________________
વિલાસી અને માત્ર છોકરા જ નહિ, કેટલાય કરાના બાપ કેટલીય વાર છૂપી રીતે છેકરા મારફતે તેની પાસેથી નિશાળની ફી ખેવાઈ ગઈ છે,” “ચોપડી ચોરાઈ ગઈ છે, વગેરે કહી કહીને પૈસા પડાવતા હતા. પરંતુ ઉપકાર કબૂલ કરવાની વાત તો દૂર રહી, પિતાને છોકરો તેની સાથે એક અક્ષરેય બેલ્યો છે એટલું પણ કઈ બાપ બે સારા માણસો વચ્ચે કબૂલ કરવા માગતો નહિ. ગામની અંદર મૃત્યુંજયની આવી ખ્યાતિ હતી.
ઘણું દિવસ સુધી મૃત્યુંજય જણાયે નહિ. એક દિવસ ખબર મળી કે તે મર્મરું કરી રહ્યો છે. ફરી એક દહાડે વાત સાંભળી કે ગારુડી-મહોલ્લાના એક બુટ્ટા ગાડીએ તેની દવા કરીને, તથા તેની દીકરી વિલાસીએ માવજત કરીને મૃત્યુંજયને મૃત્યુના મોંમાંથી પાછો આણ્યો છે.
ઘણા દિવસ તેની ઘણુ મીઠાઈને સદુપયોગ કરેલે— એટલે મન કેમે કર્યું હાથમાં રહ્યું નહિ. એક દિવસ રાત્રીના અંધકારમાં છુપાઈ ને તેને જોવા ગયો. તેના ખંડેર ઘરને વંડાની બલા ન હતી. સ્વચ્છેદે અંદર જઈ જોયું, તે ઓરડાનું બારણું ખુલ્યું હતું, ઠીકઠીક અજવાળાવાળા એક દીવો બળતો હતો, તથા બરાબર સામે જ ખાટલા ઉપર સફેદ દૂધ જેવા બિછાના ઉપર મૃત્યુંજય સૂતેલે હતો. તેના હાડપિંજર જેવા શરીર તરફ નજર કરતાં જ જણાઈ આવતું કે ખરેખર યમરાજાએ મહેનત કરવામાં કશી કસર રાખી ન હતી, તો પણ છેવટ સુધી ફાવ્યા નહિ, તે માત્ર પેલી છોકરીના જેરે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org