________________
છબી
માગતું નથી, નહિ તો જવાબમાં મા-શયના મુખમાંથી આવા શબ્દો શી રીતે નીકળત? તે બોલી, “મેં કંઈ થોડાઘણું રૂપિયા માગ્યા નહોતા, દેવાની પૂરેપૂરી રકમ વસૂલ કરવાનું મેં તે કહ્યું છે.”
બા-થિનનું પીડિત સૂકું મુખ હાસ્યથી ભરાઈ ગયું. તે બોલ્યા, “એમ જ છે, તમારી પૂરેપૂરી રકમ જ લાવ્યો છું.”
પૂરેપૂરી રકમ? ક્યાંથી આણી ?”
“એની કાલે ખબર પડશે. પિલી પેટમાં પૈસા છે. કોઈને ગણી લેવાનું કહે.” | ગાડીવાળાએ દરવાજા પાસેથી તેને ઉદેશીને બૂમ મારી,
“હજુ કેટલી વાર થશે ? વેળાસર નહિ નીકળી જવાય તે પિગુમાં રાતને ઉતારો નહિ મળે!”
મા-શેયેએ ડેક લંબાવી જોયું તે રરતા ઉપર પેટી, બિછાનું, વગેરે સામાનથી લાદેલી બળદગાડી ઊભી છે. ભયથી એક પલકારામાં તેનું આખું મેં ફીકું પડી ગયું, વ્યાકુળ બની જઈ ને એકીસાથે હજાર પ્રશ્ન તે પૂછવા લાગી, “પેગુ કાણું જવાનું છે ? ગાડી કોની છે? આટલા પૈસા ક્યાંથી આયા ? ચૂપ કેમ રહ્યા છે ? તમારી આંખ આટલી નિસ્તેજ કેમ થઈ ગઈ છે ? કાલે શી ખબર પડવાની છે ? આજે કહેવામાં તમને—” બોલતાં બોલતાં જ ભાન ભૂલી જઈ પાસે આવી તેને હાથ પકડશે, અને બીજી જ ક્ષણે હાથ છોડી દઈ તેના કક્ષાની સ્પર્શ કરતાં જ તે ચમકી ઊઠી–“ઓ રે! આ તે તાવ છે, એટલે જ, મને થયું, મોં ઉપર આટલી ફિકાશ કેમ છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org