________________
છો
ઓશીકા આગળ બેસીને પંખો નાખતી હતી. અચાનક માણસને જોઈ ચમકી ઊઠી ઊભી થઈ ગઈ. એ જ પેલા બુઠ્ઠા ગાડીની છોકરી વિલાસી. તેની ઉંમર અઢાર વર્ષની હતી કે અઠ્ઠાવીસ તે નક્કી કરી શક્યો નહિ, પરંતુ મેં તરફ નજર કરતાં જ સમજી ગયા કે ઉમર ગમે તેટલી હૈ, પણ વૈતરું કરી કરીને તથા રાતે ઉજાગરા કરી કરીને તેના શરીરમાં કાંઈ બાકી રહ્યું નહોતું. બરાબર જાણે ફૂલદાનીમાં પાણી ભરી ભીંજાવી રાખેલું વાસી ફૂલ ! હાથવડે સહેજ અડતાં વેંત જ, સહેજ હલાવવા જતાં જ જાણે ખરી પડશે !
મૃત્યુંજય મને ઓળખીને બેલ્યો, “કોણ ને ?” હું બે , – “હં...” મૃત્યુંજયે કહ્યું, “બેસ.”
પેલી છોકરી માથું નીચું કરી ઊભી રહી. મૃત્યુંજયે બેચાર શબ્દોમાં જે કહ્યું, તેને સાર એ હતો કે લગભગ દોઢ માસ થયાં તે પથારીવશ છે, વચમાં દસ પંદર દિવસ તે બેભાન બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હતો. અને જે કે અત્યારે તે બિછાનું છોડી ઊભો થઈ શકતો નથી, પરંતુ હવે ચિંતા કરવા જેવું નથી.
ચિંતા કરવા જેવું ભલે ન છે. પરંતુ નાનો છોકરો હોવા છતાં હું એટલું સમજી શક્યો, કે આજે પણ જેનામાં પથારી છેડી ઊભા થવાની તાકાત નથી, એ રોગીને આ વનની અંદર એકલાં જે છેકરીએ બચાવી લેવાને ભાર માથે લીધે
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org