________________
છબી
તમારા પુત્ર સાથે મારી પુત્રીનો વિવાહ કરી જવાની ઈચ્છા હતી. પરંતુ તે અવસર આવ્યો નહિ. મા–શયે હવે એકલી પડી, તેના તરફ જતા રહેજે.”
આથી વધારે કહેવાની તેમને જરૂર લાગી નહિ, બા-કે તેમને બાળપણને મિત્ર હતો. એક દિવસ તેને પણ પુષ્કળ ધનસંપત્તિ હતી. માત્ર ફયાનું મંદિર બનાવરાવીને, તથા ભિક્ષુઓને ખવરાવીને આજે તે બિલકુલ ખાલી તે શું પણ દેવાદાર થઈ ગયો હતો. તોપણ એ માણસને જ પોતાની સર્વ વિષયસંપત્તિ સાથે એકની એક કન્યાને બેધડક સોંપી જતાં, આ મરણપથારીએ પડેલાને જરા પણ સંકોચ થયો નહિ. પિતાના બાલ્ય-બંધુને સારી પેઠે પિછાની લેવા જેટલે સુયોગ પણ તેમને આ જીવનમાં મળ્યો હતો. પરંતુ આ જવાબદારી બા-કેને લાંબે વખત ઉપાડવી પડી નહિ. તેને પણ પેલે પારથી તેડું આવી પહોંચ્યું. અને એ મહામાન્ય સમન્સ માથે ચડાવીને ડેસ, એક વર્ષ પણ ન વીત્યું એટલામાં તો અહીંને ભાર અહીં જ પડતું મૂકી, અજાણું દિશાએ ચાલ્યો ગયો.
આ ધર્મપ્રાણ દરિદ્ર માણસ ઉપર ગામના લેકને એટલે પ્રેમ હતું, જેટલાં શ્રદ્ધા-ભક્તિ હતાં, તેટલા જ પ્રબળ ઉત્સાહથી તેઓએ તેને મરત્સવ શરૂ કરી દીધો.
બા-કેને મૃતદેહ માલ્ય-ચંદનથી સજિજત થઈ, પલંગ ઉપર સૂતેલો રહ્યો, અને નીચે રમત-ગમત, નૃત્ય-ગીત તથા આહાર-વિહારની રેલમછેલ રાતદહાડે સતત ઊડવા લાગી. એનો જાણે અંત નહિ આવે એમ લાગવા માંડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org