________________
છબી હરિલક્ષીને એકદમ એને જવાબ જડ્યો નહિ. પરંતુ તે મનમાં સમજી કે એ સ્ત્રી પહેલા દિવસના પરિચયને ગાઢ સંબંધમાં પરિણત કરવા માગતી નથી. પરંતુ કંઈક બેલે તે પહેલાં જ મઝલી-વહુ ઊઠવાની તૈયારી કરી બેલી, “હવે ત્યારે ઉઠું, દિદિ કાલે ફરી” - લક્ષ્મી આશ્ચર્યચકિત થઈ બોલી, “એટલામાં જ જવાનું કેવું ? જરા બેસે.”
મઝલી–વહુ બોલી, “આપે હુકમ કર્યો એટલે બેસવું જ જોઈએ, પણ આજે તે જાઉં, દિદ, તેમને આવવાને વખત થયો.” એટલું બેલી તે ઊઠી ઉભી થઈ, તથા છોકરાને હાથ પકડી જતા પહેલાં હસતે મોંએ બોલી, “જાઉં છું, દિદિ, કાલે જરા વહેલી આવીશ, બસ ?” એટલું બેલી ધીરેધીરે બહાર ચાલી ગઈ.
વિપિનની સ્ત્રી ચાલી ગયા બાદ હરિલક્ષ્મી એ દિશામાં જ નજર કરી ચૂપચાપ પડી રહી. અત્યારે તાવ હતો નહિ, પણ સુસ્તી હતી. તે પણ થોડીવાર માટે તે બધું ભૂલી ગઈ. આટલા દિવસ આખા ગામની કેટલી વહુવારુઓ આવી હતી તેની ગણતરી ન હતી, પરંતુ પાસેના ઘરની દરિદ્ર કુટું બની આ વહુ સાથે તે એમની સરખામણી પણ ન થાય. પેલાં તો ચાહી કરીને આવ્યાં હતાં, ઊઠવાનું મન જ કરે નહિ અને જે બેસવાનું કહે તો તે વાત જ શી! અને શી તેમની નિર્લજજતા, કેટલી વાચાળતા અને તેનું મન ખુશ
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org