________________
છબી
અમને કેઈને નહતી – કદાચ એ પુરાતત્ત્વવિદેની શોધને વિષય હશે – પરંતુ અમે તે તેને એ ત્રીજા ધોરણમાં જ પહેલેથી જોતા આવ્યા હતા, – તેના ચોથા ધોરણમાં ભણવાની વાત પણ કદી સાંભળી નથી કે બીજા ધોરણમાંથી ચડવાની ખબર પણ કદી સાંભળી નથી. મૃત્યુંજયને બાપ-મા, ભાઈબહેન કેઈ નહતું; ગામને એક છેડે એક મોટી આંબાફસની વાડી અને તેની વચ્ચે એક ખંડેર ઘર, એટલું માત્ર હતું. તથા એક દૂરને કાકે હતો. કાકાનું કામ હતું ભત્રીજાને વિવિધ રીતે બદનામ કર્યા કરવાનું - એ તે ગાંજો પીએ છે, અફીણ ખાય છે, વગેરે. તેનું બીજું એક કામ એ કહેતા ફરવાનું હતું કે, પેલી વાડીમાં અરધો ભાગ તેને પિતાનો છે, દાવો કરી કબજે લે એટલી જ વાર છે, અને કબજે એક દિવસ તેણે લીધે પણ ખરો, પરંતુ તે જિલ્લા-કચેરીમાં દાવો કરીને નહિ – ઉપરની કચેરીના હુકમથી. પરંતુ તે વાત પછી થશે.
મૃત્યુંજય જાતે રાંધીને ખાતા તથા કેરીની મોસમમાં એ આંબાવાડિયાની ઊપજમાંથી જ તેનું આખા વર્ષનું ખાવાપીવાનું ખર્ચ નીકળતું; તેને કઈ વાતની તાણ નહતી. જ્યારે મળે ત્યારે મૃત્યુંજય ફાટી તૂટી મેલી ચોપડી બગલમાં ઘાલી રસ્તાની એક કારે ગુપચુપ ચાલ્યા જતા હોય. તેને કદી કોઈની સાથે ચાહીને વાત કરતો જોયો નથી. ઊલટું અમે જ ગરછલા બની વાત કરતા. તેનું મુખ્ય કારણ એ હતું કે, દુકાનેથી ખાવાનું ખરીદીને ખવડાવવામાં ગામમાં તેને જોટો ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org