________________
છબી
વળી કેવી વાત! સનાતની હિંદુઓ એ કુસંસ્કાર માનતા નથી ! અમારે મત એ છે કે, જેના શરીરમાં જેર નથી તેના જ શરીર ઉપર હાથ ઉપાડી શકાય. પછી તે સ્ત્રી, પુરુષ, ગમે તે હોય ને.
પેલી છોકરી પહેલી વાર જ જે એક ચીસ પાડી ઊઠી હતી તે જ; પછી તે બિલકુલ ચૂપ થઈ ગઈ. પરંતુ અમે જ્યારે તેને ગામની બહાર મૂકી આવવા તેને ઘસડીને લઈ ચાલ્યા ત્યારે તે વિનંતી કરતી બોલવા લાગી,–“ભાઈ સાહેબ, એકવાર મને છોડી દો. હું રોટલા ઓરડામાં આપી આવું. બહાર શિયાળ કૂતરાં ખાઈ જશે, માંદા માણસને આખી રાત ભૂખ્યા રહેવું પડશે.”
મૃત્યુંજય બંધ ઓરડાની અંદર પાગલની માફક માથું ફૂટવા લાગ્યો, બારણુને લાત મારવા લાગ્યો, તેમજ સાંભળવા ન સાંભળવા યોગ્ય અનેક પ્રકારની વાણીને પ્રયોગ કરવા લાગે. પરંતુ અમે તેનાથી જરા પણ ડગ્યા નહિ. સ્વદેશના કલ્યાણ ખાતર બધું હિંમતપૂર્વક સહન કરી લઈ પેલીને ઢસડાતી લઈ ચાલ્યા.
ઢસડાતી લઈ ચાલ્યા,” એમ મેં કહ્યું. કારણ કે હું પણ બધો વખત સાથે જ હતો. પરંતુ કેણ જાણે ક્યાં મારામાં એક પ્રકારની દુર્બળતા હતી. હું તેના શરીરને હાથ અડાડી શક્યો નહિ, ઊલટું જાણે રડવું આવવા લાગ્યું. તેણે મેટો અપરાધ કર્યો હતે, તેથી તેને ગામની બહાર કાઢવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org