________________
હરિલક્ષ્મી
લક્ષ્મી ફિક્કે ચહેરે તેમને તેમ જ પલકારો પણ પાડ્યા વિના નિઃશબ્દ જોઈ રહી. ફઈબાએ એકદમ અવાજ નાને કરીને કહ્યું, “તો પણ મેં એક દિવસ એને બાજુએ બોલાવી કહ્યું હતું, “મેજ-વહુ, જે થવાનું હતું એ તે થયું. હવે તે માગી કરીને ગમે તે રીતે પણ એકવાર કાશી જઈને વહુમાને પગે પડ! છોકરાને લઈ જઈને એમના પગ આગળ નાખીને કહેજે, દિદિ, આને તે કાંઈ વાંક નથી, એને બચાવો.”
બધી વાત ફરીથી કહેવા જતાં ફિઈબાની આંખો પાણીથી છલકાઈ ગઈ. છેડા વતી લૂછી નાંખીને તે બોલ્યાં, પણ એ તો માથું નીચું ઘાલીને મોઢું સીવી બેસી રહી. હા, ના– કશો જ જવાબ સુધ્ધાં આપે નહિ.”
હરિલક્ષ્મીને લાગ્યું કે આ બધા જ અપરાધને ભાર તેના પોતાના માથા પર જઈ પડ્યો છે. એના મોઢામાં બધી રસોઈ કડવી ઝેર જેવી થઈ ગઈ અને એક કળિયે પણ જાણે ગળેથી ઊતરતો ન હતો. ફઈબા, કંઈ એક ક્ષણ માટે બહાર ગયાં હતાં, તેઓ પાછાં આવતાં પીરસેલી રાઈની સ્થિતિ જોઈને આકુળવ્યાકુળ થઈ ગયાં ને બૂમ મારી, “ વિપિનની. વહુ ! એ વિપિનની વહુ!
વિપિનની વહુ બારણું બહાર આવી ઊભી રહેતાં તેઓ ઝણણી ઊડ્યાં; ક્ષણ પહેલાંની તેમની કરુણાભરી આંખો આંખના પલકારામાં તો ક્યાંય બદલાઈ ગઈ તીણ સ્વરે બોલ્યાં, “આમ બેદરકારીથી કામ કર્યું નહિ, પાલવે વિપિનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org