________________
વિલાસી છે. તે કેટલે મોટે ભાર છે? દિવસ ઉપર દિવસ, રાત ઉપર રાત, તેણે કેટલી સેવા, કેટલી સારવાર કરી કેટલું વૈર્ય બતાવ્યું છે, કેટલા ઉજાગરા વેક્યા છે ? એ કેટલું મેટું હિંમતનું કામ છે ?
પરંતુ જે વસ્તુએ આ અસાધ્ય કામ સાધ્ય કર્યું હતું, તેને ખ્યાલ છે કે તે દિવસે મને આવી શક્યો નહિ, પરંતુ બીજે એક દિવસે બરાબર આવી ગયો.
પાછા ફરતી વખતે છોકરી બીજો એક દીવો લઈ મારી આગળ આગળ ભાંગેલા વંડાના છેડા સુધી આવી. અત્યાર સુધી તે એક શબ્દ પણ બેલી ન હતી, હવે ધીરે રહીને બેલી“ રસ્તા સુધી તમને મૂકવા આવું?”
મોટાં મોટાં આંબાના ઝાડથી આખી વાડી જાણે અંધકારના એક ઢગલા જેવી દેખાતી હતી. રસ્તો દેખાવાની વાત તો દૂર રહી, પિતાને હાથ સુધ્ધાં દેખાતો નહતો. મેં કહ્યું, “મૂકવા આવવાની જરૂર નથી. ફક્ત દીવ આપ.”
તે દીવો મારા હાથમાં આપતાં જ તેના ઉત્કંઠિત મુખનો ચહેરે મારી નજરે પડશે. ધીરે ધીરે તે બેલી, “એકલા જતાં બીક તે નહિ લાગે ને ? જરા આગળ સુધી મૂકી જાઉં ?”
છોકરી પૂછતી હતી, “બીક તે નહિ લાગે ને !' એટલે મનમાં ગમે તે હતું, પણ જવાબમાં ફક્ત એક “ના” બેલીને જ આગળ ચાલવા માંડયું.
હ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org