________________
વિલાસી
વંડાની એક બાજુએ રોટલા ઘડતી હતી, અચાનક હાથમાં ડાંગ લાઠીવાળા માણસોને આંગણામાં જેઈને બીકની મારી તે કાળી પડી ગઈ.
કાકાએ ઓરડાની અંદર ડોકિયું કરી જોયું તો મૃત્યુંજય સૂતેલો હતો. ચટ દઈને સાંકળ ચડાવી દઈ પેલી ભયથી મરવા જેવી થઈ ગયેલી છોકરી સાથે તેણે સંભાષણ શરૂ કર્યું. કહેવાની જરૂર નથી કે, જગતમાં કઈ કાકાએ કઈ સમયે ભત્રીજાની સ્ત્રી સાથે એ રીતે વાત ન કરી હોય. એ વાત એવી હતી કે છોકરી હલકા ગારુડીની દીકરી હોવા છતાં તેનાથી સહન ન થઈઆંખ ઊંચી કરી બેલી –“બાપુએ મને બાબુજી સાથે પરણાવી છે, તે જાણે છે ?”
કાકા બોલ્યા,–“હરામખેર !” ઇત્યાદિ ઇત્યાદિ. તથા સાથે સાથે જ દશબાર જણ વીરતાપૂર્વક હુંકાર કરીને તેની ગરદન ઉપર ધસી ગયા. કોઈ એ ભરી વાળની મૂઠી, કેઈએ પકડ્યા કાન, કેઈએ પકડ્યા બે હાથ–તથા જેમને એ સુગ ન મળ્યો, તેઓ પણ નિશ્રેષ્ટ ઊભા રહ્યા નહિ.
કારણ કે રણસંગ્રામમાં કાયરની મા ચૂપ ઊભા રહીએ એવું કલંક અમારે માથે ચેડતાં તે કદાચ સાક્ષાત નારાયણના વડીલને પણ આંખની શરમ નડે. આ જગ્યાએ એક બીજી વાત કહી રાખું. સાંભળ્યું છે કે વિલાયત વગેરે મલેચ્છ દેશોમાં પુરુષોને એ કુસંસ્કાર પડેલે હોય છે, કે તેઓ સ્ત્રીઓને દુર્બળ તથા નિરુપાય ગણીને તેમના ઉપર હાથ ઉપાડતા નથી. એ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org