________________
છબી
“તમારે ફૂલને બગીચે ?”
તે પણ બાપુને જ છે.” “તમારી આટઆટલી ચોપડીઓ ?”
“ચોપડીઓને હવે શું કરું? અને તે પણ તેમની જ હતી.”
મા–શયે નિઃશ્વાસ નાખી બેલી, “જવા દે, ઠીક જ થયું છે. હવે ઉપર જઈને સૂઈ જાઓ, ચાલે.”
પરંતુ આજે તે મારે જવું જ જોઈએ.”
“આ તાવ લઈને ? તમે શું સાચે જ એમ માને છે કે હું તમને આ હાલતમાં જવા દઈશ ? ”
એટલું બોલી તેણે પાસે આવી ફરીથી તેને હાથ પકડો. આ વખતે બા-થિનને જોઈને નવાઈ લાગી કે મા–શોયેના મુખને ભાવ બિલકુલ બદલાઈ ગયો હતો. તે મેં ઉપર વિષાદ, વિષ, નિરાશા, લજજ, અભિમાન કશાયનું ચિહ્ન નહોતું, ફક્ત વિરાટ સ્નેહ તેમજ તેટલી જ મોટી આશંકા હતાં. એ મેએ તેને તદ્દન મંત્રમુગ્ધ બનાવી દીધો, તે ચૂપકીથી ધીરે ધીરે તેની પાછળ પાછળ ઉપર શયનખંડમાં આવી પહોંચે.
તેને પથારીમાં સુવાડી દઈને મા-શેયે પાસે બેઠી. બે સજલ ગર્વિષ્ઠ આંખે તેના ફિક્કા મેં ઉપર સ્થિર કરીને બોલી, “તમે શું એમ માને છે કે ડાઘણા પૈસા લઈ આવ્યા એટલે મારું દેવું ચુકવાઈ જશે? માંડલે જવાની વાત ભૂલી જાઓ. મારી રજા સિવાય આ ઘરની બહાર જશે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org