________________
ઉ પ દ્ ઘા તો
શરદબાબુ જેવા લાંબી વાર્તાના સિદ્ધહસ્ત લેખક છે તેવા જ ટૂંકી વાર્તાના પણ છે. શ્રીયુત મહાદેવભાઈએ શરદબાબુની ત્રણ વાર્તાઓનું ભાષાન્તર કરીને ગુજરાતી વાર્તાવાચકવર્ગને તેમનો પ્રથમ પરિચય કરાવ્યું. આ સંગ્રહમાં તેમની બીજી છ ટૂંકી વાર્તા આવે છે.
“પહેલીસમાજ' જે આ પહેલાં શરદગ્રંથાવલિના બીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ થઈ છે, તે ઉપરથી ગામડાના સમાજ તરફની શરદબાબુની ટીકાદષ્ટિ પૂરેપૂરી સ્પષ્ટ થાય છે. આ સંગ્રહમાં “છબી” અને “મુકદ્દમાનું ફળ' એ સિવાયની ચાર વાર્તાઓ બંગાળના પલ્લીસમાજનાં જ વાર્તાચિત્રો છે.
આપણે પ્રથમ પલી સમાજ સાથે સંબંધ ન ધરાવતી વાર્તા લઈએ. “છબી” એમાં પ્રથમ આવે છે. આ વાર્તા એક જુવાન પ્રેમીઓની વાર્તા છે. કવિ ભવભૂતિએ કહ્યું છે? કચતિવગતિ પાનાંતરઃ કોડપિ દેતુઃ કેઈ આંતર હેતુ પદાર્થોને ભેગા કરે છે. પ્રેમ મનુષ્યને ભેગાં કરનાર કોઈ આંતર હેતુ છે એ ખરું, પણ એ આંતર હેતુ કામ કરતા હોય છે ત્યાં પણ એ વ્યક્તિઓને એકબીજાને અનુકુલ થતાં ઘણી વાર લાગે છે, ઘણું યાતનાઓ સહન કરવી પડે છે, અને તેમાંથી ઘણું કરુણ પરિણામો પણ કઈ વાર આવે છે. - આ વાર્તામાં એવું કરુણ પરિણામ આવતું આવતું રહી જાય છે, પણ વ્યક્તિઓની યાતના ઓછી નથી. વાર્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org