________________
છબી
તે તે ચીસ પાડી ઊઠી,“એ રે, બાપ રે ! મારાથી એકલી નહિ રહેવાય.”
પરિણામે મારે બેસવું જ પડયું. કારણું, ત્યારે જ મને ખબર પડી કે, જે સ્વામી જીવતે હતો ત્યારે તે નિર્ભય રીતે પચીસ વર્ષ જેની સાથે એકલી ઘર માંડીને રહી હતી, તેનું મૃત્યુ જે કે સહન કર્યું, પરંતુ તેનું મૃતશરીર આ અંધારી રાતે પાંચ મિનિટ માટે પણ તે સ્ત્રીથી નહિ સહેવાય; છાતી જે કશાથી પણ ફાટશે તો તે આ મૃત સ્વામીની પાસે એકલી બેસવાથી.
પરંતુ તેનું દુઃખ હલકું પાડી બતાવવાનો પણ મારે ઉદેશ નથી, કે તે સાચું ન હતું એમ કહેવાને પણ મારે આશય નથી, અથવા એક જણના આચરણથી જ એને છેવટનો નિકાલ થઈ ગયો, એમ પણ નથી. પરંતુ એવા બીજા પણ અનેક પ્રસંગે હું જાણું છું કે જેમને ઉલેખ કર્યા વિના પણ હું એ વાત કહેવા માગું છું કે, ફક્ત કર્તવ્યબુદ્ધિને રે અથવા બહુ સમય સુધી સાથે ઘર માંડીને રહી છે તેટલા માત્રથી જ એ ભયને કોઈ પણ સ્ત્રી દૂર ન કરી શકે. એ એક જુદી જ શક્તિ છે કે જેની, ઘણું સ્વામી-સ્ત્રી સે સો વર્ષ એક સાથે ઘર કર્યા પછી પણું કદાચ ગંધમાત્ર પણ મેળવી શકતાં નથી.
પરંતુ અચાનક એ જ શક્તિને પરિચય જ્યારે કાઈ નરનારીની પાસે મળી આવે છે. ત્યારે સમાજની અદાલતમાં તેમને ગુનેગાર ઠરાવી તેમને સજા કરવાની જરૂર કદાચ ભલે
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org