________________
વિલાસી
મચાવી મૂકી કે, તેનેય પ્રાણ હમણું નીકળી તે નહિ જાય, એ ડર લાગવા માંડો. રડતી રડતી વારંવાર મને પૂછવા લાગી, “મારે જ્યારે સ્વેચ્છાએ સાથે બળી મરવું છે, ત્યારે તેમાં સરકારને શું ? મને હવે જીવતા રહેવાની જરા જેટલી યે ઈચ્છા નથી, એ શું તેઓ સમજી નહિ શકે ? તેમને ઘેર શું સ્ત્રી નહિ હોય ? તેઓ શું પથ્થર છે ? અને રાતેરાત જ ગામના પાંચ માણસે જે નદીના કિનારા પરના કઈ એકાદ જંગલની વચ્ચે મને સાથે બળી મરવાની ગોઠવણ કરી દે, તે પિોલીસના લેકે કેમ કરીને જાણવાના હતા ?” એવું એવું તે કેટલુંય. પરંતુ મારે તો વધારે વાર બેસી રહી તેનું રુદન સાંભળ્યા કર્યો ચાલે એમ હતું નહિ! મહેલ્લામાં ખબર આપવી જોઈએ,–અનેક વસ્તુઓની તૈયારી કરવી જોઈએ. પરંતુ મારી બહાર જવાની વાત સાંભળતાં જ તેનું ભાન ઠેકાણે આવી ગયું, આંખો લૂછી તે બેલી,–“જે થવાનું તે તો થઈ ગયું છે, હવે બહાર જવાથી શું થવાનું છે? રાત જવા દે ને. ”
મેં કહ્યું, “હજી કેટલો તૈયારીઓ કરવાની છે, ગયા વગર કેમ ચાલે ?”
તે બોલી,–“છે રહી તૈયારીઓ ! તું બેસ.”
હું બોલ્યો,–“બેસી રહ્યું ન ચાલે, એક વાર ખબર તો આપવી જ જોઈએ,” એટલું બોલી જરા ડગલું ભરું છું ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org