________________
છબી
રહ્યું છે તે માણસ જ ઉદાસીન છે–તેનું મુખ ગ્લાનિની છાયાથી છવાઈ ગયેલું છે. પરંતુ એ છાયા બહારના કેઈની નજરે ઘણુંખરું પડી નહિ –માત્ર ઘરનાં એકાદબે જૂના વખતનાં દાસદાસીઓની નજરે પડી. તથા જે નજરબહાર હોવા છતાં બધું જુએ છે તેની નજરે કદાચ પડી હશે. માત્ર તે જ જોઈ શક્યા કે, આ છોકરીને મન આજે બધું જ કેવળ વિડંબના માત્ર છે. આ જન્મતિથિને દિવસે દર વર્ષે જે માણસ બધાંની પહેલાં ગુપ્ત રીતે તેના ગળામાં આશીર્વાદની માળા પહેરાવી જતે, તે માણસ આજે નથી, તે માળા ય નથી. તે આશીવંદની આજ ભારે ખટ લાગે છે.
મા-શેના પિતાના વખતના એક વૃદ્ધ આવીને કહ્યું, “નાની–મા, તે કેમ કંઈ દેખાતો નથી?”
ડોસે થોડા વખત પહેલાં નેકરીમાંથી છૂટો થઈ ચાલ્યો ગયો હતો. તેનું ઘર પણ બીજે ગામ હતું,—આ ઊંચાં મન થયાની વાત તે જાણતા નહતા. આજે જ આવ્યા ત્યારે ચાકર પાસે એ વાત તેણે સાંભળી. મા–શયે ઉદ્ધતભાવે બોલી, “મળવાની જરૂર હોય તો તેને ઘેર જાઓ –મારે અહીં શું છે ? ”
ઠીક, જાઉ છું,” બેલી વૃદ્ધ ચાલ્યો ગયે. મનમાં મનમાં બેલતે ગયે, “કેવળ તેને એકલાને મળવાથી શો લાભ ? મારે તે તમને બંનેને ભેગાં જોવાં છે. નહિ તે આટલે રસ્તે ચાલીને આવ્યા તે નકામો જ.”
પરંતુ ડોસાના મનની વાત આ યુવતીથી છાની રહી નહિ. ત્યારથી માંડીને એક રીતે સચક્તિ અવસ્થામાં જ સઘળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org