________________
હરિલક્ષ્મી
બૈરી મારા ઘરનાંની આગળ ગુમાન કરીને એનું અપમાન કરી જાય એટલી બધી એની ગુસ્તાખી? પાછ, નપાટ, હલકા ઘરની છોકરી ? તેનું માથું મુંડાવી, ઉપર છાશ રેડી, ગધેડે બેસાડીને ગામની બહાર કઢાવી મૂકી શકે એમ છું, જાણે છે?” - હરિલક્ષ્મીનું માંદગીથી ઊતરી ગયેલું મેટું એકદમ ફિક પડી ગયું—“ કહે છે. શું આ ?”
શિવચરણ પિતાની છાતી ઉપર હાથ ઠોકીને બેલવા લાગ્યો, આ ગામમાં ન્યાયાધીશ કહે, મેજિસ્ટ્રેટ કહે, કે દારગ પિલીસ કહે, બધું આ બંદા ! આ જ બંદા ! મરણને જીવન આ હાથમાં. તું કહેજે, જે કાલે વિપિનની વહુ આવીને તારે પગે ના પડે, તે હું લાટુ ચૌધરીને દીકરા નહિ! હું”
વિપિનની વહુને બધાંની આગળ અપમાનિત કરવામાં અને હલકી પાડવાનાં વર્ણન અને વ્યાખ્યાનમાં લાટુ ચૌધરીના દીકરાએ અપશબ્દો અને ગાળાની કાંઈ હદ રાખી નહિ. અને તેની જ સામે સ્થિર આંખોએ એકીટસે જઈ રહેલી હરિલક્ષ્મીને થવા લાગ્યું, “ધરતીમાતા મારગ આપે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org