________________
છબી
તે ફરી વાર બોલી –“વન-વગડાને રસ્તે છે, જરા જોઈને પગલાં ભરજો.”
આખા શરીરે રૂંવાડાં ઊભાં થઈ ગયાં પરંતુ આટલી વારે સમજ પડી, કે તેનો ઉદ્દેગ શા કારણથી હતા, તથા શા માટે તે દી ધરી આ જંગલને રસ્તે પાર કરાવી જવા માગતી હતી. કદાચ તે મારી “ના” ધ્યાન ઉપર ન લેત, સાથે જ આવત, પરંતુ મને લાગે છે કે માંદા મૃત્યુંજયને એકલે મૂકી દૂર ખસવાને તેને છેવટ સુધી જીવ ચાલ્યો નહિ.
વીસપચીસ વીઘાની વાડી હતી, એટલે રસ્તે કંઈ મૂકે ન હતા. આ દારુણ અંધકારમાં દરેક પગલું ડરતાં ડરતાં જ મૂકવું પડત, પરંતુ બીજી જ ક્ષણે પેલી છોકરીના વિચારથી જ આખું મન એવું રોકાઈ ગયું કે ભય પામવાને વખત જ મળ્યો નહિ. વારેવારે એક જ વિચાર આવવા લાગે કે એક મરેલા જેવા રોગીને લઈને અહીં એકલા રહેવું કેટલું કઠણ કામ છે! મૃત્યુંજય તે ગમે તે ઘડીએ મરી જાય એવો થઈ ગયો છે. જે તે મરી જાય તે આખી રાત આ વનની અંદર એ છેકરી એકલી શું કરે ! એ રાત તે શી રીતે કાઢે !
આ પ્રસંગે અનેક દિવસ પછીની એક વાત મને યાદ આવે છે. એક સગાના મૃત્યુ વખતે હું હાજર હતા. અંધારી રાત, ઘરમાં છોકરાંછિયાં કે ચાકરબાકર કેઈ નહોતું. ઓરડાની અંદર ફક્ત તેની તરતની વિધવા સ્ત્રી અને હું. તેની ત્રીએ તો શકના આવેગથી ધમપછાડા કરી એવી ધાંધલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org