________________
છબી
છોકરી સાથે નિકા કરી તેને ઘરમાં ઘાલી છે. અરે માત્ર નિકા નહિ. તેટલું હોત તો તે ચૂલામાં ગયું, તેને હાથે રાંધેલું પણ ખાય છે! ગામમાં જે તેની સા ન હોય, તે પછી વનમાં જઈને જ વાસ કરવો પડે ! કેડોલા, હરિપુર ગામના લેકે. તે આવી વાત સાંભળે તે ”-ઈત્યાદિ ઈત્યાદિ.
પછી તે છોકરાં-ડોકરાં બધાંનાં મેંમાં એ એક જ વાત, “એં—આ થયું શું ? કળિ સાચે જ બધું ઊંધું વાળવા બેઠે છે કે શું?”
ડેસો કહેતો ફરવા લાગ્યું કે આમ બનવાનું છે એમ બહુ પહેલાંથી જ તે જાણતો હતો. તે માત્ર તમાસો જોતે હતા, કે ક્યાંનું પાણી ક્યાં જઈ મરે છે ! નહિ તો એ કાંઈ પારકા નથી, પાડાપાડોશી નથી, સગો ભત્રીજો! તે પિતાને ઘેર ન લઈ જઈ શકત? તેનામાં શું દાક્તર કે વૈદને દેખાડવાની શક્તિ ન હતી ? ત્યારે કેમ એ બધું ન કર્યું, તે હવે જુઓ બધા. પરંતુ હવે વધુ વાર મૂંગા બેસી રહેવાય નહિ! આ તે મિત્તિર વંશનું નામ ડૂબવા બેઠું ! ગામને કલંક લાગે!
તે વખતે અમે ગામના લેકેએ મળીને જે કામ કર્યું, તે યાદ આવતાં આજે પણ હું લજજાથી મરી જાઉ છું. કાકે ચા નાતાના મિત્તિર વંશને વાલી થઈને અને અમે દશ બાર જણ સાથે ચાલ્યા ગામને કલંક ન લાગે તે માટે.
મૃત્યુંજયના ખંડેર ઘર આગળ જ્યારે અમે જઈ પહોંચ્યા, ત્યારે સાંજ પડયે થોડી જ વાર થઈ હતી. છોકરી ભાગેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org