી હતી. પરંતુ આજ અચાનક તેને લાગવા માંડ્યું, “કાંઈ જ નહિ. તેના કાઈ કામમાં ક્યાંયથી કશું જ વિન પડતું નથી. સઘળું મિથ્યા છે, સઘળો ભ્રમ છે. તે પકડવા પણ માગતા નથી–પકડાવા પણ માગતો નથી. એને એવો દુર્બળ દેહ અકસ્માત કેણ જાણે કેમ કરીને એકદમ પહાડ જેવો કઠણ અને અચલ થઈ ગયો છે,–ગમે ત્યને ગમે તેવો ઝંઝાવાત પણ હવે તેને જરા ય વિચલિત કરી શકતું નથી.” પણ તેયે જન્મતિથિના ઉત્સવની વિરાટ તૈયારી આબર સાથે ચાલતી હતી. પ-થિન આજ બધે જ, બધાં કામોમાં લાગે છે. એટલું જ નહિ પણ પરિચિત લોકોની અંદર એક પ્રકારની ગુસપુસ પણ ચાલતી હતી કે, એક દિવસ આ માણસ જ આ ઘરનો માલિક બનવાનો છે–તેમજ એ દિવસ બહુ દૂર હોય એમ પણ લાગતું નથી. ગામનાં સ્ત્રીપુરુષોથી ઘર ભરાઈ ગયું ને–ચારે બાજુ આનંદ-કલરવ થઈ રહ્યો છે. ફક્ત જેને માટે આ બધું થઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ છબી રહ્યું છે તે માણસ જ ઉદાસીન છે–તેનું મુખ ગ્લાનિની છાયાથી છવાઈ ગયેલું છે. પરંતુ એ છાયા બહારના કેઈની નજરે ઘણુંખરું પડી નહિ –માત્ર ઘરનાં એકાદબે જૂના વખતનાં દાસદાસીઓની નજરે પડી. તથા જે નજરબહાર હોવા છતાં બધું જુએ છે તેની નજરે કદાચ પડી હશે. માત્ર તે જ જોઈ શક્યા કે, આ છોકરીને મન આજે બધું જ કેવળ વિડંબના માત્ર છે. આ જન્મતિથિને દિવસે દર વર્ષે જે માણસ બધાંની પહેલાં ગુપ્ત રીતે તેના ગળામાં આશીર્વાદની માળા પહેરાવી જતે, તે માણસ આજે નથી, તે માળા ય નથી. તે આશીવંદની આજ ભારે ખટ લાગે છે. મા-શેના પિતાના વખતના એક વૃદ્ધ આવીને કહ્યું, “નાની–મા, તે કેમ કંઈ દેખાતો નથી?” ડોસે થોડા વખત પહેલાં નેકરીમાંથી છૂટો થઈ ચાલ્યો ગયો હતો. તેનું ઘર પણ બીજે ગામ હતું,—આ ઊંચાં મન થયાની વાત તે જાણતા નહતા. આજે જ આવ્યા ત્યારે ચાકર પાસે એ વાત તેણે સાંભળી. મા–શયે ઉદ્ધતભાવે બોલી, “મળવાની જરૂર હોય તો તેને ઘેર જાઓ –મારે અહીં શું છે ? ” ઠીક, જાઉ છું,” બેલી વૃદ્ધ ચાલ્યો ગયે. મનમાં મનમાં બેલતે ગયે, “કેવળ તેને એકલાને મળવાથી શો લાભ ? મારે તે તમને બંનેને ભેગાં જોવાં છે. નહિ તે આટલે રસ્તે ચાલીને આવ્યા તે નકામો જ.” પરંતુ ડોસાના મનની વાત આ યુવતીથી છાની રહી નહિ. ત્યારથી માંડીને એક રીતે સચક્તિ અવસ્થામાં જ સઘળાં Page #41 -------------------------------------------------------------------------- ________________ છબી કાર્યોમાં તેને સમય વ્યતીત થવા લાગે. અચાનક એક ધીમા કંઠના અસ્કટ અવાજથી નજર કરી તેણે જોયું તો, બા-થિન. તેના આખા શરીરમાં વીજળી ફરી વળી. પરંતુ આંખના પલકારામાં પિતાને સંભાળી લઈ તે મુખ ફેરવી બીજી બાજુ ચાલી ગઈ. - થોડીવાર પછી ડેસો આવીને બે, “નાની–માં, ગમે તેમ હોય પણ તેય તમારા અતિથિ ! જરા બોલવું ન જોઈએ કે ?” પરંતુ તમને મેં બોલાવી લાવવાનું કયારે કહ્યું હતું?” એ જ મારો અપરાધ થયો છે,” બોલીને તે ચાલ્યો જતે હતે. મા-શેયેએ તેને બોલાવી કહ્યું; “ભલે, મારા વિના બીજા માણસ ક્યાં નથી, તેઓ તેમની સાથે વાત કરશે !” બેલ્યો, “ તેઓ કરે એ ખરું, પણ હવે કંઈ જરૂર નથી, તે તે ચાલ્યો ગયો.” મા-શોયે ક્ષણવાર સ્તબ્ધ બની રહી. ત્યારબાદ બેલી, “મારું નસીબ, નહિ તો તમે તે તેમને જમીને જવાનું કહી શક્ત.” ના, હું એટલે બેશરમ નથી, ” બેલી, ડેસો ગુસ્સે કરી ચાલ્યા ગયે. - ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ આ અપમાનથી બા-થિનની આંખે પાણી ભરાઈ આવ્યાં. પરંતુ તેણે કોઈને ય દેષ દીધો નહિ. કેવળ પિતાને વારંવાર ધિક્કાર દઈ બોલ્યા, “એ ઠીક જ થયું છે. મારા જેવા નિર્લજને એ જ ઘટતું હતું.” પરંતુ એટલાથી જ—એ એક રાતમાં જ તે પતી નહેતું ગયું; એના કરતાં પુષ્કળ અનેકગણું અપમાન તેના નસીબમાં લખાયું હતું એની તેને બે દિવસ પછી ખબર પડી. અને ખબર પણ એવી પડી ગઈ કે, એ શરમ જીવનભર ક્યાં ઢાંકી રાખવી એ પણ તેને સૂઝયું નહિ. - જે છબીની વાતથી આ વાત શરૂ થઈ છે તે જાતક– કથાની પેલી ગોપાદેવીનું ચિત્ર આટલે દિવસે પૂરું થયું. એક માસ કરતાં વધુ સમયના સતત પરિશ્રમનું ફળ આજે પાક્યું. સવારને બધો વખત તે આ આનંદમાં જ મગ્ન થઈ રહ્યો હતે. છબી રાજદરબારમાં જવાની હતી. જે ગૃહસ્થ પૈસા આપી લઈ જવાના હતા, તે ખબર મળતાં આવી પહોંચ્યા. પરંતુ છબીનું ઢાંકણ દૂર કરતાં તે ચમકી ઊઠડ્યા. ચિત્રની બાબતમાં તે અનાડી ન હતા. બહુ વાર સુધી એક્કીનજરે જઈ રહી અંતે ક્ષુબ્ધ સ્વરે બોલ્યા, “આ છબી મારાથી રાજાને નહિ અપાય.” Page #43 -------------------------------------------------------------------------- ________________ છબી ખા–થિન ભયથી, વિસ્મયથી દિગ્મૂઢ થઈ મેલ્યા, “ કેમ ?” “ તેનું કારણ એ કે, આ માં હું એળખું છું. માણસને ચહેરા લઈ ને દેવતાનું ચિત્ર દેરીએ, તે દેવતાનું અપમાન થાય. આ વાત પકડાઇ જાય તેા રાજા મારું મેમાં ન જુએ.' એટલું બોલી તે ચિત્રકારની ફાટેલી વ્યાકુલ દષ્ટિ સામે ક્ષણવાર જોઈ રહી મેાં મલકાવી મેલ્યા, જરા ધ્યાન દઈ તે જોશે! તે જણાશે કે આ કાણુ છે. ચાલે. "" આ છક્ષ્મી નહિ << ધૂમસના બા–થિનની આંખો ઉપરથી ધીરેધીરે એક પડદો હટતા જતા હતા. પેલા ગૃહસ્થ ચાલ્યા ગયા છતાં તે એમ ને એમ આંખ સ્થિર કરી ઊભો રહ્યો. તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં તથા તેને પૂરેપૂરું સમજાઈ ગયું કે આટલા દિવસ આવતે।ડ મહેનત કરીને તેણે અંતરના ઊંડાણમાંથી જે સાંદર્ય, જે માધુ` બહાર કાઢી આપ્યું હતું, જેણે તેને દેવતાના રૂપે અહર્નિશ છેતર્યાં કર્યાં હતા, તે જાતકકથાની ગેાપા ન હતી, તે તેની માશાયે હતી. "C આંખ લૂછી મનમાં તે મનમાં તે એલ્યે, ં ભગવાન ! મારી આ રીતે મશ્કરી કરી,—તારું મેં શું બગાડયું હતું ? ' Page #44 -------------------------------------------------------------------------- ________________ પિ–થિન હિંમત આવતાં બે, “તમારી તે દેવે પણ કામના કરે, મા-શે, હું તે માણસ છું.” મા– એ અન્યમનસ્કની પેઠે જવાબ દીધે, “પણ જે નથી કરતે, તે તે ત્યારે દેવથી પણ મોટો હો જોઈએ.” પરંતુ આ પ્રસંગને તેણે આગળ વધવા દીધું નહિ, તે બેલી, “મેં સાંભળ્યું છે કે, દરબારમાં આપની પુષ્કળ લાગવગ છે.–મારું એક કામ ન કરાવી આપે ? ખૂબ જલદી ?” પિ–થિને ઉત્સુક થઈને પૂછયું, “શું?” “એક જણ પાસે મારા ઘણું પૈસા લેણું છે. પણ તે વસૂલ થતા નથી. કાંઈ લખાણ છે નહિ. આપ કશે ઉપાય કરી શકશે ?” “ કરી શકીશ. પણ એ ખાતાને અમલદાર કોણ છે એ તમે શું નથી જાણતાં ?” એટલું બેલી તે માણસ હસ્યો. એ હાસ્યની અંદર સ્પષ્ટ ઉત્તર હતા. મા-શો અધીરી બની તેને Page #45 -------------------------------------------------------------------------- ________________ છબી હાથ દબાવીને ખેાલી, “ત્યારે હવે કંઈ કરેા. આજે જ. હું એક દિવસ પણ વધુ વિલંબ કરવા માગતી નથી. પેા-થિન ડાકું હલાવી ખેલ્યુંા, “ બહુ સારુ. એમ કરીશું. "" આ દેવું હંમેશાં એવું તુચ્છ, અસંભવિત અને હસવા જેવું ગણાતું આવ્યું હતું કે, એ સંબંધે કાઇ એ કદી વિચાર સુધ્ધાં કર્યો નહાતા. પરંતુ અમલદારના શબ્દોથી ઋગેલી આશાની ઉત્તેજનાથી મા-શાથેને સમસ્ત દેહ ક્ષણભર ઉત્તેજિત થઈ ઊડ્યો; તે આંખા ચમકાવીને સમસ્ત ઇતિહાસ વિસ્તારપૂર્ણાંક કહેવા લાગી. "" “હું કશું જ જતું કરવાની નથી, એક કાડી સુધ્ધાં નહિ. જળા જેમ લાડી ચૂસી લે છે, બરાબર તે જ પ્રમાણે; આજે જ, અત્યારે જ નહિ અને ?' * આ બાબતમાં આ માણસને વધારે કહેવાની જરૂર ન હતી. આટલી બધી તેણે આશા નહેાતી રાખી. તે અંદરને આનંદ અને આવેગ જેમતેમ ઢાંકીને મેલ્યેા, રાજાના કાયદા પ્રમાણેય ઓછામાં ઓછા સાત દિવસ તે તેને મળે. ત્યાં સુધી તે ગમે તેમ કરીને ધીરજ રાખવી જ પડશે. ત્યાર બાદ જે રીતે ખુશી હાય તે રીતે જેટલું લેહી ચૂસવું હોય તેટલું ચૂસો, હું ડખલ નહિ કરું.' "" કર “ એય ઠીક છે. પરતુ અત્યારે આપ જાએ, ” એટલું મેલી તે જાણે દોટ મૂકી ભાગી ગઈ. Page #46 -------------------------------------------------------------------------- ________________ દી આ અગમ્ય છોકરી પ્રત્યેના આ માણસના લેભની અવધિ ન હતી. તેથી ઘણીવાર તે પિતાની અવગણના ચૂપકીથી સહન કર્યા કરતો હતો. આજે પણ સહી ગયે. ઊલટું ઘેર પાછા ફરતાં આજ તેનું પ્રક્રુટિલત ચિત્ત વારંવાર એક જ વાત રટવા લાગ્યું કે હવે ભય નથી-મારી સફળતાને માર્ગ નિષ્કટક થતાં હવે ઝાઝે વિલબ નહિ થાય એમ લાગે છે. વિલબ નહિ થાય એ વાત સાચી. પરંતુ કેટલી જલદી તેમજ કેટલી મોટી વિસ્મયકારક વસ્તુ ભગવાને તેના નસીબમાં લખી રાખી હતી, તેની આજે તેને કલ્પના પણ આવી શકે એમ નહતું. Page #47 -------------------------------------------------------------------------- ________________ લેણાના તગાદાની ચિઠ્ઠી આવી. કાગળ હાથમાં લઈ બા-થિન ઘણી વાર સુધી ચૂપ બેસી રહ્યો. બરાબર આવું જ થશે એવી તેણે આશા રાખી ન હતી, એ વાત ખરી, પરંતુ તેને નવાઈ પણ લાગી નહિ. સમય થડો હતો, જલદી કાંઈક કરવું જોઈએ. એક દિવસ મા–શેએ ગુસ્સે થઈને તેના પિતાના ઉડાઉપણાની મશ્કરી કરી હતી. તેને એ અપરાધ તે ભૂલી પણ નહોતો ગયો તેમ તેણે માફ પણ નહોતે કર્યો. એટલે તેણે વધુ સમય માગીને તેમને વધુ અપમાનિત કરવાની કલ્પના પણ કરી નહિ. ફક્ત ચિંતા એ હતી કે, પિતાનું જે કાંઈ હતું એ બધું આપીને પણ પિતાને ત્રણમુક્ત કરી શકાશે કે નહિ. ગામની અંદર જ એક ધનિક શાહુકાર હતા. બીજે દિવસે સવારે જ તેની પાસે જઈને તેણે ગુપ્ત રીતે બધું વેચી નાખવાની વાત તેને કરી. એવું માલુમ પડ્યું કે જેટલું તે આપવા માગતા હતા, તેટલું જ પૂરતું હતું. પૈસા લઈને તે ઘેર ૦૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ છબી આવ્યો, પણ એક જણની અકારણ હૃદયહીનતાએ તેના સમસ્ત દેહ-મન ઉપર અજાણી રીતે કે મેટે આઘાત કર્યો હતો, એ વાત તે જ્યારે તે તાવથી પટકાઈ પડ્યા ત્યારે તેણે જાણું. કેવી રીતે દિવસ અને રાત પસાર થઈ ગયાં તેનો ખ્યાલ તેને રહ્યો નહિ. ભાન આવતાં ઊઠી બેઠા થઈને જોયું તે એ દિવસ જ તેની મુદતનો છેલ્લે દિવસ હતો. આજે છેલ્લે દિવસ હતો. પોતાના એકાંત ઓરડામાં બેસી મા-શોયે કલ્પનાજાળ ગૂ થી રહી હતી. તેના પિતાના અહંકારે વારંવાર ઘા ખા ખાઈને બીજા એક જણના અહેકારને છેક ગગનભેદી ઊંચે કરી મૂક્યો હતો. તે વિરાટ અહંકાર આજે તેના પગ આગળ પડી ધૂળભેગે થઈ જશે, એમાં તેને લેશ માત્ર સંશય ન હતા એવે વખતે નેકરે આવી જણાવ્યું કે, નીચે બાચિન રાહ જુએ છે. માશોયે મનમાં ને મનમાં ક્રર હાસ્ય હસીને બોલી. “ જાણું છું.” તે પોતે પણ તેની જ રાહ જોતા હતી. મા-શેયે નીચે આવતા જ બા–થિન ઊડી ઊભો થયો. પરંતુ તેને મુખ સામું જોતાં જ મા-શેની છાતી વીંધાઈ ગઈ. તેને પૈસા જોઈતા ન હતા. પૈસાને તે તેને ફૂટી બદામ જેટલેય લેભ નહોતો. પરંતુ તે જ પૈસાને કારણે કે ભયંકર અત્યાચાર પ્રવર્તી શકે છે, તે તેણે આજે અતારે જ જોયું. બા–થિને વાત ઉપાડી. તે બેલ્યો “ આજ સાત દિવસનો છેલ્લે દિવસ છે, તમારા પૈસા લાવ્યો છું ” હાય રે ! માણસ મરવા પડે તે પગ અહંકાર છોડવા ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ છબી માગતું નથી, નહિ તો જવાબમાં મા-શયના મુખમાંથી આવા શબ્દો શી રીતે નીકળત? તે બોલી, “મેં કંઈ થોડાઘણું રૂપિયા માગ્યા નહોતા, દેવાની પૂરેપૂરી રકમ વસૂલ કરવાનું મેં તે કહ્યું છે.” બા-થિનનું પીડિત સૂકું મુખ હાસ્યથી ભરાઈ ગયું. તે બોલ્યા, “એમ જ છે, તમારી પૂરેપૂરી રકમ જ લાવ્યો છું.” પૂરેપૂરી રકમ? ક્યાંથી આણી ?” “એની કાલે ખબર પડશે. પિલી પેટમાં પૈસા છે. કોઈને ગણી લેવાનું કહે.” | ગાડીવાળાએ દરવાજા પાસેથી તેને ઉદેશીને બૂમ મારી, “હજુ કેટલી વાર થશે ? વેળાસર નહિ નીકળી જવાય તે પિગુમાં રાતને ઉતારો નહિ મળે!” મા-શેયેએ ડેક લંબાવી જોયું તે રરતા ઉપર પેટી, બિછાનું, વગેરે સામાનથી લાદેલી બળદગાડી ઊભી છે. ભયથી એક પલકારામાં તેનું આખું મેં ફીકું પડી ગયું, વ્યાકુળ બની જઈ ને એકીસાથે હજાર પ્રશ્ન તે પૂછવા લાગી, “પેગુ કાણું જવાનું છે ? ગાડી કોની છે? આટલા પૈસા ક્યાંથી આયા ? ચૂપ કેમ રહ્યા છે ? તમારી આંખ આટલી નિસ્તેજ કેમ થઈ ગઈ છે ? કાલે શી ખબર પડવાની છે ? આજે કહેવામાં તમને—” બોલતાં બોલતાં જ ભાન ભૂલી જઈ પાસે આવી તેને હાથ પકડશે, અને બીજી જ ક્ષણે હાથ છોડી દઈ તેના કક્ષાની સ્પર્શ કરતાં જ તે ચમકી ઊઠી–“ઓ રે! આ તે તાવ છે, એટલે જ, મને થયું, મોં ઉપર આટલી ફિકાશ કેમ છે?” Page #50 -------------------------------------------------------------------------- ________________ છબી બા-થિને દૂર ખસી શાંત મૃદુ કંઠે કહ્યું, “જરા બેસે.” એટલું બોલી પોતે જ બેસી પડીને બે, “માંડલે જાઉં છું. આજ તમે મારી એક છેલ્લી વિનંતિ સાંભળશે?” મા-શેએ ડોકું હલાવી જણાવ્યું કે સાંભળીશ. બા–ચિન જરા સ્થિર થઈ બેલ્યો, “મારી છેલ્લી વિનંતિ છે કે, સારુ પાત્ર જોઈને કોઈ સાથે જલદી પર જજે. આમ કુંવારી અવસ્થામાં હવે ઝાઝા દિવસ રહેશે નહિ. બીજી એક વાત –” એટલું બેલી તે ફરી થેલીવાર ચૂપ રહી, વળી વધુ મૃદુ કંઠે બોલવા લાગ્યો, “વળી એક વસ્તુ તમને હમેશાં યાદ રાખવા કહું છું. એ વાત પણ કદી ભૂલતા નહિ કે લજળની પેઠે અભિમાન પણ બાઈમાણસનું ભૂષણ છે ખરું, પણ હદબહાર થવાથી—” મા–શોયે અધીરી બની જઈ વચ્ચે જ બોલી ઊઠી, “એ બધું બીજે કઈ દિવસે સાંભળીશ, પણ પૈસા કયાંથી આણ્યા ?” બા-ચિન હસીને બોલ્યા, “એમાં શું પૂછે છે? મારું તમે શું નથી જાણતાં ? પણ પૈસા આપ્યા ક્યાંથી ?” બા-થિન ઘૂંટડો ગળી જઈ જરા ગલ્લાતલ્લાં કરી અને બેલ્યો, “બાપનું ઋણ તેમની સંપત્તિ વેચીને જ ચૂકવ્યું છે. નહિ તે મારું પિતાનું એવું વળી છે જ શું” રા Page #51 -------------------------------------------------------------------------- ________________ છબી “તમારે ફૂલને બગીચે ?” તે પણ બાપુને જ છે.” “તમારી આટઆટલી ચોપડીઓ ?” “ચોપડીઓને હવે શું કરું? અને તે પણ તેમની જ હતી.” મા–શયે નિઃશ્વાસ નાખી બેલી, “જવા દે, ઠીક જ થયું છે. હવે ઉપર જઈને સૂઈ જાઓ, ચાલે.” પરંતુ આજે તે મારે જવું જ જોઈએ.” “આ તાવ લઈને ? તમે શું સાચે જ એમ માને છે કે હું તમને આ હાલતમાં જવા દઈશ ? ” એટલું બોલી તેણે પાસે આવી ફરીથી તેને હાથ પકડો. આ વખતે બા-થિનને જોઈને નવાઈ લાગી કે મા–શોયેના મુખને ભાવ બિલકુલ બદલાઈ ગયો હતો. તે મેં ઉપર વિષાદ, વિષ, નિરાશા, લજજ, અભિમાન કશાયનું ચિહ્ન નહોતું, ફક્ત વિરાટ સ્નેહ તેમજ તેટલી જ મોટી આશંકા હતાં. એ મેએ તેને તદ્દન મંત્રમુગ્ધ બનાવી દીધો, તે ચૂપકીથી ધીરે ધીરે તેની પાછળ પાછળ ઉપર શયનખંડમાં આવી પહોંચે. તેને પથારીમાં સુવાડી દઈને મા-શેયે પાસે બેઠી. બે સજલ ગર્વિષ્ઠ આંખે તેના ફિક્કા મેં ઉપર સ્થિર કરીને બોલી, “તમે શું એમ માને છે કે ડાઘણા પૈસા લઈ આવ્યા એટલે મારું દેવું ચુકવાઈ જશે? માંડલે જવાની વાત ભૂલી જાઓ. મારી રજા સિવાય આ ઘરની બહાર જશે, તે Page #52 -------------------------------------------------------------------------- ________________ છી તરત જ હું આ છાપરા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરીશ. તમે મને ઘણું દુ:ખ દીધું છે, પણ હવે મારાથી વધારે દુઃખ વેઠાય એમ નથી, એ હું તમને ચોખ્ખું કહી દઉં છું!” બા-થિને કંઈ જવાબ ન આપે. શરીર ઉપર વસ્ત્ર તાણી લઈ, તે એક દીર્ધ નિઃશ્વાસ મૂકી, પાકું ફેરવી સૂઈ ગયા. Page #53 -------------------------------------------------------------------------- ________________ Page #54 -------------------------------------------------------------------------- ________________ વિલાસી Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ વિલાસી* પરા બે કેસ રસ્તો ખુંદીને નિશાળે વિદ્યા ભણવા જઈએ છીએ. હું એકલે નહિ–દસબાર જણ. જેઓ ગામડામાં રહેતા હોય છે, તેમના છોકરાઓમાંથી એ એંસી જણને એ રીતે જ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે. તેનાથી લાભના ખાનામાં અંત સુધી બિલકુલ મીંડું ભલે નહિ પડતું હોય, છતાં એઓ જે ભણે છે તેને હિસાબ કરતી વખતે આ થોડી વાતને વિચાર કરી જશો તે બસ થશે કે, જે છોકરાઓને સવારના આઠ સુધીમાં બહાર નીકળી, આવવા જવામાં ચાર કેસ માર્ગ ખૂદવાને હેય.–ચાર કેસ એટલે આઠ માઈલ નહિ – ઘણું વધારે – ચેમસાને દિવસે માથે વરસાદનું પાણી અને નીચે ઢીંચણપૂર કાદવ, તેમજ ઉનાળાના દિવસમાં પાણીને બદલે બળબળતો સૂરજ તથા કાદવને * એક ગામડિયા છોકરાની નિત્યને ધમાંથી ઉતારે. તેનું ખરું નામ જાણવાની કોઈ જરૂર નથી;–મનાઈ પણ છે. તેનું ઉપનામ જોઈએ તે લો-નેડા” (બેડકે). છે. 4 Page #57 -------------------------------------------------------------------------- ________________ છબી બદલે ધૂળનો સાગર તરીને નિશાળ-ધર કરવાનાં હેય, એ હતભાગી બાળકને મા સરસ્વતી પ્રસન્ન થઈ કયે મોઢે વર દેવાનાં હતાં, ઊલટું તેમનું કષ્ટ જોઈને ક્યાં મેં સંતાડવું એ જ તેમને સૂઝતું નથી હોતું. ત્યાર બાદ આ ભણું ઊતરેલાં બાળકે મેટાં થઈ આખરે ગામમાં જ રહે કે ભૂખની લાયથી બીજે ક્યાંક જાઓ – તેમની ચાર કાસ ખૂદીને મેળવેલી વિદ્યાનું તેજ પ્રગટ થવાનું જ. કેઈ કાઈને એવું કહેતા સાંભળ્યા છે, ‘વારુ, જેમને ભૂખે મરવું પડતું હોય તેમની વાત પડતી મૂકીએ, પરંતુ જેમને તે મુશ્કેલી નથી એવા બધા ભદ્ર લેકે પણ શા સુખે ગામ છોડી ભાગી જાય છે? તેઓ વાસ કરીને રહેતા હોત તો ગામડાની આટલી દુર્દશા થાત નહિ !' મેલેરિયાની વાત ભલે જવા દઈએ, તે ભલે હોય. પરંતુ ચાર કેસ માર્ગ ખૂદવાના ત્રાસથી જે ભદ્ર લકે છોકરાયાં લઈ ગામ છેડી શહેરમાં ચાલ્યા જાય છે, તેમની સંખ્યાનો કંઈ પાર નથી. ત્યાર બાદ એક દિવસ છોકરછયાંનું ભણતર જેકે પૂરું થાય છે ખરું, પરંતુ પછી શહેરનાં સુખ-સગવડ અને સચિને ટેવાઈ જવાથી ફરી તેમનાથી ગામડામાં પાછા ફરાતું જ નથી. પરંતુ એ બધી નકામી વાત જવા દો. નિશાળે જઈએ છીએ –બે કેસ દરમ્યાન એવાં બીજાં પણ બેત્રણેક ગામડાં પસાર કરવા પડે છે. કોની વાડીમાં કેરી પાકવાની શરૂઆત Page #58 -------------------------------------------------------------------------- ________________ વિલાસી થઈ છે, કઈ ઝાડીમાં કેકમાં મબલક ફળ્યાં છે, જેનાં ઝાડ ઉપર ફણસ પાકવાની અણુ ઉપર છે, કેની સોનેરી કેળાંની મને કાપી લેવાની જ વાર છે, કેને ઘર આગળનાં ઝાડવાંમાં અનાસને રંગ બેઠે છે, કોની તલાવડીની પાળ ઉપરનાં ખજૂરાં તેડી ખાઈએ તો પકડાઈ જવાનો સંભવ ઓછો છે,– આ બધી માહિતી મેળવવામાં જ વખત વહી જાય છે; પરંતુ જે ખરી વિદ્યા – કામસ્કાટકાની રાજધાનીનું નામ શું, તથા સાઈબીરિયાની ખાણમાંથી રૂડું નીકળે છે કે સેનું, એ બધી જરૂરી વાત જાણવાની ફુરસદ જ મળતી નથી. પરિણામે પરીક્ષા વખતે એડન શું છે એમ પૂછતાં મેં કહ્યું ઈરાનનું બંદર, અને હુમાયુના બાપનું નામ પૂછ્યું, ત્યાં લખી આ તઘલકખાં – તેમજ આજ ચાલીસ વર્ષ પૂરાં કર્યા બાદ પણ જોઉં છું તે એ બધી બાબતેનો ખ્યાલ લગભગ એવો ને એ જ છે – ત્યાર બાદ વર્ગ ચડાવવાને દિવસે મેં ભારે કરી ઘેર પાછા આવી, કોઈવાર ટોળું જમાવી મનસૂબો કરીએ કે માસ્તરને ઊંધે માથે ટિંગાડવું જોઈએ; કોઈ વાર વળી નક્કી કરીએ કે આવી ખરાબ નિશાળ છોડી જ દેવી યોગ્ય છે. અમારા ગામના એક છોકરા સાથે વચ્ચે વચ્ચે નિશાળને રસ્ત મેળાપ થતો. તેનું નામ હતું મૃત્યુંજય. મારા કરતાં તે ઉમરમાં ઘણે મે હતા, તથા ત્રીજા જોરણમાં ભણતો હતો. કયારે તે પહેલવહેલે ત્રીજા ધોરણમાં ચાલ્યો હતો તે ખબર Page #59 -------------------------------------------------------------------------- ________________ છબી અમને કેઈને નહતી – કદાચ એ પુરાતત્ત્વવિદેની શોધને વિષય હશે – પરંતુ અમે તે તેને એ ત્રીજા ધોરણમાં જ પહેલેથી જોતા આવ્યા હતા, – તેના ચોથા ધોરણમાં ભણવાની વાત પણ કદી સાંભળી નથી કે બીજા ધોરણમાંથી ચડવાની ખબર પણ કદી સાંભળી નથી. મૃત્યુંજયને બાપ-મા, ભાઈબહેન કેઈ નહતું; ગામને એક છેડે એક મોટી આંબાફસની વાડી અને તેની વચ્ચે એક ખંડેર ઘર, એટલું માત્ર હતું. તથા એક દૂરને કાકે હતો. કાકાનું કામ હતું ભત્રીજાને વિવિધ રીતે બદનામ કર્યા કરવાનું - એ તે ગાંજો પીએ છે, અફીણ ખાય છે, વગેરે. તેનું બીજું એક કામ એ કહેતા ફરવાનું હતું કે, પેલી વાડીમાં અરધો ભાગ તેને પિતાનો છે, દાવો કરી કબજે લે એટલી જ વાર છે, અને કબજે એક દિવસ તેણે લીધે પણ ખરો, પરંતુ તે જિલ્લા-કચેરીમાં દાવો કરીને નહિ – ઉપરની કચેરીના હુકમથી. પરંતુ તે વાત પછી થશે. મૃત્યુંજય જાતે રાંધીને ખાતા તથા કેરીની મોસમમાં એ આંબાવાડિયાની ઊપજમાંથી જ તેનું આખા વર્ષનું ખાવાપીવાનું ખર્ચ નીકળતું; તેને કઈ વાતની તાણ નહતી. જ્યારે મળે ત્યારે મૃત્યુંજય ફાટી તૂટી મેલી ચોપડી બગલમાં ઘાલી રસ્તાની એક કારે ગુપચુપ ચાલ્યા જતા હોય. તેને કદી કોઈની સાથે ચાહીને વાત કરતો જોયો નથી. ઊલટું અમે જ ગરછલા બની વાત કરતા. તેનું મુખ્ય કારણ એ હતું કે, દુકાનેથી ખાવાનું ખરીદીને ખવડાવવામાં ગામમાં તેને જોટો ન હતો. Page #60 -------------------------------------------------------------------------- ________________ વિલાસી અને માત્ર છોકરા જ નહિ, કેટલાય કરાના બાપ કેટલીય વાર છૂપી રીતે છેકરા મારફતે તેની પાસેથી નિશાળની ફી ખેવાઈ ગઈ છે,” “ચોપડી ચોરાઈ ગઈ છે, વગેરે કહી કહીને પૈસા પડાવતા હતા. પરંતુ ઉપકાર કબૂલ કરવાની વાત તો દૂર રહી, પિતાને છોકરો તેની સાથે એક અક્ષરેય બેલ્યો છે એટલું પણ કઈ બાપ બે સારા માણસો વચ્ચે કબૂલ કરવા માગતો નહિ. ગામની અંદર મૃત્યુંજયની આવી ખ્યાતિ હતી. ઘણું દિવસ સુધી મૃત્યુંજય જણાયે નહિ. એક દિવસ ખબર મળી કે તે મર્મરું કરી રહ્યો છે. ફરી એક દહાડે વાત સાંભળી કે ગારુડી-મહોલ્લાના એક બુટ્ટા ગાડીએ તેની દવા કરીને, તથા તેની દીકરી વિલાસીએ માવજત કરીને મૃત્યુંજયને મૃત્યુના મોંમાંથી પાછો આણ્યો છે. ઘણા દિવસ તેની ઘણુ મીઠાઈને સદુપયોગ કરેલે— એટલે મન કેમે કર્યું હાથમાં રહ્યું નહિ. એક દિવસ રાત્રીના અંધકારમાં છુપાઈ ને તેને જોવા ગયો. તેના ખંડેર ઘરને વંડાની બલા ન હતી. સ્વચ્છેદે અંદર જઈ જોયું, તે ઓરડાનું બારણું ખુલ્યું હતું, ઠીકઠીક અજવાળાવાળા એક દીવો બળતો હતો, તથા બરાબર સામે જ ખાટલા ઉપર સફેદ દૂધ જેવા બિછાના ઉપર મૃત્યુંજય સૂતેલે હતો. તેના હાડપિંજર જેવા શરીર તરફ નજર કરતાં જ જણાઈ આવતું કે ખરેખર યમરાજાએ મહેનત કરવામાં કશી કસર રાખી ન હતી, તો પણ છેવટ સુધી ફાવ્યા નહિ, તે માત્ર પેલી છોકરીના જેરે. તે Page #61 -------------------------------------------------------------------------- ________________ છો ઓશીકા આગળ બેસીને પંખો નાખતી હતી. અચાનક માણસને જોઈ ચમકી ઊઠી ઊભી થઈ ગઈ. એ જ પેલા બુઠ્ઠા ગાડીની છોકરી વિલાસી. તેની ઉંમર અઢાર વર્ષની હતી કે અઠ્ઠાવીસ તે નક્કી કરી શક્યો નહિ, પરંતુ મેં તરફ નજર કરતાં જ સમજી ગયા કે ઉમર ગમે તેટલી હૈ, પણ વૈતરું કરી કરીને તથા રાતે ઉજાગરા કરી કરીને તેના શરીરમાં કાંઈ બાકી રહ્યું નહોતું. બરાબર જાણે ફૂલદાનીમાં પાણી ભરી ભીંજાવી રાખેલું વાસી ફૂલ ! હાથવડે સહેજ અડતાં વેંત જ, સહેજ હલાવવા જતાં જ જાણે ખરી પડશે ! મૃત્યુંજય મને ઓળખીને બેલ્યો, “કોણ ને ?” હું બે , – “હં...” મૃત્યુંજયે કહ્યું, “બેસ.” પેલી છોકરી માથું નીચું કરી ઊભી રહી. મૃત્યુંજયે બેચાર શબ્દોમાં જે કહ્યું, તેને સાર એ હતો કે લગભગ દોઢ માસ થયાં તે પથારીવશ છે, વચમાં દસ પંદર દિવસ તે બેભાન બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હતો. અને જે કે અત્યારે તે બિછાનું છોડી ઊભો થઈ શકતો નથી, પરંતુ હવે ચિંતા કરવા જેવું નથી. ચિંતા કરવા જેવું ભલે ન છે. પરંતુ નાનો છોકરો હોવા છતાં હું એટલું સમજી શક્યો, કે આજે પણ જેનામાં પથારી છેડી ઊભા થવાની તાકાત નથી, એ રોગીને આ વનની અંદર એકલાં જે છેકરીએ બચાવી લેવાને ભાર માથે લીધે ૪૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિલાસી છે. તે કેટલે મોટે ભાર છે? દિવસ ઉપર દિવસ, રાત ઉપર રાત, તેણે કેટલી સેવા, કેટલી સારવાર કરી કેટલું વૈર્ય બતાવ્યું છે, કેટલા ઉજાગરા વેક્યા છે ? એ કેટલું મેટું હિંમતનું કામ છે ? પરંતુ જે વસ્તુએ આ અસાધ્ય કામ સાધ્ય કર્યું હતું, તેને ખ્યાલ છે કે તે દિવસે મને આવી શક્યો નહિ, પરંતુ બીજે એક દિવસે બરાબર આવી ગયો. પાછા ફરતી વખતે છોકરી બીજો એક દીવો લઈ મારી આગળ આગળ ભાંગેલા વંડાના છેડા સુધી આવી. અત્યાર સુધી તે એક શબ્દ પણ બેલી ન હતી, હવે ધીરે રહીને બેલી“ રસ્તા સુધી તમને મૂકવા આવું?” મોટાં મોટાં આંબાના ઝાડથી આખી વાડી જાણે અંધકારના એક ઢગલા જેવી દેખાતી હતી. રસ્તો દેખાવાની વાત તો દૂર રહી, પિતાને હાથ સુધ્ધાં દેખાતો નહતો. મેં કહ્યું, “મૂકવા આવવાની જરૂર નથી. ફક્ત દીવ આપ.” તે દીવો મારા હાથમાં આપતાં જ તેના ઉત્કંઠિત મુખનો ચહેરે મારી નજરે પડશે. ધીરે ધીરે તે બેલી, “એકલા જતાં બીક તે નહિ લાગે ને ? જરા આગળ સુધી મૂકી જાઉં ?” છોકરી પૂછતી હતી, “બીક તે નહિ લાગે ને !' એટલે મનમાં ગમે તે હતું, પણ જવાબમાં ફક્ત એક “ના” બેલીને જ આગળ ચાલવા માંડયું. હ Page #63 -------------------------------------------------------------------------- ________________ છબી તે ફરી વાર બોલી –“વન-વગડાને રસ્તે છે, જરા જોઈને પગલાં ભરજો.” આખા શરીરે રૂંવાડાં ઊભાં થઈ ગયાં પરંતુ આટલી વારે સમજ પડી, કે તેનો ઉદ્દેગ શા કારણથી હતા, તથા શા માટે તે દી ધરી આ જંગલને રસ્તે પાર કરાવી જવા માગતી હતી. કદાચ તે મારી “ના” ધ્યાન ઉપર ન લેત, સાથે જ આવત, પરંતુ મને લાગે છે કે માંદા મૃત્યુંજયને એકલે મૂકી દૂર ખસવાને તેને છેવટ સુધી જીવ ચાલ્યો નહિ. વીસપચીસ વીઘાની વાડી હતી, એટલે રસ્તે કંઈ મૂકે ન હતા. આ દારુણ અંધકારમાં દરેક પગલું ડરતાં ડરતાં જ મૂકવું પડત, પરંતુ બીજી જ ક્ષણે પેલી છોકરીના વિચારથી જ આખું મન એવું રોકાઈ ગયું કે ભય પામવાને વખત જ મળ્યો નહિ. વારેવારે એક જ વિચાર આવવા લાગે કે એક મરેલા જેવા રોગીને લઈને અહીં એકલા રહેવું કેટલું કઠણ કામ છે! મૃત્યુંજય તે ગમે તે ઘડીએ મરી જાય એવો થઈ ગયો છે. જે તે મરી જાય તે આખી રાત આ વનની અંદર એ છેકરી એકલી શું કરે ! એ રાત તે શી રીતે કાઢે ! આ પ્રસંગે અનેક દિવસ પછીની એક વાત મને યાદ આવે છે. એક સગાના મૃત્યુ વખતે હું હાજર હતા. અંધારી રાત, ઘરમાં છોકરાંછિયાં કે ચાકરબાકર કેઈ નહોતું. ઓરડાની અંદર ફક્ત તેની તરતની વિધવા સ્ત્રી અને હું. તેની ત્રીએ તો શકના આવેગથી ધમપછાડા કરી એવી ધાંધલ Page #64 -------------------------------------------------------------------------- ________________ વિલાસી મચાવી મૂકી કે, તેનેય પ્રાણ હમણું નીકળી તે નહિ જાય, એ ડર લાગવા માંડો. રડતી રડતી વારંવાર મને પૂછવા લાગી, “મારે જ્યારે સ્વેચ્છાએ સાથે બળી મરવું છે, ત્યારે તેમાં સરકારને શું ? મને હવે જીવતા રહેવાની જરા જેટલી યે ઈચ્છા નથી, એ શું તેઓ સમજી નહિ શકે ? તેમને ઘેર શું સ્ત્રી નહિ હોય ? તેઓ શું પથ્થર છે ? અને રાતેરાત જ ગામના પાંચ માણસે જે નદીના કિનારા પરના કઈ એકાદ જંગલની વચ્ચે મને સાથે બળી મરવાની ગોઠવણ કરી દે, તે પિોલીસના લેકે કેમ કરીને જાણવાના હતા ?” એવું એવું તે કેટલુંય. પરંતુ મારે તો વધારે વાર બેસી રહી તેનું રુદન સાંભળ્યા કર્યો ચાલે એમ હતું નહિ! મહેલ્લામાં ખબર આપવી જોઈએ,–અનેક વસ્તુઓની તૈયારી કરવી જોઈએ. પરંતુ મારી બહાર જવાની વાત સાંભળતાં જ તેનું ભાન ઠેકાણે આવી ગયું, આંખો લૂછી તે બેલી,–“જે થવાનું તે તો થઈ ગયું છે, હવે બહાર જવાથી શું થવાનું છે? રાત જવા દે ને. ” મેં કહ્યું, “હજી કેટલો તૈયારીઓ કરવાની છે, ગયા વગર કેમ ચાલે ?” તે બોલી,–“છે રહી તૈયારીઓ ! તું બેસ.” હું બોલ્યો,–“બેસી રહ્યું ન ચાલે, એક વાર ખબર તો આપવી જ જોઈએ,” એટલું બોલી જરા ડગલું ભરું છું ત્યાં Page #65 -------------------------------------------------------------------------- ________________ છબી તે તે ચીસ પાડી ઊઠી,“એ રે, બાપ રે ! મારાથી એકલી નહિ રહેવાય.” પરિણામે મારે બેસવું જ પડયું. કારણું, ત્યારે જ મને ખબર પડી કે, જે સ્વામી જીવતે હતો ત્યારે તે નિર્ભય રીતે પચીસ વર્ષ જેની સાથે એકલી ઘર માંડીને રહી હતી, તેનું મૃત્યુ જે કે સહન કર્યું, પરંતુ તેનું મૃતશરીર આ અંધારી રાતે પાંચ મિનિટ માટે પણ તે સ્ત્રીથી નહિ સહેવાય; છાતી જે કશાથી પણ ફાટશે તો તે આ મૃત સ્વામીની પાસે એકલી બેસવાથી. પરંતુ તેનું દુઃખ હલકું પાડી બતાવવાનો પણ મારે ઉદેશ નથી, કે તે સાચું ન હતું એમ કહેવાને પણ મારે આશય નથી, અથવા એક જણના આચરણથી જ એને છેવટનો નિકાલ થઈ ગયો, એમ પણ નથી. પરંતુ એવા બીજા પણ અનેક પ્રસંગે હું જાણું છું કે જેમને ઉલેખ કર્યા વિના પણ હું એ વાત કહેવા માગું છું કે, ફક્ત કર્તવ્યબુદ્ધિને રે અથવા બહુ સમય સુધી સાથે ઘર માંડીને રહી છે તેટલા માત્રથી જ એ ભયને કોઈ પણ સ્ત્રી દૂર ન કરી શકે. એ એક જુદી જ શક્તિ છે કે જેની, ઘણું સ્વામી-સ્ત્રી સે સો વર્ષ એક સાથે ઘર કર્યા પછી પણું કદાચ ગંધમાત્ર પણ મેળવી શકતાં નથી. પરંતુ અચાનક એ જ શક્તિને પરિચય જ્યારે કાઈ નરનારીની પાસે મળી આવે છે. ત્યારે સમાજની અદાલતમાં તેમને ગુનેગાર ઠરાવી તેમને સજા કરવાની જરૂર કદાચ ભલે પર Page #66 -------------------------------------------------------------------------- ________________ વિલાસી હોય, પરંતુ માણસની જે વસ્તુ સામાજિક નથી તે પોતે તે એમના દુખે છૂપી રીતે આંસુ પાડ્યા વિના કઈ રીતે રહી શકતી નથી. આશરે બેએક મહિના સુધી મૃત્યુંજયની ખબર લીધી નહિ. જેમણે ગામડું જોયું નથી, અથવા રેલગાડીની બારીમાંથી ડોકું કાઢીને જોયું છે, તેઓ તે કદાચ અબે પામી બોલી ઊઠશે,–“એ કેવી વાત ! એ શું કદી સંભવિત હોઈ શકે કે આટલી ગંભીર બીમારી નજરે જોઈ આવ્યા છતાં, બે મહિના સુધી તેની ફરી ખબર જ કાઢી નહિ?તેમને મારે કહેવું આવશ્યક છે, કે એ માત્ર સંભવિત નથી, પણ એ જ બને છે. એકાદ જણના દુઃખ વખતે આખું ગામ કમર કસી દેડી આવે એવી જે એક લેકવાયકા છે, તે વસ્તુસ્થિતિ સત્યયુગનાં ગામડાંમાં હતી કે નહિ તે જાણતા નથી, પરંતુ અત્યારના વખતમાં તો ક્યાંય એવું જોયું હોય, એમ યાદ આવતું નથી. એટલે તેના મર્યાની ખબર હજુ મળી નથી તે તે જીવતો હશે એ વાત નક્કી.. એટલામાં અચાનક એક દિવસ વાત કાને આવી કે મૃત્યુંજયને પેલે આંબાવાડિયાનો હિસ્સેદાર કાકે, ભારે હાહે કરતે કહેતે ફરે છે કે –“ગયું, ગયું, ગામ હવે રસાતાલ ગયું. નાતાના મિત્તિર તરીકે લેક વચ્ચે હવે પિતાને મોં બતાવવા જેવું રહ્યું નહિ–પેલા અભાગિયાએ * એક ગારુડીની * મૂળઃ -કવખતના કેળાએ. Page #67 -------------------------------------------------------------------------- ________________ છબી છોકરી સાથે નિકા કરી તેને ઘરમાં ઘાલી છે. અરે માત્ર નિકા નહિ. તેટલું હોત તો તે ચૂલામાં ગયું, તેને હાથે રાંધેલું પણ ખાય છે! ગામમાં જે તેની સા ન હોય, તે પછી વનમાં જઈને જ વાસ કરવો પડે ! કેડોલા, હરિપુર ગામના લેકે. તે આવી વાત સાંભળે તે ”-ઈત્યાદિ ઈત્યાદિ. પછી તે છોકરાં-ડોકરાં બધાંનાં મેંમાં એ એક જ વાત, “એં—આ થયું શું ? કળિ સાચે જ બધું ઊંધું વાળવા બેઠે છે કે શું?” ડેસો કહેતો ફરવા લાગ્યું કે આમ બનવાનું છે એમ બહુ પહેલાંથી જ તે જાણતો હતો. તે માત્ર તમાસો જોતે હતા, કે ક્યાંનું પાણી ક્યાં જઈ મરે છે ! નહિ તો એ કાંઈ પારકા નથી, પાડાપાડોશી નથી, સગો ભત્રીજો! તે પિતાને ઘેર ન લઈ જઈ શકત? તેનામાં શું દાક્તર કે વૈદને દેખાડવાની શક્તિ ન હતી ? ત્યારે કેમ એ બધું ન કર્યું, તે હવે જુઓ બધા. પરંતુ હવે વધુ વાર મૂંગા બેસી રહેવાય નહિ! આ તે મિત્તિર વંશનું નામ ડૂબવા બેઠું ! ગામને કલંક લાગે! તે વખતે અમે ગામના લેકેએ મળીને જે કામ કર્યું, તે યાદ આવતાં આજે પણ હું લજજાથી મરી જાઉ છું. કાકે ચા નાતાના મિત્તિર વંશને વાલી થઈને અને અમે દશ બાર જણ સાથે ચાલ્યા ગામને કલંક ન લાગે તે માટે. મૃત્યુંજયના ખંડેર ઘર આગળ જ્યારે અમે જઈ પહોંચ્યા, ત્યારે સાંજ પડયે થોડી જ વાર થઈ હતી. છોકરી ભાગેલા Page #68 -------------------------------------------------------------------------- ________________ વિલાસી વંડાની એક બાજુએ રોટલા ઘડતી હતી, અચાનક હાથમાં ડાંગ લાઠીવાળા માણસોને આંગણામાં જેઈને બીકની મારી તે કાળી પડી ગઈ. કાકાએ ઓરડાની અંદર ડોકિયું કરી જોયું તો મૃત્યુંજય સૂતેલો હતો. ચટ દઈને સાંકળ ચડાવી દઈ પેલી ભયથી મરવા જેવી થઈ ગયેલી છોકરી સાથે તેણે સંભાષણ શરૂ કર્યું. કહેવાની જરૂર નથી કે, જગતમાં કઈ કાકાએ કઈ સમયે ભત્રીજાની સ્ત્રી સાથે એ રીતે વાત ન કરી હોય. એ વાત એવી હતી કે છોકરી હલકા ગારુડીની દીકરી હોવા છતાં તેનાથી સહન ન થઈઆંખ ઊંચી કરી બેલી –“બાપુએ મને બાબુજી સાથે પરણાવી છે, તે જાણે છે ?” કાકા બોલ્યા,–“હરામખેર !” ઇત્યાદિ ઇત્યાદિ. તથા સાથે સાથે જ દશબાર જણ વીરતાપૂર્વક હુંકાર કરીને તેની ગરદન ઉપર ધસી ગયા. કોઈ એ ભરી વાળની મૂઠી, કેઈએ પકડ્યા કાન, કેઈએ પકડ્યા બે હાથ–તથા જેમને એ સુગ ન મળ્યો, તેઓ પણ નિશ્રેષ્ટ ઊભા રહ્યા નહિ. કારણ કે રણસંગ્રામમાં કાયરની મા ચૂપ ઊભા રહીએ એવું કલંક અમારે માથે ચેડતાં તે કદાચ સાક્ષાત નારાયણના વડીલને પણ આંખની શરમ નડે. આ જગ્યાએ એક બીજી વાત કહી રાખું. સાંભળ્યું છે કે વિલાયત વગેરે મલેચ્છ દેશોમાં પુરુષોને એ કુસંસ્કાર પડેલે હોય છે, કે તેઓ સ્ત્રીઓને દુર્બળ તથા નિરુપાય ગણીને તેમના ઉપર હાથ ઉપાડતા નથી. એ ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ છબી વળી કેવી વાત! સનાતની હિંદુઓ એ કુસંસ્કાર માનતા નથી ! અમારે મત એ છે કે, જેના શરીરમાં જેર નથી તેના જ શરીર ઉપર હાથ ઉપાડી શકાય. પછી તે સ્ત્રી, પુરુષ, ગમે તે હોય ને. પેલી છોકરી પહેલી વાર જ જે એક ચીસ પાડી ઊઠી હતી તે જ; પછી તે બિલકુલ ચૂપ થઈ ગઈ. પરંતુ અમે જ્યારે તેને ગામની બહાર મૂકી આવવા તેને ઘસડીને લઈ ચાલ્યા ત્યારે તે વિનંતી કરતી બોલવા લાગી,–“ભાઈ સાહેબ, એકવાર મને છોડી દો. હું રોટલા ઓરડામાં આપી આવું. બહાર શિયાળ કૂતરાં ખાઈ જશે, માંદા માણસને આખી રાત ભૂખ્યા રહેવું પડશે.” મૃત્યુંજય બંધ ઓરડાની અંદર પાગલની માફક માથું ફૂટવા લાગ્યો, બારણુને લાત મારવા લાગ્યો, તેમજ સાંભળવા ન સાંભળવા યોગ્ય અનેક પ્રકારની વાણીને પ્રયોગ કરવા લાગે. પરંતુ અમે તેનાથી જરા પણ ડગ્યા નહિ. સ્વદેશના કલ્યાણ ખાતર બધું હિંમતપૂર્વક સહન કરી લઈ પેલીને ઢસડાતી લઈ ચાલ્યા. ઢસડાતી લઈ ચાલ્યા,” એમ મેં કહ્યું. કારણ કે હું પણ બધો વખત સાથે જ હતો. પરંતુ કેણ જાણે ક્યાં મારામાં એક પ્રકારની દુર્બળતા હતી. હું તેના શરીરને હાથ અડાડી શક્યો નહિ, ઊલટું જાણે રડવું આવવા લાગ્યું. તેણે મેટો અપરાધ કર્યો હતે, તેથી તેને ગામની બહાર કાઢવી, Page #70 -------------------------------------------------------------------------- ________________ વિલાસી એ જ ઉચિત પણ હતું. છતાં અમે આ સારું કામ કરી રહ્યા હતા એમ પણ હું કેમે કર્યો માની શક્યો નહિ. પરતુ મારી વાત જવા દો. આપ લોકો એમ માનશો નહિ કે ગામડામાં ઉદારતાનો બિલકુલ અભાવ હોય છે. જરાય નહિ. ઊલટું પ્રતિષ્ઠિત હાઈએ તો અમે એવી તે ઉદારતા બતાવીએ છીએ કે, સાંભળીને આપ કે આભા થઈ જશે. આ મૃત્યુંજયે જ જે તેના હાથને ભાત ખાઈને અક્ષમ્ય અપરાધ ન કર્યો હતો, તે અમને આટલે ગુસ્સે છેડે આવવાને હ અને કાયસ્થના છેકરાની સાથે ગારુડીની છોકરીને નિકા,-એ તે એક હસીને ઉડાવી દેવાની વાત ! પરંતુ દાટ વાળે આ ભાત ખાવાએ! ભલે ને તે અઢી માસને રોગી હેય, ભલે ને તે પથારીવશ હેય! પરંતુ તેટલા માટે ભાત ! પૂરી નહિ, પેડા નહિ, બકરાનું માંસ નહિ! ભાત ખાવો એ તે અન્નપાપ ! તે તે સાચે જ માફ ન કરી શકાય! બાકી, ગામડાના લોક સંકુચિત વિચારના નથી હોતા ચાર કાસ ખૂંદીને મેળવેલી વિદ્યા બધા છોકરાઓના પિટમાં છે. તેઓ જ તે એક દિવસ મેટા થઈ નાતનાં માથાં બને છે! પછી દેવી સરસ્વતીના વરદાનથી સંકુચિતતા તેમની અંદર આવે જ શી રીતે ? અરે આના જ થોડા દિવસ બાદ પ્રાતઃસ્મરણીય સ્વર્ગીય મુખોપાધ્યાય મહાશયની વિધવા પુત્રવધુ અંતરના વૈરાગ્યથી Page #71 -------------------------------------------------------------------------- ________________ છબી બે વર્ષ કાશીવાસ કરીને જ્યારે પાછી આવી, ત્યારે નિદાખેર લેકે ગુસપુસ કરવા લાગ્યા કે અરધી મિલકતની હકદાર આ વિધવા બાઈ છે, અને રખેને તે મિલકત બીજે હાથ જાય એ ભયથી જ છોટા બાબુએ અનેક પ્રયત્ન–અનેક પરિશ્રમ કરીને વહુમાને કાશી જેવા ધામમાંથી પાછાં આપ્યાં છે ! ગમે તે હે, નાના બાબુએ તેમની સ્વાભાવિક ઉદારતાથી વાર્ષિક ગાઈ પૂજા માટે બસે રૂપિયા દાન કરી, પાંચેક ગામના બ્રાહ્મણને દક્ષિણ સાથે ઉત્તમ ફલાહાર બાદ પ્રત્યેક ભૂદેવના હાથમાં જ્યારે એક એક કાંસાનો પ્યાલે આપી વિદાય ક્ય, ત્યારે સર્વત્ર જયજયકાર થઈ ગયે. એટલું જ નહિ પણ રસ્તે આવતાં અનેક જણ દેશને તેમજ દસના કલ્યાણને અર્થ કામના કરવા લાગ્યાં કે, આ પ્રમાણે જેઓ પૈસાદાર લેકે છે તેઓને ત્યાં ઘેર ઘેર મહિને મહિને આ પ્રમાણે બધા પ્રકારનાં ઉત્તમ અનુષ્ઠાન થતાં રહે તો કેવું ? પરંતુ જવા દો. અમારી મોટાઈની વાત પુષ્કળ છે; યુગોયુગથી સંચિત થઈ લગભગ દરેક ગ્રામવાસીના બારણમાં તેના ઢગલા થયા છે. આ દક્ષણ બંગાળાના અનેક ગામડાંમાં અનેક દિવસ ફરીને અભિમાન લેવા યોગ્ય એવા અનેક મોટા મોટા પ્રસંગે નજરે જોયા છે. ચારિત્રની બાબતમાં કહે, ધર્મની બાબતમાં કહે કે કેળવણીની બાબતમાં કહ–બધા પારંગત છે; હવે ફક્ત અંગ્રેજોને કમર કસીને ગાળો ભાંડતા થઈ જઈએ એટલે દેશને ઉદ્ધાર થઈ જશે. . Page #72 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસી એક વરસ પસાર થઈ ગયું છે. મચ્છરના ડંખ વધારે સહન ન થવાથી સંન્યાસીગીરીને તિલાંલિ આપી હમણાં જ ઘેરે પાછા ફર્યાં હતા. એક દિવસ અપેારે એએક કાસ દૂર આવેલા ગારુડી-મહાલ્લામાં થઈ તે જતા હતા. અચાનક જોયું તે એક ઝૂંપડીના બારણામાં મૃત્યુંજય ખેડેલે હતેા. તેના માથા ઉપર ભગવા રંગની પાધડી હતી, લાંબી લાંબી દાઢી અને લાંખા લાંબા વાળ, ગળામાં રુદ્રાક્ષ અને કીડિયાંની માળા,¬ કાણુ કહી શકે કે તે અમારે પેલે મૃત્યુંજય જ છે ? કાયસ્થને છેાકરે। એક જ વર્ષમાં વટલાઈ જઈ બિલકુલ ગાર્ડી થઈ ગયેા હતે!. માણસ કેટલે! જલદી તેની ચૈાદ પેઢીની જાત છેડી દઈ બીજી કાર્ય જાતને! બની જઈ શકે છે, તે એક અજાયબી પમાડે તેવી વસ્તુ છે. બ્રાહ્મણતે છેાકર મેતરાણી પરણી મેતર થઈ ગયા છે, અને તેને ધંધેા કરે છે, એ વાત તો તમે બધાએ સાંભળી હશે. એમ માનું છું. મેં ચુસ્ત બ્રાહ્મણના છોકરાને મૅટ્રિક પાસ કરીને પણ ઢેડનો છોકરોને પરણીને ઢેડ બનેલા જોયે છે. હાલમાં તે ચાળણા, સૂપડાં બનાવીને વેચે છે, તથા ભૂંડ ચરાવે છે. સેળસેળ આનૌ કાયસ્થના સંતાનને કસાઇની દીકરી પરણીને કસાઈ બની જતા પણ જોયે! છે; આજ પેતાને હાથે ગાય કાપીને વચે ઇં,—તેને દેખીને કાની મગદૂર છે કે કહે,—એ કાક વખત કસાઈ સિવાય બીજો કેાઈ હતો ? પણ બધાયનું એ એક જ કારણ. એટલે જ મને થાય છે કે આ રીતે, આટલી સહેલાઇથી પુરુષને જેએ ખેંચી નીચે પાડી શકે છે, તેઓ શું એ જ રીતે રમત ૫૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ છબી રમતમાં જ તેઓને ઠેલીને ઉપર ન લઈ જઈ શકે ? ગામડાના પુરુષોની જે સુખ્યાતિનું વર્ણન કરતાં આજે પંચમુખ બની ગયો છું, તેનું માન શું એકલા તેમને જ છે? માત્ર પિતાને જેરે જ તેઓ આટલા જલદી અધોગતિને માર્ગે પડતા જાય છે ? ઘરની અંદરથી શું જરા જેટલે ઉત્સાહ કે જરા જેટલી મદદ નથી મળતાં? પરંતુ જવા દે. આવેશમાં આવી જઈને કદાચ અનધિકારચર્ચા કરી બેસીશ. પરંતુ મારી મુશ્કેલી એ છે કે, દેશનાં ૯૦ ટકા સ્ત્રીપુરુષ આ ગામડાંમાં રહે છે, અને તેને માટે આપણે કાંઈક કરવું જ જોઈએ, એ વાત હું કેમે કર્યો ભૂલી શકતા નથી. પણ જવા દે. હું કહેતા હતા કે એને જોઈને કશું કહેશે કે એ પેલે જ મૃત્યુંજય છે, પરતુ મને તેણે આદરપૂર્વક બેસાર્યો. વિલાસી તળાવડીમાં પાણી ભરવા ગઈ હતી; મને જોઈ તે પણ ભારે ખુશ થઈ, વારંવાર બોલવા લાગી, ‘તમે વચ્ચે ના પડા હોત તે રાતે મને તેઓએ મારી જ નાખી હતી. મારે કારણે કોણ જાણે કેટલો માર તમે ખાધે હશે! ”વાતમાં ને વાતમાં ખબર પડી કે બીજે દિવસે જ તેઓ અહીં નીકળી આવ્યાં હતાં. ઘર બધી વાસ કરે છે, અને સુખમાં છે. “સુખમાં છે' એ વાત મને કહી બતાવવાની જરૂર ન હતી. ફક્ત તેમના મુખ સામું જોતાં જ હું એ સમજી ગયે હતા. એટલે જેવું મેં સાંભળ્યું કે આજે ક્યાંક તેમને સાપ ય છે Page #74 -------------------------------------------------------------------------- ________________ વિલાસી પકડવાનું બાનું મળ્યું છે, તેમ જ તેઓ જવા તૈયાર પણ થઈ ગયાં છે, કે તરત હું પણ એકદમ એમની સાથે જવા માટે કૂદી ઊઠયો. બચપણથી જ બે વસ્તુઓને મને ભારે શોખ હતો. એક તે ગોખરા-કેવટા * સાપ પકડીને પાળવાને અને બીજે મંત્ર સાધવાનો. મંત્ર સાધવાને રસ્તે હજી મને જડથો નહતું, પરંતુ મૃત્યુંજય જેવો ગુરુ પ્રાપ્ત થવાની આશાના આનંદથી હું નાચી ઊર્યો. તે તેના નામજાદા સસરાને શિષ્ય હતા; એટલે પૂરેપૂરે ઉસ્તાદ હોવો જોઈએ ! વિધાતા આમ મારા પર અકસ્માત ખુશ થઈ જશે, એવું કેણે ધાર્યું પણ હોય ? પરંતુ કામ મુશ્કેલ અને જોખમનો સંભવ, એટલે પ્રથમ તે બંનેએ ના પાડી; પણ મેં એવી હઠ લીધી કે એક મહિનાની અંદર મને ચેલે બનાવ્યા વિના મૃત્યુંજયને છૂટકે ન થયો. તેણે સાપ પકડવાનો મંત્ર તેમજ રીત મને શિખવાડી દીધાં, તથા કાંડા ઉપર ઔષધસમેત માદળિયું બાંધી દઈ ને રીતસરને ગારુડી બનાવી દીધો. મંત્ર કે તે જાણે છો? તેને છેલ્લે ભાગ મને યાદ છે – ઓરે કેવટા ! તું મનસાનું વાહન– મનસાદેવી મારી મા– * ઝેરી સાપની જાત Page #75 -------------------------------------------------------------------------- ________________ છબી ઉલટપાલટ પાતાળ ફેડપિડવાનું ઝેર તું લે, તારું ઝેર પડવાને આપ -–દૂધરાજ, મણિરાજ ! કેની આણ–વિષહરિની આણ! એને અર્થ છે, તે હું જાણતો નથી. કારણ જે આ મંત્રના દ્રષ્ટા ઋષિ હતા–જરૂર કેઈ ને કઈ તે હશે જ, તેમનાં મને કદી દર્શન મળ્યાં નથી. અંતે એક દિવસ આ મંત્રના સાચા જૂઠાપણાની અંતિમ પરીક્ષા થઈ ગઈ એ વાત ખરી, પરંતુ જેટલા દિવસ ના થઈ તેટલા દિવસ સાપ પકડવાની બાબતમાં હું ચારે દિશાએ પ્રખ્યાત થઈ ગયે. બધા જ કહેવા લાગ્યા, “ખરે જ તૈડે ઈલમી માણસ તે ખરે, એમાં શંકા નહિ. સંન્યાસી હતા ત્યારે કામરુ દેશમાં જઈ સિદ્ધ થઈ આવ્યો છે.” આટલી ઉંમરમાં આટલે મોટો ઉસ્તાદ ઠર્યો એટલે અભિમાનથી મારો હવે જમીન ઉપર પગ અડત નહોતે, એવી સ્થિતિ થઈ ગઈ હતી. માત્ર બે જણને વિશ્વાસ ન હતો. મારા જે ગુરુ હતા તે તો સારુંનરસું કાંઈ જ કહેતા નહિ. પરંતુ વિલાસી વચમાં વચમાં મેં મલકાવી હસીને કહેતી, “મહારાજ ! એ બધાં ભયંકર જાનવર કહેવાય, જરા સાવચેતીથી હાથ ઘાલવો.” વસ્તુતાએ ઝેરી દાંત તેડવાનું, સાપના મેંમાંથી ઝેર બહાર કાઢવાનું, *નાને ઝેર વગરને સાપ. Page #76 -------------------------------------------------------------------------- ________________ વિલાસી વગેરે કામે મેં એવી બેફિકરાઈથી કરવા માંડ્યાં હતાં કે એ બધું યાદ આવતાં મારું આજે પણ શરીર ધ્રુજી ઊઠે છે. ખરી વાત એ છે કે, સાપ પકડે એ પણ મુશ્કેલ નથી, તથા પકડેલા સાપને બેચાર દિવસ હાંલ્લીમાં પૂરી રાખ્યા પછી તેનો ઝેરી દાંત પાડી નાખેલે હોય કે ન હોય, કેમે કર્યો તે કરતા પણ નથી ફેણ ઊંચી કરી કરડવાનો ઢોંગ કરે, ભય બતાવે, પણ કરડે નહિ. વચ્ચે વચ્ચે અમો ગુરુશિષ્ય સાથે વિલાસી દલીલ કરતી. ગારુડી લકનો સૌથી વધુ નફો મળે એવો ધંધે જડીબુટ્ટી વેચવાનો છે—જે બુટ્ટીને જોતાં વેંત જ સાપને નાસતાં ભય ભારે પડે છે. પરંતુ ત્યાર પહેલાં એક સામાન્ય કામ એ કરી લેવું પડે છે, કે જડીબુટ્ટી દેખીને ભાગી જનારા સાપના મે ઉપર એક લેટાનો સળિયે તપાવી બેચાર વાર ડામ દેવા પડે છે, ત્યાર પછી તેને જડીબુટ્ટી દેખાડો કે એકાદ લાકડું જ દેખાડે, તેને ક્યાં નાસવું તેની સૂઝ પડશે નહિ. આ કામની વિરુદ્ધ વિલાસી ભારે વાંધો ઉઠાવી મૃત્યુંજયને કહેતી, “જુઓ એમ કરી માણસને ઠગતા નહિ.” મૃત્યુંજય કહેતે. “બધા જ કરે છે પછી તેમાં બેટું શું ?” વિલાસી જવાબ આપતી, “ભલે બધા કરે, આપણને તે ખાવાપીવાના સાંસા નથી, આપણે શા માટે વગર ફેગટના લેકેને ઠગવા જઈએ.” Page #77 -------------------------------------------------------------------------- ________________ છબી બીજી એક વસ્તુ મેં બરાબર જોઈ હતી. સાપ પકડવાનું બાનું મળતું કે તરત વિલાસી અનેક રીતે વધે નાખવાને પ્રયત્ન કરતી–આજ શનિવાર છે, આજ મંગળવાર છે, એમ કેટલાંય બહાનાં કાઢતી. મૃત્યુંજય હાજર ન હોય તે તે તે આવેલા માણસોને ચક્કસ ભગાડી મૂકતી. પરંતુ હાજર હેય ત્યારે મૃત્યુંજય નગદ રૂપિયાનો લેભ ખાળી શકતો નહિ. અને મને તો એક પ્રકારનું વ્યસન જ થઈ પડયું હતું. અનેક રીતે તેને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં કશી કચાશ રાખતો નહિ. ખરું જોતાં એ કામમાં મા સિવાય જોખમ ક્યાંય હતું, એ વાત મારા મનમાં જ ઊગતી નહિ. પરંતુ એ પાપને દંડ મારે એક દિવસ સારી પેઠે આપવો પડ્યો. તે દિવસે દેઢેક કેસ દૂર એક ગોવાળિયાને ઘેર સાપ પકડવા ગયા હતા. વિલાસી દર વખતે સાથે જ રહેતી, આજે પણ હતી. માટીના ઘરની જમીન જરાક ખોદતાં જ એક દરનું ચિહ્ન મળી આવ્યું. અમારા કેઈન લક્ષમાં આવ્યું નહિ. પણ વિલાસી તો ગાડીની દીકરી,–તે નીચી નમી કેટલાક કાગળના ટુકડા ઉપાડી મને કહેવા લાગી, --“મહારાજ, સાવચેતીથી કામ કરજો. સાપ એક નથી. એક જેડું છે જ, પણ કદાચ વધારે પણું હાય.” મૃત્યુંજય બોલ્યો, “આ લકે તે કહે છે કે એક જ સાપ આવી ભરાય છે, એક જ જવામાં આવ્યો છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસી વિલાસી કાગળ બતાવી ખેલી, “ જોતા નથી કે ધર કર્યું છે? ' મૃત્યુંજય મેલ્યા, “કાગળ તેા ઉંદર પણ લાવ્યા હાય ?” વિલાસી ખાલી, “ એમે હાય, પણ એ સાપ તે છે જ, એમ હું ચોક્કસ કહું છું, '' અંતે વિલાસીનું કહેવું જ સાચું પડ્યું, અને તે દિવસે અહુ જીવલેણ રીતે. દશેક મિનિટમાં જ એક મેાટા ખરીશ ગાખરા સાપને પકડીને મૃત્યુંજયે મારા હાથમાં આપ્યા. પરન્તુ તેને કરંડિયામાં પૂરીને પાછા ફર્યા ન કર્યાં એટલામાં જ મૃત્યુંજય હુ છ કરીને હાય નાખી, બહાર આવી ઊભે રહ્યો. તેની હથેળીની ઉપરની બાજુએથી દડ દડ લેાહી વહી રહ્યું હતું. "" પહેલાં તે બધાં જ જાણે દિRsમૂઢ થઈ ગયાં. કારણ સાપને પકડવા જતાં તે નાસી જવાનાં ફાંફાં મારવાને બદલે ઊલટા દરમાંથી એક હાથ ફેણુબહાર કાઢી, ડંખ મારે એવી અજબ વાત જિંદગીમાં આ એક જ વાર માત્ર જોઈ છે. ખીજી જ ક્ષણે વિલાસીએ ચીસ પાડી દોડી જઈ ને પાલવ વડે તેના હાથ બાંધી દીધા, અને જેટલી જાતનાં મૂળિયાં—મૂળિયાં તે સાથે લાવી હતી, તે બધાં જ તેને ચાવવા આપ્યાં. મૃત્યુંજયનું પેાતાનું માળિયું તે હતું જ, તેના ઉપર મેં મારું માદળિયું પણ કાઢીને તેને હાથે બાંધી દીધું~એવી આશાએ કે ઝેર એનાથી ઉપર નહિ ચડે, અને મારા પેલા ‘વિષહરિની કપ Page #79 -------------------------------------------------------------------------- ________________ છબી આજ્ઞાવાને મંત્ર જરથી વારંવાર જપવા માંડ્યો. ચારે બાજુ ભીડ જામી ગઈ. તથા એ ગાળામાં જ્યાં જેટલા ઇલમી માણસે હતા, તે બધાને ખબર આપવા માટે ચારે દિશાએ માણસો દેડી ગયાં. વિલાસીના બાપને પણ ખબર આપવા માણસ ગયું. મારા મંત્ર જપવાને તો હવે તાગ ન હતો, પરંતુ કાંઈ ફેર પડતો હોય એમ લાગ્યું નહિ. તે પણ જપ તે એકસરખે જ ચાલવા લાગ્યા. પરંતુ પંદરવીસ મિનિટ થતાં જ જ્યારે મૃત્યુંજયે એકવાર ઊલટી કરીને નાકમાંથી બોલવાનું શરૂ કરી દીધું, ત્યારે વિલાસી જમીન ઉપર સીધી પછાડ ખાઈને પડી. હું પણ સમજો કે મારી વિષહરિની આણ હવે કામ નહિ આવે. પાસેના બીજા પણ બે ચાર ઉસ્તાદ આવી પહોંચ્યા. અમે કોઈવાર તો એકીસાથે તે કઈવાર જુદા જુદા તેત્રીસ કરોડ દેવદેવીની આણ દેવા લાગ્યા. પરંતુ કેરે આણું માની નહિ. રોગીની અવસ્થા ધીરે ધીરે બગડતી જ ચાલી. જ્યારે માલૂમ પડયું કે સીધી વાત કર્યો નહિ ચાલે, ત્યારે ત્રણચાર જણ ભૂવા-ભાથીઓએ ભેગા થઈ ઝેરને એવી તે ન બેલાય, ન સંભળાય એવી ગાળો ભાંડવા માંડી, કે જે ઝેરને કાન હેત તે તે મૃત્યુંજયને તે શું પણ તે દિવસે દેશ છોડીને ભાગી જાત. પરંતુ કશાથી કશું વળ્યું નહિ. બીજા અર્ધા કલાક સુધી ધમપછાડા કર્યા બાદ રોગીએ તેનાં બાપ–માએ આપેલું મૃત્યુંજય નામ તથા તેના સસરાએ આપેલ મંત્ર અને Page #80 -------------------------------------------------------------------------- ________________ વિલાસી ઔષધિઓ બધાંને ખોટાં પાડીને આ દુનિયાની લીલા પૂરી કરી. વિલાસી તેના સ્વામીનું માથું ખોળામાં લઈને બેઠી હતી, તે જાણે બિલકુલ પથ્થર બની ગઈ જવા દો, તેના દુઃખની કહાણી વધારે નહિ લંબાવું. ફક્ત એટલું કહીને પતાવું છું કે તેને જીવન એટલું અકારું થઈ પડ્યું હતું કે તે સાત દિવસથી વધુ જીવી નહ. મને માત્ર એક દિવસ કહી ગઈ, “મહારાજ, મારા માથાના સોગંદ, આ ધંધો તમે હવે કદી કરતા નહિ.” મારું માદળિયું અને કવચ તે મૃત્યુંજયની સાથે સાથે જ કબરમાં ગયાં હતાં, બાકી હતી માત્ર વિષહરિની આજ્ઞા. પરંતુ તે આજ્ઞા કંઈ મેજિસ્ટ્રેટ સાહેબની આજ્ઞા ન હતી, અને સાપનું ઝેર એ કંઈ બંગાળીનું ઝેર ન હતું, એ હું પણ સમજી ગયા હતા. એક દિવસ ત્યાં ગયો તે ખબર મળી–ઘરમાં કાંઈ ઝેરની ખેટ નહાતી–વિલાસીએ આત્મહત્યા કરી હતી, અને શાસ્ત્ર પ્રમાણે તે નક્કી નરકે ગઈ હતી. પરંતુ ગમે ત્યાં ગઈ હોય મને પોતાને જ્યારે જવાને સમય આવશે ત્યારે એ પ્રકારના કોઈ એકાદ નરકમાં જવાનું થતાં પાછા પગ નહિ કરું, એટલું માત્ર કહી શકું છું. કાકા-મહાશય સોળે આના આંબાવાડિયું કબજે કરી લઈ અત્યંત શાણે માણસની પેઠે ચારે કેર કહેતા ફરવા લાગ્યા કે તેને જે કમોતે મત ન થાય તે થાય તેનું ? પુરુષ Page #81 -------------------------------------------------------------------------- ________________ છબી માણસ એવી એક નહિ પણ દસ ભલે ને કરતે, તેમાં કંઈ જતું રહેતું નથી, બહુ તો થઈ થઈને જરા બદનામ થાય. પરંતુ તેના હાથને ભાત શું મરવા ખાધો ? જાતે તે મર્યો અને મારું પણ માથું નીચું કરતો ગયો. ના પાપે એક પૂળો આગ, ના પાપે એકે પિંડ, ના થયું કંઈ જમાડવા-ખાવાનું. ગામના લેકે એકેઅવાજે કહેવા લાગ્યા,–એમાં વળી સંદેહ શો ? અન્નપાપ ! બાપ રે ! એનું તે કંઈ પ્રાયશ્ચિત્ત હોય ? વિલાસીની આત્મહત્યા પણ ઘણું જણને મન મશ્કરીને વિષય થઈ પડી. મને ઘણીવાર વિચાર આવે છે, કે એ અપરાધ કદાચ એ બંને જણે કર્યો હશે, પરંતુ મૃત્યુંજય તે ગામડાને જ છેક હતા, ગામડામાં જ ઊછરીને મેટ થયેલ હતા; તોપણ જે વસ્તુએ તેને આટલું મોટું દુઃસાહસ કરવા પ્રવૃત્ત કર્યો, તે વસ્તુ કદી કોઈની આંખે જ નહિ ચડી ? મને લાગે છે, કે જે દેશનાં સ્ત્રીપુરુષની અંદર પરસ્પર હદય જીતીને લગ્ન કરવાનો રિવાજ નથી, બલકે એ નિંદાને વિષય છે; જે દેશનાં નરનારી આશા કરવાના સૌભાગ્યથી કે આકાંક્ષા સેવવાના ભયંકર આનંદથી સદા સાટે વંચિત છે; જેમને વિજયનું અભિમાન કે પરાજયની વ્યથા જીવનમાં એકવાર પણ અનુભવવાં પડતાં નથી; જેમને ભૂલ કરવાનું દુઃખ કે ભૂલ ન કરવાને સતેષ એ કશાની બલા જ નથી; જેમના પ્રાચીન તેમજ બહુદર્શી બુદ્ધિશાળી સમાજે સર્વ પ્રકારના Page #82 -------------------------------------------------------------------------- ________________ વિલાસી હંગામામાંથી અત્યંત સાવચેતીથી દેશના લોકોને બચાવી લઈ આખી જિંદગી કેવળ સુરક્ષિતતામાં રહેવાની જ વ્યવસ્થા કરી આપી છે, જેથી કરીને લગ્ન એ વસ્તુ જેમને મન કેવળ કરાર છે–ભલેને પછી વૈદિક મંત્રો વડે તે કરારનામું ગમે તેટલું પાકું કરેલું હોય – તે દેશના લોકોની મગદૂર નથી કે તેઓ મૃત્યું. જયના અન્નપાપનું કારણ સમજી શકે. વિલાસીને જેઓએ પરિહાસ કર્યો હતો, તેઓ બધાં સાધુ ગૃહસ્થ તથા સાધ્વી ગૃહિણીઓ હતાં. તેઓ બધાંયને અક્ષય સતાલેક મળશે તે પણ હું જાણું છું. પરંતુ શેખ ગારુડીની દીકરી જ્યારે એક માંદા પથારીવશ માણસને અણુએ અણુએ છતતી હતી, ત્યારે તેના તે વખતના ગૌરવને કણમાત્ર પણ કદાચ આજેય તેઓમાંથી કઈ આંખે જેવા પામ્યાં નહિ હોય. મૃત્યુંજય ભલે એક તદ્દન તુચ્છ માણસ હોય, પરંતુ તેનું હૃદય જીતી કબજે કરવાને આનંદ તુચ્છ ન હતો; તે સંપત્તિ જેવી તેવી ન હતી. આ વસ્તુ જ આ દેશના લોકો માટે સમજવી કઠણ છે. હું ભૂદેવ બાબુનાઝ “પારિવારિક પ્રબંધ ને પણ દોષ દેતો નથી, તેમજ શાસ્ત્રીય તથા સામાજિક વિધિવ્યવસ્થાની પણ નિંદા કરતું નથી. એવી નિંદા કરવા જતાં જ મેઢા ઉપર કડક જવાબ આપી જેઓ બોલે છે કે આ હિંદુ સમાજ x ભૂદેવ મુખપાધ્યાય બંગાળાના પ્રખ્યાત નિબંધકાર થઈ ગયા. પારિવારિક પ્રબંધ” એમના લખેલા પુસ્તકનું નામ છે. એમાં કૌટુંબિક વિષયની ચર્ચા છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ છબી તેની ભૂલ વગરની વિધિવ્યવસ્થાને જે રે જ આટલા સૈકાની આટઆટલી ઊથલપાથલની વચ્ચે ટકી શક્યા છે, તે લેકે પ્રત્યે પણ મને અતિશય ભક્તિ છે; જવાબમાં હું કદી કહેવાનું નથી કે ટકી રહેવું એમાં જ એકમાત્ર સાર્થકતા નથી; અને અતિકાયહસ્તીઝ લેપ પામે છે, પરંતુ વંદે ટકી રહ્યો છે. હું ફક્ત એટલું જ કહીશ કે પૈસાદાર લેકના કહાનકુંવરની પેઠે રાતદિવસ નજર સામે તથા ખોળાની અંદર જ રાખવાથી સમાજ સારો સચવાય તેમાં કાંઈ જ સંદેહ નથી, પરંતુ છેક વંદાની પેઠે બચાવી રાખવા કરતાં એક અધઘડી ખેળામાંથી નીચે ઉતારી બીજાં ઘણું માણસની પેઠે બેએક પગલાં ભરવા દેવાથી પણ પ્રાયશ્ચિત્ત કરવું પડે એવું પાપ નહિ થઈ જાય. * બહુ જૂના સમયનું અને ખૂબ મોટું પ્રાણી, જેમાં માત્ર ઢાંછવાયાં હાડકાંના અવશેષ મળી આવે છે. Ge Page #84 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ મુકદમાનું ફળ વૃદ્ધ વૃંદાવન સામંતના મૃત્યુ બાદ તેના બે છોકરા શિવ અને શંભુ સામતે રેજ લડાઈ-ઝઘડા કરતાં કરતાં છએક માસ એકચૂલે એક ઘરમાં કાવ્યા. ત્યાર બાદ એક દિવસ તેઓ જુદા થઈ ગયા. ગામના જમીનદાર ચૌધરી મહાશયે જાતે આવીને તેમનાં ઘર-ખેતર, દર-દાગીના, વાડી–તળાવડી, બધું વહેચી આપ્યું. નાને ભાઈ સામેની તળાવડીની પેલી બાજુ બેએક માટીના કૂબા તૈયાર કરી, નાની વહુ તથા છેકરાં-છૈયાને લઈ વાસ છોડી નીકળી ગયો.' બધું જ વહેંચાઈ ગયું હતું. ફક્ત એક નાનું વાંસનું ઝાડ વહેંચાયું નહોતું. કારણ, શિવુએ વાંધે નાંખી કહ્યું, “ચૌધરી મહાશય! વાંસનું ઝાડ તે મારે જોઈશે જ. ઘરબાર બધું જૂનું થઈ ગયું છે, છાપરામાં વળી–ખપાટિયાં બદલવામાં ટેકણ–બેકણ દેવામાં વાંસની મારે રોજ જરૂર પડવાની. ગામમાં "કોની પાસે માગવા જાઉં, બેલે.” Page #87 -------------------------------------------------------------------------- ________________ " છબી શંભુ એનો વિરોધ કરવા ઊભો થઈ મોટાભાઈને મેં ઉપર હાથ હલાવતા બે, “એહે, એના ઘરનાં ટેકણું– બેકણ માટે વાંસ જોઈએ, અને મારા ઘરમાં કેળ કાપી લાવ્યે જ ચાલશે એમ ને ! એ બનવાનું નથી; ચૌધરી મહાશય વાંસનું ઝાડ મને નહિ મળે તે નહિ ચાલે એ હું કહી દઉં છું. ” તકરાર અહીં સુધી જ આવીને અટકી ગઈ. તેથી કરીને એટલી મિલકત બંને હિસ્સેદારેની રહી. તેનું પરિણામ એ આવ્યું કે, શંભુ એકાદ ડાળને હાથ લગાડવા આવે કે તરત શિવુ વાંસી લઈને ભગાડી મૂકે. તથા શિવની સ્ત્રી વાંસના ઝાડની નીચે થઈને પસાર થાય એટલામાં જ શંભુ લાઠી લઈ મારવા દોડે. એક દિવસે સવારે એ વાંસના ઝાડને કારણે જ બંને કુટુંબ વચ્ચે ભારે દંગ મચી ગયો. ષષ્ટીપૂજા કે એવા કેઈ એકાદ દેવકાર્યમાં મેટી વહુ ગંગામણિને ચેડાં વાંસનાં પાનની જરૂર હતી. ગામડામાં એ વસ્તુ દુર્લભ નથી, સહેજે બીજી જગાએથી મળી શકત. પરંતુ પિતાનું ઝાડ હોવા છતાં પારકા આગળ હાથ લંબાવવા જતાં તેને શરમ આવી. ખાસ કરીને તેને મનમાં ભરેસે હતું કે, દિયેર એ વખત જરૂર ખેતરમાં ગયા હશે અને નાની વહુ એકલી શું કરવાની હતી ? પરંતુ કોણ જાણે શા કારણે શંભુને તે દિવસે ખેતરમાં જવા નીકળતાં મોડું થયું હતું. તે પાન્તા-ભાતx પૂરે કરી હાથ * પાણીમાં પલાળેલા વાસી ભાત. Page #88 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ દેવા જતે હતો, એટલામાં નાની વહુએ તલાવડીને આરેથી ઉતાવળે ઉતાવળે દોડી આવી સ્વામીને ખબર આપી. શંભુને પાણીને લેટે ક્યાં ય રહ્યો,-હાથમાં છેવાનું ક્યાં ય રહ્યું. તેણે હાહે કરી આખા મહિલાને ગજાવી મૂકી, ત્રણ કૂદકે આવી પહોંચી, એંઠા હાથે જ મોટી ભાભીએ જે કેટલાંક પાન ચૂંટેલાં હતાં તે છીનવી લઈ, ખૂંટ મારી નીચે નાખ્યાં; તથા સાથે સાથે જ તેના પ્રત્યે જે ભાષા-પ્રયોગ કર્યો, તે બધા તે બીજે ગમે ત્યાંથી શીખે છે, પણ રામાયણના લક્ષ્મણ-ચરિત્રમાંથી તો શીખે ન હતો, એટલું ચોક્કસ કહી શકાય. આ બાજુ મોટી વહુએ રડતાં રડતાં ઘેર જઈ ખેતરમાં સ્વામીને ખબર મેકલાવી દીધી. શિવું હળ પડતું મૂકી, દાતરડું હાથમાં લઈ દોડી આવ્યો, તથા વાંસના ઝાડની નજીક ઊભા રહી અપ્રત્યક્ષ નાનાભાઈને ઉદેશી પોતાનું અસ્ત્ર વીંઝી, રાડે, નાંખી, તેણે એવી ધાંધલ મચાવી મૂકી કે લેકની ઠઠ જામી ગઈ. એટલાથી પણ તેનો ક્રોધ શમ્યો નહિ, ત્યારે તે જમીનદારને બંગલે ફરિયાદ કરવા ગયો, અને એવી ધમકી આપતો ગયો કે ચૈધરી મહાશય એને ન્યાય કરશે તે ઠીક છે; નહિ તે પોતે કચેરીમાં જઈ ફરિયાદ ન માંડે તે પોતાનું નામ શિવુ સામંત નહિ. આ બાજુ શંભુ વાંસનાં પાન ઝૂંટવી લેવાનું કર્તવ્ય પૂરું કરી નિરાંતે હળ-બળદ લઈ ખેતરમાં ચાલ્યો ગયો હતો. સ્ત્રીનું કહેવું તેણે માન્યું નહિ. ઘરમાં નાની વહુ એકલી હતી. એ દરમ્યાન જેઠ આવીને બૂમ-બરાડા પાડી આખો મહોલ્લે સડક Page #89 -------------------------------------------------------------------------- ________________ છબી કરી દઈ બહાદુરીથી એકતરફી વિજય મેળવી ચાલ્યા ગયા. તો પણ, નાનાભાઈની વહુ હોવાથી બધું કાને સાંભળ્યા છતાં એક પણ વાતને તે જવાબ આપી શકી નહિ. એથી કરીને તેના મનના સંતાપની તેમ જ સ્વામી પ્રત્યે ગુસ્સાની અવધિ રહી નહિ. તે રસેડા તરફ પણ ગઈ નહિ, ચડેલે એ ઓસરીમાં પગ લાંબા કરી બેસી રહી. શિવુના ઘરમાં પણ એ જ દશા. મેટી વહુ પ્રતિજ્ઞા કરીને સ્વામીની રાહ જોઈને બેઠી છે, કે તે આવે અને જે કરવું હોય તે કરે; નહિ તે પિતે પાણી પણ મેંમાં નાખ્યા વિના બાપને ઘેર ચાલી જશે. બે એક વાંસનાં પાંદડાં માટે દિયેરને હાથે આટલું અપમાન ! | દોઢ પહોર વેળા થઈ ગઈ તે પણ શિવુનું નામનિશાન નહિ. મેટી વહુને ચટપટી થવા લાગી. શી ખબર, ચૈધરી મહાશયને બંગલેથી જ કદાચ તે ફરિયાદ માંડવા સીધા કચેરીમાં ચાલ્યા ગયા હાય. એ વખતે બહારના બારણુને ધ૫ દઈને જોરથી ધક્કો -મારી શંભુને ભેટે દીકરે ગયારામ દાખલ થયે. તેની ઉંમર સોળ-સત્તરને આશરે હશે. પરંતુ આટલી ઉમરમાં જ તેને ક્રોધ અને તેની ભાષા તેના બાપને પણ વટાવી ગયાં હતાં. તે ગામની પ્રાથમિક શાળામાં ભણતા હતા. આજકાલ સવારની નિશાળ હતો. સાડાદસ વાગ્યે નિશાળ છૂટી છે. ગયારામની ઉંમર જ્યારે એક વર્ષની હતી, ત્યારે તેની Page #90 -------------------------------------------------------------------------- ________________ સુકમનું ફળ માનું મૃત્યુ થયું હતું. તેના બાપ શંભુએ ફરીવાર લગ્ન કરી જોકે નવી વહુ ઘરમાં આણું ખરી; પરંતુ આ નમાયા બાળકને ઉછેરવાને ભાર કાકીમા ઉપર જ પ, તથા જ્યાં સુધી, બે ભાઈ જુદા નહોતા થયા, ત્યાં સુધી એ ભાર તે જ વહન કરતાં આવ્યાં હતાં. સાવકી મા સાથે તેનો કદી પણ કશે વિશેષ સંબંધ ન હતું,-એટલું જ નહિ પણ તેમણે નવું ઘર માંડયું ત્યાર પછી પણ ગયારામ જે દિવસે જ્યાં ફાવ્યું ત્યાં ખાઈ લેતે. આજ તે નિશાળમાંથી છૂટયા બાદ સાવકીમાનું મેં તેમ જ ભજનનો બંદોબસ્ત જોઈને બળતા અંગારા જેવો થઈને આ ઘેર આવ્યો હતો. કાકી-માનું મોં દેખીને તેના તે અગ્નિમાં પાણી છેટાયું નહિ, ઘાસતેલ છંટાયું. તેણે જરા પણ પ્રસ્તાવના કર્યા વિના જ કહ્યું, “ખાવાનું આપ, કાકી-મા.” કાકી–મા કશું બોલ્યાં નહિ. જેમ બેઠાં હતાં તેમ જ બેસી રહ્યાં. ગયારામે ગુસ્સે થઈ જમીન ઉપર પગ પછાડી કહ્યું, “ખાવાનું આપે છે કે નથી આપતી, બોલ.” - ગંગામણિએ ગુસ્સાથી મેં ઊંચું કરી તિરસ્કારપૂર્વક કહ્યું, “તારે માટે રાંધીને બેઠી છું ને, તે આપું? તારી સાવકી-મા અભાગણીથી ખાવાનું ન અપાયું કે અહીં આવ્યા છે ઉત્પાત કરવા ?” Page #91 -------------------------------------------------------------------------- ________________ છબી ગયારામ બૂમ પાડી બલ્ય,–“તે અભાગણીની વાત હું ન જાણું. તું આપે છે કે નહિ તે બેલ. ન આપવાની હે તે આ ચાલ્યો તારાં બધાં હાંડી-હાંલ્લાં ખોખરાં કરવા.” એટલું કહી તે કોઠારમાં પડેલા ફાચરાના ઢગલામાંથી એક ફાચરે ઉપાડી વેગથી રડા તરફ ચાલ્યો. કાકી-માં બીકથી ચીસ પાડી ઊઠયાં,–“ગયા ! હરામી ! ચોર ! ખબરદાર ! તેફાન કર્યું છે તે ! ખબર પડી જશે! નવાં હાંડી-હાંલ્લાં કાર્યોને હજી બે દિવસ તે થયા નથી ! એક પણ વાસણ ભાંગ્યું તે તારા મોટા કાકાની પાસે તારો એકાદ પગ જે ન ભંગાવું તે મારું નામ નહિ.” ગયારામે રસોડાની સાંકળે જઈને હાથ લગા હતા, અચાનક કંઈક નવી વાત યાદ આવતાં તે જરા શાંત ભાવે પાછો આવીને બે, “સારું, ખાવાનું ન આપવાની હોય તે ન આપતી ! મારે નથી જોઈતું. નદીકિનારે વડના ઝાડ નીચે બ્રાહ્મણોની સ્ત્રીઓ બધી કેથળા ભરી ભરીને પિાંઆમમરા લઈ પૂજા કરે છે, જે માગે છે તેને આપે છે, તે જોઈને આવ્યો છું. આ હું ચાલ્યો તેમની પાસે.” ગંગામણિને તરત જ યાદ આવ્યું કે આજ અરણ્યષછી છે. અને એક ક્ષણમાં જ તેને મિજાજ ગરમ મટી ઠંડો બની ગયો. તો પણ મેનું જોર રાખી બેલી, “તો જાને, કે જાય છે, જેઉં તે ખરી?', “જેવું છે ત્યારે ?” બોલી ગયારામ એક ફાટેલો અંગૂઠા Page #92 -------------------------------------------------------------------------- ________________ મુકદમાનું મૂળ ખેંચી લઈ, તેને કમરે વીંટાળી જવાની તૈયારી કરવા લાગ્યો. તેટલામાં જ ગંગામણિ તપી જઈ બોલી, “આજ છઠને દિવસે પારકે ઘેર ભીખીને ખાઈ આવ્યું તો તારી શી વલે કરું છું તે જેજે, અભાગિયા.” ગયારામે જવાબ આપ્યો નહિ. રસોડામાં ઘૂસી એકાદ ચાંગળું તેલ લઈ માથામાં ઘસતાં ઘસતો તેને બહાર જ જેઈ કાકી–મા આંગણે આવી ડર બતાવી ત્યાં –“અભાગી ક્યાંને ! ઠાકોર–દેવતા સાથે મસ્તી ! ડૂબકે મારી પાછો ન ચાલ્યો આવ્યો, તો ભૂંડી વલે કરીશ એ કહી દઉં છું તને, આજ હું ખિજવાઈ રહેલી છું.” પરંતુ ગયારામ ડરે એ નહોતે, તે ફક્ત દાંત કાઢી કાકી-માને ડીંગો બતાવી દેટ મૂકી ચાલ્યા ગયે. ગંગામણિ તેની પાછળ પાછળ રસ્તા સુધી આવી બૂમે પાડવા લાગી, “આજ છઠને દિવસે વળી કેના છોકરા રાંધેલું ખાય છે, કે તું ખાવાને ? ચકતી-ગોળના સંદેશની, ચંપાકેળાંની, દૂધ-દહીંની ફરાળ કર્યો નહિ ચાલતું હોય, તે પારકે ઘેર ભીખી ખાવા ચાલ્યા ! કૈવર્તન ઘરમાં તું કંઈ નવાબ થઈને જન્મે છે ?” ગયારામ જરા દૂર જઈ પાછો ફરી ઊભો રહી બોલ્યો, “ત્યારે તેં આપ્યું કેમ નહિ, બન્યા–મેની? કેમ કહ્યું કે કશું નથી ?' ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ મી. ' ગંગામણિ ગાલે હાથ મૂકી અવાક્ થઈ જઈ ખેાલી, જોયું છે!કરા મેલે છે તે ! કયારે વળી તને કહ્યું : કશું નથી ? નહિ નાહવાનું, નહિ ધાવાનું, ધાડિયાની પેઢ પેસતાં વેંત જ કહે કે ખાવાનું આપ. આજે એછું જ કે રાંધેલું છે તે આપે ? મેં કહ્યું, જે છે તે તે તૈયાર છે, ડૂબકું મારીને આવે એટલે...” ગયારામે કહ્યું, ફરાળ તારું જહાનમમાં ગયું. રાજ રાજ અભાગણીઓ ઝધડા કરી રસેાડાને સાંકળ ચડાવી, પગ લાંબા કરી બેસી રહેવાની, અને રેાજ મારે ત્રણ પહેાર વેળાએ ન ખીચડા ખાવાને ? જા, મારે તમારી કાર્યની પાસે ખાવાનું જોઇતું નથી.” એટલું ખાલી તેને ધડધડાટ ચાલ્યા જતા જોઈ ગંગાણિ ત્યાં ઊભી રહી ગળગળે અવાજે બૂમા પાડવા લાગી, આજ છઠને દિવસે કાઇની પાસે માગી ખાઈ અમંગળ કરીશ નહિ, ગયા!—મારા ડાહ્યો દીકરા—જોઈએ તે ચાર પૈસા આપું, રે 66 સાંભળ—” ગયારામે જોયું. સુધ્ધાં નહિ, ઝડપથી ચાલ્યે! ગયે. એમ ખેલતા ખેલતા ગયે!ઃ “નથી જોઈતું મારે ફરાળ, નથી જોઈતા મારે પૈસા, તારા ફરાળને હું...' ઇત્યાદિ. તે નજર બહાર નીકળી ગયા એટલે ગંગામિણ ઘેર પાછી આવી ગુસ્સાથી, દુઃખથી, અભિમાનથી નિર્જીવની પેઠે ઓસરીમાં બેસી ગઈ, અને ગયારામની વર્તણૂકથી અંતરમાં દુઃખ પામી તેની સાવકી માને શાપ દેવા લાગી. * મૂળ: ‘ ભાતે-ભાત. ’ ८० 66 Page #94 -------------------------------------------------------------------------- ________________ સુકાતું ફળ પરંતુ નદીને રસ્તે જતાં જતાં ગયાને કાકી–માના શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા. એક તેા ઉત્તમ આહાર પ્રત્યે સ્વાભાવિક રીતે જ તેને જરા વધારે પ્રેમ હતા. ચકતી-ગાળના સંદેશ, દહીં, દૂધ, ચંપા-કેળાં, તેની ઉપર ચાર પૈસાની દક્ષિણા——તેનું મન તરત પીગળવા લાગ્યું. ,, સ્નાન પૂરું કરી ગયારામ પ્રચંડ ક્ષુધા લઈ પાછો આવ્યેા. આંગણામાં ઊભા રહી ખૂમ પાડી, “ફળારનું બધું જલદી લઈ આવ, કાકી–મા, મને ખૂબ ભૂખ લાગી છે. પરન્તુ ચકતી સંદેશ જે થાડે આપ્યા તે આજ તને જ ખાઈ જઈશ. ગંગામણુ હુમણાં જ વાસીદાનું કામ કરવા કાઢમાં પેઠી હતી. ગયારામની ખૂમ સાંભળી મનમાં મનમાં જરા મૂંઝાઈ. ઘરમાં દૂધ, દહીં, પાંઆ, ગાળ તા હતાં; પરન્તુ ચંપા-કેળાં ન હતાં. ચકતી–ગાળનેા સંદેશ પણ ન હતા. તે વખતે તે ગયાને રાકવા ખાતર જે મેએ આવ્યું તે મેલીને લેાભ દેખાડવો હતા. તેણે ત્યાં રહ્યાં રહ્યાં જ અવાજ દઈ કહ્યું, “ તું તેટલી વારમાં ભીનાં કપડાં બદલ, ભાઈ, હું તળાવડીમાં હાથ ધેાઇ આવું છું. >> ,, જલદી આવ,” કહી હુકમ ચલાવી ગયારામ કપડાં બદલી પોતે જ એક આસન પાથરી, લેાટામાં પાણી ભરી, તૈયાર થઈ ખેઠા. ગગામિણ જલદી જલદી હાથ ધોઈ આવી. ગયારામને પ્રસન્ન મિજાજ દેખી ખુશ થઈ માલી, “કેવા મારા ડાહ્યા t 66 ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ છબી દીકરે, વાતવાતમાં ગુસ્સે શું થઈ જ હશે, ભાઈ.” બેલી તેણે ભંડારમાંથી ભેજનની સર્વ સામગ્રી આણી સામે રજૂ કરી. ગયારામ આંખના પલકારામાં બધી વાનીઓ જોઈ લઈ તીર્ણ અવાજે પૂછવા લાગે, “ચંપા-કેળાં કયાં ?” ગગામણિ જરા ગલ્લાતલ્લાં કરી બેલી, “ ઢાંકવાનું યાદ ન રહ્યું ભાઈ, બધાં ઉંદરડા ખાઈ ગયા. એકાદ બિલાડે પાળ્યા વિના હવે નહિ ચાલે એમ લાગે છે!” ગયારામ હસીને બેજો, “કેળાં વળો કદી ઉંદરડા ખાતા હશે ? તારી પાસે હતાં જ નહિ, એમ કહેને.” ગગામણિ અવાક થઈ જઈ બોલી, “તું આ શું બેલે છે ! કેળાં ઉંદરડી ન ખાય! ” ગયારામ પંઆ, દહીં ભેળવતાં ભેળવતાં બોલ્યા, “વારુ ખાય, ખાય. કેળાંની મારે જરૂર નથી. ચકતી-ગેબને સંદેશ લઈ આવ. જેજે શેડો લાવતી.” કાકી-મા ફરીવાર ભંડારમાં જઈ થોડી વાર ખોટાં ખેટાં હાંડીહાંલાં હલાવી બીતાં બીતાં બોલી ઊઠ્યાં, “ અરે, એ પણ ઉંદરડા ખાઈ ગયા છે ભાઈ, એક ટુકડો પણ નથી, કેણ જાણે ક્યારે ભૂલથી તપેલીનું મેં ખુલ્લું રહી ગયું હતું.” તેનું વાક્ય પૂરું ન થયું તેટલામાં જ ગયારામ આખો ફેરવી બૂમ પાડી ઊઠો, “ચકતી–ગળ કદી ઉંદરડા ખાય, રાક્ષસી, મારી સાથે ચાલાકી ? તારી પાસે કશું જ્યારે નહેતું ત્યારે શા માટે મને બોલાવ્યા ?” Page #96 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ કાકી–મા બહાર આવી બોલ્યાં, “સાચું કહું છું, ગયા.” ગયારામ કૂદકો મારી બોલ્યો, “હજુ કહે છે “સાચું ? જા, મારે તારું કશું ખાવાનું જોઈતું નથી.” બેલી તેણે પગ વડે હડસેલો મારી બધી વસ્તુઓ આંગણામાં ઉડાવી મૂકી કહ્યું, “ઠીક, હું દેખાડું છું મજા.” એટલું બોલી તે પેલે ફાચર હાથમાં ઉઠાવી ભંડાર તરફ દો . ગામણિ હાં, હાં કરતી દોડી ગઈ, પરંતુ આંખના પલકારામાં ગયારામે હાંડી–હાંલ્લાં ભાગી, સરસામાન નીચે ગબડાવી, બધું એકાકાર કરી મૂક્યું. રેકવા જતાં તેને પણ હાથ ઉપર સામાન્ય એકાદ જખમ થયે. બરાબર એ જ વખતે શિવુ જમીનદારને બંગલેથી પાછો ફર્યો. બધી ધમાલ સાંભળીને બૂમ પાડી કારણ પૂછતાં વેંત જ ગંગામણિ સ્વામીનો અવાજ સાંભળી રડી પડી. તથા ગયારામે હાથમાંને ફાચરે નીચે નાખી ઊંચે શ્વાસે દોટ મૂકી. શિવુએ ગુસ્સા ભરેલે અવાજે પ્રશ્ન કર્યો, “ધમાલ ગંગામણિએ રડી પડી ને કહ્યું, “ગયારામ મારું બધું ભાંગી નાખી, મારા હાથ ઉપર એક ઘા મારી, નાસી ગયો. આ જુઓ સૂજી ગયો છે.” બેલી તેણે સ્વામીને હાથ બતાવે. શિવુની પાછળ તેને સાળો હતો. હેશિયાર તેમજ લખતાં -વાંચતાં જાણે છે એમ માની જમીનદારને બંગલે જતી વેળાએ શિવ તેને પેલા મહેલામાંથી લાવી ગયો હતો. તે બેલ્યો, Page #97 -------------------------------------------------------------------------- ________________ << છળી સામંત મહાશય, એ બધી કારવાઈ નાના સામંતની છે. આ કામ કરાવ્યું છે, તમે શું કહે! છેકરા મારફતે તેમણે જ છે, દિદિ, ખરું કેની ? ’’ ગંગાણનું એ વેળાએ હૃદય ખળતું હતું, તે તરત જ ડાકુ હલાવી ખેલી, “ ખરી વાત છે ભાઈ, એ મેાંબળ્યાએ જ છેકરાને શિખવાડીને મને માર ખવાડે છે. એનું જે કંઈ ઘટિત કરવું હેાય તે તમે કરા, નહિ તે હું ગળે ફાંસ। ખાઈ મરી જઈશ. ’ 35 અત્યાર સુધી શિત્રુનું નાહવાખાવાનું ઠેકાણું નહોતું, જમીનદાર પાસે પણ જોઈ તે ન્યાય મળ્યે નહિ, તેમાં વળી ઘરમાં પગ મૂકયો ન મૂકશો ને આ ફાન. તેને હિતાહિતનું ભાન રહ્યું નહિ. તે એક પ્રચંડ પ્રતિજ્ઞા કરીને ખેાલી ઊડવો, હું ચાા થાણામાં દારાગાની પાસે. એમને ઘટતું ન કરું તે હું બિંદુ સામતના દીકરા નહિ. "" " તેને સાળા ભણેલાગણેલા માણસ હતા, << ઉપરાંત તેને ગયા ઉપર પહેલેથી જ દાઝ હતી. તે મેલ્યા, કાયદા પ્રમાણે મેને અનધિકારપ્રવેશ કહેવાય. લાઠી લઈ તે ઘર ઉપર ચડી આવવું, જસપાત્ર ભાંગી નાંખવાં, માણસ ઉપર હાથ ઉપાડવા,—એની સર્જા છ મહિના જેલ. સામંત મહાશય, જરા કમર કસીને ઊભા થાએ જોઉં, જુઓ હું એ બાપ-બેટાને એકસાથે જેલમાં પુરાવું છું કે નિહ. ૮૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ શિવુ ફરી કાંઈ બોલ્યો નહિ, સગાને હાથ પકડી થાણુના દરેગાને મળવા ચાલી નીકળ્યો. ગંગામણિને સૌથી વધારે ગુસ્સો આવ્યો હતો દિયેર અને -નાની વહુ ઉપર. તે આ સંબંધે જરા બખેડે કરવાના હેતુથી કમાડને સાંકળ ચડાવી પેલે ફાચરો હાથમાં લઈ સીધી શંભુને આંગણે આવી ઊભી રહી. મેટે અવાજે બોલી, “કેમ રે દિયેર, છોકરા પાસે મને માર મરાવવો છે ? હવે બાપબે એકસાથે જેલમાં જજે.” શંભુ હમણું જ તેના નવી વહુના છોકરાને લઈ ફળાર પૂરું કરી ઊભો હતો; મોટી ભાભીને દેખાવ તથા તેના હાથમાંને ફાચરો દેખી દિમૂઢ થઈ ગયો. બોલ્યો, “થયું છે શું ? હું તે કશું જ જાણતા નથી ” ગંગામણિએ મોં બગાડી જવાબ આપ્યો, “હવે અજાણ્યા ન થશે. દરેગો આવે છે, તેમની પાસે જઈને કહેજે, કે કશું ય જાણો છે કે નહિ?” નાની વહુ ઘરમાંથી બહાર આવી એક થાંભલાને અઢેલીને : ચૂપકીથી ઊભી રહી. શંભુ મનમાં મનમાં ભય પામી પાસે આવી ગંગામણિને એક હાથ પકડીને બોલ્યો, “મારા સમ, મોટાં વહુ, અમે કશું જ જાણતાં નથી.” તેની વાત સાચી હતી, એ મેટી વહુ પિતે જ જાણતી હતી. પરંતુ તે વખતે ઉદારતા બતાવવાનો સમય ન હતો. તેણે શંભુના માથા ઉપર જ બધે દોષ નાખી મીઠું મરચું Page #99 -------------------------------------------------------------------------- ________________ છબી ભભરાવી ગયારામની કીર્તિ કહી બતાવી. એ છેકરાને જેઓ ઓળખતા હોય તેમને માટે એ વાત ન માનવી એ મુશ્કેલ હતું. ડાબેલી નાની વહુએ આટલી વારે મોં ઉઘાડ્યું અને સ્વામીને કહ્યું, “કેમ, હું કહેતી હતી તે જ થયું કે નહિ ? કેટલી વખત કહ્યું, એ તોફાની લડધાને હવે ઘરમાં પેસવા દેશે નહિ, તમારા નાના છોકરાનું કદી ને કદી મારી ખૂન કરી નાખશે. પણ તે માને જ કાણુ, હવે વાત ખરી પડી ને ?” - શંભુ વિનંતિ કરતા ગંગામણિને કહેવા લાગ્યા, “મારા સમ, મોટાં વહુ, મોટાભાઈ સાચે જ થાણામાં ગયા છે ? ” તેના કરુણ અવાજથી જરાક નરમ પડી મોટી વહુએ ભારપૂર્વક કહ્યું, “તમારા સમ દિયરજી, ગયા છે, સાથે અમારે પાંચુ પણ ગમે છે.” શંભુ અતિશય ગભરાઈ ગયો. નાની વહુ સ્વામીને ઉદ્દેશીને બેલવા લાગી, “રોજ કહું છું દિદિ, કયાંક નદી ઉપર સરકારી પુલ થાય છે, કેટલાય લેક મજૂરીએ જાય છે, ત્યાં લઈ જઈ એને કામે લગાડી દો. તેઓ ચાબૂક મારશે ને કામ કરાવશે—નાસવા તે પામશે જ નહિ–બે દિવસમાં સીધો થઈ જશે. પણ તે નહિ, નિશાળે મૂક્યો છે ભણવા. એમનો છોકરો જાણે વકીલ મુખત્યાર થવાને ને!” શંભુ દુઃખી થઈ બેલ્યો, “અરે ત્યાં નથી મૂક્યો તે કાંઈ Page #100 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ વગર કારણે ત્યાંથી શું બધા જીવતા ઘેર પાછા ફરે છે ? અરધાક માણસ માટીમાં દબાઈ ક્યાંય તળિયે જાય છે તેની ખબર પણ મળતી નથી. ” નાની વહુ બોલી, “ ત્યારે બાપ બેટો મળીને જેલ ભેગવવા જાઓ. ” મોટી વહુ ચૂપ રહી. શંભુ તેને હાથ પકડી બોલ્યો, હું કાલે જ એ છેકરાને લઈ જઈને પાંચરાને પુલે કામે લગાડી દઈશ, મોટાં વહુ, ભાઈને ઠંડા પાડે. ફરી એવું નહિ થાય. ” તેની સ્ત્રી બોલી, “ઝઘડારગડા તે માત્ર એ અભાગિયાને કારણે જ છે. તમને પણ કેટલી વાર કહ્યું છેદિદિ, કે તેને ઘરમાં ન પિસવા દો. બહુ બહેકા નહિ. એ તો મેં કહ્યું નથી, નહિ તે ગયે મહિને તમારી સોનેરી કેળની લૂમ રાત્રે કેણ કાપી ગયું હતું ? એ જ ચેર, બીજું કોણ? લાકડાના દેવને ખાસડાંની પૂજા કર્યા વિના કંઈ ચાલે ? પુલને કામે મોકલી દે, ગામનેય જંપ વળે.” શંભુએ માના સોગંદ ખાઈને કહ્યું, “કાલે ગમે તેમ કરીને છોકરાને ગામ બહાર કાઢ્યું ત્યારે પાણીનું ટીપું મેંમાં મૂકે.” ગંગામણિએ એ વાતને પણ કશો જવાબ આપ્યો નહિ, હાથમાંને ફાચરે નાંખી દઈ ચૂપકીથી ઘેર પાછી ફરી. સ્વામી, ભાઈ, હજુ પણ ખાધા વિનાના છે. પાછલે Page #101 -------------------------------------------------------------------------- ________________ ખી પહેારે તે ખિન્ન મુખે રસેાડાના બારણામાં બેસી તેમના જ ખાવાની તૈયારી કરતી હતી, તેટલામાં ગયારામે ડાકિયું કરતાં કરતાં હળવે પગલે પ્રવેશ કર્યાં. ધરમાં ખીજું કાઈ નથી એમ જોઈ તેણે હિંમત ધારણ કરી, બિલકુલ પાછળ આવી અવાજ દીધા, કાકી–મા ! ” 66 કાકી–મા ચમકી ઊઠયાં, પરંતુ કશું ખેલ્યાં નહિ. ગયારામે થાડે દૂર થાકેલાની પેઠે ધબ દઈને બેસી પડીને કહ્યું, વારુ, જે હેાય તે જ આપ. મને ખૂબ ભૂખ લાગી છે. ’ << ખાવાની વાતથી ગંગાને શાંત પડેલા ક્રોધ ક્ષણમાં ફરીવાર ભભૂકી ઊઠયો. તે તેના માં તરફ જોયા વિના જ ક્રોધપૂર્વક ખેલી ઊઠી, “ નફ્ફટ ? બલ્યા મેાંના ? હવે મારી પાસે આવે છે ભૂખનું નામ લઈને ? દૂર થા અહીંથી. ' 13 ગયારામ ખેલ્યું, તારે કહ્યું દૂર થવાના ? ,, કાકી–મા ધમકી આપી ખેલ્યાં, હરામજાદા, નપાટ ? હું હુવે તને ખાવાનું આપું ? ” ૮. "6 ગયારામે કહ્યું, “તું ન આપશે તે કાણુ આપશે ? શા માટે તું ઉંદરડાને વાંક કાઢી ખાટું મેલી? સાચે સાચું કેમ ન ખેલી કે ભાઈ, આટલું જ ખાઈ લે, આજ ખીજું કશું નથી ? તેમ કર્યું હોત તે મને ગુસ્સે ચડત નહિ, જલદી ખાવાનું મૂકી દે, રાક્ષસી, મારા પેટમાં તે આગ લાગી છે !” કાકો–મા ઘેાડીવાર ચૂપ રહી મનમાં મનમાં થેાડાં નરમ : Page #102 -------------------------------------------------------------------------- ________________ યુકદ્દમાનું ફળ થઈ બોલ્યાં, “આગ લાગી હોય તે તારી સાવકી મા પાસે જા.” સાવકી માનું નામ સાંભળતાં ગયારામ આંખના પલકારામાં ઝાળ થઈ ગયો. તે બોલ્યો, “એ અભાગણીનું શું હવે હું માં જેવાને છું ? હું માત્ર ઘરમાં મારી માછલી પકડવાની સોટી લેવા ગયા હતા, તેટલામાં બોલી ઊઠી, “આ જા, આધો! હવે જેલને ભાત ખાજે જા !” મેં કહ્યું, “તારો ભાત ખાવા હું આવ્યો નથી, હું કાકી-મા પાસે જાઉં છું.” બળ્યા મેની ઓછી શેતાન છે ? એણે જઈને ભંભેરણું કરી એટલે તે બાપુએ તારા હાથમાંથી વાંસનાં પાંદડાં ખૂંચવી લીધાં !” એટલું કહી તે જોરથી જમીન ઉપરથી એક પગ ઊંચે કરી બે, “ તું જ રાક્ષસી જાતે પાંદડાં લેવા જઈને અપમાન પામી. કેમ મને કહ્યું નહિ ? એ વાંસનું ઝાડ આખું હું જે દેવતા મૂકી ના બાળી નાખું તે મારું નામ ગયારામ નહિ, તે જેજે ! અભાગણું મને શું કહે છે તે જાણે છે, કાકી-મા ? કહે છે કે તારી કાકી-માએ થાણામાં ખબર મોકલી છે, દરેગો આવી તને બાંધી જઈ જેલમાં પૂરશે. સાંભળી વાત અભાગણીની ?” ગંગામણિ બેલી, “તારા કાકા પાંચને સાથે લઈને થાણામાં ગયા જ છે તે, તું મારા ઉપર હાથ ઉપાડનારે– એટલું બધું તારું ગુમાન ?” પાંચમામાને ગયારામ દેખ્યા ખમી શકતે નહ. તે પાછે એમાં ભળ્યો છે એ સાંભળી સળગી ઊઠી તે બે, Page #103 -------------------------------------------------------------------------- ________________ "> Page #104 -------------------------------------------------------------------------- ________________ મુકદમાનું ફળ એટલે તે એ આ થઈ ગયું છે. ફરી જે કદી એ હરામજાદાને ઘરમાં પિસવા દીધો તે તને ભારેમાં ભારે સોગંદ છે.” પાંચું બોલ્યો, “દિદિ, તમારે શું ? મારું જ સત્યાનાશ વળી જાય. કેક વખત રાત–અસૂર ભીંતે છુપાઈને મારી લાકડી વડે મારે ટાંટિયે જ એ ભાંગશે એમ લાગે છે !” શિવુએ કહ્યું, “કાલ સવારે જ જે પોલીસ પાસે તેને હાથે બેડી ન પહેરાવું તે મારું...ઈત્યાદિ ઈત્યાદિ.” ગંગામણિ પૂતળાની જેમ બેસી રહી, એક શબ્દ પણ તેને મેંમાંથી બહાર નીકળે નહિ. બીધેલે પાંચકેડી તે રાતે ઘેર ગયે નહિ, અહીં જ સૂઈ રહ્યો. બીજે દિવસે દસેક વાગ્યાને સુમારે બે કેસ દૂરને રસ્તેથી દરગાબાબુ આવશ્યક દક્ષિણદિ ગ્રહણ કરી પાલખીએ ચડી કોંસ્ટેબલ તથા ચોકીદારાદિ સહિત મુકદ્દમાને સ્થળે જાતે તપાસ કરવા હાજર થયા. અનધિકાર-પ્રવેશ, જણસપાત્રને નુકસાન, ફાચરા વડે બાઈમાણસના શરીર પર પ્રહાર ઇત્યાદિ કાયદાની મેટી મટી કલમનો આરોપ હતો એટલે આખા ગામમાં એક પ્રકારની હા-હા થઈ ગઈ ! મુખ્ય આરોપી ગયારામ હતો. તેને કુશળતાથી પકડી આવ્યું હાજર કરતાં જ તે કોન્ટેબલ, ચેકીદાર વગેરેને જોઈ ભયથી રડી પડી બેલ્યો, “હું કેઈને દેખ્યો ગમતું નથી એટલે મને જેલમાં મોકલવા માગે છે.” દારાગાબાબુ વૃદ્ધ Page #105 -------------------------------------------------------------------------- ________________ છી માણુસ હતા. તેમણે આરેાપીની ઉંમર તથા તેનું રડવું જોઈ યાર્ડ ચિત્તે પૂછ્યું, “તને કાઈ જ ચાહતું નથી, ગયારામ ?' ગયારામ ખેલ્યું, મને ફક્ત મારી કાકીમા ચાહે છે, ખીજું કાઈ નહિ. ’ << (6 દારાગાએ પ્રશ્ન કર્યો, “ ત્યારે કાકી-માને માર્યાં કેમ ?” ગયારામ ખેલ્યા, ના, મારી નથી. ’’ ખારણાની આડમાં ગંગામણ ઊભી હતી, તે તરફ જોઇને ખેલ્યે, તને મેં ચારે મારી છે કાી–મા ? ” 66 2. ** પાંચુ પાસે બેઠે। હતા, તે જરા વ્યંગથી નજર કરી મેલ્યે!, “ દિદિ, હજૂર પૂછે છે, સાચી વાત કહેજો. તે વખતે અપાર વેળાએ ધર ઉપર ચડી આવી લાકડાનું ફાચરું તમને માર્યું હતું કે નહિ ? ધર્માવતાર પાસે જોજો નૂડી વાત ખેલતાં. >> રીતે ખેલ્યું, મારી હતી. ગંગાણુએ અસ્ક્રુટ સ્વરે જે કહ્યું, તે જ પાંચુ સ્પષ્ટ હા, હજૂર, મારાં બહેન કહે છે એણે tr "} ગયારામ અગ્નિમૂર્તિ થઈ જઈ બૂમ પાડી ઊઠયો, “ખેંચા જો તારે હું પગ ન ભાંગી નાખું તે—” ગુસ્સાથી તેનું વાકય પૂરું થઈ શકયું નહિ. તે રડી પડ્યા. ટી " પાંચુ ઉશ્કેરાઈ જઈ ખાલી ઊઠયો, “ જોયું, હજૂર ? જોયું ? હજૂરની સામે જ ખેાલે છે, પગ ભાંગી નાખીશ— Page #106 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ આપની ગેરહાજરીમાં તે ખૂન કરી નાખે. તેને બાંધવાને હુકમ થવો જોઈએ.” દારેગાબાબુ ફક્ત જરા હસ્યા. ગયારામ આંખ લૂછતા બોલ્યો, “મારે મા નથી તેથી જ તે ! નહિ તે—” આ વખતે પણ તેનું વાકય પૂરું થઈ શક્યું નહિ. જે મા તેને યાદ જ ન હતી, યાદ કરવાનું કદી પ્રયજન પણ પડયું ન હતું, તેને જ આજે અકસ્માત વિપતિને સમયે યાદ કરી, તે દડદડ આંસુ. પાડતો રડવા લાગ્યો. બીજા આપી શંભુ વિરુદ્ધ એક વાત સિદ્ધ થઈ શકી નહિ. દરેગાબાબુ કચેરીમાં ફરિયાદ કરવાને હુકમ આપી રિપટ લખી લઈ ચાલ્યા ગયા. પાંચુએ મુકદ્દમો ચલાવવાની અને તેને માટે યથાયોગ્ય તદબીર કરવાની જવાબદારી પિતાને માથે લીધી તથા તેની બહેન પ્રત્યે આવો ભયંકર અત્યાચાર કરવા માટે ગયારામને સખત સજા થશે એવી વાત ચોગરદમ કહેતા ફરવા લાગ્યા.. પરંતુ ગયારામ કયાંય અલેપ થઈ ગયો. આડોશીપાડેશીએ શિવુના આ કામની અત્યંત નિંદા કરવા લાગ્યા. શિવ તેમની સાથે લડવા લાગ્યો. પરંતુ શિવની સ્ત્રી બિલકુલ ચૂપચાપ રહી! એક દિવસ ગયારામની દૂરની એક માસી ખબર સાંભળી શિવને ઘેર જઈ તેની સ્ત્રીને જેમ મરછમાં આવ્યું તેમ બેલી ગાળાગાળી કરી ગઈ પરંતુ ગંગામણિ તદ્દન ચૂપ બેસી રહી. શિવએ પાસેના ઘરના લોકોને મેંએ એ Page #107 -------------------------------------------------------------------------- ________________ છબી વાત સાંભળી ગુસ્સે થઈ સ્ત્રીને કહ્યું, “ તું ચૂપ બેસી રહી? એક શબ્દ પણ બેલી નહિ ? ” શિવુની સ્ત્રીએ કહ્યું, “ના.” શિવુએ કહ્યું, “હું ઘેર હોત તે રાંડને સારી પેઠે સાવરણું સાવરણએ મારીને કાઢત.” તેની સ્ત્રી બોલી, “એમ હોય તો આજથી ઘરમાં જ બેસી રહે, હવે ક્યાંય ફરતા ફરશે નહિ.” એટલું કહી તે પિતાને કામે ચાલી ગઈ. એક દિવસ બપોરે શિવુ ઘરમાં ન હતો. શંભુ આવી વાંસના ઝાડમાંથી કેટલાક વાંસ કાપી લઈ ગયે. અવાજ સાંભળી શિવની સ્ત્રીએ બહાર આવી પિતાની આંખે બધું જોયું, પરંતુ રોકવાની વાત તો દૂર રહી, આજ તે સરસી પણ આવી નહિ, ચૂપકીથી ઘરમાં પાછી ચાલી ગઈ. બેએક દિવસ બાદ ખબર સાંભળી શિવ ફૂંફાડા મારવા લાગ્યો, સ્ત્રીને આવી કહ્યું, “ તારા કાન શું બળી ગયા છે? ઘરની પાસે થઈને તે વાંસ કાપી ગયો અને તેને ખબર પડી નહિ ?” તેની સ્ત્રીએ કહ્યું, “ખબર કેમ ન પડે ? મેં નજરે તો બધું દેખ્યું છે!” શિવુ ગુસ્સે થઈ બેલ્યો, “ત્યારે મને તે જણાવ્યું કેમ નહિ?” ગંગામણિ બેલી, “જણાવવાનું શું હતું? વાંસનું ઝાડ શું તમારા એકલાનું છે? દિયરજીનો તેમાં ભાગ નથી ?” Page #108 -------------------------------------------------------------------------- ________________ મુકદમાનું ફળ શિવુ વિસ્મયથી દિમૂઢ થઈ જઈ માત્ર બોલ્યો, “તારું શું મગજ ખસી ગયું છે ?” તે દિવસે સાંજ પડયા બાદ પાંચ કચેરીમાંથી પાછા આવી શાંતિથી ધપ કરતે બેસી પડ્યો. શિવુ બળદ માટે પૂળા કાપતો હતો, અંધારામાં તેના મોં અને આંખ ઉપરનું ગુપ્ત હાસ્ય તે જોઈ શક્યો નહિ, ભયથી પૂછવા લાગે, “શું થયું ?” પાંચે ગભીરતા સાથે જરા હસી બે, “પાંચુ હોય ત્યાં જે થાય તે જ ! વારંટ કઢાવ્યું ત્યારે આવ્યો છું. હવે તે ક્યાં છે એટલું જાણીએ એટલે થયું.” શિવને કે જાણે એક પ્રકારની જીદ ચડી ગઈ હતી. તે બોલ્યો, “ગમે તેટલું ખરચ થાય, છોકરાને પકડવો જ છે. તેને જેલમાં પુરાવું ત્યાર બાદ મારે બીજું કામ હાથ લેવું. પછી બંને મળી વિવિધ ઘાટ ઘડવા લાગ્યા. પરંતુ રાતના અગિયાર વાગી ગયા છતાં અંદરથી વાળનું તેડું આવ્યું નહિ એ જોઈ શિવુએ આશ્ચર્ય પામી રસોડામાં જઈ જોયું તે અંદર અંધારું.” સૂવાના ઓરડામાં જઈને જોયું તો સ્ત્રી જમીન ઉપર સૂતી છે. શિવએ બરાડ પાડી પૂછયું, “હજુ રાંધ્યું નથી ?” ગંગામણિએ કહ્યું, “ના. મારું શરીર સારું નથી, આજ મારાથી રંધાશે નહિ.” Page #109 -------------------------------------------------------------------------- ________________ છબી દારુણ ક્ષુધાથી શિવુની નાડીઓ સળગતી હતી, તેનાથી વધુ સહન ન થયું. સૂતેલી સ્ત્રીની પીઠ ઉપર એક લાત મારી બે, “આજકાલ રેજ “શરીર સારું નથી,” રોજ રંધાશે નહિ”! ન રંધાતું હોય તે નીકળ બહાર મારા ઘરમાંથી. ” ગંગામણિ કાંઈ બેલી પણ નહિ, ઊઠીને બેઠી પણ ન થઈ. જેમ સૂતી હતી તેમ પડી રહી. તે રાતે સાળી બનેવી કેઈને ખાવાનું મળ્યું નહિ. સવારમાં ખબર પડી કે ગંગામણિ ઘરમાં નથી. આમ તેમ થોડીવાર શોધાશોધ કર્યા બાદ પાંચુ બે, “ બહેન જરૂર મારે ઘેર ચાલ્યાં ગયાં છે.' - સ્ત્રીના આ પ્રકારે આકસ્મિક પરિવર્તનને હેતુ શિવુ મનમાં મનમાં સમજતા હતા. તેથી તેને ગુસ્સે પણ જેમ જેમ ઉત્તરોત્તર વધતો જતો હતો, તેમતેમ મામલા મુકદ્દમા તરફને તેને આગ્રહ પણ કમી થતો જતો હતો. તે ફક્ત બાલ્યા, “ચૂલામાં જાય, મારે શોધવાની ગરજ નથી.” પાછલે પહોરે ખબર મળી કે ગંગામણિ બાપને ઘેર આવી નથી. પાંચ ધીરજ આપી બે, “ ત્યારે જરૂર ફાઈને ઘેર ગયાં છે. ” તેમના એક પૈસાદાર ફેઈ પાંચછ કેસ દૂર એકાદ ગામમાં રહેતાં હતાં. પૂજાપર્વનિમિત્તે તે કઈ કઈ વાર ગંગામણિને લઈ જતાં હતાં. શિવુ સ્ત્રીને અત્યંત ચાહતે Page #110 -------------------------------------------------------------------------- ________________ સુનું ફળ હતા. તે મોઢેથી તેા ખેલ્યુ કે, “ જ્યાં ખુશી પડે ત્યાં જાય ! મરે ને !” પરંતુ અંદર અંદરચિત તથા ઉત્કંઠિત થઈ ઊઠયો. તે પણ ગુસ્સામાં તે ગુસ્સામાં પાંચ છ દિવસ ચાલ્યા ગયા. આ બાજુ કામકાજ અને દ્વારઢાંખરની માવજત વગેરેને કારણે તેનાથી આખા એક દિવસ પણ વધારે નભાય નહિ એવું થઈ ગયું. સાત દિવસ બાદ તે જાતે તે ન ગયા, પરંતુ પેાતાની મરદાનગી છેાડી દઇ ફાઈને ઘેર બળદગાડી મેકલી દીધી. બીજે દિવસે ખાલી ગાડીએ પાછા આવી ખબર આપી કે ત્યાં કાઈ નથી. શિવુ માથે હાથ દઈ બેસી પડયો. આખા દિવસ નાહવાખાવાનું નામ નહિ, મડદાની પેઠે તે એક પાટ ઉપર પાડ્યો હતા. પાંચુ અત્યંત ઉશ્કેરાયેલા ધરમાં દાખલ થઈ ખેલ્યો, “ સામંત મહાશય, પત્તો લાગ્યો છે!” શિવુ સફાળા ઊઠી બેઠા થઈ બોલ્યેા, “કયાં છે ? કાણે ખબર આપી ? માંદીખાંદી તા નથીને ? ગાડી લઈને ચાલેને અબડી બંને જઇએ. પાંચુ ઓક્લ્યા, “બહેનની વાત નથી કરતા——ગયારામને પત્તો લાગ્યા છે? ’ ,, શિવુ ફરી લેટી પડયો, કંઈ બોલ્યા નહિ. ત્યારે પાંચુ બહુ પ્રકારે સમજાવવા લાગ્યા કે આ તક કાઈ પણ રીતે જતી કરવી યેાગ્ય નથી. બહેન તા એક દિવસ આવશે જ, પરંતુ પછી આ મેટા ફરી જલદી હાચ આવશે ७ વ Page #111 -------------------------------------------------------------------------- ________________ - છબી નહિ. શિવુ ઉદાસ કઠે બે, “હમણું રહેવા દે પાંચુ ! પહેલાં તે પાછી આવે–ત્યારબાદ - પાંચુ વાંધો લઈ બે, “ ત્યાર બાદ વળી શું થવાનું સામંત મહાશય? ઊલટું બહેન પાછાં ફરે ના ફરે તેટલામાં જ કામ પૂરું કરવું જોઈએ. તે આવી ચડે તે કદાચ પછી ન જ બને.” શિવ કબૂલ થયો. પરંતુ પિતાના ખાલી ઘર તરફ જોતાં બીજા ઉપર વેર લેવાનું જોર તેનામાં રહેતું નહતું. અત્યારે પાંચુના જોર ઉપર જ તેનું કામ ચાલતું હતું. બીજે દિવસે રાત પૂરી થતા પહેલાં જ તેઓ કચેરીના સિપાઈ વગેરેને લઈને બહાર નીકળી પડ્યા. રસ્તામાં પાંચુએ જણાવ્યું, “મહા મહેનતે ખબર મળી છે, શંભુએ તેને પાંચલાના સરકારી પુલના કામમાં નામ છુપાવી ભરતી કરી લીધો છે ત્યાં જ તેને ગિરફતાર કરવો પડશે.” શંભુ અત્યાર સુધી ચૂપ રહ્યો હતો, હજુ પણ ચૂપ રહ્યો. તેઓ જ્યારે ગામમાં દાખલ થયા ત્યારે બપોર થઈ ગયા હતા. ગામને એક છેડે એક મોટું મેદાન માણસે, લાકડાં –લોઢાં, એંજિન–સંચાથી ઠસોઠસ ભરેલું હતું. ચારેબાજુ નાનાં નાનાં પડાં બાંધી મજૂરો રહેતા હતા. ઘણી પડપૂછ કર્યા બાદ એક જણે કહ્યું, ' જે છોકરા સાહેબનું બંગાળી લખવા વાંચવાનું કામ કરે છે તે ને ? તેનું ઘર આ રહ્યું.” ૯૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ મુકદ્દમાનું ફળ કહી એક નાનું ઝૂંપડું બતાવી દીધું. તેઓ ગુપચુપ ધીમે પગલે અનેક સાવચેતીથી તેની પાસે આવી ઊભા રહ્યા. અંદર ગયારામને અવાજ સંભળાયો. હરખથી પાંચનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તે સિપાઈ અને શિવને લઈ બહાદુરીપૂર્વક એકદમ ઝૂંપડાના ઉઘાડા બારણાને રોકીને ઊભો રહ્યો. તેટલામાં તો તેનું સમસ્ત મુખ વિસ્મય, ક્ષોભ, અને નિરાશાથી કાળું પડી ગયું. તેની બહેન ભાત પીરસી એક વીંઝણો હાથમાં લઈ પવન નાખતી હતી અને ગયારામ ભજન કરવા બેઠા હતે. નજરે પડતાં ગંગામણિ માથાનો પાલવ ઊંચા કરી ફક્ત બોલી, “તમે લેકે જરા શ્વાસ ખાઈ નદીમાં જઈને નાહી આવો, તેટલામાં હું ભાતની બીજી તપેલી ચડાવી દઉં.” Page #113 -------------------------------------------------------------------------- ________________ Page #114 -------------------------------------------------------------------------- ________________ મહેશ Page #115 -------------------------------------------------------------------------- ________________ Page #116 -------------------------------------------------------------------------- ________________ મહેશ ગામનું નામ કાશીપુર હતું. ગામ નાનું હતું, જમીનદાર તેથીયે ના હો, તો પણ એના દોરથી પ્રજ ચૂં કે ચાં પણ કરી શકતી નહોતી,-એવો રુઆબ હતો. નાના છોકરાની વરસગાંઠ હતી. પૂજા પતાવી તકરત્ન બરની વખતે ઘેર પાછા ફરતા હતા. વૈશાખ પૂરે થવા આવ્યો હતો, પરંતુ વાદળની છાયા સરખી કયાંય ન મળે. અનાવૃષ્ટિના આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે. સામેના ક્ષિતિજ સુધી વિસ્તરેલાં ખેતરે બળી-ધખીને ચિરાઈ ગયાં છે. અને લાખો ચિરાડામાંથી ધરતીની છાતીનું લેહી નિરંતર ધુમાડો થઈ ઊડી જાય છે, અગ્નિની જ્વાળા જેવી તેની ગૂંછળાં વળતી ઊર્ધ્વગતિ તરફ જોઈ રહીએ તો માથાને તમ્મર ચડે–જાણે ઘેન ચડયું. Page #117 -------------------------------------------------------------------------- ________________ છબી તેને જ સીમાડે રસ્તા ઉપર ગફુર વણકરનું ધર હતું. તેની માટીની દીવાલ પડી જવાથી આંગણું અને રસ્તે એકાકાર થઈ ગયાં હતાં તથા અંતઃપુરનાં શરમ-મર્યાદા રસ્તે જનારની દયાને શરણે જઈ તે નિશ્ચિંત થયાં હતાં. રસ્તાની કારે એક ઝાડની છાયામાં ઊભા રહી તરને ઊઁચે સાદે ખૂમ પાડી, “આરે એ ગરા, કહું છું ઘરમાં Ci છે કે ' તેની દશેક વર્ષની છે।કરીએ બારણામાં ઊભા રહી જવાબ દીધે!, “બાબાનું શું કામ છે? બાબાને તાવ ચડ્યા છે. ” તાવ ? ખેાલાવ બહાર હરામજાદાને ! પાખંડી ! મ્લેચ્છ !” હાંકારા-બકારાથી ગફુરમિયાં ઘરમાંથી બહાર આવી તાવથી કાંપતા કાંપતા પાસે આવી ઊભા. ભાંગેલી દીવાલની ખાજીને અડીને એક જૂનું બાવળિયાનું ઝાડ ઊભું હતું, તેની ડાળે એક સાંઢ બાંધેલેા હતેા. ત રત્ન તેને બતાવી ખેાલ્યા, આ શું કરે છે, ખેલ જોઉં ? આ હિંદુનું ગામ છે, જમીનદાર બ્રાહ્મણ છે, તેને ખ્યાલ છે ? << તેમનું માં ગુસ્સાથી તથા તડકાની ઝાળથી લાલચેાળ થઈ ગયું હતું. એટલે બેશક તેમાંથી ધીકતાં કઠેાર વાકય જ બહાર આવે, પરંતુ કારણુ ન સમજાવાથી ગફુર માત્ર સામું જોઈ રહ્યો. તર્ક રત્ન ખાલ્યા, ‘ સવારે જતી વખતે હું જોઈ ને ગયે કે આંધેલા છે, અપેારે પાછા ફરતાં જોઉં છું તે તેમને તેમ બાંધેલા છે. ગેહત્યા થશે તેા બાબુજી તને જીવતા કબરમાં દાટી દેશે. એ કંઈ ગમે તેવા બ્રાહ્મણ નાય ! ’’ ૧૦૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ મહેશ શું કરું, બાબાઠાકુર ? બહુ લાચારીમાં આવી પડ્યો છું. કેટલા દિવસથી શરીરમાં તાવ છે, દેરડું પકડી બે ખાંપા ખવરાવી આણવા જતાં પણ તમ્મર આવી પડી જવાય છે.” ત્યારે છોડી મૂકને, એની મેળે ચરી કરીને આવશે.” “કયાં છેડે બાબાઠાકુર ? લેકેનું અનાજ બધું ઊપણાઈ ગયું નથી, ખળીમાં પડયું છે; પૂળાના હજુ એઘા ખડકાઈ રહ્યા નથી. ખેતરના ખાંપા બાપા બધું બળી ગયું-ક્યાંય એક મૂઠી ઘાસ નથી, કોઈના અનાજમાં મેં ઘાલે. કોઈનો એ વીખી ખાય,–કેમ કરીને છોડું, બાબાઠાકુર ?” તકરત્ન જરા નરમ થઈ બોલ્યા, “ના છોડે તે છાંયડામાં કયાંક બાંધી દઈ બેએક પૂળા ખડ નાખને. એટલી વાર ચાવે તે ખરો. છોકરીએ ભાત બાત રાંએ નથી ? ઓસામણ બેસામણ મૂકને. એકાદ તગારું છે પીતો.” ગફુરે જવાબ આપે નહિ. લાચારની પેઠે તકરત્નના મેં સામે જોઈ રહ્યો. તેના મેમાંથી માત્ર એક ઊંડે નિસાસો બહાર નીકળ્યો. તકરત્ન બેલ્યા, “તેય નથી, કે શું? ખડનું શું કર્યું? આ વખતે જે ભાગમાં આવ્યું હતું તે બધું વેચીને પેટાય નમઃ? બળદ માટે પણ એકાદ પૂળો રાખવો ન જોઈએ ? બેટ સાઈ! ” આ નિષ્ફર આપથી ગફુરની વાચા જાણે રંધાઈ ગઈ. ક્ષણેક વાર પછી તે ધીરે ધીરે બોલ્યો, “ હજારેક પૂળા ઘાસ આ વખતે ભાગમાં આવ્યું હતું. પરંતુ ગઈ સાલની બાકી કહીને ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ બાબુ મહાશયે બધું અટકાવી રાખ્યું. રડી કકળીને પગે પડીને કહ્યું, “બાબુ મહાશય, તમે હાકેમ છે ! તમારું રાજ છેડી બીજે કયાં નાસી જવાના છીએ ? મને નહિ તો પાંચસે સાતસો પૂળા કડબ ઉધાર આપો. છાપરા ઉપર ઘાસ નથી. બાપ બેટીને રહેવાનું એક કોટડું રહ્યું છે, તે તો કદાચ તાડનાં પાંદડાં ઢાંકી ટૂકીને આ ચોમાસું કાઢી નાંખીશું, પરંતુ ખાવાનું નહિ મળે તે માટે મહેશ મરી જશે.” હસીને બોલ્યા, “યેહ! વળી આરત કરીને નામે ખાસું મહેશ રાખ્યું છે ! હું તે હસી હસીને ગાંડ થવા આવ્યું.” પરંતુ આ મશ્કરી ગફુરના સાંભળ્યામાં આવી નહિ. તે કહેવા લાગ્યો, “પરંતુ હાકેમને દયા ન આવી. બે એક માસની ખેરાકી જેટલું થેડુંક ધાન મને આપ્યું. પરંતુ તમામ ઘાસ સરકારમાં ઢગલે થઈ ગયું. અને મને એક તણખલું પણ ન મળ્યું”—બેલતાં બોલતાં તેને અવાજ આંસુ ભરાઈ આવવાથી ભારે થઈ ગયો. પરંતુ તકરત્નને તેથી દયા આવી નહિ; બોલ્યા, “ તુંય ઠીક માણસ છે ને, ખાધું છે તે આપવું નથી; જમીનદાર શું તને ઘરમાંથી કાઢીને ખવરાવે, કેમ ? તમે લોકે તો રામ-રાજ્યમાં રહે છે, પણ હલકી જાતના છો એટલે એમની નિંદા કરતા ફરો છો ! ” ગફર શરમાઈ જઈ બોલ્યો, “નિંદા શા માટે કહ્યું, બાબાઠાકુર, અમે એમની નિંદા કરતા નથી. પણ ક્યાંથી લાવીને. Page #120 -------------------------------------------------------------------------- ________________ મહેશ આપું, કહે। જોઈએ ? ચારેક વીધાં જમીન ભાગે રાખી, પશુ ઉપરાઉપરી એ સાલ દુકાળ પડયો, ખેતરનું ધાન ખેતરમાં જ સુકાઈ ગયું,—માપ દીકરીને મે વેબ પેટ ભરીને ખાવાનું મળતું નથી, કોટડા સામું નજર કરીને જુએ, વરસાદ–પાણીમાં છેાકરીને લઇને ખૂણામાં ખેસી રાત કાઢું છું, પગ લાંબા કરી સૂવા જેટલીયે જગા મળતી નથી. મહેશને એક વાર તાકીને જુઓ, પાંસળાં ગણી શકાય છે, આપને, ઠાકુર મા’શય એએક હાર પૂળા ઉધાર; બળદિયાને એ દિવસ પેટભરી ખવરાવું ’– મેલતે ખેલતા જ તે ધપ કરતે બ્રાહ્મણના પગની નજીક લેટી પડ્યો. તરત્ન તીરની પેઠે બે ડગલાં પાછા હઠી મેલ્યા, “ અરે મર, અડકી પડયો કે ? '' * * ના, બાબાઠાકુર, અડકું શા માટે? નહિ અડકું. પરંતુ આ વખતે મને એ એક હજાર પૂળા ધાસ આપે!. તમારા ચાર ચાર આદ્યા તે દિવસે જોઇ ને આવ્યો છું, એટલું આપશે તે જણાશે પણ નહિ. અમે ખાધા વિના મરી જઇ એ તે કંઈ વાંધા નહિ, પરંતુ એ મારે વાચા વિનાને જીવ, ખેલતાં નહિ, ફક્ત સામું જોયા કરે, અને આંખમાંથી પાણી પાડે.” આવડે. તર્કરત્ન ખેલ્યા, “ ઉછીનું લે છે તે પાછું કેમ કરીને વાળવાના છે, કહે જોઉં ! ” . × મૂળ, એ એક કાહન ’–(કર્તાપણ) ૧ કાર્યાપણ=૧૬ પણ; ૧ પણ=૨૦ ગડા; ૧ ગડા=૪ ૧૦૭ - Page #121 -------------------------------------------------------------------------- ________________ ખી ** ગપુર આશામાં આવી જઈ વ્યગ્ર સ્વરે ખેાલી ઊઠયો, ગમે તેમ કરીને પાછું વાળીશ, બાબાઠાકુર, તમને ધેાખા નહિ દઉં. ’ તરત્ન માંમાં એક પ્રકારના અવાજ કરી ગજ્જુરના વ્યાકુલ અવાજના ચાળા પાડી ખેલ્યા, “ ધાખા નહિ દઉં ! ગમે તેમ કરીને પાછું વાળીશ ! ઢાંગી કાંગલા ! જા, જા. ખસ, ખસ, રસ્તા મૂક. ઘેર જાઉં, દહાડા ચડચો.' એટલું કહી તે જરા માં મલકાવી આગળ ડગલું માંડવા જતાં જ એકદમ ભડકી પાછા હઠી ક્રોધપૂર્વક ખેાલી ઊઠ્યા, “.અરે મર, પા વળી શીંગડું વીંઝે છે, ગાતું મારશે કે શું?” 66 ગફુર ઊઠી ઊભા થઈ ગયા. બ્રાહ્મણ-ઠાકુરના હાથમાં ફળમૂળ અને ભીના ચેાખાની પાટલી હતી, તે બતાવી ખેાલ્યા, ગંધ આવીને એટલે મૂઠીએક ખાવા માગે છે. '' 66 ખાવા માગે છે! વાહ, એમ ? જેવા ખેડૂત તેવા બળદ. શ્વાસ ખાવા મળતું નથી, તે ચાખા-કેળાં ખાવાં છે ? લઈ જા, લઈ જા, રસ્તામાંથી આધે બાંધ. શીંગડાંયે એવાં છે કે કાક દિવસ કાર્યનું ખૂન કરશે. ” એટલું ખેાલી તર્ક રત્ન જરા વેગળેથી પડખું વટાવી જોસભેર ચાલ્યા ગયા. 66 ગફુર એ બાજુએથી નજર ફેરવી ક્ષણવાર સ્તબ્ધ થઈ મહેશના મુખ સામે જોઈ રહ્યો. તેની ગાઢી ઊંડી કાળી ખે આંખે વેદના અને ક્ષુધાથી ભરેલી હતી. તે ખાયેા, “તને એક મૂઠી ન આપી? એ લેકા પાસે ધણું છે, તે પણ આપતા 66 ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ મહેશ 66 "" નથી. ભલે ન આપે, ”—તેનું ગળું ભરાઈ આવ્યું ત્યાર બાદ આંખમાંથી ટપટપ કરતાં આંસુ પડવા લાગ્યાં. પાસે આવી શાંતિથી ધીરેધીરે તેના ગળા ઉપર, માથા ઉપર, પીઠ ઉપર હાથ ફેરવતા ફેરવતા ખૂબ ધીમે અવાજે ખેાલવા લાગ્યા, મહેશ, તું મારા દીકરા છે, તું મારું આઠ વર્ષ સુધી ભરણપાષણ કરી ધરડે થયા છે, તને હું પેટપૂર ખવડાવી શકતા નથી, પરંતુ તું તે જાણે છે તે કે તને હું કેટલા ચાહું છું. ’” મહેશ જવાબમાં ફક્ત ડાર્ક લંબાવી, આરામથી આંખ મીંચી રહ્યા. ગપુર બળદિયાની પીઠ ઉપર આંસુ લૂછી નાખી તેવા જ અસ્ક્રુટ અવાજે કહેવા લાગ્યા, જમીનદારે તારા માંમાંથી ખાવાનું કાઢી લીધું, સ્મશાન પાસે ગામને જે નાના સરખા ચરે હતા, તે પણુ પૈસાને લેભે જમાબંધી કરી દીધું. આ દુકાળને વર્ષે તને કેમ કરીને જીવતા રાખું, ખેલ ? છેાડી મૂકું તેા તું ખીજાના એકધા વીંખી ખાય, લેાકાની કળાને માં લગાડે, તને હું શું કરું? તારા શરીરમાં હવે જોર નથી, ગામમાં કાઈ ને તારી જરૂર નથી, લેકે તને ગુજરીમાં × વેચી નાખવાનું કહે છે. ” એ વાકય મનમાં મનમાં ખેલતાં જ ફરીથી તેની બે આંખેા છલકાઈ તે ટપટપ કરતું પાણી પડવા લાગ્યું. હાથ વડે લૂછી નાખી ગટ્ટુરે એક વાર આમતેમ નજર કરી. લીધી, ત્યારબાદ ભાંગેલા ઘરની પછીતેથી કેટલુંક જૂનું મેલું થઈ ગયેલું ધાસ આણી મહેશના માં આગળ નાખી ધીમે × મૂળ ગા-હાટ, ” ઢાર વેચવાનું મજાર, જ્યાં વેપારીઓ અને કસાઈ ઢાર ખરીદે છે. ૧૦ A Page #123 -------------------------------------------------------------------------- ________________ છી ધીમે કહેવા લાગ્યા, “ લે, જલદી જલદી એટલું ખાઈ લે, બાપુ, વાર લાગશે તેા વળી¬” બાબા ’ '' “કેમ મા ? << ખાઈ લઈ એ ચાલા—” એટલું મેલી અમીના એરડામાંથી ખારણે આવી ઊભી રહી. એક ક્ષણ જોઈ રહ્યા ખાદ ખેલી, “ મહેશને ફરી છાપરામાંથી ખેંચીને શ્વાસ નાખ્યું કે મામા ?” 66 તેને એ જ ડર હતા, શરમાઈ જઈ માલ્યા, “ ધાસ જૂનું સડી ગયેલું છે એટલે મા, પાતાની મેળેજ ગરી પડયું હતું. ' અરે મેં અંદરથી સાંભળ્યું ને બાખા, કે તમે ખેંચીને બહાર કાઢ્યું ! ,, ,, 66 ‘ના, મા, કંઈ ખાસ ખેંચ્યું નહોતું—" 66 પરંતુ ભીંત પડી જશે તે, ખામા, ગજુર ચૂપ રહ્યો. એક ઓરડા બાદ કરતાં ખીજું બધું પડી ગયું છે, તથા આમ રાજ કરવા જતાં આવતા ચોમાસામાં એ પણ ટકશે નહિ, એ વાત તેના પોતાના કરતાં ખીજાં ક્રાણુ વધારે જાણતું હતું? તેમજ વળી એ રીતે પણ કૈટલા દિવસ ચાલે ? છેકરીએ કહ્યું, મેં પીરસી દીધું છે. "" ૧૦ ,, << હાથ ધેાઈ ભાત ખાવા ચાલે બાબા, Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ગફુર બોલ્યો, “જરા ઓસામણ આપ તો મા, એકવાર આ ભુખાળવાને પાઈ આવું.” આ “ઓસામણ તો નથી, બાબા, હાંલ્લીમાં જ ગયું છે.” - “ નથી ?ગફુર ચૂપ રહ્યો. દુઃખના દહાડામાં એટલું પણ નકામું જવા દેવાય નહિ એ આ દશ વરસની છોકરી પણ સમજતી હતી. હાથ ધોઈ તે ઓરડાની અંદર જઈ ઊભો રહ્યો. એક પિત્તળની થાળીમાં પિતાનું ભોજન પીરસી દઈ પુત્રીએ પોતાને માટે એક માટીના શાણુકામાં ભાત પીરસ્યો છે, ટીકી ટીકીને જોઈને ગફુર ધીરે ધીરે બે, “અમીના, મને ડીલે ફરી ટાઢ ચડવા માંડી છે, મા, તાવલે શરીરે ખવાથી શું ફાયદે !” અમીના ઉદ્વિગ્ન મુખે બોલી, “પરંતુ ત્યારે તે કહેતા હતા ખૂબ ભૂખ લાગી છે !” "ત્યારે ? ત્યારે કદાચ તાવ નહિ હોય, મા.” “એમ હોય તે ઢાંકી રાખું, સાંજે ખાજે.” ગફુર માથું હલાવી બે, “પરંતુ ટાઢ ભાત ખાઉં તે તબિયત વધારે બગડે, અમીના.” અમોનાએ કહ્યું, “તે પછી ?” ગફૂરે કેટલોય જાણે વિચાર કરી અચાનક એ કેયડાને ઉકેલ આણી દીધે; તે બોલ્યો, “એક કામ કરને, મા. નહિ તે મહેશને જ મૂકી આવે, પછી રાતના અને એકાદ મૂઠી ફરી ૨૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ મી નહિ રાંધી અપાય શું, અમીના ? ” જવાબમાં અમીના માં ઊંચું કરી ક્ષણવાર ચૂપ રહી પિતાના મેાં તરફ જોઈ રહી, ત્યારે ખાદ માથું નીચું કરી ધીરે ધીરે ડેાકું હલાવી ખેાલી, “ રાંધી અપાશે, ખાઞા. < "" ગપુરનું માં રાતું થઈ ગયું. પિતા અને પુત્રીની વચ્ચે આજે છેતરપિંડીના જે એક અભિનય થઈ ગયા, તે એ એ પ્રાણી સિવાય ખીજા પણ એક જણે જાણે અંતરીક્ષમાં રહ્યાં રહ્યાં જોયા હતા. ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ પાંચ સાત દિવસ બાદ એક દિવસ માં ગપુર ચિંતાગ્રસ્ત મુખે ઓસરીમાં બેઠે છે, તેને મહેશ ગઈ કાલને હજી સુધી ઘેર પાછો ફર્યો નથી, તે પોતે અશક્ત હતો તેથી અમીના સવારથી બધે બળતી ફરે છે. આથમતે પહેરે તે પાછી ફરીને કહેવા લાગી, “સાંભળ્યું, બાબા ? માણિક શેષને ત્યાં નાએ આપણા મહેશને ડબામાં મોકલ્યો છે. ” ગપુર બોલ્યો, “જા, જા, ગાંડી ! ” “હાં, બાબા, સાચે. તેમના નેકરે કહ્યું, તારા બાપને કહેજે કે જાય દરિયાપુરના ડબામાં શેધવા.” “તેણે શું કર્યું હતું ?” “તેમના બાગમાં ઘૂસી જઈ ઝાડપાલે દી નાખ્યો, બાબા.” ગપુર સ્તબ્ધ થઈ બેસી રહ્યો. મહેશ સંબંધી તેણે મનમાં મનમાં બહુ પ્રકારની દુર્ઘટનાઓની કલ્પના કરી હતી. પરંતુ તે આવું કરશે એવી બીક તેને ન હતી. તે જેવો રાંક તે ગરીબ હતો, એટલે ખાસ કરીને તેને પાડોશીઓમાંથી કોઈ તેને આટલી ભારે શિક્ષા કરે એવો ભય તેને હતું નહિ. તેમાં પણ માણિક ઘોષ; ગ–બ્રાહ્મણ પ્રત્યે તેમની ભક્તિ આ ગાળામાં પ્રસિદ્ધ હતી. ૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ છબી ' છોકરીએ કહ્યું, “રાત તે પડવા આવી, બાબા, મહેશને લેવા નહિ જાઓ?” ગફુર બે , “ના” “પરંતુ તેમણે તે કહ્યું છે કે ત્રણ દિવસ પૂરા થતાં જ પોલીસને લેકે તેને ગુજરીમાં વેચી નાખશે.” ગપુર બોલ્યો, “છો વેચી નાખે.” ગુજરી એ વસ્તુ વાસ્તવિક રીતે શું છે તે અમીન જાણતી ન હતી, પરંતુ મહેશની બાબતમાં એનો ઉલ્લેખમાત્ર થતાં તેના પિતા કેવા વિચલિત થઈ ઊઠતા, તે તેણે બહુ વાર જોયું હતું. પરંતુ આજે તે એક પણ શબ્દ બોલ્યા વિના આસ્તે આસ્તે ચાલી ગઈ. રાત્રિના અંધારામાં લપાતાં છુપાતાં ગફુરે બંસીની દુકાને આવી કહ્યું, “કાકાએક રૂપિયો આપવો પડશે, ” એટલું કહી તેણે તેની પિત્તળની થાળી બેસવાની માંચી નીચે મૂકી દીધી. એ વસ્તુનું વજન વગેરે બંસીને ખૂબ પરિચિત હતું. બે એક વર્ષની અંદર તેણે પાંચેક વાર તેને સાનમાં રાખી એક એક રૂપિયો આપ્યો હતો. તેથી આજે પણ કંઈ વાંધે લીધે નહિ. બીજે દિવસે મહેશ પાછે તેને અસલ ઠેકાણે જોવામાં આવ્યો. એ જ બાવળિયાનું ઝાડ, એ જ દેરડું, એ જ ખીલો, એ જ ઘાસ વિનાની ખાલી જગા, એ જ ક્ષુધાતુર કાળી આંખની સજલ ઉત્સુક દષ્ટિ. એક બુટ્ટા જેવો મુસલમાન તેને અત્યંત તીવ્ર નજરે તપાસતો હતો. થોડે દૂર એક બાજુએ બંને ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ મહેશ હીંચણ ભેગા કરી ગપુરમિયાં ગુપચુપ બેઠે હતે. પરીક્ષા પૂરી કરી બુઢ્ઢાએ ચાદરને છેડેથી એક દશ રૂપિયાની નોટ બહાર કાઢી તેની ગડી ઉકેલી વારંવાર મસળી જોઈ તેની પાસે જઈ કહ્યું, “હવે વધઘટ નહિ કરું, આ પૂરેપૂરા જ આપું છું; લે.” ગકુરે હાથ લંબાવી તે લીધી અને પહેલાંની પેઠે તે ચૂપ જ બેસી રહ્યો. પરંતુ જે બે જણ સાથે આવ્યા હતા તેમણે બળદનું દેરડું છોડવા માંડયું કે તરત જ તે અચાનક સીધે ઊઠી ઊભો થઈ ઉદ્ધત અવાજે બોલી ઊઠો, “દેરડાને હાથ લગાડશો નહિ. કહું છું, ખબરદાર. જેજે, સારું પરિણામ નહિ આવે.” - તેઓ ચમકી ગયા. બુટ્ટો આશ્ચર્ય પામી બોલ્યો, “કેમ?” ગફુરે તે જ પ્રમાણે ગુસ્સામાં ને ગુસ્સામાં જવાબ દીધો, “કેમ વળી શું? મારી ચીજ મારે વેચવી નથી, મારી ખુશી.” એટલું બોલી તેણે નોટ પાછી ફેંકી દીધી. તેઓએ કહ્યું, “કાલે રસ્તે આવતાં બાનું લેતા આવ્યા છે તે ?” “આ લેને તમારું બાનું પાછું !” એટલું કહી તેણે કેડેથી બે રૂપિયા બહાર કાઢી ખડિંગ કરતાં ફેંકી દીધા. ઝઘડો થઈ બેસવાની અણી ઉપર વાત પહેચી છે એ જોઈ બુઢ્ઢાએ હસીને ધીરેથી કહ્યું, “દબાવીને બીજા બે રૂપિયા વધારે લેવા છે, એ જ ને ? આલ્યા આપ મીઠાઈ ખાવા એની છોકરીના હાથમાં બે રૂપિયા. કેમ, એ જ ને ? ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ છબી. “ ના.” પરંતુ એથી વધારે કઈ એક અર પણ આપવાનું નથી. ખબર છે? ગપુર જોરથી માથું હલાવી બેલ્યો, “ના.” બુદ્દો ગુસ્સે થઈ ગયો, બોલ્યો, “ના, તે શું? ચામડાના પૈિસા ઊપજે એમ છે, નહિ તે બીજે માલ શો બન્યો છે ?” ( તોબા ! તોબા ! ગપુરના મેઢામાંથી અચાનક એક ખરાબ કડવો શબ્દ નીકળી ગયે તથા બીજી ક્ષણે જ તે દેડી પોતાના ઘરમાં પેસી રાડ નાખી ધમકી આપવા લાગે કે જે તેઓ જલદી ગામ છોડી નહિ જાય, તે તે જમીનદારના માણસો બેલાવી લાવી તેમને ખાસડાં મરાવ્યા વિના છોડનાર નથી. બખેડે દેખી પેલા લેકે ચાલ્યા ગયા, પરંતુ થોડી વારમાં જ જમીનદારની કચેરીમાંથી તેને તેડું આવ્યું. ગકુર સમજી ગયો કે આ વાત બાબુજીને કાને ગઈ છે. કચેરીમાં સારા ખેટા અનેક માણસે બેઠા હતા. શિવુ બાબુ આંખ રાતી કરી બોલ્યા, “ગપુરા, તને મારે શી શિક્ષા કરવી તે જ સમજાતું નથી. તું ક્યાં રહે છે તે જાણે છે ?” ગકુર હાથ જોડી બે, “ જાણું છું. અમને ખાવાનું મળતું નથી. નહિ તો આજ આપ જે દંડ કરતા તેની હું ના ન પડત.” બધા જ વિસ્મય પામ્યા. આ માણસને તેઓ જિદ્દી તથા ખૂની સ્વભાવને જાણતા હતા. તે રડું રડું થઈ જઈ બોલ્યો, “એવું કામ ફરી કદી નહિ કરું, બાબુજી !” Page #130 -------------------------------------------------------------------------- ________________ મહેશ એટલું બોલી તેણે પિતે જ પિતાને બે હાથે બે કાન ચીમળ્યા, અને આંગણાની એક બાજુએથી બીજી બાજુ સુધી નાકલિસોટી તાણ ઊઠી ઊભો થયો. શિવુ બાબુ દયાભર્યો અવાજે બોલ્યા, “ઠીક, જા, જા, થયું, થયું. ફરી કદી આવી અક્કલ લડાવીશ નહિ.” વાત સાંભળી બધાનાં રૂંવાડા ખડાં થઈ ગયાં અને માત્ર બાબુજીના પુણ્યપ્રભાવને લીધે તથા શિક્ષાના ડરથી જ એ મહાપાતક થતું અટક્યું એ બાબતમાં કેઈને લેશ પણ સંશય રહ્યો નહિ. તકરત્ન હાજર હતા, તેમણે ગે શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા કરી આપી, તથા શા માટે આ ધર્મજ્ઞાનહીન શ્લેષ્ઠ જાતિને ગામની નજીક વસવાટ કરવા દેવાને નિષેધ છે. એ ખુલ્લું કરી બધાનાં જ્ઞાનનેત્ર ખોલી દીધાં. | ગફુરે એક વાતને જવાબ દીધે નહિ. ઠીક બદલે મળે છે, એમ મનમાં માની, અપમાન તથા બધો તિરસ્કાર વિનયપૂર્વક માથે ચડાવી પ્રસન્ન ચિત્તે ઘેર પાછા આવ્યા. પાડોશીઓને ઘેરથી ઓસામણ માગી લાવી મહેશને પિવડાવ્યું તથા તેને શરીરે, માથે અને શીંગડે વારવાર હાથ ફેરવી અસ્કટ અવાજે કિંઈ કેટલુંય બોલવા લાગ્યા. 'ના. ૧૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ જેઠ પૂરું થવા આવ્યો. રુદ્રની જે મૂર્તિએ એક દિવસ વૈશાખને અંતે દેખા દીધી હતી, તે હજી કેટલી ભીષણ, કેટલી ભારે કઠોર થઈ શકે તે આજના આકાશ તરફ જોયા વિના ખ્યાલમાં જ આવી શકે નહિ. ક્યાંય જાણે દયાને આભાસ સુધ્ધાં નથી. કેક દિવસ આ રૂપનું લેશ માત્ર પરિવર્તન થઈ શકે, ફરી કઈ દિવસ આ આકાશ વાદળાંની ઘટાથી સ્નિગ્ધ જલપૂર્ણ બની દેખા દઈ શકે, એવી આજે કલ્પના કરતાં પણ જાણે ડર લાગે છે. એવું થાય છે કે સળગી ઊઠેલા આખા આકાશમાંથી જે અગ્નિ રોજ રોજ વરસ્યાં કરે છે, તેને અંત નથી, સમાપ્તિ નથી; બધું પૂરેપૂરું બિલકુલ ખાખ થઈ જાય ત્યાં સુધી એ હવે થંભવાનો નથી. એ દિવસે બપરી વખતે ગપુર ઘેર પાછા આવ્યા. પારકે બારણે મજૂરી કરવાનો તેને અભ્યાસ ન હત; તેમજ માત્ર ચાર પાંચ દિવસથી તેનો તાવ થોભ્યો હતા; શરીર હજુ જેવું દુર્બળ તેવું જ થાકેલું હતું. તો પણ આજ તે કામ શોધવા બહાર ગયા હતા. પરંતુ આ પ્રચંડ તડકે ફક્ત તેણે માથે લીધે એ જ, બીજું કાંઈ વળ્યું નહિ. ભૂખથી, તરસથી તથા થાકથી તેને લગભગ અંધારાં આવતાં હતાં. આંગણે ઊભા રહી તેણે બૂમ પાડી, “અમીના, ભાત થયો છે કે ?” ૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ જાહેર છોકરી ઘરમાંથી ધીમે ધીમે બહાર આવી જવાબ આપ્યા વિના થાંભલે પકડી ઊભી રહી. જવાબ ન મળતાં ગફુર રાડ નાખી બોલ્યો, “થ છે ભાત ? શું બેલી, નથી થયો ? કેમ કહે જેઉં ?” “ચોખા નથી, બાબા.” “ચોખા નથી ? સવારે મને કહ્યું કેમ નહિ ?” “તમને રાતે તો કહ્યું હતું.” ગ ફર મેં વાંકું કરી તેના અવાજના ચાળા પાડી ચાલ્યો, “રાતે તે કહ્યું હતું ! રાતે કહે એટલે કેઈ ને યાદ રહેતું હશે ?” પોતાને કર્કશ અવાજથી તેને ક્રોધ બમણો વધી ગયે. મેં વધારે બગાડી બોલી ઊઠ્યો, “ચેખા ક્યાંથી રહે ? માં બાપ ખાય કે ના ખાય, પણ બુદ્ધી દીકરી દિવસમાં ચાર ચાર પાંચ પાંચ વાર ભાત ડૂસ્યા કરે. હવેથી ચોખાને હું તાળું વાસીને બહાર જઈશ. લાવે એક લેટ પાણી, તરસથી છાતી ફાટી ગઈ. કહેને કે તે પણ નથી.” અમીના એમ ને એમ નીચે મેએ ઊભી રહી. થેડીકવાર રાહ જોઈ, ગફુર જ્યારે સમજે કે ઘરમાં પીવાનું પાણી પણ નથી, ત્યારે તે પોતાના પર વધુ કાબૂ ન રાખી શકે. ઉતાવળે પગલે પાસે જઈ પટાક દઈને જોરથી તેના ગાલ ઉપર એક ધેલ ચેડી દઈ બોલ્યો, “બળ્યા મેઢાની ? હરામજાદી, આખો દિવસ તું કરે છે શું ? આટલા લેક મરી જાય છે, તું કેમ મરતી નથી ?' છોકરી એક શબ્દ બેલી નહિ, માટીને ખાલી ઘડે ઉપાડી Page #133 -------------------------------------------------------------------------- ________________ છબી લઈ તે તડકાની અંદર જ આંખ લૂછતી લૂછતી ચૂપકીથી બહાર ચાલી ગઈ. પરંતુ તે નજરબહાર જતાં જ ગપુરનું હૃદય તીરથી વીંધાઈ ગયું. એ નમાઈ છોકરીને તેણે શું શું કરીને ઉછેરી છે, તે ફક્ત તે જ જાણે છે. તેને વિચાર આવ્યો કે તેની એ સ્નેહાળ, કામઢી, શાંત પુત્રીને કશો દોષ ન હતો. ખેતરનું સામાન્ય થોડું ઘણું ધાન ખૂટી ગયા બાદ તેમને પેટ ભરીને બે વેળા ખાવાનું મળ્યું નથી. કેઈ દિવસ એક વેળા તે કઈ દિવસ વળી તે પણ નહિ. દિવસમાં પાંચ છ વાર ભાત ખાવો એ જેટલું અસંભવિત તેટલું જ ખોટું હતું. વળી પીવાનું પાણી ન હતું, તેનું કારણ પણ તેને અજાણ્યું ન હતું. ગામમાં જે બે ત્રણ તળાવડીઓ હતી તે બિલકુલ સુકાઈ ગઈ હતી. શિવચરણ બાબુને પાછલે બારણે તળાવડીમાં જે થોડું ઘણું પાણી હતું, તે સામાન્ય લેકીને મળતું નહોતું. બીજાં જળાશયોમાં એકાદ બે ખાડા ખાદ્યા હોય અને તેમાં જે કાંઈ પાણી એકઠું થયું હોય, તેના ઉપર પણ જોઈએ એટલી પડાપડી અને ભીડ. વધારામાં મુસલમાન હોવાને લીધે આ નાની છોકરી તે પાસે જ જઈ ન શકે. કલાકના કલાક દૂર ઉભા રહી બહુ કાલાવાલા કર્યા પછી કેાઈ દયા કરી છે તેના વાસણમાં રેડતું તે તેટલું જ તે ઘેર લાવતી. એ બધું જ તે જાણતો હતો. કદાચ આજ પાણી હશે નહિ, અથવા પડાપડી. ની અંદર કોઈને છેકરી ઉપર દયા કરવાને અવસર મળ્યા નહિ હેય. એવું જ કાંઈક થયું હશે એવી ખાતરી થતાં તેની પિતાની આંખોમાં પણ પાણી ભરાઈ આવ્યું. એવામાં જમીન ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ મહેશ “દારના સિપાઈ યમદૂતની પેઠે આવી આંગણે ઊભો રહ્યો; રાડ નાખી બૂમ પાડી, “ ગફરા ઘરમાં છે કે ?” ગફુર તીખા અવાજે જવાબ દઈ ખેલ્યા, “છું, કેમ ?” બાપુ મહાશય ખેલાવે છે, ચાલ.” 66 ' ગપુર ખેલ્યું, હજી મેં ખાધું નથી, પછી આવીશ. ’ આટલી બધી તુમાખી સિપાઈથી સહન ન થઈ. તે એક બાપુના હુકમ છે કે ખાસડે ગંદું સંખાધન કરી ખેલ્યે, મારતાં મારતાં ઘસડી લાવવા tr ,, ગફુર ફરીવાર ભાન ભૂલ્યા, તે પણ એક ખરાબ વાકય ઉચ્ચારી મેલ્યા, “ મહારાણીના રાજ્યમાં કાઈ કાઇ ને ગુલામ નથી, કર આપીને રહું છું. હું આવવાને નથી.” પરંતુ સંસારમાં આવા ક્ષુદ્ર માણસે આટલી મેાટી આણુ બતાવવી એ માત્ર નિષ્ફળ જ નહિ, પણ આફતનું કારણ છે. પણ એટલું નસીબ કે, આટલા ક્ષીણ અવાજ એટલા મોટા કાન સુધી પહોંચતા નથી. હિંદુ તે તેના માંના કાળિયા અને આંખની ઊંધ અંતે નાશ પામત. ત્યાર પછી શું બન્યું તે વિસ્તારપૂર્વક કહેવાનું પ્રયેાજન નથી. પરંતુ એકાદ કલાક બાદ જ્યારે તે જમીનદારની કચેરીમાંથી ઘેર પાછા આવ્યે અને ચૂપકીથી લેટી પડચો, ત્યારે તેની આંખ અને માં ફૂલી ગયાં હતાં. તેને આટલી મેાટી સા થવાનું કારણ મુખ્યત્વે મહેશ હતા. ગફુર ધરમાંથી બહાર ચાલ્યા ગયા તે પછી મહેશ પણ દેરડું તે ડી બહાર નીકળી પડચો અને જમીનદારના આંગણામાં ઘૂસી ફૂલઝાડ ખાઈ ગયા, અનાજ સૂકવવા મૂકયું ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ છબી હતું તે વેરી નાખી બગાડ કર્યો, અંતે પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાબુની નાની છોકરીને ગબડાવી પાડી નાસી ગયો. એ બનાવ આ પહેલી વાર જ નહિ, આની પહેલાં પણ બન્યો હતું, પણ ગરીબ જાણી તેને જવા દીધું હતું. પહેલાંની પેઠે આ ફેરે પણ તે આવીને પગે પડ્યો હોત, તો ક્ષમા પામત. પરંતુ તે કર ભરીને રહે છે, એટલે કેઈ નો ગુલામ નથી” એમ ઉઘાડું બેલ્યો હતો. પ્રજાના મેઢામાં આવા તુમાખીના શબ્દો જમીનદાર થઈને શિવચરણ બાબુ કઈ રીતે સહન કરી શક્યા નહિ. ત્યાં આગળ તેણે માર તથા અપમાનનો જરા વિરોધ સર કર્યો નહિ, બધું મૂગે મોઢે સહન કર્યું, ઘેર આવીને પણ તે તેમજ ગુપચુપ પડી રહ્યો. ભૂખ-તરસની વાત તેને યાદ જ ન હતી, પરંતુ છાતીની અંદર ભાગ જાણે બહારના મધ્યાહ્ન આકાશની પેઠે સળગવા લાગ્યો. એ સ્થિતિમાં કેટલે વખત ગયો તેનું તેને ભાન રહ્યું નહિ. પરંતુ આંગણુંમાંથી અચાનક તેની પુત્રીની ચીસ કાને આવતાં જ તે વેગથી ઊઠી ઊભો થયો, તથા દોડતો બહાર આવી જુએ છે તો અમીના જમીન ઉપર પડી હતી. તેના ભાંગી ગયેલા ઘડામાંથી પાણી વહી જતું હતું, અને મહેશ જમીન ઉપર મેં માંડી એ જ પાણું જાણે મરભૂમિની પેઠે શોધી રહ્યો હતો. આખનો પલકારો પડ્યો નહિ. ગરને હિતાહિતનું જ્ઞાન રહ્યું નહિ, સમારવા માટે કાલે તેણે હળની કેશ છૂટી પાડી હતી, તેને જ બે હાથે ઉપાડી મહેશના નમેલા માથા ઉપર જોરથી ઘા કર્યો. એક જ વાર માત્ર મહેશે મેં ઊંચું કરવાનો પ્રયત્ન કર્યો, ૧રર Page #136 -------------------------------------------------------------------------- ________________ મહેશ ત્યારબાદ તરત જ તેને ભૂખે દૂબળો પડી ખખળી ગયેલો દેહ જમીન ઉપર ઢળી પડયો. આંખના ખૂણામાંથી થોડાં ટીપાં આંસુનાં તથા કાનમાંથી થોડાં ટીપાં લેહીનાં ટપક્યાં. બે વાર તેનું આખું શરીર થરથર કરતું કંપી ઊઠયું. ત્યારબાદ તેના આગળના તથા પાછળના બંને પગ જેટલે દૂર જાય એટલે લંબાવી દઈ મહેશે છેલ્લે શ્વાસ મૂક્યા. અમીના રડી પડી બેલી, “શું કર્યું, બાબા, આપણે મહેશ મરી ગયો.” ગકુર હાલ્ય નહિ, જવાબ આપો નહિ, ફક્ત ફાટેલી આંખે બીજી એક જેડ પલકારા વિનાની ગાઢ કાળી આંખે સામે જોતો પથ્થરની પેઠે નિશ્ચલ બની રહ્યો. બે એક કલાકમાં ખબર પડતાં બીજા ગામના ચમારેનું ટોળું આવી પહોંચ્યું. તેઓ વાંસ પર બાંધી મહેશને ઢાર દાટવાની જગ્યાએ ઘસડી ચાલ્યા. તેમના હાથમાં ધારવાળી ચકચકતી છરી જેઈ ગફુર થથરી ઊઠયો અને આંખ મીંચી ગયા, પરંતુ એક શબ્દ બોલ્યા નહિ. શેરીના લકે કહેવા લાગ્યા, “તર્ક રત્ન પાસે પ્રાયશ્ચિત્તની વિધ જાણવા જમીનદારે માણસ કહ્યું છે; પ્રાર્યાશ્ચત્તનું ખચ પૂરું કરવા તારે જોજે આ વખતે ઘરની જમીન વેચવી ન પડે તે.” ગકુરે આ બધાને પણ ઉત્તર દીધો નહિ; બંને ઢીંચણ ઉપર મેં રાખી સ્થિર બેસી રહ્યો. મોડી રાતે ફરે છોકરીને જગાડીને કહ્યું, “અમીના, ચાલ આપણે જઈએ...” ૧૩ . Page #137 -------------------------------------------------------------------------- ________________ છબી તે ઓસરીમાં ઊંધતી પડી હતી, આંખો લૂછી ઊઠી બેઠી થઈ બોલી, “ક્યાં, બાબા ?” ગકુર બેલ્યો, “કુલબેડના શણના કારખાનામાં કામ કરવા.” છોકરી આશ્ચર્ય પામી જઈ રહી. આ પહેલાં અનેક દુઃખ પડવા છતાં તેને બાપ કારખાનામાં કામ કરવા કબૂલ થત નહતો. ત્યાં ધર્મ રહેતું નથી, બાઈ માણસની ઈજજત–આબરૂ રહેતી નથી, એ વાત તેણે બહુ વાર સાંભળી હતી. ગકુર બેલ્યો, “હું કરીશ નહિ, મા, ચાલ, ઘણે આધે જવાનું છે.” અમીના પાણી પીવાને લટો તથા પિતાને ભાત ખાવાની પિત્તળની થાળી સાથે લેતી હતી. ગફુરે તેને વારી અને કહ્યું, “એ બધું રહેવા દે મા, તે વડે માર મહેશનું પ્રાયશ્ચિત્ત થશે.” ગાઢ અંધારી રાતે તે છોકરીને હાથ પકડી બહાર નીકળ્યો. આ ગામમાં કોઈ તેનું સગું ન હતું, કોઈને પણ કશું કહેવાનું ન હતું. આંગણું વટાવી રસ્તાની ધારે પેલા બાવળિયા નીચે - આવી અટકી ઊભા રહી અચાનક તે પિાક મૂકી રડી પડ્યો. નક્ષત્રોથી ભરેલા કાળા આકાશ તરફ મેં કરી બોલ્યા, “અલ્લા! મને મરછમાં આવે એટલી સજા કરજે, પરંતુ મારે મહેશ તરસને માર્યો મર્યો છે, તેને ચરી ખાવા જરા જેટલી પણ જમીન કેઈએ રાખી નહોતી. તમારું દીધેલું ખેતરનું ઘાસ તથા તમારું દીધેલું પીવાનું પાણી પણ જેણે તેને ખાવા-પીવા દીધું નહિ, તેની કસૂર તમે કદી માફ ન કરશો.” * ૧૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ ઠાકુરદાસ મુખર્જીનાં વૃદ્ધ પત્ની સાત દિવસના તાવથી મરી ગયાં. વૃદ્ધ મુખોપાધ્યાય મહાશય અનાજના વેપારમાં પુષ્કળ પૈસા કમાયા હતા. તેમના ચાર પુત્ર, ત્રણ પુત્રીઓ, તેમનાં પણ છોકરાં-છેયાં, જમાઈઓ-પાડોશીઓનું જૂથ, ચાકરનફર, જાણે એક ઉત્સવ જેવું થઈ રહ્યું હતું. ધામધૂમભરી સ્મશાનયાત્રા જોવા માટે આખા ગામના લેકની ઠઠ જામી હતી. દીકરીઓએ રડતાં રડતાં માના બે પગમાં ખૂબ ગાઢ અળતે તથા માથામાં ખૂબ જાડે સિંદૂરને લેપ લગાડી દીધા. વહુએ ચંદન ચેપડી કીમતી વસ્ત્રથી સાસુને દેહ ઢાંકી પાલવ વડે તેમની છેવટની ચરણરજ લૂછી લીધી. પુષ્પ, પત્ર, ગંધ, માલ્ય, અને કલરવ એ બધું જોતાં એમ તે લાગ્યું નહિ કે આ કઈ શોકને પ્રસંગ છે; આ તે જાણે મોટા ઘરની ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ છબી મક વ્યક્તિ પતાવી ન હતી. મા ગૃહિણી પચાસ વર્ષ બાદ ફરી એકવાર નવેસરથી તેના સ્વામીને ઘેર સિધાવતી ન હોય! વૃદ્ધ મુખોપાધ્યાય શાંતમુખે તેમની લાંબા વખતની સહચરીને છેલી વિદાય આપી કેઈ ન જુએ તેમ આંખનાં બે એક ટીપાં આંસુ લૂછી શકાતુર દીકરીઓ અને વહુઓને સાંત્વન દેવા લાગ્યા. પ્રબળ “હરિ ધ્વનિથી. પ્રભાતનું આકાશ ગજાવતું ગજાવતું આખું ગામ સાથે સાથે ચાલ્યું. બીજી એક વ્યક્તિ જરા દૂર રહી આ ટોળા સાથે ચાલવા લાગી. તે કાંગાલીની મા. તે પિતાની ઝુંપડીના આંગણુનાં ચેડાં વેંગણું લઈ એ જ રસ્તે હાટમાં જતી હતી. આ દશ્ય જોયા પછી તેના આગળથી ખસાયું નહિ. તે હાટમાં જવાનું ભૂલી ગઈ અને છેડે વેંગણ બાંધવાનું ભૂલી ગઈ, તે આંખના આંસુ લૂછતી લૂછતી બધાની પાછળ સ્મશાને આવી પહોંચી. ગામને એક છેડે, ગરુડ નદીને કિનારે સ્મશાન હતું, તે જગાએ પહેલા પહેરથી જ લાકડાંને ખડકલે, ચંદનના ટુકડા, ઘી, મધ, ધૂપ, લેબાન વગેરે સામગ્રી એકઠી કરવામાં આવી હતી. કાંગલીની મા હલકી જાતની હતી. ભાઈની દીકરી, એટલે પાસે જવાની હિંમત કરી શકી નહિ. દૂર એક ઊંચી ટેકરી ઉપર ઊભી ઊભી બધી અંત્યેષ્ટિ ક્રિયા પહેલેથી. છેવટ સુધી ઉત્સુક્તાથી ધારી ધારીને આંખ ફાડીને જેવા લાગી. ખાસી વિશાળ ચિતા ઉપર જ્યારે શબ ગોઠવવામાં આવ્યું, ત્યારે તેને રંગેલા બે પગ જોઈ તેની આંખો તૃપ્ત થઈ ગઈ, તથા તેને મનમાં થયું કે દોડી જઈને સહેજ અળતા લૂછી લઈ માથા ઉપર ચડાવું. અનેક કંઠમાંથી નીકળતા હરિ’ ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ ધ્વનિ સાથે પુત્રને હાથે મંત્રપૂત અગ્નિ ચિતામાં મુકાયા ત્યારે તેની આંખમાંથી દડદડ કરતું પાણી ટપકવા લાગ્યું. તે મનમાં ને મનમાં વારંવાર બોલવા લાગી, “ ભાગ્યવંતાં મા, તમે સરગે જાઓ છો, –મને પણ આશીર્વાદ દેતાં જાઓ કે હું પણ એ જ પ્રમાણે કાંગાલીના હાથની આગ પામું.” દીકરાને હાથે આગ ! એ કંઈ સહેલી વાત નથી. એક સ્ત્રીને સ્વામી, પુત્રકન્યા, પૌત્ર-પૌત્રી, દાસ-દાસી, પરિજન, આ સંસાર ઊજળા રાખી આમ સ્વર્ગે જતી જોઈ, તેની છાતી ફુલાઈ જવા લાગી – આ સાભાગ્યની તેનાથી જાણે મર્યાદા આંકી શકાતી નહોતી. તરતની સળગેલી ચિતાને ગેટેગેટ નીકળતે ધુમાડે નીલ રંગની છાયા ફેલાવતે, ગૂંછળું વળતે વળતે આકાશમાં ઊંચે ચડવા લાગ્યો. કાંગાલીની મા તેમાં એક નાનું સરખે રથ જાણે સ્પષ્ટ જેવા લાગી. તેની બાજુએ ઉપર જાણે કેટલાંય ચિત્ર ચીતરેલાં છે. તેના શિખર ઉપર જાણે કેટલીય વેલનાં પાંદડાં બાંધેલાં છે. અંદર જાણે કઈક બેઠેલું છે, તેનું મેં ઓળખી શકાતું નથી, પરંતુ તેના સંચામાં સિંદૂરની રેખા છે, પગનાં બે તળિયાં અળતાથી રંગેલાં છે. ઊંચી નજરે જોતાં જોતાં કાંગાલીની માની બંને આંખમાંથી આંસુની ધારા વહેતી હતી; એવામાં એક ચૌદપંદરેક વર્ષને છોકરો તેના પાલવને ખેંચી બે, “અહીં તું ઊભી રહી છે મા, તે ભાત રાંધો નથી ?” માએ ચમકી પાછી ફરી જોઈને કહ્યું, “રાંધું છું, અરે હમણાં હવે.” અચાનક ઊંચે આંગળી કરી વ્યગ્ર સ્વરે બેલી, જે જે, બેટા,બામણુ–મા પેલા રથમાં બેસી સરગે જાય છે!” ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ ખી <" છોકરા વિસ્મયથી માં ઊંચું કરી મેલ્યે, કયાં છે ?' ચે।ડીવાર બારીકાઈથી જોઈ અંતે ખેલ્યે!, “ તું ગાંડી થઈ ગઈ છે? એ તા ધુમાડા છે!” ચિડાઈ ને ખેાલ્યા, “ખપેારી વખત થઈ તે'ય મને ભૂખ નહિ લાગી હાય ! '' અને સાથે સાથે માની આંખમાં આંસુ જોઈ ખેલ્યા, આમણુને ત્યાંની બૈરી મરી ગઈ તેમાં તું શાની રડરડ કરે છે, 66 મા?' કાંગાલીની માને આટલી વારે ભાન આવ્યું. પારકા માટે સ્મશાને ઊભા રહી આ રીતે આંસુ ઢાળવા માટે મનમાં તે મનમાં શરમાઈ ગઈ, એટલું જ નહિ પણ છેાકરાના અશુભની બીકે એક ક્ષણમાં આંખ લૂછી નાખી જરા હસવાના પ્રયત્ન કરી ખેાલી, “રડું શા માટે હું? આંખે ધુમાડેા લાગ્યા છે. ખીજું કંઈ થયું નથી ! ’ << "" ' ‘ હા, આંખે ધુમાડા લાગ્યા છે! તું રડતી તા હતી ! ’ માએ કશે। જવાબ ન આપ્યા. છેકરાતા હાથ પકડી આવારા ઊતરી જાતે પણ સ્નાન કર્યું, કાંગાલીને પશુ સ્નાન કરાવ્યું અને ઘેર પાછી ફરી. સ્મશાનસત્કારને છેવટના ભાગ જોવાનું તેના ભાગ્યમાં નહોતું. ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ સંતાનનું નામ પાડતી વેળાએ માતપિતાની મૂઢતા જોઈ વિધાતાપુરુષ અંતરીક્ષમાં રહ્યા રહ્યા ફક્ત હાસ્ય કરીને જ ઘણે ભાગે ભતા નથી, તીવ્ર વિરોધ પણ કરે છે. તેથી નામ પાડેલાઓનું આખું જીવન તેઓના પિતાના નામના જ જાણે મરતાં સુધી ચાળા પાડયા કરે છે. કાંગાલીની માના જીવનનો ઈતિહાસ ટૂકે છે. એનું ટૂંકે કંગાળ જીવન જ વિધાતાના પેલા પરિહાસમાંથી બચી ગયું હતું. તેને જન્મ આપીને મા મરી ગઈ હતી, બાપે ચિડાઈને અભાગી નામ પાડ્યું. મા હતી નહિ, બાપ નદીમાં માછલાં પકડતે ફરતો; તેને નહોતો દિવસ, કે નહોતી રાત તે પણ કેમ કરીને નાની અભાગી એક દિવસ કાંગાલીની મા થવા જીવતી રહી, તે એક અજબ વસ્તુ છે. જેની સાથે લગ્ન થયું, તેનું નામ રસિક વાઘ. વાઘને બીજી વાઘણ હતી, તેને લઈને તે બીજે ગામ ચાલ્યો ગયો. અભાગી તેનું અભાગ્ય તથા બાળક પુત્ર કાંગાલીને લઈ ગામમાં જ પડી રહી. તેને તે કાંગાલી મોટે થઈ આજ પંદર વર્ષ થયા છે. હજી હમણાં જ નેતરનું કામ શીખવાની શરૂઆત કરી છે. અભાગીને આશા બંધાઈ હતી કે હજુ એકાદ વર્ષ જે તે તેના ભાગ્ય સાથે બૂઝીને કાઢશે, તે દુઃખને પછી અંત ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ છબી આવશે. એ દુઃખ કેવું હતું, તે તેના દેનાર સિવાય બીજો કોઈ જાણતું ન હતું. કાંગાલી તળાવડીમાં હાથમે ઘેઈ આવી જુએ છે તે તેના પાંદડામાં ખાતાં વધેલું ખાવાનું મા એક માટીના વાસણમાં ઢાંકી રાખે છે. આશ્ચર્ય પામી તે પૂછવા લાગ્યો, “તે ખાધું નહિ, મા ?” “બહુ મોડું થઈ ગયું છે બેટા, હવે અત્યારે ભૂખ નથી.” છોકરાને વિશ્વાસ આવ્યો નહિ, બે. “ના, ભૂખ હાય શાની ? ક્યાં છે, દેખાડ, જેઉં તારી હાંલી !” એ રીતે બહુ દિવસથી કાંગાલીની મા કાંગાલીને છેતર્યા કરતી હતી. તેણે હાલી જોઈ ત્યારે છાલ મૂકો. તેમાં બીજા એક જણ જેટલે ભાત જે, ત્યારે તે પ્રસન્ન મુખે માના ખળામાં જઈ બેઠે. એ ઉમરના છોકરા બધા એમ નથી કરતા, પરંતુ બચપણથી જ તે બહુ લાંબા વખત સુધી માં હતો એટલે માને ઓળો છેડી બહારના સાથી-સોબતી સાથે ભગવાને તેને અવસર મળ્યો ન હતો. એ ખળામાં બેસીને જ તેને રમતગમતની લાલસા પૂરી કરવી પડી હતી. એક હાથે ગળું પકડી મેં ઉપર મેં રાખતાં વેંત જ કાંગાલી ચકિત થઈ બેલી ઊડ્યો, “મા, તારું શરીર તે ગરમ છે, શા માટે તું આવા તડકામાં મડદું બળતું જોવા ગઈ? શા માટે પાછી નાહી આવી ? મડદું બળતું શું તું જ–” માએ હાંફળાફાંફળાં છોકરાના મેં ઉપર હાથ દાબી દઈ કહ્યું, “છિ ! બેટા, મડદું બળતું હતું એમ ના કહેવાય, પાપ ૧૩ર Page #146 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ લાગે, સતી-લક્ષ્મી, મા-દેવતા રથે ચડી સરગે ગયાં.” છેકરાએ શંકા લાવી કહ્યું, “તું તો એક જ વાત બોલ્યા કરે છે, મા, રથે ચડી કઈ વળી સરગે જતું હશે?” માએ કહ્યું, “મેં નજરે જોયું, કાંગાલી, બામણુ-મા રથમાં બેઠાં હતાં. તેમના લાલ બે પગ બધાએ ઉઘાડી આંખે જોયા હતા !” બધાએ જોયા ?” “બધ્ધાંએ.” કાંગાલી માના હૈયાને અઢેલીને બેસી વિચારવા લાગ્યા. મા ઉપર વિશ્વાસ રાખવાને જ તે ટેવાયેલ હતા. વિશ્વાસ રાખવાનું જ તે નાનપણથી શીખ્યો હતો. તે જ મા જ્યારે કહે છે કે બધાએ ઉઘાડી આંખે આવી મોટી વાત જોઈ છે, ત્યારે અવિશ્વાસ લાવવાનું કશું કારણ નહોતું. થોડીવાર પછી ધીરે ધીરે તે બેલો, “ ત્યારે તે તું પણ મા, સરગે જવાની. બિંદીની મા તે દિવસે રાખલની ફઈને કહેતી હતી, કૅગલાની માના જેવી સતી-લમી જોઈવાડામાં બીજી કઈ નથી.” કાંગાલીની મા ચૂપ રહી. કાંગાલી તે જ પ્રમાણે ધીરે ધીરે કહેવા લાગ્યું, “બાપુ જ્યારે તને છોડી ગયા, ત્યારે તને કેટલાંય લેકેએ ફરી લગન કરવા સમજાવી, પણ તેં કહ્યું, ‘નહિ, કાંગાલી જીવત હશે તો મારું દુઃખ જતું રહેશે. હવે શા માટે ફરી લગન કરવા જાઉં!” હે મા, તેં જે ફરી લગન કર્યું હોત, તો હું ક્યાં હોત? કદાચ ભૂખે–તરસે આજ ક્યારને મરી ગયો હોત.” Page #147 -------------------------------------------------------------------------- ________________ મી નાએ છાકરાને એય હાથે હૈયે ચાંપ્યા. વસ્તુતઃ તે વખતે તેને એ સલાહ કંઇ થેાડા લેાકાએ આપી ન હતી. છતાં પણ તે કેમે કરી તૈયાર થઈ નહિ, ત્યારે તેની છેડણીસતામણી પણ ઓછી નહેાતી થઈ. એ વાત યાદ આવતાં અભાગીની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. છેકરાએ હાથ વડે તે લૂછી નાંખી કહ્યું, “ગાડી પાથરી આપું મા, જરા સૂઈ જઈશ ? ’’ મા ચૂપ રહી. કાંગાલીએ સાદડી નાખી, ગેાદડી પાથરી, માંચા ઉપરથી નાનું એશિકું નીચે નાખી હાથ પકડી તેને બિછાના ઉપર ખેંચી જવા માંડી, એટલામાં તેની માએ કહ્યું, “કાંગાલી, આજ તારે કામે જવાની જરૂર નથી. ’’ "" કામે ન જવાની વાત કાંગાલીને ખૂબ ગમી, પરંતુ ખેલ્યે, “તેા. પછી ચવાણાના બે પૈસા નહિ આપે, મા!' ‘ ભલે ના આપે, આવ તને વાત કહું. વધારે થેાલવાની જરૂર પડી નહિ, કાંગાલી તરત જ માને હૈયે લપાઈ સૂઈ જઈ ખેાલ્યા, “ તા કહે, રાાનેા દીકરે, કાટવાલનેા દીકરા અને પેલા પક્ષીરાજ ધેાડે.’’ અભાગીએ રાજપુત્ર, કાટવાલપુત્ર અને પક્ષીરાજ ઘેાડાની કથાની વાત શરૂ કરી. એ બધી વાત તેણે ખીન્ન પાસે કેટલાયે દિવસ ઉપર સાંભળેલી તથા કેટલીવાર કહેલી પરંતુ થોડીવારમાં તે તેને રાજપુત્રે કયાં ગયા અને તેના કાટવાલપુત્રે કત્યાં ગયા. તેણે એવી વાત શરૂ કરી કે જે પારકા પાસેથી શીખેલી ન હતી, પોતાની જ રચેલી હતી. તેને તાવ જેમ ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ જેમ વધતે ગયે, ઊના ઊના લેહીને પ્રવાહ જેમજેમ ઝડપથી માથામાં વહેવા લાગે, તેમ તેમ તે જાણે નવી નવી વાતની ઇદ્રજાળ રચતી આગળ ચાલવા લાગી. તે અટકતી નથી, તૂટ પડવા દેતી નથી. કાંગાલીને નાને દેહ વારંવાર રોમાંચિત થવા લાગ્યો, ભયથી, વિસ્મયથી, રોમાંચથી તે જેરપૂર્વક માનું ગળું પકડી તેના હૈયાની અંદર જાણે સમાઈ જવા લાગ્યો. બારણે દિવસ પૂરો ગ, સુરજ આથમી ગયો, સંધ્યાની પ્લાન છાયા વધુ ગાઢ બની ચરાચરને વ્યાપી રહી. પરંતુ ઘરની અંદર આજ હજુ દીવા સળગે નહિ, ગૃહસ્થનું શેષ કર્તવ્ય પૂરું કરવા કેઈ ઊડ્યું નહિ. ગાઢ અંધારામાં કેવળ બિમાર માતાનું સતત ગુંજન નિસ્તબ્ધ પુત્રના કાનમાં અમૃત વરસાવતું આગળ ચાલવા લાગ્યું. એ ને એ જ સ્મશાન અને સ્મશાનયાત્રાની કહાણી, એ ને એ રથ, એ ને એ બે રંગેલા પગ, એ ને એ તેમનું સ્વર્ગે જવું! કેવી રીતે શેકાતુર સ્વામીએ છેવટની ચરણરજ આપી, રડીને વિદાય આપી, કેવી રીતે “હરિધ્વનિ કરતા પુત્રો માતાને ઊંચકી લઈ ચાલ્યા, ત્યાર બાદ પુત્રને હાથે આગ. “આગ તે આગ નો'ય, કાંગાલી ! એ જ પિતે હરિતેનો આકાશ પહોંચતે ધુમાડે તે ધુમાડો નો'ય બેટા, એ જ સરગનો રથ ! કાંગાલીચરણ, બાપ મારા !” કેમ મા !” “તારા હાથની આગ જે પામું, બેટા, તે બામણી–માની પેઠે હું પણ સરગે જાઉં.” Page #149 -------------------------------------------------------------------------- ________________ ખી કાંગાલી અસ્ફુટ સ્વરે માત્ર એટલું જ ખેલ્યું!, “જા, એવું ન ખેલાય. ” મા એ શબ્દો સાંભળી જ શકી નહિ હાય. ઊને નિઃશ્વાસ નાખી ખેલવા લાગી, ‘“ હલકી જાત કહીને તે વખતે ક્રાઈ ધુતકારી નહિ શકે, દુઃખી કહીને કાઈ અટકાવી નહિ શકે, વાહ ! દીકરાના હાચની આગ, રચને આવ્યા વિના છૂટકો જ નહિ ! ’ છેકરા માં ઉપર માં રાખી ભાંગેલે અવાજે ખેલ્યેા, “તું મેલીશ નહિ મા, ખેાલીશ નહિ, મને ખૂબ ખીક લાગે છે.” મા બેાલો, અને જો કાંગાલી, તારા બાપુને એક વાર તેડી લાવજે, આ જ પ્રમાણે પગે અળતા અને માથે સિંદૂર લગાવીને,—પરંતુ કાણુ લગાડશે? તું જ લગાડજે તે કાંગાલી ? તું જ મારા દીકરા, તું જ મારી દીકરી, તું જ મારું બધું! ખેલતાં ખેલતાં તેણે કિરાને એકદમ છાતીસરસા ચાંપી દીધે, ' Page #150 -------------------------------------------------------------------------- ________________ અભાગીના જીવન-નાટ્યને છેલ્લો અંક પૂરું થવા આવ્યું. વિસ્તાર કંઈ વધુ ન હતો, સામાન્ય જ. ત્રીશેક વર્ષ આજે પણ પૂરાં થયાં હોય કે ન થયાં હેય; અંત પણ તે સામાન્ય રીતે જ આવ્યું. ગામમાં વૈદ્ય હતા નહિ, બીજા ગામમાં તેમનું ઘર હતું. કાંગાલી જઈ રે-કકળ કરી પગે પડ, અંતે ગાગર સાનમાં મૂકી તેમને એક રૂપિયો સલામી આપી. વૈદ્યરાજ પધાર્યા નહિ, ચારેક પડકાં આપ્યાં. શી તેની ખટપટ ! ખલ, મધ, આદાને રસ, તુલસીના પાનને રસ. કાંગાલીની મા પુત્ર ઉપર ગુસ્સે થઈ બેલી, “શા માટે તું મને કહ્યા વગર ગાગર સાનમાં મૂકી આવ્યો, બેટા !” હાથ લંબાવી પડીકા હાથમાં લઈ ચૂલામાં ફેંકી દઈ બેલી, “સારી થવાની હઈશ તે એટલાથી જ થઈશ. બાગદી કે ભાઈના ઘરનું કઈ કદી ઓસડ ખાઈને બન્યું નથી.” બે ત્રણ દિવસ એમ જ ગયા. પાડોશીઓ ખબર પડતાં જેવા આવ્યા, અને મૂઠના મંત્ર, હરણનું શીંગડું ઘસીને પાવું, ગાંઠાળી કેડી બાળી મધમાં ભેળવી ચટાડવી, વગેરે જેને જે રામબાણ ઔષધ આવડતું હતું તે બતાવી પિતતાને કામે ચાલ્યા ગયા; નાને છેક કાંગાલી અત્યંત ગભરાઈ ગયે. ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ છબી માએ તેને પાસે ખેંચી લઈ કહ્યું, “વૈદ્યરાજની પડીકીથી કશું વળ્યું નહિ, બેટા, તે એમનાં ઓસડિયાંથી શું વળે ? હું એમ ને એમ સારી થઈ જઈશ.” કાંગાલી રડીને બેલ્યો, “તે પડીકાં તે ખાધાં નહિ મા, ચૂલામાં ફેંકી દીધાં. એમ ને એમ તે કઈ સારું થાય ?” “એમ ને એમ સારી થઈ જઈશ તેના કરતાં તું જ બેએક કોળિયા ભાત રાંધીને ખાઈ લે, હું અહીંથી જેઉં છું.” કાંગાલી આ પહેલીવાર આવડત વિનાને હાથે ભાત રાંધવા બેઠે. ન એસાવી શક્યો ઓસામણ; ના સારી રીતે પીરસી શકો ભાત; તેને ચૂલા સળગે નહિ,-અંદર પાણી ઊભરાઈ ધુમાડે થાય; ભાત પીરસવા જતાં ચારે બાજુ વેરાઈ જાય; માની આંખ ભરાઈ આવી. પિતે એકવાર ઊઠવાનો પ્રયત્ન કર્યો પરંતુ માથું સીધું કરી શકી નહિ, પથારીમાં ગબડી પડી. ખાવાનું પૂરું થતાં છોકરાને સોડમાં લઈ કેવી રીતે શું કરવું તેને વિધિપૂર્વક ઉપદેશ આપવા જતાં તેને ક્ષીણ કંઠ અટકી ગયે, આંખમાંથી માત્ર અવિરત ધારે આંસુ પડવા લાગ્યાં. આ ગામને ઈશ્વર હજામ નાડી જોવાનું કામ જાણતા હતા. બીજે દિવસે સવારે તેણે હાથ જોઈ તેની સામે જ મેં ગંભીર કર્યું, દીર્ઘ નિઃશ્વાસ નાંખે, અને છેવટે માથું ધુણાવી ઊઠી. ગયો. કાંગાલીની મા એને અર્થ સમજી, પરંતુ તેને ભય જ લાગે નહિ. બધા ચાલ્યા ગયા પછી તેણે છોકરાને કહ્યું, હવે એકવાર તેમને બોલાવી લવાશે ને, બેટા ?” ૧૨૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વ “કાને મા ?” એમને સ્તા—જે પેલે ગામ ચાલ્યા ગયા છે'. કાંગાથી સમજી ગયા અને ખેલ્યું, “ બાપુને ? ’ અભાગી ચૂપ રહી. કાંગાલી ખેલ્યું, “તે શાન! આવે, મા !” અભાગીને પેાતાને જ પૂરેપૂરા શક હતા, તે પણ ધીરે ધીરે માલી, “ જઈને કહેજે, મા ફક્ત જરા તમારી ચરણરજ માગે છે. ” ' તે તરત જ જવા તૈયાર થયે જરા રડા–રાળ પકડી લઈ કહ્યું, મા જાય છે. "" t એટલે માએ તેનેા હાથ કરજે, બેટા, કહેજે કે જરા થેાભીને પાછી મેાલી, “ પાછા ફરતી વખતે વાળ૬ની વહુ પાસેથી જરા અળતા માગી લાવજે. કાંગાલી, મારું નામ દે એટલે આપો; મારા ઉપર બહુ વહાલ રાખે છે. "" વહાલ તેના ઉપર અનેક જણ રાખતાં હતાં. તાવ આવ્યે ત્યારથી માટે માંએ તેણે આ કેટલીક વસ્તુઓની વાત એટલી વાર એટલી બધી રીતે સાંભળી હતી કે તે ત્યાંથી જ કાંપતા કાંપતા ચાલી નીકળ્યેા. ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે રસિક ભઈ વખતસર આવી પહોંચ્યો ત્યારે - અભાગીને કંઈ ખાસ ભાન ન હતું. મેં ઉપર મરણની છાયા પથરાયેલી હતી, આંખની દૃષ્ટિ આ સંસારનું કામ પતાવી કોણ જાણે ક્યાંયે અજાણ્યા દેશમાં ચાલી ગઈ હતી. કાંગાલી રડીને બોલ્યો, “મા! બાપુ આવ્યા છે, ચરણરજ લેને !” મા કદાચ સમજી હશે, કદાચ નહિ સમજ હોય, અથવા કદાચ તેની ગંભીર સંચિત વાસનાઓ સંસ્કારની પેઠે તેની ઊંઘતી ચેતના ઉપર ઘા કર્યો. એ મૃત્યુમાર્ગના યાત્રીએ તેને અવશ હાથ પથારીની બહાર કાઢી લબા. રસિક દિમૂઢની પેઠે ઊભો રહ્યો. પૃથ્વી ઉપર તેની પણ ચરણરજની જરૂર છે, એની પણ કોઈ વળી ઈચ્છા કરે, એ તેની કલ્પનાની બહારની વાત હતી.બિદિની ફોઈ પાસે ઊભી હતી, તે બેલી, “આપ ભાઈ આપે જરા પગની રજ.” રસિક આગળ વધીને નજીક આવ્યો. જીવતાં જે સ્ત્રીને તેણે પ્રેમ આપ્યો નથી, ખાવાપહેરવાનું આપ્યું નથી, કશી ખબરઅંતર લીધી નથી, તે સ્ત્રીને મરણુસમયે ફક્ત પગની રજા આપવા જતાં તે રડી પડ્યા. રાખલની મા બેલી, “આવી સતી–લક્ષ્મી બામણ-કાયને ઘેર ન જન્મતાં અમારા ભાઈને Page #154 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ ઘેર શા માટે જન્મ્યાં? પરંતુ હવે એમનું કંઈક ક્રિયા-કરમ કરજો ભાઈ, –કાંગાલીના હાથની આગને લેભે તે એણે જીવ આવે.” અભાગીના અભાગ્યની દેવતાએ આંખ આડે બેસીને શો વિચાર કર્યો તેની તો ખબર નથી પરંતુ નાના છોકરા કાંગાલીની છાતીમાં પેસી આ શબ્દોએ જાણે તેને તીરની પિઠે વીંધી નાખ્યો. દિવસ તે વીતી ગયો, પહેલી રાત પણ વીતી ગઈ, પરંતુ સવાર સુધી કાંગાલીની મા ભી ન શકી. કેશુ જાણે, આવી હલકી જાતિને માટે પણ સ્વર્ગમાં રથની વ્યવસ્થા છે કે નહિ, કે પછી અંધારામાં પગે ચાલીને જ તેમને રવાના થવું પડે છે, પરંતુ એટલું તે સમજાયું કે રાત પૂરી થતાં પહેલાં જ આ દુનિયાને તે ત્યાગ કરી ગઈ હતી. ઝૂંપડીના આંગણામાં એક બીલીનું ઝાડ હતું એકાદ કુહાડે માગી લાવી રસિકે તેને ટચ માર્યો ન માર્યો ત્યાં તે જમીનદારના દરવાને કોણ જાણે ક્યાંથી દેડી આવીને તેના ગાલ ઉપર જોરથી એક લપડાક ચોડી દીધી. કુહાડી ખૂંચવી લઈ બેલ્યો, “સાલા, આ કંઈ તારા બાપનું ઝાડ. છે કે કાપવા બેઠે છે?” રસિક ગાલે હાથ ફેરવવા લાવ્યા, કાંગાલી રહું રડું થઈ જઈ બોલ્યો, “વાહ, એ તો મારી માએ હાથે વાવેલું ઝાડ છે, કરવાનજી, બાપુને ખામૂખા તમે માર્યા શા માટે?” Page #155 -------------------------------------------------------------------------- ________________ છબી હિંદુસ્તાની દરવાન તેને પણ એક ન સાંભળી શકાય તેવી ગાળ દઈ મારવા ગયા, પણ તેની માના મડદાને અડીને બેઠે! હતેા, એટલે અભડાવાની કે તેના શરીરે હાથ લગાડવો નહિ. બૂમબરાડાથી જરા ભીડ જામી ગઈ. સહુએ કબૂલ કર્યું કે રજા વિના રસિક ઝાડ કાપવા ગયે। એ ઠીક ન કર્યું, પણ તેઓ હવે દરવાનજીને પગે પડી વિનંતી કરવા લાગ્યા કે દયા કરી કાપવાની રજા આપે।. કારણ, માંદગીમાં જે કાઇ મળવા આવ્યું હતું તે દરેકને હાથ પકડી કાંગાલીની માએ પેાતાની છેલ્લી ઇચ્છા જણાવી હતી. દરવાન ભાળવાઈ જાય તેવા માણસ નહાતા. તેણે હાથ માં હલાવી જણાવ્યું કે એ બધી ચાલાકી તેની આગળ નહિ ચાલે! જમીનદાર ગામના માણસ નહેાતા, ગામમાં તેમની એક કચેરી હતી, અને ગુમાસ્તા અધરરાય ત્યાંના તેમના કારભારી હતા. બધા લેકા જ્યારે હિંદુસ્તાની આગળ બ્ય£ કાલાવાલા કરવા લાગ્યા, ત્યારે કાંગાલો ઊંચે શ્વાસે દેાડી છેક કચેરીના ઓરડામાં જઈ પહોંચ્યા. તેણે લેાકાતે માઢે સાંભજ્યું હતું કે પટાવાળાએ લાંચ લે છે. તેને દૃઢ વિશ્વાસ હતેા કે આટલા મેટા અયેાગ્ય અત્યાચારની વાત જો માલિકને કાને નાંખવામાં આવે તા તેના ઉપાય થયા વિના રહે જ નહિ. એને અનુભવ નહાતા. બંગાળાના જમીનદાર અને તેના કારભારીઓને તે એળખતા નહાતા. તરતના નમાયા અનેલે બાળક શાક ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ તથા આવેશથી બાવરે બની જઈ છેક ઉપર ચડી આવ્યો હતો. અધરરાય તે જ વખતે સંધ્યાપૂજન તથા શેડોઘણો નાસ્ત કરી બહાર આવ્યા હતા, અચંબા અને ગુસ્સા સાથે બોલ્યા, “કોણ છે ?” હું કાંગાલો. દરવાનજીએ મારા બાપુને માર્યા.” “સારુ, કર્યું. હરામજાદાઓ મહેસૂલ નહિ ભર્યું હોય !” કાંગાલી બોલ્યો, “ના બાબુ મોશાય બાપુ ઝાડ કાપતા હતા, –મારી મા મરી ગઈ છે.—–” બોલતાં બોલતાં તે રડવું ખાળી શક્યો નહિ. - સવારના પહોરમાં આ રેકકળથી અધરબાબુ અત્યંત ગુસ્સે થઈ ગયા. છોકરે મડદાને અડીને આવ્યો છે, કોણ જાણે અહીંની કશી વસ્તુને અડી તે નહિ પડ્યો હોય! ધમકાવીને બેલ્યા, “મરી ગઈ છે તો જા નીચે જઈને ઊભો રહે, અરે , કઈ છે કે, અહીં જરા ગે-મૂતર છાંટી દે. શી નાતને છોકરો છે તું ?” કાંગાલી ડરતા ડરતે આંગણામાં જઈ ઊભો રહી બલ્ય, “અમે જોઈ છીએ.” અધરબાબુ બોલ્યા, “ભોઈ ભોઈના મડદાને વળી લાકડાં હેતાં હશે, બેલ જોઉં!” કાંગલી બોલ્યો, “મા મને આગ દેવાનું કહી ગઈ છે! તમે પૂછી જુઓને બાબુ મશાય, બધાને કહી ગઈ છે! બધાએ સાંભળ્યું છે!” માની વાત બોલવા જતાં તેણે ક્ષણે ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ ક્ષણે કરેલી બધી આજીજી, વિનતિ એક પળવારમાં યાદ આવતાં તેને અવાજ જાણે રડવાને લીધે ફાટી જવા લાગ્યા. અધરબાબુ બેલ્યા, “માને બાળવી હોય તે ઝાડની કિંમત પાંચ રૂપિયા લઈ આવ, જા, લવાશે ? ” કાંગાલી જાણતો હતો કે આ વાત અસંભવિત છે. તેને એરાડવાની ચૂંદડી ખરીદવા તેની ભાત ખાવાની પિત્તળની થાળી બિંદિની ફેઈ એક રૂપિયા માટે સાનમાં મૂકવા ગયાં છે, એ તે નજરે જઈને આવ્યો છે; તેણે ડોકું ધુણાવી કહ્યું, “ના”. અધરબાબુ મેં અત્યંત બગાડી બેલ્યા, “ના, તે માને લઈ જઈ નદીના ભાઠામાં ગાડી દે, જા. કોના બાપના ઝાડને તારે બાપ કુહાડો અડાડવા જાય,-પાજી, હતભાગી, નપાટ !” કાંગાલી બેલો, “ પણ એ અમારા આંગણુનું ઝાડ છે, બાબુ મશાય એ તે મારી માએ હાથે રોપેલું ઝાડ છે!” હાથે રોપેલું ઝાડ! પાંડે, બેટાનું ગળું પકડી ધક્કો મારી બહાર કાઢી મૂક તે !” પાંડેએ આવી ગળું પકડી ધક્કો માર્યો, તથા એવું વાકય મેંમાંથી ઉચાર્યું કે જે કેવળ જમીનદારના નેકરે જ બોલી શકે. કાંગાલી ધૂળ ખંખેરી નાખી ઊઠી ઊભો થયો, ત્યારબાદ ધીમે ધીમે બહાર ચાલ્યો ગયો. તેણે શાથી માર ખાધે, તેને છે અપરાધ હતો, તે એ છેકરે સમજી જ શક્યો નહિ. ગુમાસ્તાબાબુના નિર્વિકાર ચિત્તને સહેજ પણ ડાઘ લાગ્યો નહિ. લાગે એમ હેત તે આ નોકરી તેમને મળતા નહિ. તે બેલ્યા, “પરેશ, જે તે, એ બેટાનું મહેસૂલ બાકી Page #158 -------------------------------------------------------------------------- ________________ અભાગીનું સ્વર્ગ નીકળે છે કે નહિ. નીકળતું હોય તો જાળ-બાળ કશું લઈ આવીને રાખી મૂક–હરામજાદી ભાગી જાય.” મુખપાધ્યાયના ઘરમાં શ્રાદ્ધનો દિવસ છે. વચ્ચે ફક્ત એક જ દિવસ આડે છે. ધામધૂમની તૈયારી ગૃહિણીને છાજે એવી રીતે જ કરવામાં આવે છે. વૃદ્ધ ઠાકુરદાસ જાતે દેખરેખ રાખતા ફરતા હતા. કાંગાલી આવી તેમની સામે ઊભો રહ્યો અને બોલ્યો, “ઠાકુર મશાય મારી મા મરી ગઈ છે.” “તું કોણ છે ? તારે શું જોઈએ છે?” “હું કાંગાલી. મા પિતાને બાળવાનું કહી ગઈ છે.” “તે બાળને.” કચેરીને બનાવ આટલા વખત સુધીમાં મેઢામોઢ બધે ફેલાઈ ગયો હતો. એક જણ બેયો, “અરે એને તે એકાદ ઝાડ જોઈએ છે.”—એટલું બેલી તેણે પેલે બનાવ કહી સંભળાવ્યા. મુખોપાધ્યાય ચકિત તથા ગુસ્સે થઈ બોલ્યા, “વાત તો ' સાંભળો, અમારે પિતાને જ કેટલાં લાકડાં જોઈએ છે. –કાલ જતાં પરમ દિવસે અવસર છે. જા, જા, અહીં કશું નહિ વળે, અહીં કશું નહિ વળે.” એટલું બેલી બીજી બાજુ ચાલ્યા ગયા. ભટ્ટાચાર્ય મહાશય ડે દૂર બેસી નોંધ કરતા હતા, તે બોલ્યા, “તમારા લેકમાં ક્યાં કેઈને બાળવામાં આવે છે, અલ્યા ? જા, મેં ઉપર એકાદ પૂળે સળગાવી નદીના ભાઠામાં માટી વાળી દેજે.” મુખપાધ્યાય મહાશયને મેટા પુત્ર હાંફળાફાંફળે એ રસ્તે Page #159 -------------------------------------------------------------------------- ________________ છબી જતો હતો, તેણે કાન ખડા કરી જરા સાંભળી લઈ કહ્યું, “જોયું ને ભટ્ટાચાર્ય મશાય, બધાઓને જ સાળાઓને બામણ-કાયચ થવું છે.” એવું બેલી કામની ધૂનમાં બીજે ક્યાંક ચાલ્યો ગયો. કાંગાલીએ હવે આજીજી કરી નહિ. આ બેએક કલાકના અનુભવથી દુનિયામાં તે જાણે બિલકુલ બુટ્ટો થઈ ગયો હતે. ચૂપકીથી ધીરે ધીરે તેની મરેલી માની પાસે જઈ ઊભો રહ્યો. નદીના ભાઠામાં ખાડો ખોદી અભાગીને સુવાડવામાં આવી. રાખલની માએ કાંગાલીના હાથમાં એક ઘાસને પૂળ સળગાવી આપી તેના જ હાથ વડે માના મેને સ્પર્શ કરાવી નાખી દીધા. ત્યારબાદ બધાએ મળીને માટી વાળી દઈ કાંગાલીની માનું છેલું ચિહ્ન લુપ્ત કરી નાંખ્યું. બધાં જ બીજાં કામમાં રોકાયેલાં હતાં–ફક્ત પેલા સળગેલા ઘાસના પૂળામાંથી જે છેડે ઘણો ધુમાડે ગૂંછળાં વળતા આકાશમાં ઊંચે જતો હતો તેની જ તરફ પલકારા વિનાની આંખો ઠેરવી કાંગાલી ઊંચી નજરે સ્તબ્ધ થઈ જોઈ રહ્યો. Page #160 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષમી Page #161 -------------------------------------------------------------------------- ________________ Page #162 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષમી જેને લઈને આ વાર્તાની ઉત્પત્તિ થઈ, તે વાત બહુ શુદ્ધ છે; છતાં એ શુદ્ર બનાવને લીધે હરિલક્ષ્મીના જીવનમાં જે કાંઈ બની ગયું, તે લુક પણ નથી, તુચ્છ પણ નથી. જગતમાં એમ જ બને છે. બેલપુરના બે ભાગીદાર હતા. શાંત નદીકિનારે મોટા જહાજની પાસે માછીના નાના હાડકાની પિઠે બંને એકબીજાને પડખે બંધાયેલા નિર્વિને રહેતા હતા. એમાં અકસ્માત કે જાણે ક્યાંથી ઊડતા વળિયાએ આવી જ ઉછાળી વહાણનું દોરડું તોડી નાંખ્યું, અને એક ક્ષણમાં પેલા શુદ્ર હેડકાના શી રીતે ભુક્કા ઊડી ગયા, તેને પત્તો સરખો લાગ્યો નહિ. બેલપુર તાલુકે કંઈ મોટી મતા નથી. પ્રજા ઉપર બહુ દબાણ કરે તોયે આવક બારેક હજારથી વધતી નથી, પરંતુ સાડા પંદર આનાના ભાગીદાર શિવચરણ આગળ બે પાઈ જેટલા અંશના ભાગીદાર વિપિનવિહારીને જે જહાજ પાસે બાંધેલા હાડકાની ઉપમા આપીએ, તો તેમાં અતિશયોક્તિ કરવાને અપરાધ કરીએ છીએ એવું અમને નથી લાગતું ! ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ છબી. દૂરના તોયે સગા, અને છ સાત પેઢી પહેલાં તે બંનેને વાસ ભેગો જ હતો. પણ આજે એક જણની ત્રણ માળની હવેલી ગામને માથે ચઢી બેઠી છે; અને બીજાનું જૂનું ઘર દહાડે દિવસે ભૂમિશા લેવા તરફ જ ઢળતું જાય છે. તે પણ આમ ને આમ જ દિવસો જતા હતા અને વિપિનના બાકીના દિવસો પણ આમ ને આમ જ સુખે દુઃખે કંકાસ વિના જ નીકળી જાત; પણ જે વાદળાને કારણે તોફાન જામ્યું અને બધું ઊંધુંચતું થઈ ગયું, તે આ પ્રમાણે છે : સાડા પંદર આનાના ભાગીદાર શિવચરણને અચાનક પત્નીવિયોગ થતાં સગાંવહાલાં કહેવા લાગ્યાં, “ચાળીસ એકતાળીસ એ કાંઈ વળી ઉમ્મર કહેવાય ! તમે ફરી લગ્ન કરે.' શત્રુ પક્ષવાળા આ સાંભળીને હસ્યા. કહેવા લાગ્યા,–ચાળીસ તો શિવચરણને ચાળીસ વર્ષ પહેલાં જ પસાર થઈ ગયાં છે, એટલે કે એક વાત સાચી નહોતી. સાચી વાત એ હતી કે મેટા બાબુનું શરીર સુંદર ઊજળા વાનનું અને હૃષ્ટપુષ્ટ હતું, અને તેમના ભરાવદાર મેં ઉપર વાળનું નામ નહોતું. યોગ્ય ઉમરે દાઢી મૂછ ન ઉગે એમાં સગવડ કદાચ કંઈક હશે, પણ અગવડેય પુષ્કળ છે. ઉંમરને અંદાજ કાઢતી વખતે ઓછી આંકવાનું જેમને મન નથી હોતું, તેઓને વધારે આંકવા જતાં આંકને કયે કઠે જઈને ભવું એ જ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. તે ગમે તેમ છે, પૈસાદાર માણસનું કઈ પણ દેશમાં ઉમરને કારણે લગ્ન અટકતું નથી. બંગાળામાં તો નહિ જ. દોઢેક મહિને તો શકતાપમાં અને હા-ના કરતાં કરતાં ગયો, ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મ ત્યારબાદ રિલક્ષ્મીને પરણીને શિવચરણુ ઘેર લાવ્યેા. ખાલી ધર એક દિવસમાં જ સાળે કળાએ ભરાઈ ઊડવુ, કારણ શત્રુપક્ષવાળા ભલે ને ગમે તેમ કહે, પણ વિધાતા પુરુષ ખરે જ શિવચરણ ઉપર આ વખતે ખૂબ ખુશ હતા એ વાત માનવી જ પડશે. પેલા છૂપી રીતે ગુસપુસ કરવા લાગ્યા કે વરતી સરખામણીમાં નવવધૂની ઉંમર છેક અનુગતી નથી, તે પણ એ એક બાળબચ્ચાં સાથે લઈને આવી હેાત તે પછી ખાડખાંપણુ કાઢવા જેવું કશું જ ન રહેત! તે!પણ, તે ખૂબસૂરત હતી, એ વાત તે તેમણે સ્વીકારી. વસ્તુતઃ સામાન્ય રીતે મેટી ગણાતી ઉમર કરતાં પણ હરિલક્ષ્મીની ઉંમર જરા વધારે થઈ ગઈ હતી. ઓગણીસથી એછી નહિ હોય. તેના પિતા આધુનિક નવા જમાનાનો માણસ હતા. મહેનત લઈને પુત્રીને મેટી ઉંમર સુધી કેળવણી આપી મૅટ્રિક પાસ કરાવી હતી. તેમની ઇચ્છા જુદી હતી. માત્ર વેપાર પડી ભાંગવાથી એકાએક નબળા દહાડા આવવાને લીધે જ આ સુપાત્રને કન્યા આપવાની ફરજ પડી હતી. હિરલક્ષ્મી શહેરની ઠેકરી હતી એટલે સ્વામીને એ ચાર દિવસમાં જ એળખી ગઈ. તેને મુશ્કેલી એ આવી કે, સગાંવહાલાં અને અનેક દાસદાસીએથી ભરેલા એ મેટા કુટુંબમાં તે મોકળે મને કાઇની પણ સાથે ભળી શકી નહિ. પેલી તરફ શિવચરણના પ્રેમને તો કઈ પાર રહ્યો નહિ. કેવળ “વૃસ્ય તરુણી ભાર્યા' હતી એ કારણે જ નહિ, પણ તેને મન તે જાણે કાઈ ભારે અમૂલા ભંડાર હાથ આવ્યેા. ઘરનાં સગાં ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ છબી સંબંધી સ્ત્રી પુરુષોને પણ કેવી રીતે, શું કરીને હરિલક્ષ્મીનું મન જોગવવું તેની સૂઝ પડી નહિ. એક વાત તેને વારંવાર સાંભળવા મળતી, “હવે મઝલી વહુને મોઢે મેશ ચોપડાઈ રૂપમાં શું કે ગુણમાં શું કે વિદ્યા-બુદ્ધિમાં શું, આટલે દિવસે તેનું અભિમાન ઊતર્યું.” પરંતુ આટઆટલું કરવા છતાં ય વાત સીધી ઊતરી નહિ. બે એક મહિનામાં હરિલક્ષ્મી માંદી પડી. આ માંદગી દરમ્યાન જ એક દિવસ મઝલી-વહુને મેળાપ થયો. તે વિપિનની વહુ થાય મોટા ઘરની નવી વહુને તાવ આવ્યાનું સાંભળી તે જોવા આવી હતી. ઉંમરે. કદાચ બે ત્રણ વર્ષે મોટી હશે; તે સુંદર હતી એ વાત હરિલક્ષ્મીએ મનમાં મનમાં કબૂલ કરી. પરંતુ આટલી ઉંમરમાં ગરીબાઈના ભીષણ ચાબખાના સેળ તેને આખે શરીરે સ્પષ્ટ દેખાઈ આવતા હતા. સાથે એક વર્ષને એક છોકરે હતો, તે પણ માંદલે. હરિલક્ષ્મી પથારીને એક છેડે પ્રેમપૂર્વક બેસવાનું સ્થાન આપી ક્ષણવાર ચૂપકીથી મીટ માંડી જોવા લાગી. હાથમાં એકાદ બે સેનાની ચૂડી સિવાય બીજું કશું ઘરેણું નહોતું. શરીર પર જરા મેલું, લાલ કિનારનું ધેતિયું હતું. કદાચ તેના સ્વામીનું જ હશે. ગામડાની રીત પ્રમાણે છોકરો નાગો પૂરો ન હતો, તેને પણ કમરે એક શેફાલના ફૂલની ભાતવાળી ટૂંકી પિતડી પહેરાવેલી હતી. હરિલક્ષ્મી તેને હાથ ખેંચી લઈ ધીરેધીરે બેલી, “સારું થયું કે તાવ આવ્યો, એ બહાને આપનાં દર્શન તે થયાં. પરંતુ સગાઈએ તે હું જેઠાણી થાઉં, મઝલી–વહુ, મેં ૧૫ર Page #166 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી સાંભળ્યું છે કે મઝલા દિયેજી એમના કરતાં ઉંમરે ઘણા નાના છે.” મઝલી વહુ હસ્તે માંએ ખેાલી, “સગાઈ સંબંધમાં જે નાનું હેાય તેને વળી કાઈ ‘આપ’ કહીને ખેાલાવતું હશે, દિદિ ?” હિરલક્ષ્મી મેલી, “પહેલા દિવસ, એટલે મેલી, હું તે 79 ‘ આપ ' કહું એવી નથી. પરંતુ તેથી કરીને તમે પણ મને દિદિ X કહીને મેલાવશે। નહિ—મારાથી એ સહન નહિ થાય. મારું નામ લક્ષ્મી છે.” મઝલી–વહુ ખેાલી, “નામ કહેવું પડે એમ નથી, દિદિ, આપને જોતાં જ ખબર પડી જાય છે. અતે મારું નામ કાણુ જાણે કાણે મશ્કરી કરીને કમલા પાડયુ છે.'' એટલું કહી તે કૌતુકપૂર્વક માત્ર જરા હસી. હિરલક્ષ્મીને પણ થયું કે હું પણ સામો જવાબ ઃ કે તમને પણ જોતાં વેંત જ તમારું નામ જાણી જવાય. પરંતુ અનુકરણ જેવું લાગવાની બીકે તેનાથી ખેલાયું નહિ. તેણે કહ્યું, “આપણા નામના અર્થ એક છે. પણ મઝલી–વહુ, હું તમને ‘તમે’ કહી શકી, તમે ન કહી શક્યાં.” મઝલી-વહુએ હસતાં હસતાં જવાબ આપ્યા, “એકદમ નયે કહેવાય, દિદિ, એક ઉંમર સિવાય બધી બાબતમાં આપ જ મારાથી મેટાં છે. જવા દાને એ દિવસ; જરૂર હશે તે! બદલી નાખતાં શી વાર ? ' માટી બહેન. ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ છબી હરિલક્ષીને એકદમ એને જવાબ જડ્યો નહિ. પરંતુ તે મનમાં સમજી કે એ સ્ત્રી પહેલા દિવસના પરિચયને ગાઢ સંબંધમાં પરિણત કરવા માગતી નથી. પરંતુ કંઈક બેલે તે પહેલાં જ મઝલી-વહુ ઊઠવાની તૈયારી કરી બેલી, “હવે ત્યારે ઉઠું, દિદિ કાલે ફરી” - લક્ષ્મી આશ્ચર્યચકિત થઈ બોલી, “એટલામાં જ જવાનું કેવું ? જરા બેસે.” મઝલી–વહુ બોલી, “આપે હુકમ કર્યો એટલે બેસવું જ જોઈએ, પણ આજે તે જાઉં, દિદ, તેમને આવવાને વખત થયો.” એટલું બેલી તે ઊઠી ઉભી થઈ, તથા છોકરાને હાથ પકડી જતા પહેલાં હસતે મોંએ બોલી, “જાઉં છું, દિદિ, કાલે જરા વહેલી આવીશ, બસ ?” એટલું બેલી ધીરેધીરે બહાર ચાલી ગઈ. વિપિનની સ્ત્રી ચાલી ગયા બાદ હરિલક્ષ્મી એ દિશામાં જ નજર કરી ચૂપચાપ પડી રહી. અત્યારે તાવ હતો નહિ, પણ સુસ્તી હતી. તે પણ થોડીવાર માટે તે બધું ભૂલી ગઈ. આટલા દિવસ આખા ગામની કેટલી વહુવારુઓ આવી હતી તેની ગણતરી ન હતી, પરંતુ પાસેના ઘરની દરિદ્ર કુટું બની આ વહુ સાથે તે એમની સરખામણી પણ ન થાય. પેલાં તો ચાહી કરીને આવ્યાં હતાં, ઊઠવાનું મન જ કરે નહિ અને જે બેસવાનું કહે તો તે વાત જ શી! અને શી તેમની નિર્લજજતા, કેટલી વાચાળતા અને તેનું મન ખુશ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ હરિલમી કરવા માટે કેવા અને કેટલા શરમાવે એવા પ્રયત્ન ? તેના અકળાઈ રહેલા મને કેટલીકવાર બળવો પણ કર્યો હતો, પણ એમાંથી જ એકાએક કાણે આવીને તેની રગશયા ઉપર ડીક ક્ષણ માટે પિતાને પરિચય આપી ગયું ? તેના બાપના ઘરની વાત પૂછવાનો વખત મળ્યો નહોતો, પરંતુ પૂછયા વિના જ લમી કેણ જાણે કેમ કરીને સમજી ગઈ કે તે તેની પેઠે કલકત્તાની કરી કદી ન હોય. ગામમાં વાંચતાં લખતાં આવડે છે એવી વિપિનની સ્ત્રીની ખ્યાતિ હતી. લક્ષ્મીએ ધાર્યું કે ઘણું કરીને બહુ બહુ તો રાગડા કાઢી રામાયણ મહાભારત વાંચી શકતી હશે. પરંતુ એથી વધારે નહિ હોય. જે બાપે વિપનના જેવા દીન દુ:ખીને દીકરી દીધી તેણે કંઈ ખાસ માસ્તર રાખી નિશાળે ભણાવેલી પાસ કરાવેલી કરી આપી નહિ હોય. તે ઊજળા શ્યામ રંગની હતી. ગોરી ન કહેવાય. પરંતુ રૂપની વાત છેડી દઈએ તે પણ કેળવણ, સંસર્ગ કે રિથતિ–કઈ પણ બાબતમાં વિપિનની સ્ત્રી તેની બબરી કરી શકે એમ નહતું. પરંતુ એક બાબતમાં લક્ષ્મીને પોતાની જાત જાણે ઊતરતી લાગી, તે તેનો અંડરવર, બરાબર સંગીત જેવા, અને બેલવેની ઢબ પણ જાણે તદ્દન મધથી ભરેલ; જરા પણ અસ્પષ્ટતા નહિ. બધી વાત જાણે તે ઘેરથી મોઢે કરીને આવી હોય એવી સ્વાભાવિક. પરંતુ બધા કરતાં જે વસ્તુ તેને વધુ ખેંચી તે તો એ સ્ત્રીનું અતડાપણું, તે પિતે ગરીબ ઘરની વહુ હતી એ વાત એણે મોઢે બોલ્યા વિના પણ એવી રીતે જણાવી દીધી હતી ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ છબી કે જાણે એ જ સ્થિતિ તેને સ્વાભાવિક હતી, જાણે એ સિવાય કાંઈ તેને કઈ રીતે શેભત નહિ. દરિદ્ર પણ કંગાલ નહિ. એક કુટુંબની વહુ કોઈ એક જણની બીમારીને કારણે જેમ કાઈ ખબર કાઢવા આવે એમ આવી હતી એથી વિશેષ લેશ પણ બીજો ઉદેશ હતો નહિ. સાંજ પછી સ્વામી જોવા આવ્યા ત્યારે હરિલક્ષ્મીએ કેટલીક વાત કર્યા પછી કહ્યું, “આજ પેલા ઘરનાં મઝલી-વહુને જોયાં.” શિવચરણે કહ્યું, “કોને ? વિપિનની વહુને ?” લક્ષ્મીએ કહ્યું, “હા, મારું સદભાગ્ય કે આટલા વખત પછી મને જાતે જ જોવા આવ્યાં. પરંતુ પાંચેક મિનિટથી વધુ બેસી શક્યાં નહિ, કામ છે કહીને ઊડી ગયાં.” શિવચરણે કહ્યું, “કામ ? અરે એમને તે દાસી છે કે ચાકર છે ? વાસણ માંજવાથી માંડીને હાંલ્લી ઉતારવા સુધી– જરા તારી પેઠે સૂતાં સૂતાં આરામમાં દિવસ કાઢી તે જુએ ? એક લેટે પાણી સુધ્ધાં તારે તે જાતે લઈને વુિં પડતું નથી.” પિતાને વિષે આ અભિપ્રાય હરિલક્ષ્મીને બહુ ખરાબ લાગે. પરંતુ એ શબ્દો તેની વડાઈ કરવા ખાતર જ ઉચ્ચારાયા હતા, નહિ કે તેની નિંદા કરવા એમ માની તેણે ગુસ્સો કર્યો નહિ. તે બોલી, “ કહે છે કે મઝલી-વહુને ગુમાન બહુ છે. ઘર છેડી ક્યાંય જતાં નથી ?” શિવચરણ બોલ્યો, “ જાય ક્યાંથી ? હાથમાં એક બે ચૂડી સિવાય બીજું કશું જ નથી, શરમની મારી મેં દેખાડી શકતી નથી !” - ૧૫૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી હરિલક્ષ્મી જરા હસીને બોલી, “શરમ કોની ? ગામના લોક શું તેમને શરીરે જડાઉ ઘરેણું જેવાને આતુર થઈ ગયા છે કે જોવા ન મળે તે ફિટકાર વરસાવે ?” શિવચરણ બે, “જડાઉ ઘરેણું મેં તને જે આપ્યાં છે, તે ઘરેણાં ક્યા સાળાના બેટાઓ નજરે પણ દેખ્યાં છે ? બૈરીને આજ સુધી બે એક ચૂડી સિવાય બીજું કંઈ ઘડાવી શકે નથી! બાપુ ! કલદારની કરામત અજબ છે. ખાસડું મારીને—” હરિલક્ષ્મીને દુઃખ થયું. તે અતિશય શરમાઈ જઈ બોલી, “છિ, છિ, આ બધું તમે શું બેલે છે ?” | શિવચરણ બે, “ના ના. મારી પાસે કશું ઢાંકવા છુપાવવાનું ન મળે, જે બેલું તે ખુલ્લે ખુલ્લી વાત.” હરિલક્ષ્મી જવાબ આપ્યા વિના આંખ મીંચી સૂઈ રહી. બલવાનું હોય પણ શું ? આ લેકે નબળા માણસની વિરુદ્ધમાં અત્યંત અપ્રિય શબ્દ કઠેર અને કર્કશ રીતે બોલવા એને જ સ્પષ્ટવાદિતા માને છે ! શિવચરણ શાંત પડવો નહિ, બોલવા લાગે, “લગન કરવા પાંચસો રૂપિયા વ્યાજે લઈ ગયે છે; તે વ્યાજ અને મુદ્દલ મળી સાત આઠસો થઈ ગયા છે, તેને ખ્યાલ છે ? ગરીબ થઈ એક ખૂણે પડી રહેવું હોય તે રહે, નહિ તે મરછમાં આવે તે કાન પકડી હાંકી કાઢી શકું એમ છું. નેકરડી થવાની લાયકાત નહિ, ને મારા ઘરનાંની આગળ ગુમાન ?” હરિલક્ષ્મી પાસું ફેરવી સૂઈ ગઈ. બીમારી ઉપરાંત ચીડ. Page #171 -------------------------------------------------------------------------- ________________ છબી અને લજજાથી તેનું આખું શરીર જાણે સણસણું ઊઠવું. બીજે દિવસે બપોરે ઓરડામાં ધીમો અવાજ થતાં હરિલક્ષ્મીએ આંખ ઉઘાડી જોયું તે, વિપિનની સ્ત્રી બહાર જતી હતી. બોલાવીને કહ્યું, “મઝલી-વહુ, કેમ ચાલ્યાં ?” મઝલી–વહુ શરમાઈ જઈ પાછી ફરી બોલી, “મેં ધાર્યું કે આપ ઊંઘી ગયાં છે. આજ કેમ છે, દિદિ ? ” હરિલક્ષ્મીએ કહ્યું, “આજ ઘણું સારું છે. કેમ, તમારા છોકરાને લાવ્યાં નહિ ?” મઝલી-વહુ બોલી, “આજે તે એકાએક ઊંઘી ગયો, દિદિ” “એકાએક ઊંઘી ગયો એટલે શું ? ” “અભ્યાસ બગડે એટલા માટે હું એને દિવસે બહુ ઊંઘવા દેતી નથી, દિદિ.” હરિલક્ષ્મીએ પૂછયું, “બરે તડકામાં તોફાન કરતે રખડ્યા કરતું નથી ?” મઝલી–વહુએ કહ્યું, “રખડે તે છેતે ? પણ ઊંધવા કરતાં તે બલ્ક એ સારું.” “તમે પિતે ઊંઘતાં નથી, નહિ ?” મઝલવહુએ હસતે મેઢે માથું ધુણાવી કહ્યું, “ના.” - હરિલક્ષ્મીએ માન્યું હતું કે સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે ' હમણાં કદાચ તે પિતાને વખત નથી મળતો કહી કામની મોટી યાદી આપવા બેસશે; પરંતુ એણે એવું કશું કર્યું નહિ. ત્યારબાદ બીજી વાત ચાલી. વાત વાતમાં હરિલક્ષ્મીએ પોતાના બાપના Page #172 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી ઘરની વાત, ભાઈ બહેનની વાત, માસ્તર મહાશયની વાત, નિશાળની વાત, એટલું જ નહિ પણ પિતાના મૅટ્રિક પાસ થયાની વાત પણ કરી નાખી. બહુ વારે જ્યારે તે સાવધાન થઈ ત્યારે ખે ચોખું જોઈ શકી કે શ્રોતા તરીકે મઝલો-વહુ ગમે તેટલી સારી હોય, પરંતુ વક્તા તરીકે બિલકુલ જ નકામી. પિતાની વાત એણે ભાગ્યે જ કંઈક કરી, આથી શરૂઆતમાં તે લક્ષ્મીને શરમ આવવા લાગી. પરંતુ તે જ વખતે તેને થયું કે મારી આગળ વાત કરવા જેવું એની પાસે છે પણ શું ? પરંતુ ગઈ કાલે એ વહુની વિરુદ્ધમાં એનું મન જેટલું અપ્રસન્ન થઈ ગયું હતું, તેટલે જ ભારે સંતેષ પણ આજે . ભીંત ઉપરની કીમતી ઘડિયાળમાં વાજિંત્રના જેવા રણકા કરતા ત્રણ ટકોરા થયા. મઝલી-વહુએ ઊઠીને ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું, “દિદિ, આજે તો ત્યારે હું જાઉં.” લક્ષ્મી સકૌતુક બેલી, “તમારે તો બહેન ત્રણ વાગ્યા લગી જ છૂટી હોય છે કે શું ? દિયરજી ઘડિયાળને ટકે રે ઘેર આવે મઝલી-વહુએ કહ્યું, “આજે એ ઘેર જ છે.” “આજે કેમ ત્યારે વધારે બેસતાં નથી ?” મઝલી-વહુ બેઠી નહિ. આસ્તે આસ્તે બેલી, “દિદિ, આપ કેટલાં કેળવાયેલાં, કેટલાં ભણેલાગણેલાં ને હું ગામડા ગામની...” ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ છી. 66 તમારા બાપનું ઘર ગામડામાં આવ્યું લાગે છે ? ” હા, દિદિ, તદ્દન ખૂટ ગામડામાં. વણુ સમજ્યું કાલ મારાથી શુંનું શું મેલાઈ ગયું, પણ અપમાન કરવાને ઇરાદે નહિં, આપ મને કહેશે! તે સાગન ખાઈને દિ−િ’ ** હરિલક્ષ્મીએ આશ્ચર્ય પામી કહ્યું, “ એ શું, મઝલી–વહુ ? તમે તે! મને એવા એકે શબ્દ પણ કહ્યો નથી !'' 66 મઝલી—વહુ એના જવાબમાં કશું પણ ખેાલી નહિ. પર તુ, જા કહીને ફરીથી વિદાય લઈ ને જ્યારે તે ધીરે ધીરે બહાર ચાલી ગઈ, ત્યારે એના કંતે અવાજ જાણે એકક્રમ જુદી જ જાતને સંભળાયા. રાતે શિવચરણ જ્યારે એારડીમાં પેઠે, ત્યારે હરિલક્ષ્મી ચૂપચાપ સૂતેલી હતી. મઝલી-વહુના છેવટના શબ્દો એને હવે યાદ ન હતા. શરીર પહેલાં કરતાં સ્વસ્થ અને મન પણ શાંત અને પ્રસન્ન હતું. ૧૩૦ "" ,, શિવચરણે પૂછ્યું, કેમ છે, મેટાં-વહુ ? ” લક્ષ્મીએ ઊઠીને એઠાં થઈ કહ્યું, "C "" સારુ છે. શિવચરણે કહ્યું, ‘‘ સવારની વાત તે જાણે છે ને ? કરમફૂટચાને મેાલાવી મંગાવીને બધાની સામે એવા તે ખખડાવી નાખ્યા છે કે આખા જનમારામાં ભૂલવાના નથી. હું ખેલપુરના શિવચરણ ! હાં !” r હરિલક્ષ્મીએ ભયપૂર્વક પૂછ્યું, “ કાને ?” શિવચરણે કહ્યું, “ વિપનાને મેલાવીને કહી દીધું કે તારી Page #174 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી બૈરી મારા ઘરનાંની આગળ ગુમાન કરીને એનું અપમાન કરી જાય એટલી બધી એની ગુસ્તાખી? પાછ, નપાટ, હલકા ઘરની છોકરી ? તેનું માથું મુંડાવી, ઉપર છાશ રેડી, ગધેડે બેસાડીને ગામની બહાર કઢાવી મૂકી શકે એમ છું, જાણે છે?” - હરિલક્ષ્મીનું માંદગીથી ઊતરી ગયેલું મેટું એકદમ ફિક પડી ગયું—“ કહે છે. શું આ ?” શિવચરણ પિતાની છાતી ઉપર હાથ ઠોકીને બેલવા લાગ્યો, આ ગામમાં ન્યાયાધીશ કહે, મેજિસ્ટ્રેટ કહે, કે દારગ પિલીસ કહે, બધું આ બંદા ! આ જ બંદા ! મરણને જીવન આ હાથમાં. તું કહેજે, જે કાલે વિપિનની વહુ આવીને તારે પગે ના પડે, તે હું લાટુ ચૌધરીને દીકરા નહિ! હું” વિપિનની વહુને બધાંની આગળ અપમાનિત કરવામાં અને હલકી પાડવાનાં વર્ણન અને વ્યાખ્યાનમાં લાટુ ચૌધરીના દીકરાએ અપશબ્દો અને ગાળાની કાંઈ હદ રાખી નહિ. અને તેની જ સામે સ્થિર આંખોએ એકીટસે જઈ રહેલી હરિલક્ષ્મીને થવા લાગ્યું, “ધરતીમાતા મારગ આપે.” Page #175 -------------------------------------------------------------------------- ________________ ખીજી વારની જુવાન પત્નીનું શરીર સાચવવાને માટે શિવચરણ માત્ર પોતાની દેહ સિવાય ખીજાં બધું જ આપી શકે એમ હતું. હિરલક્ષ્મીનું શરીર એલપુરમાં સુર્યું નહિ, ડાકટરે હવાફેર કરવાની સલાહ આપી. શિવચરણે સાડાüદર આનાને છાજે એવી ધામધૂમ કરી હવાફેર કરવા જવાની તૈયારી કરી. મુસાફરીને શુભ દિવસે ગામના લેાક ઊલટી પાચા. આવ્યાં નહિ માત્ર વિપિન અને તેની સ્ત્રી. બહાર શિવચરણ ન ખેલવાનું ખેલવા લાગ્યા, અને અંદર મેટાં ફાઈ આકરાં થઈ ગયાં. બહાર પણ હાજીહા કરનાર લોકાને તેટા ન હતા. અંતઃપુરમાં પણ ફાઈબાની ચિચિયારીમાં સૂર પુરાવવા પૂરતાં સ્ત્રીપુરુષ ભેગાં થયાં હતાં. કશું જ મેલી નહિ માત્ર હરિલક્ષ્મી. મઝલી–વહુ પ્રત્યે તેને ક્ષેાભ અને રીસ ખીજા કાઈના કરતાં કંઈ આછાં ન હતાં. મનમાં મનમાં તે ખેલવા લાગી, મારા અસભ્ય સ્વામીએ ગમે તેટલે અન્યાય કર્યો હાય પણ મેં પોતે તે કશે। કર્યાં નથી. પરંતુ ૧૩૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી આજે ઘરની અને બહારની જે બધી સ્ત્રીઓ ચિચિયારી કરી રહી હતી, તેમની સાથે કોઈ પણ રીતે અવાજ ભેળવતાં તેને ઘણું થવા લાગી. જતાં જતાં રસ્તે પાલખીને પડદે સરકાવીને લક્ષ્મી આતુર નયને વિપિનના જીર્ણ ઘરની બારી તરફ જોઈ રહી, પરંતુ કોઈને પડછાયે પણ તેની નજરે પડ્યો નહિ . કાશીમાં ઘર રાખવામાં આવ્યું હતું. ત્યાંનાં હવાપાણીના ગુણથી ભાંગી ગયેલી તબિયત પાછી મેળવતાં લક્ષ્મીને બહુ દિવસ થયા નહિ. ચારેક મહિના પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેના દેહની કાંતિ જોઈને સ્ત્રીઓની ગુપ્ત ઈષ્યને પાર રહ્યો નહિ. હેમંત ઋતુ આવી પહોંચી છે. બપોરની વખતે મઝલીવહુ લાંબા વખતના બીમાર સ્વામીને માટે એક ઊનને ગલપટે ગૂંથતી હતી. પાસે બેઠે બેઠે છોકરે રમત હતો. તેની નજર પડતાં તે કલબલ કરી ઊઠો, “બા, કાકી આવ્યાં.” માએ હાથમાંનું કામ મૂકી દઈને ઉતાવળે ઉતાવળે નમ'સ્કાર કરીને આસન પાથરી આપ્યું. હસતે મોઢે પૂછયું : “શરીર સારું થઈ ગયું, દિદિ!” લક્ષ્મીએ કહ્યું, “હા, થયું છે, પણ કદાચ ન થાત, પાછી નયે આવી હત. એમ છતાં જતી વખતે તમે એક વખત તપાસ પણ કરી નહિ. આ રસ્તો તમારી બારી તરફ જેતી જતી ગઈ, જરા પડછાય સરખાયે નજરે પડશે નહિ. બીમાર બહેન ચાલી જાય છે, છતાં જરા સરખી લાગણી પણ ૧૬૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ છબી થઈ નહિ, મઝલી-વહુ એવાં પથ્થર જેવાં છે તમે?” મઝલી–વહુની આંખ ભરાઈ આવી, પરંતુ એણે કશે ઉત્તર આપ્યો નહિ. લક્ષ્મી બોલી, “મારો બીજો ગમે તે વાંક હશે, પણ મઝલી–વહુ, તમારા જેવું કઠણ હૃદય મારું નથી. ન કરે નારાયણ– પણ એવે વખતે તમને મળવા આવ્યા વિના મારાથી રહેવાત નહિ.” મઝલી-વહુએ આ ફરિયાદને પણ કશો જવાબ આપ્યો નહિ. ગુપચુપ ઊભી રહી. લક્ષ્મી પહેલાં કદી પણ આવી નહોતી. આજે પહેલી જ વાર આ ઘરમાં પ્રવેશ કર્યો હતે. ઓરડે રડા ચાલી ફરીને જેવા લાગી. સો વરસનું જૂનું પુરાણું ઘર –માત્ર ત્રણ ઓરડા જ જેમ તેમ કરી રહેવાના કામમાં આવે એવા રહ્યા હતા. દરિદ્રનું રહેઠાણ –સરસામાન નહોતે એમ કહીએ તોય ચાલે. બધેથી ચૂનો ખરી પડ્યો હતો, ફરી સમરાવવાની શક્તિ નહતી. છતાં પણ નકામો કચરે ફૂટે કયાંય નહોતો. નાનું બિછાનું ચકચકાટ મારતું હતું. બેચાર દેવદેવીઓની છબીઓ લટકાવેલી હતી. ઉપરાંત ત્યાં મઝલી-વહુના હાથની વિવિધ પ્રકારની કળા-કારીગરી પણ હતી. મોટે ભાગે ઊન–દેરાનું જ ગૂંથણ હતું, પરંતુ તે શિખાઉના હાથની લાલ ચાંચવાળા લીલા રંગના પિોપટની કે પચરંગી બિલાડીની આકૃતિઓ નહતી, કે કીમતી ફ્રેમમાં મઢાવેલા લાલ, લીલા, વાદળી, ભૂખરા, ભૂરા વિવિધ રંગે વડે ઊનના ગૂંથેલા “વેલ કમ” “પધારો, બેસો ” અથવા જોડણીની ભૂલવાળા ગીતાના. Page #178 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી શ્લોકાર્ધ પણ નહોતા. લક્ષ્મીએ વિસ્મયપૂર્વક પૂછયું, “આ કોની છબી, મઝલી–વહુ, જાણે પરિચિત હોય એવું લાગે છે” મઝલી-વહુએ લજજા સહિત હસીને કહ્યું, “એ તે તિલકમહારાજની છબી જોઈને ગૂંથણમાં ઉતારવાને પ્રયત્ન કરતી હતી, દિદિ પણ કશું થયું નહિ.” એમ કહીને એણે સામેની દીવાલ ઉપર ટીંગાડેલી ભારતના કૌસ્તુભ, મહાવીર તિલકમહારાજની છબી આંગળી વડે બતાવી. લકમી બહુવાર સુધી એની જ તરફ જઈ રહીને આતે આસ્તે બેલી, “ઓળખી ન શકી, એ મારે જ દોષ છે, મઝલી-વહુ, તમારે નથી. મને શીખવશે, બહેન ? આ કળા જે શીખી શકુ તે તમને ગુરુ તરીકે ગણવામાં મને વાંધો નથી.” મઝલી-વહુ હસવા લાગી. તે દિવસ ત્રણ ચાર કલાક પછી સાંજને વખતે જ્યારે લક્ષ્મી ઘેર પાછી ગઈ ત્યારે એ વાત નક્કી કરતી ગઈ કે કાલ સવારથી એ ગૂંથણકામ શીખવા આવશે. આવવા પણ લાગી, પરંતુ દશ પંદર દિવસમાં સ્પષ્ટ સમજી ગઈ કે એ વિદ્યા માત્ર અઘરી નથી, આવડતાં પણ ખૂબ લાંબો સમય લાગે એમ છે. એક દિવસે લક્ષ્મીએ કહ્યું, “કેમ મઝલી-વહુ, તમે મને કાળજીપૂર્વક શીખવતાં નથી ?” મઝલી-વહુ બોલી, “બહુ વખત લાગશે, દિદિ, બલકે તેના કરતાં આપ બીજું બધું ગૂંથવાનું શીખે.” ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ - લક્ષ્મી મનમાં ને મનમાં ચિડાઈ પણ તે છુપાવી રાખી તેણે પૂછ્યું, “તમને શીખતાં કેટલા દિવસ લાગ્યા હતા, મઝલી-વહુ ?” મઝલી–વહુએ જવાબ આપ્યો, “મને તો કેઈએ શીખવ્યું નથી, દિદિ, મારી મેળે મથી મથીને જરાતરા—” લક્ષ્મીએ કહ્યું, “એટલે જ તે, નહિ તો બીજાની પાસે શીખવા ગયાં હોત તો તમને પણ વખતની ગણતરી રહેત.” મેઢે ગમે તેમ કહે પણ મનમાં ને મનમાં એ નિઃસંદેહ સમજતી હતી કે સ્મૃતિ અને તીણ બુદ્ધિમાં મઝલી-વહુની બરાબરી એ કરી શકે એમ નથી. આજે તેનું શીખવાનું કામ આગળ ચાલ્યું નહિ અને વખત થવાની બહુ પહેલાં જ સોય, દર તથા નમૂનો વીંટી કરીને તે ઘેર ચાલી ગઈ. બીજે દિવસે આવી નહિ. અને આ પહેલી જ વાર રોજની હાજરીમાં ખાડો પડયો. ચારેક દિવસ પછી ફરીથી એક દિવસ હરિલક્ષ્મી તેની સેય દોરાની પેટી હાથમાં લઈને પેલે ઘેર જઈ પહોંચી. મઝલી–વહુ તેને છોકરાને રામાયણમાંથી ચિત્રો દેખાડી દેખાડીને વાત કહેતી હતી. તેણે આદરપૂર્વક ઊડીને આસન પાથરી આપ્યું. તેણે ખિન કંઠે પૂછયું, “બે ત્રણ દિવસ આવ્યાં નહિ તે આપનું શરીર સારું ન હતું કે શું?” લક્ષ્મીએ ગંભીર થઈ કહ્યું, “ના, એમ જ પાંચ છ દિવસ અવાયું નહિ.” Page #180 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી મઝલી-વહુએ આશ્ચર્ય બતાવી કહ્યું, “પાંચ છ દિવસ ને આવ્યાં ? હશે કદાચ, પણ આજે તે પછી બે કલાક વધારે રહીને ગેરહાજરીનું સાટું વાળવું જોઈએ.” લક્ષ્મી બોલી, “હું, પણ હું જે માંદી જ પડી હેત – મઝલી-વહુ તમારે એક વખત તપાસ તે કરી જવી જોઈતી હતી ?” ' મઝલી-વહુ શરમાઈને બેલી, “કરવી તે જોઈતી જ હતી, પણ ઘરમાં પાર વિનાનું કામ–એકલી પડ, કેને વળી મોકલું, બેલે ! ગમે તેમ પણ ભૂલ થઈ એટલું તો કબૂલ કરું છું, દિદિ.” લક્ષ્મી મનમાં મનમાં આનંદ પામી. આ કેટલાક દિવસ તે અત્યન્ત અભિમાનને લીધે આવી શકી ન હતી તેમ છતાં રાત દિવસ જાઉં જાઉં કરવામાં જ વીત્યાં હતાં. આ મઝલીવહુ સિવાય માત્ર ઘરમાં જ નહિ પણ આખા ગામમાંય બીજું કઈ એવું ન હતું જેની સાથે એ મેકળે મને ભળી શકે. છેક તલ્લીન થઈ ચિત્રો જેતે હતો. હરિલક્ષ્મીએ તેને બેલાવી કહ્યું, “નિખિલ, પાસે આવ તો, ભાઈ.” તે પાસે આવ્યો એટલે લક્ષ્મીએ પેટી ઉઘાડીને એક સેરને સેનાને હાર તેના ગળામાં પહેરાવી દઈ કહ્યું, “જા, રમ્યા કર, માનું મુખ ગંભીર થઈ ગયું. તેણે પૂછયું, “આપે એ આપી દીધો કે શું?” લક્ષ્મીએ હસતે મેઢે જવાબ આપ્યો, “આપી દીધો નહિ તે?” ૧૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ છબી મઝલી–વહુએ કહ્યું, “આપે તે આ પણ એ લેશે શાને!” લક્ષ્મી ઝંખવાણું પડી બોલી, “મેટી કાકી શું એક હાર પણ ન આપી શકે ? ” મઝલી-વહુ બેલી, “એ ન જાણું, દિદિ, પણ એટલું જરૂર જાણું છું કે, હું મા થઈને પણ લાવી આપી શકતી નથી. નિખિલ, એ કાઢી નાખીને તારાં જેઠાઈમાને આપી દે, દિદિ, અમે ગરીબ છીએ પણ ભિખારી નથી. ગમે તે કઈ કીમતી ચીજ એકદમ મળી જતાં બે હાથ લાંબા કરી લઈ લઈએ એવાં નથી.” લક્ષ્મી સ્તબ્ધ થઈ બેસી રહી. આજ પણ એના મનમાં થવા લાગ્યું, “ધરતીમાતા ! મારગ આપે.” જતી વખતે એણે કહ્યું, “આ શબ્દો તમારા જેને કાને પહોંચશે, મઝલી-વહુ.” મઝલી-વહુ બેલી, “એમને ઘણું શબ્દો મારે કાને આવે છે; મારે એકાદ શબ્દ એમને કાને જશે તે કાન કંઈ અપવિત્ર નહિ થઈ જાય.” લક્ષ્મીએ કહ્યું, “વારુ, પરીક્ષા કરી જશે એટલે થયું.” જરાક અટકીને બેલી, “મારું ખાખા અપમાન કરવાની જરૂર નહોતી, મઝલી-વહુ, મને પણ સજા કરતાં આવડે છે.” ૧૬૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ -હરિલામી ' મઝલી–વહુ બેલી, “એ આપ ક્રોધમાં બોલે છે. નહિ, મેં આપનું અપમાન કર્યું નથી, માત્ર આપને મેં મારા સ્વામીનું ખામખા અપમાન કરવા દીધું નથી.--એ સમજવા જેટલું તે તમે શીખ્યાં છે.” લક્ષ્મીએ કહ્યું, “હા. માત્ર તમારા ગામડાની સ્ત્રીઓ સાથે કજિયો કરવાનું શીખી નથી.” ' મઝલી-વહુએ આ કડવા શબ્દોનો જવાબ આપે નહિ; ચૂપ રહી. લક્ષ્મી જવાને તૈયાર થઈ બેલી, “એ હારના પૈસા ગમે તેટલા હેય, છોકરાને પ્રેમપૂર્વક આ હ; તમારા સ્વામીનું દુઃખ દૂર થશે એવું વિચારી આ નહેતો. મઝલી–વહુ, મોટા લોકે નામે ગરીબનું અપમાન કરતા ફરે છે એટલું જ માત્ર તમે શીખી રાખ્યું છે, પણ તેઓ પ્રેમ પણ કરી શકે છે એ તમે શીખ્યાં નથી; શીખવું જોઈએ. પણ પછી પગે પડી કાલાવાલા કરવા આવશે નહિ.” જવાબમાં મઝલી-વહુ માત્ર જરાક મેં મચકાવી હસીને બેલી, “ના, દિદિ, એ બીક તમે રાખશે નહિ.” ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂરના સપાટામાં માટીનો બંધ જ્યારે તૂટવા માંડે છે ત્યારે તેની નજીવી શરૂઆત જોઈને એમ થતું પણ નથી કે અખંડ જળધોધ આટલા થોડા વખતમાં જ આને આટલું ભયંકર અને આટલું વિશાળ કરી મૂકશે. બરાબર એવું જ હરિલક્ષ્મીનું થયું. સ્વામીની પાસે વિપિન અને તેની સ્ત્રીની વિરુદ્ધ ફરિયાદ જ્યારે પૂરી થઈ, ત્યારે તેના પરિણામની કલ્પના કરીને એ પોતે જ ભય પામવા લાગી. જૂઠું બેલવાને તેનો સ્વભાવ પણ ન હતું, બેલવા જતાં પણ તેના સંસ્કાર અને મર્યાદા આડે આવતાં હતાં. પરતું ન અટકાવી શકાય એવા જળપ્રવાહની માફક બધાં વાક્યો પિતાની મેળે તેના મોઢામાંથી બહાર ધસી આવ્યાં. તેમાંનાં ઘણાંખરાં સાચાં ન હતાં એમ તે પોતે પણ જાણી શકી. તેમ છતાં પણ તેને અટકાવવાનું પણ તેની શક્તિની બહાર હતું એમ પણ લક્ષ્મીને લાગ્યા વિના રહ્યું નહિ. માત્ર એક વાત તે હજુ બરાબર જાણતી ન હતી,-તે તેના સ્વામીને સ્વભાવ. એ જે નિષ્ફર ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ હરિલમી હતે તે જ કિન્નાખોર તેમજ જંગલી પણ હતો. સામાને કષ્ટ આપવાની હદ કઈ છે એ તે જાણે એ જાણતો જ નહિ. આજે શિવચરણે બરાડા નાખ્યા નહિ. બધું સાંભળી લઈ માત્ર કહ્યું, “ભલે, છએક મહિના પછી જે એક વરસ તો થવાનું નથી, એ નક્કી.” અપમાન અને લાંછનાની જવાળા હરિલક્ષ્મીના અંતરમાં સળગી જ રહી હતી. વિપિનની સ્ત્રી સારી પેઠે સજા ભોગવે એ જ એ ઈચ્છતી હતી. પરંતુ શિવચરણ બહાર જતાં તેના મોઢાના આ કેટલાક સામાન્ય શબ્દનું ફરીફરીને રટણ કરતાં લક્ષ્મીના મનની સ્વસ્થતા ઊડી ગઈ, કયાંક જાણે કંઈક ભારે બૂરું થઈ ગયું, એમ જ એને લાગવા માંડ્યું. કેટલાક દિવસ પછી કંઈક વાત નીકળતાં હરિલક્ષ્મીએ હસતે મોઢે સ્વામીને પૂછયું, “એમની બાબતમાં કંઈ કરો છો કે?” કોની બાબતમાં ?” “વિપિન દિયરજીની ?” શિવચરણે નિઃસ્પૃહભાવે કહ્યું, “શું કરવાનો હતો અને મારાથી થઈ પણ શું શકે ? હું તે સામાન્ય માણસ રહ્યો ને ?” હરિલક્ષ્મીએ ઉગ્ન થઈને કહ્યું, “એટલે ?” શિવચરણ બોલ્યા, મઝલી–વહુમા કહેતાં જ હતાં ને કે રાજ કંઈ મોટાછનું નોય-અંગ્રેજ સરકારનું છે ?” હરિલમીએ કહ્યું, “એવું કહ્યું તું ? પણ-વા-” “શું વારુ ?” Page #185 -------------------------------------------------------------------------- ________________ છબી સ્ત્રીએ જરાક સંશય ખતાવીને કહ્યું, પરંતુ મઝલી– વહુ તે એવું કશું ઘણે ભાગે મેલે એવાં નથી. ભારે ચાલાક છે ને? કદાચ વધારી વધારીને લેાકા બધું તમારી આગળ કહી ગયા હશે. 17 << શિવચરણે કહ્યું, “ નવાઈ નહિ. પણ આ ખેલ મેં મારે પેાતાને કાને જ સાંભળ્યા છે. ,, << હરિલક્ષ્મીને વિશ્વાસ ન આવ્યેા. પરંતુ એ ઘડીને માટે સ્વામીનું મનેારંજન કરવાના હેતુથી એકદમ કાપ પ્રદર્શિત કરીને ખેાલી ઊઠી, “ શું કહેા છે ? એટલા બધા અહંકાર ? મને તે ભલે મન ફાવે એવું કહી ગઈ, પરંતુ જેઠ તરીકે તમારું તે જરાક સન્માન રાખવું જોઈ એ ? ” શિવચરણ ખેલ્યું, “હિંદુના ધરમાં તે બધાં એમ જ માને છે. ભણેલી ગણેલી વિદ્વાન બાઈ ખરીને ? તાપણુ મારું અપમાન કર્યું એ તે। ઠીક છે, પરંતુ તારું અપમાન કરીને તે કાઈ ને ઉગારા નથી. કચેરીમાં જરાક જરૂરી કામ છે, હું ાઉં છું. ” એમ કહીને શિવચરણુ ચાલ્યા ગયા. વાત જે રીતે કઢાવવાની હરિલક્ષ્મીની ઇચ્છા હતી તેમ નીકળી નહિ, બલ્કે એનાથી બિલકુલ ઊંધું જ થયું. સ્વામી ચાલ્યા ગયા પછી એ જ એને વારે વારે યાદ આવવા લાગ્યું. ૧૭૧ કચેરીમાં જઈને શિવચરણે વિપિનને ખેાલાવીને કહ્યું, “ પાંચ સાત વરસથી તને કહેતા આવ્યા છું કે, વિપિન, તારું કાઢારું ફેરવ, સૂવાના એરડામાં મારાથી હવે ટકાતું નથી, તે શું નહિ જ સાંભળવાનું નક્કી કર્યું છે? ,, Page #186 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી વિપિન આશ્ચર્યચકિત થઇ ખેલ્યા, “ કયારે, મને તેા એક વાર કહ્યું નથી, મોટાભાઈ ? ’’ 66 શિવચરણે અનાયાસે કહ્યું, “કંઈ નહિ તે દશ ખાર વખત મેં મારે માઢેજ તને કહ્યું છે, તું યાદ ન રાખે તેા તને પરવડે, પરન્તુ આટલી મેાટી જમીનદારી જેને ચલાવવાની હાય એને કશું ભૂલી ગયે પાલવે નહિ. એ ગમે તેમ હાય પણ તારા પેાતામાં તે એટલી અક્કલ હાવી જોઈતી હતી કે પારકી જગામાં પેાતાનું કાઢારું રાખવું કેટલા દિવસ નભે ? કાલે જ એને ફેરવી નાખ, મને હવે ફાવતું નથી, વારનું જણાવી દીધું. આ તને હવે છેલ્લી . વિપિનના મુખમાંથી જરા સરખે! શબ્દ અકસ્માત્ આ પરમ આશ્ચર્યકારક સૂચનાથી એ બની ગયા. તેના બાપદાદાઓના વખતથી જે એ પાતાની તરીકે માનતા આવ્યેા હતા, તે એવી નરાતાર જુટ્ઠી વાતને જવાબ સુધ્ધાં તે આપી શકા નહિ. ગુપચુપ પાછે ઘેર આવ્યે. ખીજાતી છે 66 તેની સ્ત્રીએ બધું વિવરણુ સાંભળી કહ્યું, “ સરકારની કચેરી તા ખુલ્લી છે ને?” નીકળ્યે નહિ. એકદમ આભા ગાયની કાઢને વિપિન ચૂપ રહ્યો. એ ગમે તેટલા ભોળા માણસ હાય પણ એટલું તે તે જાણુતા હતા કે અંગ્રેજ સરકારની અદાલતેનાં મોટાં બારણાં ગમે તેટલાં ખુલ્લાં હાય પણ ગરીબ માણસને અંદર દાખલ થવાનેા રસ્તા તે લગારે ખુલ્લેા નથી ૧૭. Page #187 -------------------------------------------------------------------------- ________________ છબી હેતે. થયું પણ એમ જ. બીજે દિવસે મોટા બાબુના માણસે - આવીને જૂની અને જીર્ણ કઢાર તેડી નાંખીને લાંબી દીવાલ ઊભી કરી દીધી. વિપિન થાણુમાં જઈને ખબર આપી આવ્યો, પરંતુ નવાઈ એ થઈ કે શિવચરણની પુરાણું ઈટની નવી દીવાલ પૂરી ન થઈ ત્યાં લગી એક લાલ પાઘડી પણ એ જગાએ ફરકી નહિ. વિપિનની સ્ત્રીએ હાથની ચૂડી વેચીને અદાલતમાં ફરિયાદ નેધાવી, પરંતુ એમાં તો માત્ર ઘરેણું ગુમાવવા ઉપરાંત કશું થયું નહિ. વિપિનની ફેઈ જેવી ગણાતી કોઈ હિનૈષિણી આ મુશ્કેલીમાં હલક્ષ્મીની પાસે જઈ પહોંચી હતી એટલે તેણે વિપિનની સ્ત્રીને સલાહ કહાવી હતી, એનો એણે જવાબ આપે કે, “વાઘની સામે બે હાથ જોડી ઊભા રહેવામાં લાભ શો, ફઈબા ? જીવતે જવાનો તે જાય જ, માત્ર અપમાન થાય તે વધારાનું.” આ વાત હરિલક્ષ્મીને કાને આવી ત્યારે એ ચૂપ રહી, પણ ઉત્તર આપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નહિ. પશ્ચિમમાંથી પાછી આવી ત્યારથી એનું શરીર કઈ પણ દિવસ પૂરેપૂરું સારું રહ્યું ન હતું. આ બનાવને મહિને થાય તે પહેલાં જ એ ફરી તાવથી પટકાઈ પડી. થોડોક વખત ગામમાં જ દવા કરી, પરંતુ કશો ફેર પડ્યો નહિ ત્યારે દાક્તરની - સલાહ પ્રમાણે ફરીથી તેને બહારગામ જવાની તૈયારી કરવી પડી. " અનેક કામની ધમાલમાં આ વખતે શિવચરણ સાથે જઈ : ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ "હરિલકમી શક્યો નહિ, દેશમાં જ રહ્યો. જતી વખતે સ્વામીને એક વાત કહેવાને માટે એ મનમાં મનમાં અકળાવા લાગી, પરંતુ મેં ફાડીને કેમે કરી આ બધા લેકની આગળ તે વાત કરી શકી નહિ. એને વારેવારે એમ થવા લાગ્યું કે જે વિનંતિ કરવી છે એનો અર્થ એ નહિ સમજે. ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મીનું રેગિષ્ટ શરીર બરાબર સારું થતાં આ વખતે બહુ વખત લાગે. લગભગ એકાદ વરસ પછી એ બેલપુર પાછી આવી. માત્ર જમીનદારની લાડકી પત્ની તરીકે જ નહિ પણ ભર્યાભાદર્યા કુટુંબની ગૃહિણી તરીકે. મહલ્લાની સ્ત્રીઓ ટોળે વળી જેવા આવી. જે સંબંધમાં મેટી હતી તે આશીર્વાદ આપતી, જે નાની હતી તે પ્રણામ કરીને ચરણરજ લેતી. આવી નહિ માત્ર વિપિનની સ્ત્રી. એ આવશે નહિ એમ હરિલક્ષ્મી જાણતી હતી. આ એક વરસમાં એમનું શું થયું છે, બધા ઉજદારી અને દીવાની કે તેમની સામે ચાલતા હતા એનું શું પરિણામ આવ્યું છે, વગેરે બધા સમાચાર કેઈની પણ પાસેથી જાણવાને એ પ્રયત્ન કરતી નહિ. શિવચરણ કદીક ઘેર, તો કદીક પશ્ચિમમાં, સ્ત્રીની પાસે જઈ રહેતા. જ્યારે જ્યારે મેળાપ થતું ત્યારે સૌથી પહેલાં એના મનમાં એ લેકની વાત યાદ આવતી, તેમ છતાં પણ એકે દિવસ એણે સ્વામીને પૂછ્યું નહિ. પ્રશ્ન પૂછતાં જાણે એને બીક લાગતી. મનમાં થતું કે આટલા દિવસે ગમે તેમ પણ ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ હરિલેકમી બધાની પતાવટ થઈ ગઈ હશે અથવા તો ક્રોધની તે ઉગ્રતા હવે નહિ રહી હોય–તો વળી પૂછાપૂછ કરવાથી રખેને પાછા પેલો બુઝાયેલે અગ્નિ ભભૂકી ઊઠે ! આમ શંકાને લીધે એ એ જ ભાવ ધારણ કરી રહેતી કે જાણે એ બધી તુચ્છ વાત તો એના ધ્યાનમાં પણ નથી. બીજી બાજુ શિવચરણ પણ પિતાની મેળે કઈ પણ દિવસ વિપિનને વિષે ચર્ચા કરતા નહિ. સ્ત્રીના અપમાનની વાત ભુલાઈ ગઈ નથી, એટલું જ નહિ, પણ ઊલટું તેની ગેરહાજરીમાં જરૂર જોગી વ્યવસ્થા કરી રાખી છે, એ વસ્તુ તે હરિલમીથી છુપાવી રાખો. એની ઇચ્છા એવી હતી કે લક્ષ્મી ઘેર આવીને પોતાની આંખે જ બધું જોઈ કરીને આનંદ અને આશ્ચર્યથી છક થઈ જાય ! દિવસ ચડી જાય એ પહેલાં જ ફઈબાએ ફરી ફરી નેહપૂર્વક ટોકવાથી લક્ષ્મી સ્નાન કરીને આવી કે તરત જ તેમણે ઉત્કંઠાપૂર્વક કહ્યું, “તારું શરીર સારું નથી, વહુ–મા, નીચે જવાનું કામ નથી. અહીં જ પાટલે માંડીને થાળી ભલે આપી જતી.” લક્ષ્મીએ વધે ઉઠાવી હસતાં હસતાં કહ્યું, “શરીર તો પહેલાંના જેવું જ સારું થઈ ગયું છે, ફઈબા, હું રસોડે જઈને ખાઈશ, ઉપર લઈ લાવવાની જરૂર નથી. ચાલે, નીચે જ જઈએ.” ફઈબાએ તેને રેકી, શિવનાથની મનાઈ છે એમ જણુંવ્યું અને તેમના જ હુકમથી નેકરડી ઓરડીમાં જ જમીન ૧૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ છબી ઉપર આસન ગઠવી ગઈ. બીજી જ ક્ષણે રસોઈયણે થાળ લાવી હાજર કર્યો. તે પાછી ગઈ એટલે લક્ષ્મીએ આસન ઉપર બેસીને પૂછયું, “આ રસોઈયણ કેણ, ફઈબા ? પહેલાં તો જોઈ નહતી ?” ફાઈબા હસીને બોલ્યાં, “ઓળખી નહિ ? વહુમાં, એ તો આપણું વિપિનની વહુ” લક્ષ્મી સ્તબ્ધ બનીને બેસી રહી. મનમાં ને મનમાં તેણે વિચાર કર્યો કે તેને અચંબો પમાડવાને માટે જ આવડું મોટું કાવતરું આ પ્રમાણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. થોડીવારે પિતે સ્વસ્થ બનીને જિજ્ઞાસુ મુખે ફઈબાના મેઢા સામે જોઈ રહી. ફોઈબા બેલ્યા, “વિપિન મરી ગયા છે એ તો સાંભળ્યું ને ? ” * લક્ષ્મીએ સાંભળ્યું કશું જ ન હતું, પરંતુ આ તેનું ખાવાનું આપી જનાર વિધવા છે એટલું તો જોતાં વેંત જ પારખી જવાય એવું હતું. એણે માથું ધુણાવી કહ્યું, “હા.” ફઈબાએ બાકીની ઘટનાનું વિવરણ કરીને કહ્યું, “જે કંઈ ધૂળઢેફાં હતાં તે કેસમાં બધું ખલાસ કરીને વિપિન મરી ગયા. દેવામાં ને દેવામાં ઘર પણ જાત, એ તે મેં જ શિખામણ આપી, “મેજ–વહુ, વરસ બે વરસ તનતોડી મહેનત કરીને પિસા વાળી આપીશ તો તારા સગીર છોકરાને ઊભા રહેવાનું ઠેકાણું રહેશે.” ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી લક્ષ્મી ફિક્કે ચહેરે તેમને તેમ જ પલકારો પણ પાડ્યા વિના નિઃશબ્દ જોઈ રહી. ફઈબાએ એકદમ અવાજ નાને કરીને કહ્યું, “તો પણ મેં એક દિવસ એને બાજુએ બોલાવી કહ્યું હતું, “મેજ-વહુ, જે થવાનું હતું એ તે થયું. હવે તે માગી કરીને ગમે તે રીતે પણ એકવાર કાશી જઈને વહુમાને પગે પડ! છોકરાને લઈ જઈને એમના પગ આગળ નાખીને કહેજે, દિદિ, આને તે કાંઈ વાંક નથી, એને બચાવો.” બધી વાત ફરીથી કહેવા જતાં ફિઈબાની આંખો પાણીથી છલકાઈ ગઈ. છેડા વતી લૂછી નાંખીને તે બોલ્યાં, પણ એ તો માથું નીચું ઘાલીને મોઢું સીવી બેસી રહી. હા, ના– કશો જ જવાબ સુધ્ધાં આપે નહિ.” હરિલક્ષ્મીને લાગ્યું કે આ બધા જ અપરાધને ભાર તેના પોતાના માથા પર જઈ પડ્યો છે. એના મોઢામાં બધી રસોઈ કડવી ઝેર જેવી થઈ ગઈ અને એક કળિયે પણ જાણે ગળેથી ઊતરતો ન હતો. ફઈબા, કંઈ એક ક્ષણ માટે બહાર ગયાં હતાં, તેઓ પાછાં આવતાં પીરસેલી રાઈની સ્થિતિ જોઈને આકુળવ્યાકુળ થઈ ગયાં ને બૂમ મારી, “ વિપિનની. વહુ ! એ વિપિનની વહુ! વિપિનની વહુ બારણું બહાર આવી ઊભી રહેતાં તેઓ ઝણણી ઊડ્યાં; ક્ષણ પહેલાંની તેમની કરુણાભરી આંખો આંખના પલકારામાં તો ક્યાંય બદલાઈ ગઈ તીણ સ્વરે બોલ્યાં, “આમ બેદરકારીથી કામ કર્યું નહિ, પાલવે વિપિનની Page #193 -------------------------------------------------------------------------- ________________ છબી વહુ વહુમા એક દાણો પણ મેંમાં મૂકી શકયાં નહિ, એવું તે રાંધ્યું છે.” બહારથી આ તિરસ્કારને કશો ઉત્તર આવ્યો નહિ, પરંતુ બીજાનું અપમાન થયું તેના ભારથી શરમ અને વેદનાનું માર્ક ઓરડામાં હરિલક્ષ્મીનું માથું નીચું નમી ગયું. ફોઈબાએ ફરીથી કહ્યું, “ચાકરી કરવા આવી ને સરસામાન બગાડે એ ન ચાલે બેટા, બીજાં બધાં જેવી રીતે કામ કરે છે એવી જ રીતે તારે પણ કરવું પડશે, એ કહી મૂકું છું.” વિપિનની સ્ત્રી આ વેળા આસ્તે આસ્તે બોલી, “ ખરા દિલથી એમ કરવા તે મથું છું, ફોઈબા, આજે કદાચ બગડી ગયું હશે.” એમ બેલીને એ નીચે ચાલી ગઈ, એટલે લક્ષ્મી ઊભી થઈ કે તરત જ ફોઈબા હાય હાય કરી ઊઠયાં. લક્ષ્મીએ મૃદુ કંઠે કહ્યું, “ શાને દુઃખ કરી છે, ફઈબા ? મારું શરીર - સારું નથી એટલે જ ખાઈ શકી નહિ. મઝલી-વહુની રાંધવામાં કસૂર ન હતી.” હાથ મેટું ધેાઈ પિતાના સૂના ઓરડામાં આવી ત્યારે હરિલક્ષ્મીને શ્વાસ જાણે રંધાઈ જવા ગા. બધી રીતનું અપમાન સહીને પણ વિપિનની વહુ ભલે આજ પછી પણ આ જ ઘરમાં ચાકરી કરી શકે, પરંતુ આજ પછી ગૃહિણી પણાનું - ગધ્ધાવૈતરું ઢસડવામાં તેના પિતાના દિવસે શી રીતે વીતશે ? વળી મઝલી–વહુને તે એક સાંત્વન પણ બાકી છે—વિના દેષે દુઃખ સહેવાનું સાંત્વન; પરંતુ તેને પિતાને માટે એવું શું બાકી રહેલું છે ? Page #194 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મી રાતે સ્વામીની સાથે શી વાત કરવી એ પણ હરિલક્ષ્મીને બરાબર સૂઝયું નહિ. આજે તેના મેઢાના એક શબ્દથી વિપિનની સ્ત્રીનું બધું દુઃખ દૂર થઈ શકત. પરતુ એક નિરૂપાય અબળા ઉપર જે માણસ આવું ભયંકર વેર લઈ શકે, જેના પૌરુષને એ ખટકયું પણ નહિ, તેની પાસે ભિક્ષા માગવાની હીનતા કરવાનું કેમે કર્યું લક્ષ્મીને મન થયું નહિ. શિવચરણે જરાક હસીને પૂછયું, “મઝલી–વહુને જોઈ કે? કહું છું, કેવુંક રાંધે છે ?” હરિલક્ષ્મી જવાબ આપી શકી નહિ. તેના મનમાં થયું, આ આદમી જ તેને સ્વામી! અને આખી જિંદગી એની જ સાથે તેને ઘર કરી રહેવું પડશે ! એટલું મનમાં આવતાં એને થયું, “ધરતી માતા ! મારગ આપે!” બીજે દિવસે સવારે ઊઠતાં જ લક્ષ્મીએ દાસી મારફત ફઈબાને કહેવરાવ્યું કે મને તાવ આવ્યો છે, મારે કશું ખાવું નથી. ફઈબાએ ઓરડીમાં આવી, ઊલટતપાસ કરી લક્ષ્મીને અકળાવી નાખી–તેના મુખના ભાવ અને કંઠેસ્વરથી તેમને કેમ જાણે સંશય પો કે લક્ષ્મી કંઈ છુપાવવાનો પ્રયત્ન કરે છે. એમણે કહ્યું, “પરંતુ તમને કંઈ ખરેખર અસુખ થયું દેખાતું નથી, વહુ-મા ? ” લક્ષ્મીએ માથું ધુણાવીને જેરપૂર્વક કહ્યું, “મને તાવ આવે છે, મારે કંઈ જ ખાવું નથી.” દાક્તર આવતાં તેને બારણું બહારથી જ લક્ષ્મીએ વિદાય ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ છબી કરી દીધા, “આપ જાણે! તે છે કે આપની દવાથી મને કશા ગુણ થતા નથી—આપ પધારા. "" શિવચરણે આવી અનેક પ્રશ્નો પૂછ્યા, પરંતુ એકને જવાબ મળ્યા નહિ. બીજા એ ત્રણ દિવસ જ્યારે આમ ને આમ વીતી ગયા ત્યારે ઘરનાં બધાં જ જાણે કાર્ય અજાણી આશંકાથી ઉદ્દેિશ થઈ ગયાં. તે દિવસે પાલે પહેાર હતા. લક્ષ્મી નાહવાની ઓરડીમાંથી ગુપચુપ ધીમે પગલે આંગણાની એક બાજુએ થઈ ઉપર જતી હતી. ફાઈબા રાંધણિયાના વરંડામાંથી એ જોઇ તે ચીસ પાડી ઊઠયાં, “જુએ વહુ–મા, વિપિનની વહુનું કામ, મઝલી–વહુ, આખરે ચેરી શરૂ કરી? ” હિરલક્ષ્મી પાસે જઈ ઊભી રહી. મઝલી–વહુ જમીન ઉપર મેલ્યા ચાલ્યા વિના નીચે માંએ બેઠેલી હતી. ખાવાનું ભરેલી એક થાળી ટુવાલ ઢાંકીને સામે મૂકેલી હતી. તે બતાવીને ફાઈ બા મેલ્યાં, “ તમે જ કહા, વહુમા, આટલાં ભાત શાક એક માણુસ તે ખાઈ શકે ? ઘરે લઈ જાય છે ાકરાને માટે—શિવચરણને કાને વાત ગઈ તેા જીવતી નહિ રહે—ગરદન પકડીને હડેડુડે કરી હાંકી કાઢશે. વહુ–મા! તમે માલિક છે, તમે જ આને ન્યાય કરે. ” આટલું મેલીને ફાઈબએ જાણે પોતાની એક ક્રૂજ પૂરી કરી હેાય એમ હાંફ ખાધી. તેમના મોટા અવાજથી ઘરનાં ચાકર, દાસી, માસે ૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ હરિલક્ષ્મ જે જ્યાં હતાં તે બધાંય તમા જોવા દેાડી આવ્યાં, અને એમ સૌની વચમાં ગુપચુપ બેઠાં હતાં પેલા ધરની મઝલી-વહુ અને તેમની શેઠાણી આ ધરની ગૃહિણી. આટલી નાની, નજીવી ચીજ માટે આવડું મેટું ધમસાણ ચાય એને લક્ષ્મીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતા. આરેાપને જવાબ આપવાનું તે। દૂર રહ્યું પણ અપમાન, અભિમાન અને લજ્જાથી તેમાં પણ ઊંચુ કરી શકી નિહ. લજજા, ખીજાને માટે નહિ તેને પેાતાને માટે જ. આંખામાંથી આંસુ ટપકવા લાગ્યાં. તેના મનમાં થયું, આટલાં માણુસેની સમક્ષ પોતે જ જાણે પકડાઈ ગઈ છે અને વિપિનનો સ્ત્રી જ તેને ન્યાય કરવા એડી છે. એત્રણ મિનિટ એમ ને એમ એસી રહીને એકદમ ભારે પ્રયત્નપૂર્વક પેાતાને કાબૂમાં રાખી લક્ષ્મીએ કહ્યું, “ફોઈબા રે! તમે બધાં જ એકવાર આ એરડામાંથી જાએ. ’ તેના ઇશારાથી બધાં બહાર ગયાં, એટલે લક્ષ્મી ધીરે ધીરે મઝલી–વહુની પાસે જઈ બેઠી. હાથ વડે તેનું મુખ ઊંચુ કરીને જોયું. તેની પણ બન્ને આંખેામાંથી આંસુ વહી રહ્યાં હતાં. તે એટલી, “ મઝલી–વહુ હું તારી દ્વિદિ છું. ” એટલું કહીને પાતાના છેડા વતી તેનાં આંસુ લૂછી નાખ્યાં. ' ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ Page #198 -------------------------------------------------------------------------- ________________