________________
છબી
બા-થિને દૂર ખસી શાંત મૃદુ કંઠે કહ્યું, “જરા બેસે.” એટલું બોલી પોતે જ બેસી પડીને બે, “માંડલે જાઉં છું. આજ તમે મારી એક છેલ્લી વિનંતિ સાંભળશે?”
મા-શેએ ડોકું હલાવી જણાવ્યું કે સાંભળીશ. બા–ચિન જરા સ્થિર થઈ બેલ્યો, “મારી છેલ્લી વિનંતિ છે કે, સારુ પાત્ર જોઈને કોઈ સાથે જલદી પર જજે. આમ કુંવારી અવસ્થામાં હવે ઝાઝા દિવસ રહેશે નહિ. બીજી એક વાત –”
એટલું બેલી તે ફરી થેલીવાર ચૂપ રહી, વળી વધુ મૃદુ કંઠે બોલવા લાગ્યો, “વળી એક વસ્તુ તમને હમેશાં યાદ રાખવા કહું છું. એ વાત પણ કદી ભૂલતા નહિ કે લજળની પેઠે અભિમાન પણ બાઈમાણસનું ભૂષણ છે ખરું, પણ હદબહાર થવાથી—”
મા–શોયે અધીરી બની જઈ વચ્ચે જ બોલી ઊઠી, “એ બધું બીજે કઈ દિવસે સાંભળીશ, પણ પૈસા કયાંથી આણ્યા ?”
બા-ચિન હસીને બોલ્યા, “એમાં શું પૂછે છે? મારું તમે શું નથી જાણતાં ?
પણ પૈસા આપ્યા ક્યાંથી ?”
બા-થિન ઘૂંટડો ગળી જઈ જરા ગલ્લાતલ્લાં કરી અને બેલ્યો, “બાપનું ઋણ તેમની સંપત્તિ વેચીને જ ચૂકવ્યું છે. નહિ તે મારું પિતાનું એવું વળી છે જ શું”
રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org